નકલી એંગેજમેન્ટ સંબંધિત પૉલિસી

અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.

YouTube એવા કોઈપણ કાર્યોને મંજૂરી આપતું નથી કે જે ઑટોમૅટિક સિસ્ટમનો ઉપયોગ કરીને કે નિર્દોષ દર્શકોને વીડિયો પૂરા પાડીને જોવાયાની સંખ્યા, પસંદ, કૉમેન્ટ અથવા અન્ય મેટ્રિકની સંખ્યાને કૃત્રિમ રીતે વધારતા હોય. તેમજ, એવું કન્ટેન્ટ જે દર્શકોને માત્ર એંગેજમેન્ટ (વ્યૂ, પસંદ, કૉમેન્ટ વગેરે) માટે પ્રોત્સાહિત કરવા જ અસ્તિત્વમાં છે, તે પ્રતિબંધિત છે.

આ પૉલિસીનું પાલન કરતા ન હોય એવા કન્ટેન્ટ અને ચૅનલને સમાપ્ત કરવામાં અને YouTube પરથી કાઢી નાખવામાં આવી શકે છે.

મહત્ત્વપૂર્ણ:  જો તમે કોઈકને તમારી ચૅનલનો પ્રચાર કરવા માટે નિયુક્ત કરો, તો તેમના નિર્ણયોની અસર તમારી ચૅનલ પર પડી શકે છે. અમારી પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય એવી કોઈપણ પદ્ધતિને કારણે કન્ટેન્ટ કાઢી નાખવામાં અથવા ચૅનલની રોકથામ કરવામાં આવી શકે છે, પછી ભલે આ પગલું તમારા કે તમે નિયુક્ત કરેલી કોઈ વ્યક્તિ દ્વારા લેવાયું હોય.

અમે એંગેજમેન્ટ ત્યારે કાયદેસર માનીએ છીએ કે જ્યારે માનવ વપરાશકર્તાનો પ્રાથમિક હેતુ કન્ટેન્ટ સાથે પ્રમાણિત રીતે ક્રિયાપ્રતિક્રિયા કરવાનો હોય. અમે એંગેજમેન્ટ ત્યારે ગેરકાયદેસર માનીએ છીએ, ઉદાહરણ તરીકે, જ્યારે તે બળજબરી અથવા છેતરપિંડીનું પરિણામ હોય અથવા એંગેજમેન્ટનો મુખ્ય હેતુ આર્થિક લાભ મેળવવાનો હોય.  

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એવા થોડા વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

આ પૉલિસીનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

નીચે જણાવેલા કોઈપણ વર્ણન સાથે જો તે કન્ટેન્ટ બંધબેસતું હોય, તો તેને YouTube પર પોસ્ટ કરશો નહીં.

  • ત્રીજા પક્ષની સેવાઓની લિંક કે પ્રચારો કે જે વ્યૂ, પસંદ અને સબ્સ્ક્રાઇબર જેવા મેટ્રિકને કૃત્રિમ રીતે અસર કરતી હોય
  • ત્રીજા પક્ષના વ્યૂની સંખ્યા અથવા સબ્સ્ક્રાઇબર ગેમિંગ વેબસાઇટ કે સેવાઓથી લિંક કરતું અથવા તેનો પ્રચાર કરતું કન્ટેન્ટ
  • જો બીજા નિર્માતા તમારી ચૅનલને સબ્સ્ક્રાઇબ કરે તો જ તમે તેમની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરશો એવી ઑફર કરવી (“sub4sub”)
    • નોંધ: તમને દર્શકોને સબ્સ્ક્રાઇબ કરવા, પસંદ બટન દબાવવા, શેર કરવા અથવા કૉમેન્ટ કરવા માટે પ્રેરિત કરવાની મંજૂરી આપવામાં આવે છે
  • કન્ટેન્ટ કે જે કોઈ નિર્માતાને સેવાનો પ્રચાર કરવાના હેતુથી ત્રીજા પક્ષ પાસેથી તેમના વ્યૂની ખરીદી કરતા બતાવતા હોય

આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ અને YouTubeની કોઈપણ અન્ય પ્રોડક્ટ અથવા સુવિધા પર લાગુ થાય છે. ધ્યાનમાં રાખો કે આ સંપૂર્ણ સૂચિ નથી.

એંગેજમેન્ટ કેવી રીતે માપવામાં આવે છે

નીચે આપેલા સ્થાનોમાં બતાવેલી સબ્સ્ક્રાઇબરની સંખ્યાઓ વાસ્તવિક સમયમાં અપડેટ થાય છે:

  • તમારી ચૅનલનું હોમપેજ
  • એકાઉન્ટ સ્વિચર
  • વીડિયો જોવાનું પેજ
  • YouTube ડેટા APIનો ઉપયોગ કરતી ત્રીજા પક્ષની સાઇટ અને ઍપ

YouTube Analyticsમાં આપેલી સબ્સ્ક્રાઇબરની સંખ્યા અને તમારી YouTube ચૅનલ પર આપેલી સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં તફાવત હોઈ શકે. YouTube Analyticsમાં આપેલી સંખ્યા લગભગ 48 કલાક પહેલાંની હોય છે. વિલંબ થવાથી અમને વધારાની ચકાસણી અને સ્પામ રિવ્યૂ કરવાનો સમય મળે છે તેથી સંખ્યા સચોટ હોય છે.

કૃત્રિમ હોવાની જાણ થયેલા પેજ ટ્રાફિકની YouTube પર ગણતરી કરવામાં આવશે નહીં અને તે તમારા એકાઉન્ટ પર સ્ટ્રાઇકનું કારણ બની શકે છે. સસ્પેન્ડ થયેલા એકાઉન્ટ અને સ્પામ તરીકે ઓળખાયેલા સબ્સ્ક્રાઇબરની ગણતરી તમારા સબ્સ્ક્રાઇબર અથવા વ્યૂની કુલ સંખ્યામાં કરવામાં આવશે નહીં. તેઓ સક્રિય દર્શકો ન હોવાથી તેમને કાઢી નાખવાથી તમારા વ્યૂ અથવા જોવાયાના સમય પર કોઈ અસર ન થવી જોઈએ.

જો તમારો વીડિયો વ્યૂની સંખ્યામાં છેતરપિંડી કરવાને કારણે કાઢી નાખવામાં આવ્યો હોય, તો વધુ જાણવા માટે સહાયતા કેન્દ્રમાં આ પેજ જુઓ.

ઉદાહરણો

અહીં એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો છે કે જેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.

  • વીડિયોની યોગ્યતાનું પ્રમાણપત્ર કે જેમાં નિર્માતા પોતાને ત્રીજા પક્ષ પાસેથી સફળતાપૂર્વક કૃત્રિમ પેજ ટ્રાફિક ખરીદતા બતાવે છે
  • વીડિયો કે જેમાં નિર્માતા પ્રચારાત્મક અથવા સપોર્ટ કરવાના સંદર્ભમાં ત્રીજા પક્ષના કૃત્રિમ પેજ ટ્રાફિક પ્રદાતા સાથે લિંક થાય છે. ઉદાહરણ તરીકે: “આ વીડિયો પર મને 10 લાખ સબ્સ્ક્રાઇબર મળ્યાં અને તમે પણ મેળવી શકો છો!”
  • વીડિયો કે જે છેતરામણા માધ્યમો મારફતે દર્શકોને બીજો વીડિયો જોવા અથવા તેના પર ક્લિક કરવા માટેની ફરજ પાડવાનો પ્રયાસ કરે છે (ઉદાહરણ તરીકે: ભ્રામક રીતે લેબલ કરેલું માહિતી કાર્ડ)
  • કૃત્રિમ ચૅનલ એંગેજમેન્ટ ટ્રાફિક માટે અથવા માત્ર આ હેતુ માટે અસ્તિત્વમાં હોય તેવા વ્યવસાયોનો પ્રચાર કરવા માટે સમર્પિત ચૅનલ

યાદ રાખો કે આ માત્ર થોડા ઉદાહરણો છે અને જો તમને એમ લાગે કે કન્ટેન્ટ કદાચ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે તો તે પોસ્ટ કરશો નહીં.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12827898234974249025
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false