ટ્રેડમાર્ક

ટ્રેડમાર્ક એ એક શબ્દ, પ્રતીક કે સંયોજન છે જે પ્રોડક્ટનો સ્રોત ઓળખે છે અને તેને અન્ય પ્રોડક્ટથી અલગ બતાવે છે. ટ્રેડમાર્ક કોઈ કંપની અથવા અન્ય એકમ દ્વારા કાનૂની પ્રક્રિયા મારફતે મેળવવામાં આવે છે. એકવાર તે મેળવી લો, પછી તે માલિકને તે સામાનના સંબંધમાં ટ્રેડમાર્કના ઉપયોગના વિશેષ અધિકારો આપે છે.

પ્રોડક્ટના સ્રોત માટે ભ્રમિત કરી શકે એ રીતે ટ્રેડમાર્કનો અયોગ્ય અથવા અનધિકૃત ઉપયોગ કરવામાં આવે ત્યારે તે ટ્રેડમાર્ક સંબંધિત ઉલ્લંઘન કહેવાય છે. YouTubeની પૉલિસીઓ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરતા હોય એવા વીડિયો અને ચૅનલને પ્રતિબંધિત કરે છે. જો તમારા કન્ટેન્ટમાં કોઈ અન્યના ટ્રેડમાર્કનો ઉપયોગ ભ્રમિત કરી શકે એ રીતે કરવામાં આવ્યો હોય, તો તમારો વીડિયો બ્લૉક કરવામાં આવી શકે. તમારી ચૅનલને પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે.

જો તમને લાગે કે તમારા ટ્રેડમાર્કનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો ધ્યાનમાં રાખો કે YouTube નિર્માતાઓ અને ટ્રેડમાર્કના માલિકો વચ્ચેના ટ્રેડમાર્ક વિવાદોની મધ્યસ્થી કરતું નથી. પરિણામે, અમે ટ્રેડમાર્કના માલિકોને વિવાદિત કન્ટેન્ટ પોસ્ટ કરનાર નિર્માતા સાથે સીધો જ સંપર્ક કરવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરીએ છીએ. અપલોડકર્તાનો સંપર્ક કરવાથી દરેકને લાભ મળે તે રીતે સમસ્યાનું વધુ ઝડપથી નિરાકરણ કરવામાં આવી શકે છે. અમુક નિર્માતાઓ તેમની ચૅનલમાં તેમનો સંપર્ક કરવાની વિવિધ રીત દર્શાવતી સૂચિ દેખાડે છે.

જો તમે વિવાદિત એકાઉન્ટ ધારક સાથે કોઈ સમાધાન પર પહોંચી ન શકો, તો અમારા ટ્રેડમાર્કની ફરિયાદ માટેના ફોર્મ મારફતે ટ્રેડમાર્કની ફરિયાદ સબમિટ કરો. 

ટ્રેડમાર્કની ફરિયાદ સબમિટ કરો

YouTube વાજબી ફરિયાદોનો મર્યાદિત રિવ્યૂ કરવા માટે તૈયાર છે અને ઉલ્લંઘનના સ્પષ્ટ કિસ્સાઓમાં કન્ટેન્ટ કાઢી નાખશે. વિવાદો ઉકેલવામાં સહાય કરવા માટે, YouTube કોઈપણ પગલું લેતા પહેલાં ટ્રેડમાર્કની દરેક ફરિયાદ અપલોડકર્તાને ફૉરવર્ડ કરે છે. આમ કરવાથી અપલોડકર્તાને ટ્રેડમાર્કની કોઈપણ સમસ્યાઓ ઉકેલવામાં સહાય મળે છે. 

અમે ઇમેઇલ, ફૅક્સ અને ટપાલ દ્વારા સબમિટ કરવામાં આવેલી ફ્રી-ફોર્મ ટ્રેડમાર્કની ફરિયાદો પણ સ્વીકારી છીએ.

જો તમારી ફરિયાદ નકલી માલસામાનના વેચાણ કે પ્રચારથી સંબંધિત હોય, તો કૃપા કરીને નકલી સામાન અંગે ફરિયાદ નોંધાવો.

જો તમારી ફરિયાદ સંરક્ષિત કાર્ય જેમ કે ગીત, મૂવી અથવા પુસ્તકથી સંબંધિત હોય, તો કૃપા કરીને કૉપિરાઇટની ફરિયાદ નોંધાવો.

 

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11154386685176493283
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false