તમારા YouTube શોધ ઇતિહાસને જુઓ અથવા ડિલીટ કરો

તમે મારી ઍક્ટિવિટી પેજ પરથી તમારો YouTube શોધ ઇતિહાસ શોધી શકો છો. ત્યાંથી, તમે:

  • તમારો શોધ ઇતિહાસ જોઈ શકો છો
  • વિશિષ્ટ વીડિયો શોધવા માટે તમારા શોધ ઇતિહાસમાં શોધ કરી શકો છો
  • તમારા સંપૂર્ણ શોધ ઇતિહાસને સાફ કરી શકો છો
  • શોધ સંબંધિત સૂચનમાંથી વ્યક્તિગત શોધને કાઢી નાખી શકો છો
  • તમારો શોધ ઇતિહાસ થોભાવો
નોંધ: તમે YouTube પર અગાઉ જે જોયું છે તે જોવા અથવા ડિલીટ કરવા માટે, મારી ઍક્ટિવિટી જુઓ.

ધ્યાનમાં લેવા માટે થોડી નોંધ:

  • તમે ડિલીટ કરેલી શોધ એન્ટ્રી હવેથી તમારા સુઝાવોને પ્રભાવિત કરશે નહીં.
  • તમારો શોધ ઇતિહાસ સાફ કર્યા પછી, તમારી અગાઉની શોધ હવેથી શોધ બૉક્સમાં સૂચનો તરીકે બતાવવામાં આવશે નહીં.
  • તમારો શોધ ઇતિહાસ થોભાવ્યો હોય ત્યારે તમે જે શોધ દાખલ કરો છો, તે તમારા શોધ ઇતિહાસમાં સાચવવામાં આવશે નહીં.

જો તમારું ડિવાઇસ ઑફલાઇન હોય ત્યારે તમે તમારા જોવાયાના ઇતિહાસમાંથી કોઈપણ વીડિયો કાઢી નાખ્યો હોય, તો તે ફેરફારને સિંક થવામાં થોડા કલાકો લાગી શકે છે.

વ્યક્તિગત શોધને ડિલીટ કરવા માટે

મારી ઍક્ટિવિટી પર જાઓ અને પછી તમે જે શોધ ડિલીટ કરવા માગો છો તેની બાજુમાં, ડિલીટ કરો પર ક્લિક કરો.

તમારો શોધ ઇતિહાસ સાફ કરો

મારી ઍક્ટિવિટી પર જાઓ અને પછી … દ્વારા ઍક્ટિવિટી ડિલીટ કરો પર ક્લિક કરો અને પછીતમે ડિલીટ કરવા માગો છો તે ઍક્ટિવિટીની ટાઇમફ્રેમ પસંદ કરો અને પછી પૉપ-અપમાં જમણી બાજુએ નીચે ડિલીટ કરો પર ક્લિક કરો.

તમારો શોધ ઇતિહાસ થોભાવો

ઍક્ટિવિટી સાચવી રહ્યાં છીએ  પર ક્લિક કરો, પછી ચાલુ/બંધ બટનને બંધ કરવા પર ક્લિક કરો. શોધ અને જોવાયાનો ઇતિહાસ ફરીથી ચાલુ કરવામાં ન આવે ત્યાં સુધી, આ વિકલ્પને કારણે તમે જે જુઓ છો અને શોધો છો તે સાચવવામાં આવશે નહીં.

તમારો શોધ અને જોવાયાનો ઇતિહાસ ઑટોમૅટિક રીતે ડિલીટ કરો

તમે ચોક્કસ સમય પછી તમારી YouTube શોધ અને જોવાયેલ ઇતિહાસ આપમેળે કાઢી નાખવાનું પસંદ કરી શકો છો.

  1. તમારા કમ્પ્યૂટર પર, તમારા Google એકાઉન્ટ પર જાઓ.
  2. સૌથી ઉપર ડાબી બાજુની પૅનલ પર, ડેટા અને પ્રાઇવસી પર ક્લિક કરો.
  3. "ઇતિહાસના સેટિંગ" હેઠળ YouTube ઇતિહાસ પર ક્લિક કરો.
  4. તમારી ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાની ઍક્ટિવિટીની પસંદગીને સાચવવા માટેના પૉપ-અપની સૌથી નીચે જમણી બાજુએ તમે જે સમય શ્રેણી ઑટોમૅટિક રીતે ડિલીટ કરવા માગો છો તેના પર ક્લિક કરો અને પછી આગળ અને પછી સમજાઈ ગયું પર ક્લિક કરો.

ટીવી, ગેમ કન્સોલ અથવા મીડિયા સ્ટ્રીમિંગ બૉક્સ

તમારો શોધ ઇતિહાસ થોભાવો

  1. ડાબી બાજુના મેનૂમાં, સેટિંગ  પર જાઓ.
  2. શોધ ઇતિહાસ થોભાવો પસંદ કરો.
  3. શોધ ઇતિહાસ થોભાવો બટન પસંદ કરો.

તમારો શોધ ઇતિહાસ સાફ કરો

  1. ડાબી બાજુના મેનૂમાં, સેટિંગ પર જાઓ.
  2. શોધ ઇતિહાસ સાફ કરો પસંદ કરો.
  3. શોધ ઇતિહાસ સાફ કરો બટન પસંદ કરો.

જોવાયાનો ઇતિહાસ, સુઝાવ આપેલા કન્ટેન્ટને કાઢી નાખવા અને તમારા સુઝાવને સુધારવા વિશે વધુ માહિતી માટે અમારા અન્ય લેખો જુઓ.

છૂપા મોડમાં શોધ કરો

જો તમે છૂપા મોડમાં બ્રાઉઝ કરો છો, તો તમારો શોધ ઇતિહાસ સાચવવામાં આવશે નહીં. છૂપા મોડ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5542610821914132662
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false