કૉમેન્ટ પોસ્ટ કરો અને તેના વડે ક્રિયાપ્રતિક્રિયા કરો

YouTube કૉમેન્ટ: જવાબ આપવો, ફિલ્ટર કરવી અને મૉડરેટ કરવી

જો વીડિયોના માલિકે કૉમેન્ટનો વિકલ્પ ચાલુ કર્યો હોય, તો તમે વીડિયો પર કૉમેન્ટ પોસ્ટ કરી શકો છો અને અન્ય લોકોની કૉમેન્ટને પસંદ, નાપસંદ કરી શકો છો અથવા તેનો જવાબ આપી શકો છો. તમે તમારી પોતાની કોઈપણ કૉમેન્ટમાં ફેરફાર પણ કરી શકો છો અથવા તેને ડિલીટ પણ કરી શકો છો. કૉમેન્ટના જવાબો ઑરિજિનલ કૉમેન્ટની નીચે થ્રેડમાં ઉમેરવામાં આવે છે જેથી તમે વાતચીતને ફૉલો કરી શકો.

તમારા સ્માર્ટ ટીવી પર કૉમેન્ટ વડે ક્રિયાપ્રતિક્રિયા કરો

તમે હવે તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર કન્ટેન્ટ જોતી વખતે કૉમેન્ટ જોઈ અને તેના વડે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો. વીડિયો માટેની કૉમેન્ટ જોવા માટે, વીડિયો જોવાના પેજ પર જાઓ અને વીડિયોનું શીર્ષક પસંદ કરો. વીડિયોની કૉમેન્ટ પૅનલ બતાવતો 'પરિચય' વિભાગ સામે દેખાશે. વીડિયો માટેની કૉમેન્ટની સંપૂર્ણ સૂચિ જોવા, કૉમેન્ટની ટાઇલ પસંદ કરો, જેમાં આ શામેલ છે:

  • નિર્માતાએ પિન કરેલી કૉમેન્ટ
  • પસંદ કરેલી કૉમેન્ટની સંખ્યા
  • જવાબની સંખ્યા

કોઈ કૉમેન્ટને પસંદ કરો જેથી તેને પૂરી વાંચી શકો, તેના જવાબો જોઈ શકો, તેને પસંદ અથવા નાપસંદ કરી શકો.

કૉમેન્ટ પોસ્ટ કરવા અથવા તેનો જવાબ આપવા માટે, તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલને તમારા ફોન સાથે સિંક કરો અને તમારા ફોનનો ઉપયોગ કરીને કૉમેન્ટ કરો.

કૉમેન્ટ ઉમેરવા અથવા તેનો જવાબ આપવા માટે:

  1. તમારા ફોનમાં YouTube ઍપ ખોલો.
  2. ખાતરી કરો કે તમે બન્ને ડિવાઇસ પર એક જ Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું છે.
  3. તમારી YouTube ઍપ પર પૉપ-અપ ખુલશે, જે તમને તમારા ટીવી પર YouTube સાથે કનેક્ટ કરવા માટે જણાવશે.
  4. 'કનેક્ટ કરો' પર ટૅપ કરો.
  5. તમે તમારા ટીવી પર જોઈ રહ્યાં છો તે વીડિયો માટેની કૉમેન્ટ YouTube ઍપ પર લોડ થશે, જેનાથી તમે કોઈ વિક્ષેપ વિના કૉમેન્ટ પોસ્ટ કરી શકશો અને તેમના વડે ક્રિયાપ્રતિક્રિયા કરી શકશો.
નોંધ: જ્યારે તમે સાઇન આઉટ કર્યું હોય, ત્યારે તમે કૉમેન્ટ જોઈ શકશો, પણ કૉમેન્ટનો જવાબ નહીં આપી શકો અથવા તમારી પોતાની કૉમેન્ટ પોસ્ટ નહીં કરી શકો.

વીડિયો પર કૉમેન્ટ પોસ્ટ કરો

સાર્વજનિક વીડિયો

તમે YouTube અને YouTube Musicમાંથી ગીતો, વીડિયો, પૉડકાસ્ટ તથા અપલોડ કરેલા મ્યુઝિક પર કૉમેન્ટ કરી શકો છો. YouTube પરના સાર્વજનિક વીડિયો પરની બધી કૉમેન્ટ સાર્વજનિક હોય છે અને તમે પોસ્ટ કરેલી કૉમેન્ટ પર કોઈપણ જવાબ આપી શકે છે. તમે Google ઍપ એકાઉન્ટ વપરાશકર્તા હો, તો તમે YouTube પર પોસ્ટ કરેલી કોઈપણ કૉમેન્ટ તમારા ડોમેનની બહારના વપરાશકર્તાઓને સાર્વજનિક રીતે દેખાય છે.

કૉમેન્ટ ઉમેરવા માટે

  1. વીડિયો હેઠળ કૉમેન્ટ વિભાગ જુઓ.
  2. કૉમેન્ટ ઉમેરો... બૉક્સમાં ટાઇપ કરો.
  3. તમારી કૉમેન્ટ દાખલ કરો.
  4. કૉમેન્ટ કરો પર ક્લિક કરો.

ખાનગી વીડિયો

ખાનગી વીડિયો પર કૉમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ નથી. જો તમે સાર્વજનિક રીતે ઉપલબ્ધ ન હોય તેવા વીડિયો પર કૉમેન્ટની મંજૂરી આપવા માગતા હો, તો તેના બદલે ફક્ત લિંક સાથે દેખાતો વીડિયો પોસ્ટ કરો.

ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો

તમે ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો પર કૉમેન્ટ કરી શકો અને જવાબ આપી શકો. ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો પરની કૉમેન્ટ વીડિયોની લિંક ધરાવતી કોઈપણ વ્યક્તિ જોઈ શકે છે. ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો અને પ્રાઇવસી સેટિંગ વિશે વધુ જાણો.

તમે YouTube ચૅનલ ન ધરાવતા હો, તો કૉમેન્ટ પોસ્ટ કરશો એટલે ઑટોમૅટિક રીતે તમારી ચૅનલ બની જશે. તમે કૉમેન્ટ પોસ્ટ કર્યા પછી તમારા પ્રોફાઇલ ફોટા પર જઈને તમારી ચૅનલ ઍક્સેસ અને ચૅનલ મેનેજ કરી શકો છો.
કૉમેન્ટનો જવાબ આપો

તમે YouTube અને YouTube Musicમાંથી ગીતો, વીડિયો, પૉડકાસ્ટ તથા અપલોડ કરેલા મ્યુઝિક પરની કૉમેન્ટનો જવાબ આપી શકો છો. 

  1. કોઈ કૉમેન્ટની નીચે જવાબ આપો પર ક્લિક કરો.
  2. તમારી કૉમેન્ટ ટાઇપ કરો.
  3. જવાબ આપો પર ક્લિક કરો.
કૉમેન્ટમાં ફૉર્મેટિંગ ઉમેરો
નવીનતમ ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે અમારી YouTube દર્શકોની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો!

તમારી કૉમેન્ટમાં કોઈ શૈલી ઉમેરવી

તમે રિચ ટેક્સ્ટનો ઉપયોગ કરીને સામાન્ય વિશિષ્ટ ટૅગ વડે તમારી કૉમેન્ટને ફૉર્મેટ કરી શકો છો, જેમ કે:

  • *bold text*બોલ્ડ
  • _italicized text_ઇટાલિક
  • -strikethrough text-સ્ટ્રાઇકથ્રૂ

તમારી કૉમેન્ટમાં લિંક ઉમેરવી

તમે તમારી કૉમેન્ટમાં URL ઉમેરશો, તો તે હાયપરલિંક તરીકે દેખાશે.

મનપસંદ કૉમેન્ટમાં હાર્ટ ઉમેરો

તમે જોવાના પેજ પરની કૉમેન્ટ ઉપરાંત, તમારા સમુદાય ટૅબની કૉમેન્ટ પર કોઈ દર્શકની કૉમેન્ટની પ્રશંસા કરવા માટે હાર્ટ નો ઉપયોગ કરી શકો છો.

  1. YouTubeમાં સાઇન ઇન કરો.
  2. સમુદાય ટૅબની પોસ્ટ પર જાઓ.
  3. થમ્બ્સ અપ અને થમ્બ્સ ડાઉનની બાજુમાં હાર્ટ  મળશે.

દર્શકોને તમારો અવતાર નીચે ડાબી બાજુએ નાના લાલ હાર્ટ સાથે દેખાશે અને ચૅનલના માલિકને "તમારી કૉમેન્ટ ગમી" હોવાનું જણાવતું નોટિફિકેશન મળશે (જેનો આધાર દર્શકના કમ્પ્યૂટર અને મોબાઇલ પરના પસંદ કરેલા સેટિંગ પર રહેશે).

ટિપ: તમે તમારા મોબાઇલ ડિવાઇસ પર Creator Studio ઍપ વડે પણ કૉમેન્ટ મેનેજ કરી શકો છો. YouTube Creator Studio ઍપના સહાયતા કેન્દ્રમાં શરૂઆત કરો.
કૉમેન્ટને સૌથી ઉપર પિન કરો

કૉમેન્ટને પિન કરવા માટે તમારે તમારી ચૅનલ પર વિગતવાર સુવિધાઓના ઍક્સેસને મંજૂરી આપવી જરૂરી છે. વિગતવાર સુવિધાઓને ચાલુ કર્યા પછી તમારી સમગ્ર ચૅનલ પર તેને દેખાવામાં 24 કલાક સુધીનો સમય લાગી શકે છે.

કોઈ કૉમેન્ટને કૉમેન્ટ વિભાગમાં સૌથી ઉપર પિન કરીને તેને તમારા ચાહકો માટે હાઇલાઇટ કરો. મોબાઇલ પર, પિન કરેલી કૉમેન્ટ જોવા માટે દર્શકોએ કૉમેન્ટ વિભાગને મોટો કરવો જરૂરી છે. તમે પિન કરવા માટે તમારી પોતાની કે કોઈ ચાહકની કૉમેન્ટ પસંદ કરી શકો છો.

  1. YouTubeમાં સાઇન ઇન કરો.
  2. વીડિયોની નીચેની કૉમેન્ટમાં, તમે પિન કરવા માગતા હો તે કૉમેન્ટ પસંદ કરો.
  3. વધુ '' અને પછી પિન કરો પર ક્લિક કરો. તમે પહેલાંથી જ કોઈ કૉમેન્ટ પિન કરેલી હોય, તો તેને બદલે હમણાંની કૉમેન્ટ આવશે.
    નોંધ: તમે કોઈપણ સમયે કૉમેન્ટને અનપિન કરી શકો અને આમ કરતા કૉમેન્ટ તેના મૂળ સ્થાને પરત મોકલાશે.
  4. કન્ફર્મ કરવા માટે પિન કરો પર ક્લિક કરો.

કમ્પ્યૂટર પર, દર્શકોને જોવાના પેજમાં સૌથી ઉપર "પિન કરનારા" આઇકન અને તમારી ચૅનલના નામ સાથે પિન કરેલી કૉમેન્ટ દેખાશે. મોબાઇલ પર, તેમણે કૉમેન્ટ વિભાગને મોટો કરવા માટે તેના પર ટૅપ કરવું જરૂરી છે.

ટિપ: તમે તમારા મોબાઇલ ડિવાઇસ પર Creator Studio ઍપ વડે પણ કૉમેન્ટ મેનેજ કરી શકો છો. YouTube Creator Studio ઍપના સહાયતા કેન્દ્રમાં શરૂઆત કરો.
કૉમેન્ટને પસંદ કે નાપસંદ કરો

કૉમેન્ટ પર જાઓ, પછી પસંદ અથવા નાપસંદ  આઇકનનો ઉપયોગ કરો.

ટિપ: તમે કોઈ એવી કૉમેન્ટ જુઓ જે તમને અયોગ્ય લાગતી હોય, તો તમે તેની સ્પામ અથવા દુરુપયોગ હોવા તરીકે જાણ કરી શકો છો. જો તમે નિર્માતા હો, તો તમે તમારા વીડિયો પરની કૉમેન્ટ મેનેજ કરવા માટે, કૉમેન્ટ મૉડરેશન ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો.

તમારી કૉમેન્ટમાં ફેરફાર કરો અથવા કાઢી નાખો
  1. તમારી કૉમેન્ટમાં સૌથી ઉપર જમણી બાજુએ પૉઇન્ટ કરો.
  2. વધુ '' પર ક્લિક કરો.
  3. ફેરફાર કરો  અથવા ડિલીટ કરો  પસંદ કરો.

કૉમેન્ટના પ્રીવ્યૂ સંબંધિત સામાન્ય પ્રશ્નો

કૉમેન્ટના પ્રીવ્યૂ માટેના આ વિભાગમાં કઈ કૉમેન્ટ દેખાય છે?

ઘણા કારણોસર કૉમેન્ટના પ્રીવ્યૂ માટેના વિભાગમાં કૉમેન્ટ દેખાઈ શકે છે. ઉદાહરણ તરીકે, કૉમેન્ટને:

  • તાજેતરમાં પોસ્ટ કરવામાં આવી હતી
  • વીડિયોના નિર્માતાએ પિન કરી છે અથવા “હૃદય” આપ્યું છે

હું તમામ કૉમેન્ટ કેવી રીતે જોઉં?

તમામ કૉમેન્ટ જોવા માટે, કૉમેન્ટના પ્રીવ્યૂ માટેના વિભાગમાં ગમે ત્યાં ટૅપ કરો.

'આગલો વીડિયો જુઓ' સૂચિ પર પાછા જવા માટે, સૌથી ઉપર જમણા ખૂણામાં X પર ટૅપ કરો.

શું કૉમેન્ટના પ્રીવ્યૂ માટેના વિભાગમાં મારી પિન કરેલી કૉમેન્ટ દેખાશે?

કૉમેન્ટના પ્રીવ્યૂ માટેના વિભાગમાં મર્યાદિત જગ્યા હોવાના કારણે, કૉમેન્ટને પિન કરવાથી એ ખાતરી આપવામાં આવતી નથી કે કૉમેન્ટના પ્રીવ્યૂ માટેના વિભાગમાં તે કૉમેન્ટ દેખાશે. તેમ છતાં, જ્યારે કોઈ વ્યક્તિ બધી કૉમેન્ટ જોવા માટે ટૅપ કરે, ત્યારે પિન કરેલી કૉમેન્ટ પહેલી કૉમેન્ટ તરીકે દેખાવાનું ચાલુ રહેશે.

શું કૉમેન્ટના મૉડરેશનના મારા વર્તમાન સેટિંગ કૉમેન્ટના પ્રીવ્યૂ માટેના વિભાગ પર લાગુ થાય છે?

હા. કૉમેન્ટના પ્રીવ્યૂ માટેના વિભાગ પર કૉમેન્ટના મૉડરેશનના તમામ સેટિંગ લાગુ થાય છે, જેમાં બ્લૉક કરેલા શબ્દો અને છુપાવેલા વપરાશકર્તાઓ શામેલ છે. કેવી રીતે તમારી કૉમેન્ટ મેનેજ અને મૉડરેટ કરવી તે વિશે વધુ જાણો.

કૉમેન્ટ માટેના રિમાઇન્ડર, ચેતવણીઓ અને સમયસમાપ્તિ

કૉમેન્ટ માટેના રિમાઇન્ડર

તમે કૉમેન્ટ પોસ્ટ કરો તે પહેલાં તમને રિમાઇન્ડર મળે તેમ બની શકે, જેનો ઉદ્દેશ YouTube પર આદરપૂર્ણ ક્રિયાપ્રતિક્રિયાઓને પ્રોત્સાહન આપવાનો છે. જ્યારે અમારી સિસ્ટમને લાગે કે તમારી કૉમેન્ટ અન્ય લોકોને અપમાનજનક લાગી શકે છે ત્યારે આ રિમાઇન્ડર દેખાય છે. તમે પોસ્ટ કરો તે પહેલાં તમારી કૉમેન્ટ વિશે વિચાર કરો અથવા અમારા સમુદાયના દિશાનિર્દેશો રિવ્યૂ કરો.

નોંધ: હાલમાં આ રિમાઇન્ડર માત્ર અંગ્રેજી અને સ્પેનિશ કૉમેન્ટ માટે જ ઉપલબ્ધ છે.

કૉમેન્ટ કાઢી નાખવા અંગેની ચેતવણીઓ

તમે કૉમેન્ટ પોસ્ટ કરો તે પછી, તમને એવું નોટિફિકેશન મળી શકે છે જે જણાવે કે કૉમેન્ટ કાઢી નાખવામાં આવી હતી. જ્યારે YouTubeની સિસ્ટમને જાણ થાય કે તમારી કૉમેન્ટ વારંવાર YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતી હોય એવું બની શકે છે, ત્યારે કૉમેન્ટ કાઢી નાખવામાં આવે એવું બની શકે છે. જો તમે કૉમેન્ટ કાઢી નાખવા બાબતે અસંમત હો, તો તમે અહીં તમારો પ્રતિસાદ સબમિટ કરી શકો છો.

કૉમેન્ટની સમયસમાપ્તિ

તમે કૉમેન્ટ પોસ્ટ કરો તે પછી, તમને એવું નોટિફિકેશન મળી શકે છે જે જણાવે કે તમારા એકાઉન્ટ માટે કૉમેન્ટ કરવાની સુવિધા થોભાવવામાં આવી છે. જ્યારે YouTubeની સિસ્ટમને જાણ થાય કે તમે વારંવાર એવી કૉમેન્ટ કરી છે જે અમારા એક અથવા વધુ સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરી શકે છે, ત્યારે કૉમેન્ટ કરવાની સુવિધા થોભાવવામાં આવે એવું બની શકે છે. કૉમેન્ટ કરવાની તમારી ક્ષમતા 24 કલાક સુધી થોભાવવામાં આવે એવું બની શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2697086216613962518
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false