તમે અપલોડ કરેલા YouTube વીડિયોને ડાઉનલોડ કરવા વિશે માહિતી

તમે YouTube પર અપલોડ કરેલા YouTube વીડિયોની MP4 ફાઇલને તમે એ વીડિયોના કદને આધારે 720p અથવા 360pમાં ડાઉનલોડ કરી શકો છો. તમે અપલોડ કરેલા તમામ વીડિયોને ડાઉનલોડ કરવા માટે તમે Google Takeoutનો પણ ઉપયોગ કરી શકો છો.

નોંધ: તમે અન્ય વપરાશકર્તાના YouTube વીડિયોને ડાઉનલોડ કરી શકતા નથી. તમે YouTube Premium ની મેમ્બરશિપ વડે YouTube ઍપમાં ઇન્ટરનેટ વિના પણ વીડિયો જોઈ શકો છો. YouTube Premium વડે ઇન્ટરનેટ વિના વીડિયોને સાચવવા વિશે વધુ જાણો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી પૅનલમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમે જે વીડિયો ડાઉનલોડ કરવા માગતા હો, તેના પર પૉઇન્ટ કરો અને મેનૂ '' પછી ડાઉનલોડ કરો પસંદ કરો.
    જો તમે તમારો વીડિયો બ્લર અથવા ટ્રિમ કર્યો હોય, તો તમારા ફેરફારો પબ્લિશ કરવા માટે તમે તેને ફરી ડાઉનલોડ કરી શકો છો અને અપલોડ કરી શકો છો.

તમારા વીડિયોને ડાઉનલોડ કરવા સાથે સંબંધિત સમસ્યાનું નિવારણ કરવા વિશે

તમે તમારા વીડિયોને ડાઉનલોડ કરી શકતા નથી જો:

  • YouTube પરથી તમારો વીડિયો કાઢી નાખવામાં આવ્યો હોય.
  • તમારા વીડિયોની વિરુદ્ધ કૉપિરાઇટ અથવા સમુદાયના દિશાનિર્દેશો સંબંધિત સ્ટ્રાઇક હોય.
  • તમારો વીડિયો અગાઉથી મંજૂર કરાયેલા ઑડિયો ટ્રૅકનો ઉપયોગ કરતો હોય.
  • તમે તમારો વીડિયો છેલ્લા 24 કલાકમાં પહેેલેથી જ પાંચ વખત ડાઉનલોડ કરી લીધો હોય. તમે વ્યક્તિગત વીડિયોને દિવસ દીઠ વધુમાં વધુ પાંચ વખત સુધી જ ડાઉનલોડ કરી શકો છો. એક દિવસ પસાર થઈ ગયા પછી, તમને એ વીડિયો ડાઉનલોડ કરવાનો વિકલ્પ ફરીથી દેખાશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1002212081337292449
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false