YouTube ડોનેશનનો ઉપયોગ કરીને બિનલાભકારી સંસ્થાઓ માટે ફાળો ઉઘરાવવો

બિનલાભકારી સંસ્થાઓ YouTube પર કેટલીક વિભિન્ન રીતોએ ફાળો ઉઘરાવી શકે છે. યુએસમાં યોગ્યતા ધરાવતી બિનલાભકારી સંસ્થાઓ માટે YouTube ડોનેશનનો ઍક્સેસ ધરાવતી ચૅનલ દ્વારા ડોનેશન કરવા માટેના બટન વડે ફાળો ઉઘરાવવામાં આવી શકે છે. 

બિનલાભકારી સંસ્થાની યોગ્યતા સંબંધિત સામાન્ય પ્રશ્નો

હું બિનલાભકારી સંસ્થા છું. શું હું મારી પોતાની YouTube ચૅનલ પર ફાળો ઉઘરાવી શકું?

YouTube ડોનેશન ફાળો ઉઘરાવનારનું સેટઅપ કરવા માટે, તમારી ચૅનલ અમુક પાત્રતાની જરૂરિયાતોને પૂરી કરતી હોવી જરૂરી છે.

હું ખાતરી કરવા માગું છું કે મારી બિનલાભકારી સંસ્થા માટે YouTube ડોનેશનનો ઉપયોગ કરીને YouTube નિર્માતા દ્વારા ફાળો ઉઘરાવવાની યોગ્યતા ધરાવે છે. હું તે કેવી રીતે કરું?

યોગ્યતા ધરાવતા નિર્માતાઓ તમારી બિનલાભકારી સંસ્થા માટે YouTube ડોનેશનનો ઉપયોગ કરીને નાણાં ઉઘરાવી શકે છે. YouTube ડોનેશન ફાળો ઉઘરાવનારથી નાણાં મેળવવા માટેની યોગ્યતા ધરાવવા માટે, બિનલાભકારી સંસ્થા આ યોગ્યતા ધરાવતી હોવી આવશ્યક છે:
  • નિર્માતા દ્વારા વિનંતી કરવામાં આવી હોય.
  • યુએસમાં રજિસ્ટર થયેલી 501(c)(3) સાર્વજનિક સેવાભાવી સંસ્થા હોય.
  • Google for Nonprofitsનો સભ્ય હોય.
  • GuideStar દ્વારા ઑનલાઇન ફાળો ઉઘરાવવા માટે પસંદ કરાયેલી હોય.
  • YouTube પર અને અન્ય સાઇટ બન્ને પર YouTubeની કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત પૉલિસીઓ અનુસરો. આમાં YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનો સમાવેશ છે જે નીચે આપેલા છે.
YouTube ડોનેશન વિશે વધુ જાણો. 

મારી બિનલાભકારી સંસ્થા YouTube ડોનેશન માટે યોગ્યતા ધરાવે છે પરંતુ શોધી શકાતી નથી અથવા વિનંતી કરી શકાતી નથી. તે શા માટે?

YouTube ડોનેશન ફાળો ઉઘરાવનારમાંથી નાણાં પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવવા માટે, બિનલાભકારી સંસ્થાએ બિનલાભકારી સંસ્થા માટેના યોગ્યતાના માપદંડને પૂર્ણ કરવા આવશ્યક છે. 
 
તમે જે બિનલાભકારી સંસ્થા શોધી રહ્યા છો તે વિનંતી માટેના ટૂલમાં કેમ દેખાતી નથી તે માટેના કેટલાક કારણો નીચે આપેલા છે:
  • તમારી બિનલાભકારી સંસ્થાને ઑનલાઇન ફાળો ઉઘરાવવા માટે નાપસંદ કરવામાં આવી છે. બિનલાભકારી સંસ્થાઓએ તેમને ઑનલાઇન ફાળો ઉઘરાવવાની સંમતિ આપવી આવશ્યક છે. ત્રીજા પક્ષનું ડોનેશન પ્રાપ્ત કરવાનું પસંદ કરવાની રીત વિશે વધુ જાણો.
  • તમારી બિનલાભકારી સંસ્થા કોઈ અન્ય નામ તરીકે વ્યવસાય કરી રહી છે. YouTube ડોનેશન દ્વારા GuideStarમાંથી બિનલાભકારી સંસ્થાના નામનો ડેટા ઉપયોગ કરવામાં આવે છે. વિનંતીના ટૂલમાં EIN દ્વારા શોધવાનો પ્રયાસ કરો. 
  • તમારી બિનલાભકારી સંસ્થા Google for Nonprofitsનો ભાગ નથી. બિનલાભકારી સંસ્થા Google for Nonprofits એકાઉન્ટની વિનંતી કરી શકે છે.
  • તમારી બિનલાભકારી સંસ્થા Guidestar પર રજિસ્ટર કરાયેલી યુએસ સ્થિત 501(c)(3) બિનલાભકારી સંસ્થા નથી. બિનલાભકારી સંસ્થા ઉપલબ્ધ છે તે કન્ફર્મ કરવા માટે તેને guidestar.org પર શોધો. 

મારી બિનલાભકારી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સની બહાર સ્થિત છે. શું કોઈ નિર્માતા મારી બિનલાભકારી સંસ્થા માટે ફાળો ઉઘરાવી શકે છે?

YouTube ડોનેશન ફંડ ઉઘરાવનાર માત્ર યુએસની એવી બિનલાભકારી સંસ્થાઓ માટે જ ઉપલબ્ધ છે કે જે યોગ્યતાના માપદંડને પૂર્ણ કરે છે. જો તમારી બિનલાભકારી સંસ્થા યોગ્યતા ધરાવતી ન હોય, તો અહીં YouTube પર ફાળો ઉઘરાવવાની કેટલીક રીત છે.

Google for Nonprofits શું છે અને હું એકાઉન્ટની વિનંતી કેવી રીતે કરી શકું?

YouTube ડોનેશન ફાળો ઉઘરાવનાર તરફથી નાણાં પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવવા માટે, બિનલાભકારી સંસ્થાનું Google for Nonprofits સાથે એક એકાઉન્ટ હોવું આવશ્યક છે. Google for Nonprofits અને એકાઉન્ટની વિનંતી કરવાની રીત વિશે વધુ જાણો. 

YouTube ડોનેશનમાં ફાળો ઉઘરાવનારનું સેટઅપ કરવાની રીત વિશે વધુ જાણો.

ડોનેશનના વિતરણ વિશે સામાન્ય પ્રશ્નો

મારી બિનલાભકારી સંસ્થા YouTube ડોનેશન દ્વારા ઉઘરાવવામાં આવેલા ડોનેશન કેવી રીતે મેળવે છે?

Googleની વિનંતી પર ડોનેશન એકત્ર કરવા અને વિતરણ કરવા માટે, Googleની Network for Good સાથે ભાગીદારી છે. ડોનેશન મેળવવા માટે, તમારે Network for Good તરફથી નાણાં પ્રાપ્ત કરવાનું પસંદ કરવું પડશે.  

100% યોગદાન બિનલાભકારી સંસ્થાને મળે છે અને વ્યવહાર ફી YouTube ચૂકવશે. યુએસ IRS માટે જરૂરી હોય તે મુજબ, Network for Good એકવાર ડોનેશન પ્રાપ્ત થાય પછી તેના પર વિશેષ કાનૂની નિયંત્રણ મેળવે છે. YouTube નિર્માતા દ્વારા પસંદ કરાયેલી બિનલાભકારી સંસ્થાને જો Network for Good ફંડનું વિતરણ કરી ન કરી શકે, તો Network for Good તે ફંડ યોગ્યતા ધરાવતી હોય એવી વૈકલ્પિક યુએસ બિનલાભકારી સંસ્થાને વિતરણ કરશે. Network for Goodના વિતરણોની કામ કરવાની રીત વિશે વધુ જાણો.

મારી બિનલાભકારી સંસ્થા ડોનેશનની ચુકવણીઓનું વિતરણ મેળવવાનું કેવી રીતે પસંદ કરે છે?

શરૂ કરો તે પહેલાં: તમારી સંસ્થા Network for Good તરફથી ફંડ મેળવવાની યોગ્યતા ધરાવે છે કે તેમ ચેક કરો, આ તમે તેમના ડેટાબેઝમાં શોધીને ચેક કરી શકો છો.
GuideStar મારફતે ત્રીજા પક્ષના ડોનેશન મેળવવાનું પસંદ કરવા માટે આ સૂચનાઓને અનુસરો.

ચુકવણીનો સમય

ડોનેશનનું વિતરણ Network for Good, જે યુએસ 501(c)(3) અને દાતાના માર્ગદર્શન હેઠળ ચાલતું ફંડ છે, તેના દ્વારા કરવામાં આવે છે, જે ફંડ એકત્ર કરીને બિનલાભકારી સંસ્થાઓમાં વિતરણ કરે છે. તમારી બિનલાભકારી સંસ્થાને 2 મહિના સુધીમાં ડોનેશન મળે છે. જો $10 કરતાં ઓછું ફંડ ઉઘરાવવામાં આવ્યું હોય, તો ફંડનું વિતરણ વાર્ષિક રહેશે. ડોનેશનનાં વિતરણ વિશે વધુ જાણો. 

તમારા વિતરણો અપડેટ કરો

YouTube ડોનેશન ફાળો ઉઘરાવનારા માટેની જરૂરિયાતોમાંથી એક છે Network for Good સાથે ડાયરેક્ટ ડિપોઝિટનું સેટઅપ કરવું. ડાયરેક્ટ ડિપોઝિટ માટે રજિસ્ટર કરાવવાની રીત વિશે વધુ જાણો.
IRS માટે જરૂરી હોય તે મુજબ, Network for Good એકવાર ડોનેશન પ્રાપ્ત થાય પછી તેના પર વિશેષ કાનૂની નિયંત્રણ મેળવે છે. જો Network for Good YouTube નિર્માતા દ્વારા પસંદ કરાયેલી બિનલાભકારી સંસ્થાને ફંડનું વિતરણ કરી ન કરી શકે, તો Network for Good પોતાની વિવેકબુદ્ધિએ તે ફંડ યોગ્યતા ધરાવતી હોય એવી વૈકલ્પિક યુએસ બિનલાભકારી સંસ્થાને વિતરણ કરશે.

YouTube ડોનેશન પર બિનલાભકારી સંસ્થાની માહિતી સંબંધિત સામાન્ય પ્રશ્નો

GuideStar પ્રોફાઇલ શું છે?

YouTube ડોનેશન ફાળો ઉઘરાવનાર દ્વારા બતાવવામાં આવતી બિનલાભકારી સંસ્થાની કેટલીક માહિતી (નામ, લોગો વગેરે) બિનલાભકારી સંસ્થાની GuideStar પ્રોફાઇલમાંથી મેળવવામાં આવે છે. તમારી સંસ્થા માટે નવી GuideStar પ્રોફાઇલ બનાવવાની અથવા હાલની પ્રોફાઇલ અપડેટ કરવાની રીત વિશે વધુ જાણો.

હું મારી બિનલાભકારી સંસ્થાનો લોગો કેવી રીતે અપડેટ કરી શકું?

જ્યારે કોઈ ચૅનલ ડોનેશન માટે ફાળો ઉઘરાવનારનું સેટઅપ કરે, ત્યારે તે GuideStarમાં સ્ટૅન્ડર્ડ લોગો અને બિનલાભકારી સંસ્થાનો લોગો આ બેમાંથી એક પસંદ કરી શકે છે. તમારી બિનલાભકારી સંસ્થાની GuideStar પ્રોફાઇલ સાથે સંકળાયેલા લોગોને ઉમેરવા, કાઢી નાખવા અથવા તેમાં ફેરફાર કરવાની વિશે વધુ જાણો.

હું મારી બિનલાભકારી સંસ્થાનું નામ કેવી રીતે અપડેટ કરી શકું?

તમારી GuideStar પ્રોફાઇલ પર બતાવવામાં આવતા તમારી સંસ્થાના નામને બદલવાની રીત વિશે વધુ જાણો. 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4602685541558001399
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false