ચૅનલ પર ચકાસણી બૅજ વિશે માહિતી

જ્યારે તમને અથવા YouTube ચૅનલના નામની બાજુમાં ચકાસણી ચેક માર્ક દેખાય, તો તેનો અર્થ એ થાય છે કે YouTubeએ તે ચૅનલની ચકાસણી કરી છે.

ચૅનલની ચકાસણી કરવા માટે અરજી કરવી

તમારી પાસે 100,000 સબ્સ્ક્રાઇબર થઈ જાય એટલે તમે ચૅનલ ચકાસણી માટેની વિનંતી સબમિટ કરી શકો છો. એવું લાગે છે કે હજી તમારી ચૅનલ યોગ્યતા ધરાવતી નથી.

ખાતરી કરો કે તમે યોગ્યતા ધરાવતી ચૅનલ માટેનાં ઇમેઇલ ઍડ્રેસ વડે સાઇન ઇન કર્યું છે. ઉપર જમણા ખૂણામાં તમારા પ્રોફાઇલ ફોટા પર ક્લિક કરો અને તે એકાઉન્ટ પસંદ કરો.

ચકાસણી માટેની વિનંતી કરવા માટે તમારી ચૅનલ યોગ્યતા ધરાવે છે કે નહીં તે જોવા માટે, સૌથી ઉપર જમણી બાજુએ સાઇન ઇન કરો પર ક્લિક કરો. 

અમે બીજા નિર્માતા અથવા બ્રાંડ હોવાનો ઢોંગ કરતી ચૅનલોની ચકાસણી કરીશું નહીં. જો અમારા ધ્યાને આવે કે ચૅનલ જાણી જોઈને બીજી ચૅનલ હોવાનો ઢોંગ કરે તો અમે વધારાની કાર્યવાહી પણ કરી શકીએ છીએ.

ચકાસણી કરેલી ચૅનલ વિશે માહિતી

જો ચૅનલની ચકાસણી થયેલી હોય તો તે નિર્માતા, કલાકાર, કંપની કે સાર્વજનિક વ્યક્તિની આધિકારિક ચૅનલ છે. ચકાસણી કરેલી ચૅનલ YouTube પર આધિકારિક ચૅનલને તેના જેવા નામ ધરાવતી બીજી ચૅનલ કરતાં અલગ પાડે છે.

ધ્યાન રહે કે...

  • ચકાસણી કરેલી ચૅનલને YouTube પર વધારાની સુવિધાઓ મળતી નથી. તે YouTube તરફથી અવૉર્ડ, માઇલસ્ટોન કે સમર્થનનું પણ પ્રતિનિધિત્વ કરતી નથી. અવૉર્ડ વિશે માહિતી માટે, YouTubeના નિર્માતા અવૉર્ડ પ્રોગ્રામ વિશે વધુ જાણો.
  • જો તમારી ચૅનલની ચકાસણી થયેલી હોય તો તમે તમારી ચૅનલનું નામ બદલો નહીં ત્યાં સુધી તે ચકાસણી થયેલી રહેશે. જો તમે તમારી ચૅનલનું નામ બદલો તો બદલાયેલા નામવાળી ચૅનલની ચકાસણી થયેલી રહેશે નહીં અને તમારે ફરી અરજી કરવાની જરૂર પડશે.
  • તમારી ચૅનલનું હૅન્ડલ બદલવાથી તમારો ચકાસણી બૅજ કાઢી નાખવામાં આવશે નહીં.
  • YouTube અમારા સમુદાયના દિશાનિર્દેશો અથવા YouTubeની સેવાની શરતોનું ઉલ્લંઘન કરનારી ચૅનલોની ચકાસણી રદબાતલ કરવાનો અથવા તેને બંધ કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે.
  • સમયાંતરે ચકાસણીમાં બદલાવને પગલે તમે YouTube પર ચકાસણી સાથે ઘણાં પ્રકારની ચૅનલ જોઈ શકો છો.

ચકાસણી કરેલી ચૅનલ માટેની યોગ્યતા

ચકાસણી કરવા માટેની યોગ્યતા મેળવવા માટે, તમારી ચૅનલ 100,000 સબ્સ્ક્રાઇબર સુધી પહોંચે તે જરૂરી છે.

તમે અરજી કરો પછી, અમે તમારી ચૅનલનો રિવ્યૂ કરીશું. અમે નીચેના માટે ચૅનલની ચકાસણી કરીશું:

  • આધિકારિક છે: તમારી ચૅનલ જે વાસ્તવિક નિર્માતા, બ્રાંડ કે એકમ હોવાનો દાવો કરે છે તેનું પ્રતિનિધિત્વ કરતી હોય તે જરૂરી છે. તમારી ઓળખની ચકાસણી કરવામાં મદદ માટે અમે વિવિધ પરિબળો ચેક કરીશું, જેમ કે તમારી ચૅનલ કેટલી જુની છે. અમે વધુ માહિતી કે દસ્તાવેજ પણ માગી શકીએ છીએ.
  • સંપૂર્ણ છે: તમારી ચૅનલ સાર્વજનિક હોવી જરૂરી છે અને તેમાં ચૅનલનું બૅનર, વર્ણન અને પ્રોફાઇલ ફોટો હોય તે જરૂરી છે. ચૅનલમાં કન્ટેન્ટ હોય અને તે YouTube પર સક્રિય હોય તે પણ જરૂરી છે.

કેટલીક વખત, YouTubeની બહાર પ્રખ્યાત હોય તેવી 100,000 કરતાં ઓછા સબ્સ્ક્રાઇબર ધરાવતી ચૅનલની પણ YouTube સક્રિય રીતે ચકાસણી કરી શકે છે.

ચકાસણી વગર તમારી ચૅનલ અલગ પાડવી

જો તમારી ચૅનલની ચકાસણી થયેલી ન હોય, તો તેના જેવી બીજી ચૅનલથી તેને અલગ પાડવા માટેની કેટલીક રીતો આ મુજબ છે:

જો કોઈ વ્યક્તિ તમે કે તમારી ચૅનલ હોવાનો ઢોંગ કરતી હોય, તો અમને તેની જાણ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8456882643690511811
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false