YouTube ઑપરેશંસ ગાઇડ

ચૅનલને Content IDના દાવા મેળવવાથી છૂટ આપો

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.
જ્યારે તમે Content IDના મેળની સુવિધા ચાલુ કરો, ત્યારે YouTube તમારી રેફરન્સ ફાઇલો(ના ભાગ) સાથે મેળ ખાતા હોય એવા, અન્ય વપરાશકર્તાઓનાં અપલોડ કરેલા કન્ટેન્ટ વિરુદ્ધ ઑટોમૅટિક રીતે દાવા જનરેટ કરે છે.

કેટલીક પરિસ્થિતિઓમાં, તમે કદાચ Content IDને અમુક YouTube ચૅનલના અપલોડ કરેલા વીડિયો પર દાવો જનરેટ કરવાથી અટકાવવા માગતા હોઈ શકે. ઉદાહરણ તરીકે, કોઈ મૂવી સ્ટુડિયો કદાચ તેની ફિલ્મનો રિવ્યૂ અને પ્રચાર કરતી હોય એવી ચૅનલના વીડિયો પર દાવો કરવા ન માગે. તમે ચૅનલને તમારી વ્હાઇટલિસ્ટમાં ઉમેરીને Content IDના દાવા મેળવવાથી છૂટ આપી શકો છો.

નોંધ
  • Content ID તમારા કન્ટેન્ટ મેનેજર સાથે લિંક કરેલી ચૅનલના વીડિયો પર દાવો કરતું ન હોવાને કારણે તમે આ ચૅનલને તમારી વ્હાઇટલિસ્ટમાં ઉમેરી શકતા નથી.
  • તમારી વ્હાઇટલિસ્ટમાં વ્યક્તિગત અસેટને ઉમેરી શકાતી નથી માત્ર ચૅનલને જ ઉમેરી શકાય.

ચૅનલને તમારી વ્હાઇટલિસ્ટમાં ઉમેરો

એક કે વધુ ચૅનલને Content IDના દાવા મેળવવાથી છૂટ આપવા માટે તમે તેને તમારી વ્હાઇટલિસ્ટમાં ઉમેરી શકો છો. ચૅનલને તમારી વ્હાઇટલિસ્ટમાં ઉમેરવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, વ્હાઇટલિસ્ટ પસંદ કરો.
  3. સૌથી ઉપર જમણા ખૂણામાં, ચૅનલ ઉમેરો પર ક્લિક કરો.
  4. ચૅનલ ID અથવા URL દાખલ કરો. ચૅનલ ID એ 24 અક્ષરની આલ્ફાન્યૂમેરિક સ્ટ્રિંગ છે જે ચૅનલ URLમાં 'UC'થી શરૂ થાય છે.
    • એકવારમાં એક કરતાં વધારે ચૅનલ ઉમેરવા માટે, ચૅનલ IDsની અલ્પવિરામ ચિહ્નથી અલગ કરેલી સૂચિને ટેક્સ્ટ બૉક્સમાં પેસ્ટ કરો.
  5. ઉમેરો પર ક્લિક કરો.

તમે તમારી વ્હાઇટલિસ્ટમાં ચૅનલ ઉમેરી લો, તે પછી આગળ જતાં તે ચૅનલ પર અપલોડ કરેલા કોઈપણ વીડિયો પર Content ID દાવો કરશે નહીં. પરંતુ, તેને તમારી વ્હાઇટલિસ્ટમાં ઉમેરતા પહેલાં કરવામાં આવેલા, અસ્તિત્વમાં હોય એવા કોઈપણ દાવાને ઑટોમૅટિક રીતે પાછા ખેંચવામાં આવશે નહીં. દાવો પાછો ખેંચવાની રીત વિશે જાણો.

જો એકથી વધુ ભાગીદાર કોઈ અસેટની માલિકી ધરાવતા હોય, તો આ અસેટ વિરુદ્ધના દાવાને અટકાવવા માટે, દરેક ભાગીદારે તેમની વ્હાઇટલિસ્ટમાં એક ચૅનલ ઉમેરવી આવશ્યક છે.

ચૅનલને તમારી વ્હાઇટલિસ્ટમાંથી કાઢી નાખો

ચૅનલને તમારી વ્હાઇટલિસ્ટમાંથી કાઢી નાખવાનો અર્થ એ થાય કે Content ID હવે તે ચૅનલને દાવા મેળવવાથી છૂટ આપશે નહીં. જો આ ચૅનલ તમારી રેફરન્સ ફાઇલો સાથે મેળ ખાતા વીડિયો અપલોડ કરે અને ચૅનલ હવે તમારી વ્હાઇટલિસ્ટમાં ન હોય, તો પછી Content ID દાવા જનરેટ કરશે. ચૅનલને તમારી વ્હાઇટલિસ્ટમાંથી કાઢી નાખવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, વ્હાઇટલિસ્ટ પસંદ કરો.
  3. ફિલ્ટર બાર અને પછી ચૅનલ ID અથવા ચૅનલનાં નામ પર ક્લિક કરો.
  4. ચૅનલ ID અથવા ચૅનલનાં નામની અલ્પવિરામ ચિહ્નથી અલગ કરેલી સૂચિ પેસ્ટ કરો અને પછી લાગુ કરો.
  5. તમે તમારી વ્હાઇટલિસ્ટમાંથી કાઢી નાખવા માગતા હોય તે ચૅનલની પાસે આપેલા ચેકબૉક્સ પર ક્લિક કરો.
    • બધી ચૅનલ પસંદ કરવા માટે, શોધ પરિણામોની સૂચિની ઉપર આપેલા ચેકબૉક્સ અને પછી બધી ચૅનલ પસંદ કરો પર ક્લિક કરો.
  6. સૌથી ઉપરના બૅનરમાં, કાઢી નાખો પર ક્લિક કરો.
નોંધ: ચૅનલને તમારી વ્હાઇટલિસ્ટમાંથી કાઢી નાખવાથી તે ચૅનલને YouTubeમાંથી ડિલીટ કરવામાં આવતી નથી.

તમારી વ્હાઇટલિસ્ટ પર ચૅનલ વિશેની માહિતીની નિકાસ કરો

તમે તમારી વ્હાઇટલિસ્ટ પર ચૅનલ વિશેની વધુ માહિતી મેળવી શકો છો, જેમ કે ચૅનલ ID, ચૅનલનું નામ અને ચૅનલને છૂટ મળ્યાની તારીખ. આ માહિતીની નિકાસ કરવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, વ્હાઇટલિસ્ટ પસંદ કરો.
  3. તમે નિકાસ કરવા માગતા હો, એવી ચૅનલની આગળ દેખાતા ચેકબૉક્સ પર ક્લિક કરો.
  4. સૌથી ઉપરના બૅનરમાં, નિકાસ કરો  અને અલ્પવિરામ ચિહ્નથી અલગ કરેલી (.CSV) અથવા Google Sheets (નવું ટૅબ) પસંદ કરો. આ ફાઇલ પર પ્રક્રિયા થવાનું શરૂ થશે.
  5. જ્યારે ફાઇલ પર પ્રક્રિયા કરવાનું પૂર્ણ થઈ જાય, ત્યારે:
    • .csv ફાઇલ માટે: સૌથી ઉપરના બૅનર પરથી ડાઉનલોડ કરો પર ક્લિક કરો.
    • Google Sheets ની ફાઇલ માટે: સૌથી ઉપરના બૅનર પરથી નવી વિન્ડોમાં શીટ ખોલો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15559627549582431362
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false