અમાન્ય ટ્રાફિકના કારણે બંધ થયેલું AdSense એકાઉન્ટ

અમે સમજીએ છીએ કે તમને તમારા એકાઉન્ટ વિશે અને અમારા જાહેરાતકર્તાઓની સુરક્ષા કરવા માટે અમે લીધેલાં પગલાં વિશે પ્રશ્નો હશે. અમાન્ય ટ્રાફિકના કારણે બંધ કરવામાં આવેલા એકાઉન્ટ સંબંધિત અમને પૂછવામાં આવતા કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો નીચે મુજબ છે.

મારું એકાઉન્ટ શા માટે બંધ કરવામાં આવ્યું?

અમારે અમારી ખાનગી માલિકીની ભાળ મેળવવાની સિસ્ટમનું રક્ષણ કરવું જરૂરી હોવાથી, અમે પબ્લિશરને તેમના એકાઉન્ટની પ્રવૃત્તિ વિશેની કોઈપણ માહિતી આપી શકતાં નથી, જેમાં કોઈપણ પેજ, વપરાશકર્તાઓ અથવા સંકળાયેલી હોઈ શકે તેવી ત્રીજા પક્ષની સેવાઓનો સમાવેશ થાય છે.

Google અમાન્ય ટ્રાફિકનો કારભાર બહુ ગંભીરતાથી કરે છે, બધી ક્લિક અને ઇમ્પ્રેશનનું વિશ્લેષણ કરીને નક્કી કરે છે કે તે જાહેરાતકર્તાના ખર્ચ અથવા પબ્લિશરની આવકને કૃત્રિમ રીતે વધારે તેવી પૅટર્નના ઉપયોગમાં બંધ બેસે છે કે નહીં. જો અમે નિર્ધારિત કરીએ કે AdSense એકાઉન્ટ અમારા Google Adsના જાહેરાતકર્તાઓ માટે જોખમ ઊભું કરી શકે છે, તો અમે અમારા જાહેરાતકર્તાઓના હિતોની રક્ષા કરવા માટે એ એકાઉન્ટને બંધ કરી શકીએ છીએ.

અમાન્ય ટ્રાફિક માટે બંધ કરવામાં આવતા AdSense એકાઉન્ટ માટેના સામાન્ય કારણો વિશે વધુ જાણો.

અંતમાં, અમારા નિયમો અને શરતોમાં જણાવ્યા અનુસાર, અમાન્ય ટ્રાફિકના બનાવ વિશે નિર્ધાર કરતી વખતે Google પોતાની સંપૂર્ણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરશે.

અમાન્ય ટ્રાફિકના કારણે બંધ થયા પછી, શું મારું એકાઉન્ટ ફરીથી શરૂ થઈ શકે?

તમને જે કોઈ સમસ્યા હોય તેના ઉકેલ માટે અમે તમારી સાથે કાર્ય કરવા તૈયાર છીએ. જો તમે માનતા હો કે આ નિર્ણય ભૂલથી લેવામાં આવ્યો હતો અને એવો સદ્ભાવ અપાવી શકો કે અમાન્ય ટ્રાફિક તમારી કે તમે જેમના માટે જવાબદાર છો તેમની ક્રિયાઓ કે નિષ્કાળજીના કારણે થયો ન હતો, તો તમે અમારા અમાન્ય ઍક્ટિવિટી સંબંધિત અપીલ ફોર્મ મારફતે અપીલ કરી શકો છો.

અમને તમારી અપીલ મળ્યા પછી અમે તમને બનતી ઝડપે માહિતી આપવાનો પ્રયાસ કરીશું અને જરૂરી હોય તે પગલાં લેવા માટે આગળ વધીશું. નોંધ કરો કે તમારું એકાઉન્ટ ફરી ચાલુ થશે જ એવી કોઈ ગૅરંટી નથી.

અમે તમારી અપીલ વિશે નિર્ણય લઈ લઈએ ત્યાર પછી, કોઈપણ અપીલ પર ધ્યાન આપવામાં આવશે નહીં.

અમાન્ય ટ્રાફિક વિશે સફળ અપીલ લખવાની ટિપ કઈ છે?

તમારી અપીલ લખતી વખતે તમને ઉપયોગી થઈ શકે તેવી કેટલીક ટિપ આ મુજબ છે:

  • અમાન્ય ટ્રાફિક માટે AdSense એકાઉન્ટ બંધ થવાના સામાન્ય કારણોને રિવ્યૂ કરો. આમાંથી કોઈ કારણ તમને અથવા તમારા કન્ટેન્ટને લાગુ થાય છે? શું તમારા મિત્રોએ તમારી જાહેરાતો પર ઘણી બધી વાર ક્લિક કર્યું હતું? શું તમે ટ્રાફિક ખરીદ્યો હતો જેના કારણે અમાન્ય ટ્રાફિકનો ઉછાળો આવ્યો હોય? શું તમે અમાન્ય ટ્રાફિક ફરીથી થતો રોકવા માટે કન્ટેન્ટ અને/અથવા વર્તણૂક બદલી શકો છો?
  • તમારી ડેસ્કટૉપ સાઇટ, મોબાઇલ સાઇટ અને/અથવા મોબાઇલ ઍપ પર જાહેરાતના અમલીકરણનો રિવ્યૂ કરો. તમારા વપરાશકર્તાને સામાન્ય રીતે કેવો અનુભવ મળશે તેના વિશે વિચારો અને ચેક કરો કે જાહેરાતોના અમલીકરણને કારણે તમારા વપરાશકર્તા આકસ્મિક ક્લિક કરશે કે નહીં.
  • અપીલના ફોર્મમાં, તમારા બંધ થયેલા Google AdSense એકાઉન્ટ સાથે સંકળાયેલું ઇમેઇલ ઍડ્રેસ આપો. આનાથી અમે તમારું એકાઉન્ટ શોધી શકીશું અને તમારી અપીલની પ્રક્રિયામાં વિલંબ ઘટાડવામાં અમને સહાય થશે.
  • તમે ભવિષ્યમાં કયા ફેરફારો કરશો તે અમને જણાવો. આવું ફરીથી નહીં થાય તેની ખાતરી માટે તમે કઈ સિસ્ટમ અથવા વર્તણૂકમાં સુધારો કર્યો છે? ઉદાહરણ તરીકે, અમને જણાવો કે તમે કેવી રીતે તમારી જાહેરાતોના અમલીકરણને ગોઠવ્યું છે, તમારા ટ્રાફિકના સૉર્સનું મૂલ્યાંકન કર્યું છે, વગેરે.

મારું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું અને મારી અપીલ નકારવામાં આવી. શું હું પ્રોગ્રામમાં ફરી જોડાઈ શકું અથવા નવું એકાઉન્ટ બનાવી શકું?

તમારા એકાઉન્ટ સામે લેવાયેલાં પગલાં વિશેની તમારી ચિંતા અમે સમજીએ છીએ. અમે લીધેલાં પગલાં એ વિશેષજ્ઞોની અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી કાળજીપૂર્વકની તપાસનું પરિણામ છે, જેમાં અમારા જાહેરાતકર્તાઓ, પબ્લિશર અને વપરાશકર્તાઓના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. તમે અમારા નિર્ણયથી નાખુશ હશો, પણ અમે તમારું એકાઉન્ટ ફરી ચાલુ કરવામાં અસમર્થ છીએ.

જે પબ્લિશરના એકાઉન્ટ અમાન્ય ટ્રાફિકના કારણે બંધ કરવામાં આવ્યા છે, તેઓને ભવિષ્યમાં AdSenseમાં ભાગ લેવાની મંજૂરી નથી. આ કારણસર, આ પબ્લિશર નવાં એકાઉન્ટ ખોલી નહીં શકે.

Google કોઈપણ સૉર્સ પરના અમાન્ય ટ્રાફિક સહિત કોઈપણ કારણસર એકાઉન્ટને બંધ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.

બીજા બંધ થયેલા એકાઉન્ટ સાથે સંકળાયેલું હોવાના કારણે મારું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું. શું તમે મને આ સંબંધ વિશે વધુ કહી શકશો?

અમાન્ય ટ્રાફિક સંબંધે અમે કરીએ છીએ તેમ, અમને પબ્લિશરોના એકાઉન્ટ વચ્ચેના સંબંધ વિશે મળેલી કોઈપણ માહિતી અમે પબ્લિશરને આપી શકતાં નથી. કૃપા કરીને સમજો કે ભાળ મેળવવાની અમારી માલિકીની સિસ્ટમની સુરક્ષા માટે અમે અમારા બધાં પબ્લિશર સાથે આ સાવધાની રાખીએ છીએ.

જો અમે નિર્ધારિત કરીએ કે AdSense એકાઉન્ટ અમારા Google Adsના જાહેરાતકર્તાઓ માટે જોખમ ઊભું કરી શકે છે, તો અમે અમારા જાહેરાતકર્તાઓના હિતોની રક્ષા કરવા માટે એ એકાઉન્ટને બંધ કરી શકીએ છીએ.

શું મને હજુ પણ મારી AdSenseની કમાણીની ચુકવણી કરવામાં આવશે?

જે પબ્લિશરના એકાઉન્ટ અમાન્ય ટ્રાફિક અને/અથવા અમારી પબ્લિશરની પૉલિસીઓનું ઉલ્લંઘન કરવા બદલ બંધ કરવામાં આવ્યા છે, તેઓ તેમની આવકના ભાગની અંતિમ ચુકવણી માટે યોગ્યતા ધરાવતા હોઈ શકે છે કે જેની ઓળખ અમાન્ય આવક તરીકે ન થઈ હોય. એકાઉન્ટ બંધ થવા પર, આ અંતિમ ચુકવણીની ગણતરી ચાલુ કરવા માટે, (જ્યાં લાગુ થતું હોય ત્યાં) 30 દિવસની ચુકવણી પર રોક લગાવવામાં આવે છે. આ 30 દિવસના સમયગાળા પછી, તમારું પાત્રતા ધરાવતું બાકી બૅલેન્સ (જો કોઈ હોય તો તે) જોવા માટે, કૃપા કરીને AdSenseમાં સાઇન ઇન કરો અને ચુકવણીની ગોઠવણ કરો. અમાન્ય ટ્રાફિક અને/અથવા પબ્લિશરની પૉલિસીનું ઉલ્લંઘન કરવા બદલ તમારા અંતિમ બૅલેન્સમાંથી થયેલી કપાતનું, જ્યાં યોગ્ય અને શક્ય હોય ત્યાં અસરગ્રસ્ત જાહેરાતકર્તાઓને રિફંડ આપવામાં આવશે.

મને હમણાં જ મારો પિન મળ્યો. મારે તેનું શું કરવું?

તમે આ પિનને અવગણી શકો છો, કારણ કે જે પબ્લિશરના એકાઉન્ટ અમાન્ય ઍક્ટિવિટીના કારણે બંધ કરવામાં આવ્યા છે, તેઓને ચુકવણી મળવાનું બંધ થાય છે.

હું ઇચ્છું છું કે બીજા AdSense પબ્લિશર તેમની જાહેરાતો મારી સાઇટ પર મૂકે. શું આના કારણે તેમના એકાઉન્ટમાં સમસ્યા ઊભી થશે? શું મારી સાઇટ પણ બંધ કરવામાં આવી છે?

AdSense પબ્લિશરને AdSense પ્રોગ્રામ પૉલિસીઓ અને નિયમો અને શરતોનું પાલન કરતી હોય તેવી કોઈપણ સાઇટ પર તેમની જાહેરાતો મૂકવાની મંજૂરી છે. પબ્લિશરના એકાઉન્ટનું સ્ટેટસ વિશિષ્ટ સાઇટના અમારી પૉલિસીઓના અનુપાલન કરતાં જુદું હોઈ શકે છે. જોકે, જો અમે નિર્ધારિત કરીએ કે બીજા પબ્લિશરનું એકાઉન્ટ અમારા Google Adsના જાહેરાતકર્તાઓ માટે જોખમ ઊભું કરી શકે છે, તો અમે અમારા જાહેરાતકર્તાઓના હિતોની રક્ષા કરવા માટે તેને બંધ કરી શકીએ છીએ.

જો મારી સંબંધિત કોઈ વ્યક્તિ AdSense એકાઉન્ટ બનાવે, તો શું તેમનું એકાઉન્ટ પણ બંધ કરવામાં આવશે?

જો અમે નિર્ધારિત કરીએ કે સંબંધિત પબ્લિશરનું એકાઉન્ટ અમારા Google Adsના જાહેરાતકર્તાઓ માટે જોખમ ઊભું કરી શકે છે, તો અમે અમારા જાહેરાતકર્તાઓના હિતોની રક્ષા કરવા માટે તેને બંધ કરી શકીએ છીએ.

શું મને મળેલી ચુકવણીઓ માટેના ટેક્સ ફોર્મ મને હજુ પણ મળશે?

જો તમને ભૂતકાળમાં અમારા તરફથી ચુકવણી કરવામાં આવી હોય અથવા જો તમારા એકાઉન્ટમાં ચૂકવી શકાય એટલું બૅલેન્સ હોય, તો જો જરૂર જણાશે તો તમને હજુ પણ અમારા તરફથી ટેક્સ ફોર્મ મળશે. તમારી AdSenseની કમાણી સંબંધિત ટેક્સ ચૂકવવા વિશે વધુ જાણો.

મારું એકાઉન્ટ ફરી ચાલુ કરવામાં આવ્યું. મારી સાઇટ, ઍપ અથવા વીડિયોમાં શા માટે જાહેરાતો દેખાતી નથી?

તમારું AdSense એકાઉન્ટ ફરી ચાલુ થયા પછી, અમારા બધાં સર્વરમાં ફેરફાર વિશેની માહિતી પહોંચાડવામાં અને જાહેરાત સેવા ફરી ચાલુ થવામાં 48 કલાક સુધીનો સમય લાગી શકે છે. અમે અસુવિધા બદલ દિલગીર છીએ અને તમારી ધીરજની પ્રશંસા કરીએ છીએ.

જો તમે YouTube પબ્લિશર હો, તો તમારે તમારી YouTube ચૅનલને તમારા AdSense એકાઉન્ટ સાથે ફરી સાંકળવાની જરૂર પડી શકે છે. સૂચનાઓ મેળવવા માટે, આનો સંદર્ભ લો: ચુકવણીઓ માટે AdSense એકાઉન્ટનું સેટઅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7599893641147162832
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false