એન્કોડર વડે YouTube લાઇવ સ્ટ્રીમ બનાવો

YouTube પર સ્ટ્રીમ કરવાની ત્રણ રીત છે: વેબકૅમનો ઉપયોગ, તમારું મોબાઇલ ડિવાઇસ અથવા એન્કોડર (સ્ટ્રીમિંગ સૉફ્ટવેર અથવા હાર્ડવેર એન્કોડર). એન્કોડરનો ઉપયોગ કરીને તમે:

  • તમારી સ્ક્રીન શેર કરી શકો છો અથવા તમારા ગેમપ્લેને બ્રોડકાસ્ટ કરી શકો છો
  • બાહ્ય ઑડિયો અને વીડિયો હાર્ડવેરનો ઉપયોગ કરી શકો
  • વિગતવાર પ્રોડક્શન મેનેજ કરી શકો (અમુક કૅમેરા અને માઇક્રોફોનની જેમ)

નીચેના પગલાં તમને તમારા પ્રથમ લાઇવ સ્ટ્રીમમાં શરૂઆત કરવામાં સહાય કરશે.

1. લાઇવ સ્ટ્રીમિંગ ચાલુ કરો

પહેલી વાર લાઇવ સ્ટ્રીમ ચાલુ કરવામાં 24 કલાક જેટલો સમય લાગી શકે છે. એક વાર ચાલુ થઈ જાય એટલે તમારું સ્ટ્રીમ ઝટપટ લાઇવ જઈ શકે છે. લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરવાની રીત જાણો.

2. એન્કોડર ઇન્સ્ટૉલ કરો

એન્કોડર તમારા વીડિયોને YouTube પર સ્ટ્રીમ કરવા માટેના ડિજિટલ ફૉર્મેટમાં બદલે છે. અમુક એન્કોડર તમારા કમ્પ્યુટર પરની સૉફ્ટવેર ઍપ હોય છે જ્યારે અન્ય સ્ટૅન્ડઅલોન હાર્ડવેર હોય છે.

તમારે એન્કોડરનો ઉપયોગ શા માટે કરવો જોઈએ અને તે કેવી રીતે કામ કરે છે તે વિશે વધુ જાણવા માટે આ વીડિયો જુઓ.

એન્કોડર દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ: એન્કોડરનું સેટઅપ અને તેનો ઉપયોગ કરવાની રીત વિશેની મૂળભૂત બાબતો

YouTube લાઇવ દ્વારા ચકાસેલ એન્કોડર

YouTube લાઇવ દ્વારા ચકાસેલ એન્કોડરની સૂચિ અહીં આપી છે. આમાંની કોઈ પ્રોડક્ટ YouTube દ્વારા બનાવાઈ નથી. કયો વિકલ્પ તમારા અથવા તમારા વ્યવસાય માટે સૌથી વધુ ઉપયોગી બનશે તે નક્કી કરવા માટે પ્રોડક્ટનું વિશ્લેષણ કરવાની ખાતરી કરો.

સૉફ્ટવેર એન્કોડર

AWS Elemental MediaLive

AWS Elemental MediaLive એ બ્રોડકાસ્ટ-ગ્રેડની લાઇવ વીડિયો પર પ્રક્રિયા કરતી સેવા છે, જે 4Kp60 HEVC સુધીના લાઇવ સ્ટ્રીમિંગને સપોર્ટ કરે છે.

Cinamaker Director Studio

(Mac અને iOS)

ઑલ-ઇન-વન મલ્ટી-કૅમેરા વડે વીડિયોનું રેકોર્ડિંગ, તેમાં ફેરફાર અને લાઇવ સ્ટ્રીમિંગ કરતી ઍપ. Zoom મારફતે વધુમાં વધુ 8 સ્થાનિક iPhone, ડિજિટલ કૅમેરા અને રિમોટ અતિથિઓનો HDમાં સમાવેશ કરો. ઓવરલે, ગ્રાફિક, ઑડિયો, વીડિયો, સ્ક્રીન અને વિઝ્યુઅલ ઇફેક્ટ ઉમેરો. YouTube, Zoom, RTMP પર સ્ટ્રીમ કરો. ઇન-ઍપ એડિટર વડે તમારી વીડિયો લાઇબ્રેરી બનાવવામાં લાગતા કલાકો બચાવો.

 

Elgato ગેમ કૅપ્ચર સૉફ્ટવેર
Windows, Mac

તમારા Xbox, PlayStation અથવા Wii U ગેમપ્લેને રેકોર્ડ કરી સ્ટ્રીમ કરો.

 

Gamecaster
Windows (શુલ્ક વિનાનું વર્ઝન ઉપલબ્ધ છે!)

ગેમિંગની તમારી શ્રેષ્ઠ પળોને બટન પર એક ક્લિક માત્રથી સ્ટ્રીમ અને રેકોર્ડ કરવાની સૌથી સરળ રીત. તમારી ગેમપ્લે શેર કરવા માટે શ્રેષ્ઠ.

 

Streamlabs Talk Studio

તમારા બ્રાઉઝરમાંથી વ્યાવસાયિક ક્વૉલિટી ધરાવતી લાઇવ સ્ટ્રીમ કરવા માટેની શ્રેષ્ઠ લાઇવ સ્ટ્રીમિંગ ઍપ. સરળતાથી અતિથિઓને આમંત્રણ આપો. સુવિધાઓ, કસ્ટમાઇઝેશનના અનેક પ્રકારના વિકલ્પો, ડોનેશન જેવી વિવિધ બાબતોથી ભરપૂર, વળી કોઈપણ પ્રકારના ડાઉનલોડની જરૂર નહીં.

બ્રોડકાસ્ટર સૉફ્ટવેર ખોલો

વીડિયો રેકોર્ડિંગ અને લાઇવ સ્ટ્રીમિંગ માટે કોઈ કિંમત વિના ઓપન સૉર્સ સૉફ્ટવેર.

PRISM Live Studio

Windows

PRISM Live Studio એ Windows માટેનું સ્ટ્રીમિંગ સૉફ્ટવેર છે જે તેના સહજ યૂઝર ઇન્ટરફેસ અને સુગમ ઉપયોગિતા માટે જાણીતું છે. આ સૉફ્ટવેરની સ્થિર સ્ટ્રીમિંગ ક્વૉલિટી અને સૌંદર્ય તેમજ સ્ટિકર ઇફેક્ટ, ડ્રોઇંગ, વર્ચ્યુઅલ બૅકગ્રાઉન્ડ, વર્ચ્યુઅલ કૅમેરા અને PRISM મોબાઇલ ઍપ સાથેના સંકલન જેવી આકર્ષક સુવિધાઓને કારણે તે સ્ટ્રીમરનું મનપસંદ છે. બધી સુવિધાઓ મફતમાં અપાય છે.

 

Restream

નિર્માતાઓ અને વ્યવસાયો માટે અગ્રણી લાઇવ સ્ટ્રીમિંગ બ્રોડકાસ્ટિંગ સ્ટુડિયો. અમારા ક્લાઉડ સ્ટુડિયોમાંથી એકસાથે 30 કરતાંયે વધુ પ્લૅટફૉર્મ પર લાઇવ સ્ટ્રીમ કરો. અતિથિઓને આમંત્રણ આપો, ઓવરલે ઉમેરો, વીડિયો ચલાવો અને તમારા સ્ટ્રીમને વ્યાવસાયિક ઓપ આપો – કોઈ શુલ્ક વિના, ઉપયોગની સરળતા સાથે.

 

Stage TEN

બ્રોડકાસ્ટ ક્વૉલિટી ધરાવતા લાઇવ સ્ટ્રીમ સરળતાથી બનાવો અને તેમનું વિતરણ કરો. તમે કોઈપણ સ્થળેથી અતિથિઓને આમંત્રિત કરી શકો, મીડિયા અને ગ્રાફિક ખેંચીને છોડી શકો, તમારા સ્ટ્રીમમાં લાઇવ કૉમર્સ ઉમેરી શકો, ઑડિયન્સ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો અને આવક મેળવી શકો.

 

Streamlabs
Windows, iOS, Android

Streamlabs સ્ટ્રીમર માટેનું અગ્રણી બ્રોડકાસ્ટ સૉફ્ટવેર છે. તેમાં કોઈ શુલ્ક નથી, તે ઓપન સૉર્સ છે અને તમને વિકસવામાં, જાણકારી મેળવવામાં તથા કમાણી કરવામાં સહાય કરી શકે તેવી સક્ષમ સુવિધાઓથી ભરપૂર છે.

 

Wirecast
Windows, Mac

લાઇવ સ્ટ્રીમિંગ અને પ્રોડક્શન માટેનું ઉપયોગમાં સરળ, અવૉર્ડ વિજેતા સૉફ્ટવેર. માત્ર બટનને ક્લિક કરીને કૅમેરા, લાઇવ સ્ક્રીનશૉટ, શીર્ષકો, ગ્રાફિક અને અન્ય બાબતો ઉમેરો. YouTube અથવા કોઈપણ RTMP નિર્ધારિત સ્થાન પર સીધું સ્ટ્રીમ કરો. YouTube API સાથે કામ કરે છે આથી તમે ઍપ છોડ્યા વિના જ તમારી લાઇવ ચૅનલ મેનેજ કરી શકો, બનાવી શકો અને તેનું શૅડ્યૂલ નક્કી કરી શકો અથવા સ્ટ્રીમ કરી શકો.

 

XSplit Broadcaster
Windows (શુલ્ક વિનાનું વર્ઝન ઉપલબ્ધ છે!)

ઑડિયો/વીડિયો-મિક્સિંગ માટેની એવી ક્રાંતિકારી ઍપ કે જેના થકી તમે વ્યાવસાયિક લેવલના લાઇવ બ્રોડકાસ્ટ બનાવી શકો છો અને વીડિયો રેકોર્ડિંગ કરી શકો છો.

 

StreamYard

StreamYard, વિશ્વનું સૌથી લોકપ્રિય લાઇવ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ અને પૉડકાસ્ટ સ્ટુડિયો છે. અતિથિઓના ઇન્ટરવ્યૂ કરો, સ્ક્રીન પર લાઇવ ચૅટ બતાવો અને તમારા બ્રોડકાસ્ટની બ્રાંડિંગ જેવું બીજું ઘણું કરો. તમારા બ્રાઉઝરમાં આ બધું જ કરો, તેના માટે બીજી કોઈ ઍપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. મફતમાં શરૂ કરો!

 

Nimble Streamer

Nimble Streamer વ્યાજબી ભાવના સ્ટ્રીમિંગ અને કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક બનાવવા માટેનું સૉફ્ટવેર મીડિયા સર્વર છે. નેટવર્ક ક્ષમતાઓમાં કન્ટેન્ટ રૂપાંતરણ માટેના એન્કોડર ઍડ-ઑન સહિત RTMP, SRT, NDI, Dante, WebRTC, Icecast, HLS, DASH અને અન્ય અનેક સુવિધાનો સમાવેશ થાય છે. પ્લેઆઉટ, જાહેરાત ઉમેરવી, પેવૉલ અને અન્ય સુવિધાઓ થકી કન્ટેન્ટમાંથી કમાણી કરવાની પ્રક્રિયાનો ઉપયોગ સરળ બની રહે છે.

હાર્ડવેર એન્કોડર

AirServer
Windows, Mac

તમારા મોબાઇલ ડિવાઇસ અથવા કમ્પ્યુટરને YouTube પર મિરર કરો.

 

AWS Elemental Live

ઑન-પ્રિમાઇસિસ વીડિયો એન્કોડર છે જે કોઈપણ ડિવાઇસ પર બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ માટેના લાઇવ વીડિયો પર પ્રક્રિયા કરે છે.

 

 

Elgato

Elgato બધા જ વીડિયો શેરિંગ પ્લૅટફૉર્મ પર કન્ટેન્ટ નિર્માતાઓ માટે ઑડિયોવિઝ્યુઅલ ટેક્નોલોજીના વિશ્વમાં અગ્રણી પ્રદાતા છે અને પ્રોગ્રામેબલ usb કન્ટ્રોલર, Stream Deskના નિર્માતા છે જેમાં 200 કરતાંયે વધુ તૈયાર પ્લગ-ઇન અથવા કી માટેના મૅપ કીબોર્ડ શૉર્ટકટ અથવા તમારા લાઇવ સ્ટ્રીમ પ્રોડક્શન માટે ડાયલ છે.

 

 

Epiphan Pearl 2

The Pearl-2 વીડિયો સ્વિચર, રેકોર્ડર, સ્ટ્રીમર, સ્પ્લિટર અને સ્કેલર બધી જ સુવિધા ધરાવે છે. આ સૉફ્ટવેર છ વીડિયો ઇનપુટ અને ચાર XLR માટેના વ્યાવસાયિક ઑડિયો, 4K સ્ટ્રીમિંગ તથા રેકોર્ડિંગ, NDI સપોર્ટ, ક્રોમા કીઇન્ગ અને અન્ય ઘણી સુવિધા ધરાવે છે. Pearl-2, ખૂબ જ લોકપ્રિય લાઇવ સ્ટ્રીમ માટે જરૂરી, વ્યાવસાયિક લેવલની સુવિધાઓ અને પ્રક્રિયા કરવાનો અધિકાર આપે છે.

 

Direkt Link

Intinor ઇન્ટરનેટ મારફતે ઉચ્ચ ક્વૉલિટીવાળા વીડિયો મોકલવા માટે પ્રોડક્ટ ડેવલપ કરે છે. અમારી પ્રોડક્ટનો ઉપયોગ ખૂબ સરળતાથી કરી શકાય છે, તેને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે, તે મજબુત અને ભરોસાપાત્ર હોય છે. બ્રોડકાસ્ટર દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે અને ઇ-સ્પૉર્ટવાળી મોટી મોટી ઇવેન્ટમાં ભરોસાપાત્ર એન્કોડર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વીડનમાં બનાવવામાં આવેલી.

 

LiveU Solo

આ વર્ગમાં શ્રેષ્ઠ, પ્લગ એન્ડ પ્લે વીડિયો એન્કોડર જે સીધું તમારા કૅમેરા/સ્વિચરમાંથી YouTube અને અન્ય ઑનલાઇન નિર્ધારિત સ્થાનો પર એક ટચ સાથેનું વાયરલેસ લાઇવ સ્ટ્રીમિંગ રજૂ કરે છે. મોટાભાગના બ્રોડકાસ્ટર દ્વારા ઉપયોગમાં લેવાતી હોય તેવી LRT™ બોન્ડિંગ ટેક્નોલોજી વડે ભરોસાપૂર્વક સ્ટ્રીમ કરો.

 

Nvidia

NVIDIA GPUs હાર્ડવેર આધારિત એન્કોડર ધરાવે છે (NVENC) જે સંપૂર્ણ ઍક્સલરેટ કરેલું હાર્ડવેર આધારિત વીડિયો એન્કોડિંગ પ્રદાન કરે છે, જેથી તમારા CPUનો ઉપયોગ કરવાની જરૂર વિના જ ઉચ્ચ-ક્વૉલિટીનું લાઇવ સ્ટ્રીમિંગ અને ગેમમાં બહેતર પર્ફોર્મન્સ શક્ય બને છે.

 

 

SlingStudio

આ ઉદ્યોગનું પ્રથમ એવું પોર્ટેબલ, વાયરલેસ મલ્ટી-કૅમેરા બ્રોડકાસ્ટિંગ પ્લૅટફૉર્મ. YouTube પર વાયર વિના HD-ક્વૉલિટીના વીડિયોનું નિરીક્ષણ કરો, રેકોર્ડ કરો, સ્વિચ કરો, તેમાં ફેરફાર કરો અને લાઇવ સ્ટ્રીમ કરો.

 

 

Teradek VidiU Go

મુસાફરીમાં કોઈપણ કૅમેરા, સ્વિચર અથવા વીડિયો સૉર્સમાંથી બ્રોડકાસ્ટ ક્વૉલિટીમાં સ્ટ્રીમ કરો. નાનું અને પોર્ટેબલ એવું Vidiu Go સૌથી વધુ સૂક્ષ્મ દૃષ્ટિ ધરાવનારા વપરાશકર્તા માટે સંપૂર્ણ 1080p60 SDI અને HDMI વર્કફ્લોને સપોર્ટ કરે છે.

 

 

Blackmagic Web Presenter 4K

અંતિમ HD અને અલ્ટ્રા HD સ્ટ્રીમિંગ સંબંધિત ઉકેલ કે જેમાં સીધા YouTube પર વધુમાં વધુ 2160p60 ક્વૉલિટીવાળા વીડિયો સ્ટ્રિમ કરવા માટે વ્યાવસાયિક હાર્ડવેર સ્ટ્રિમિંગ એન્જિન શામેલ છે.

 

મોબાઇલ એન્કોડર


AirServer
Windows, Mac

તમારા મોબાઇલ ડિવાઇસને YouTube પર મિરર કરો.

PRISM Live Studio

iOS, Android

PRISM Live Studio સૌથી વધુ લોકપ્રિય મોબાઇલ ઍપમાંની એક છે જે IRL અને ગેમિંગ સ્ટ્રીમિંગ માટે ઑપ્ટિમાઇઝ કરેલી છે. તેની સ્થિર સ્ટ્રીમિંગ ક્વૉલિટી અને ડેકોરેશન તેમજ સૌંદર્ય ઇફેક્ટ, સૉર્સ ઓવરલે તથા ક્રોમા કી જેવી આકર્ષક સુવિધાઓને કારણે તે સ્ટ્રીમરનું મનપસંદ છે. બધી સુવિધાઓ મફતમાં અપાય છે.

 

Streamlabs
Windows, iOS, Android

OBS પર બનેલું, કોઈ શુલ્ક વિના Streamlabs અલર્ટ, શૉર્ટકટ, ટિપીંગ, ચહેરાના માસ્ક અને હજારો થીમ તથા ઓવરલેનું સંયોજન કરે છે.

 

 

Wirecast Go
iOS

iOS ઍપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરાય ત્યારે કોઈ શુલ્ક નથી. તમારા iPhoneમાંથી વ્યાવસાયિક લાઇવ બ્રોડકાસ્ટ સરળતાથી પ્રોડ્યુસ કરો અને તેમને YouTube પર સ્ટ્રીમ કરો. સક્ષમ મોબાઇલ પ્રોડક્શન માટે એક સાથે ત્રણ સ્તર સુધી શૉટ સ્વિચ કરો, ફોટા, ગ્રાફિક અને અન્ય વસ્તુઓ ઉમેરો. YouTube કૉમેન્ટ અને ચૅટ આવે તે જ સમયે વાંચો અને તમારા ઑડિયન્સ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો. સીધું ઍપમાં જ તમારા YouTube લાઇવ સ્ટ્રીમ શેડ્યૂલ કરો, બનાવો અને મેનેજ કરો. કોઈપણ RTMP નિર્ધારિત સ્થાન પર સ્ટ્રીમ કરવા માટે શુલ્ક વિનાના વર્ઝનમાંથી અપગ્રેડ કરો.

 

 

Larix Broadcaster

iOS, Android

Larix Broadcaster iOS અને Android માટેની SRT, RTMP, NDI, WebRTC, Zixi અને આવા અન્ય પ્રોટોકૉલ મારફતે લાઇવ કૅપ્ચર તથા સ્ટ્રીમ કરવા માટેની મોબાઇલ ઍપ છે. વપરાશકર્તાઓ તમારા કોઈપણ પ્રકારના IRL સ્ટ્રીમ બનાવવા માટે વેબ અને ટેક્સ્ટ ઓવરલે, ગ્રાફિક, ડાયનૅમિક કૅમેરા મૅનિપ્યુલેશન, વિગતવાર ઑડિયો સેટિંગ અને અન્ય વધુ સારું બનાવવા માટેના સાધનો વડે કન્ટેન્ટમાં સહયોગ કરવા તેમના મોબાઇલના કૅમેરાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે.

3. તમારું હાર્ડવેર કનેક્ટ કરો

તમે વેબકૅમ, માઇક્રોફોન અથવા હૅડસેટ જેવા હાર્ડવેરનો ઉપયોગ કરતા હો, તો તેમને કનેક્ટ કરો અને તેનું તમારા એન્કોડર સાથે સેટઅપ થયું હોવાની ખાતરી કરો.

તમારા સ્ટ્રીમના આધારે તમે વિવિધ હાર્ડવેરનો ઉપયોગ કરી શકો. અહીં કેટલાક લાક્ષણિક ઉદાહરણો આપેલા છે:

ગેમિંગ અને કેઝ્યુઅલ લાઇવ સ્ટ્રીમ
ઘણા સ્ટ્રીમર બાહ્ય માઇક્રોફોન, વેબકૅમ અને હૅડફોનનો ઉપયોગ કરતા હોય છે. ગેમર ગ્રીનસ્ક્રીન જેવા અન્ય ટૂલનો પણ ઉપયોગ કરતા હોય છે.

Improper encoder setup can cause technical issues with your hardware while streaming.

વ્યાવસાયિક લાઇવ સ્ટ્રીમ
વિગતવાર સ્ટ્રીમ સેટઅપમાં એકથી વધુ માઇક્રોફોન, કૅમેરા, મિક્સર અને હાર્ડવેર એન્કોડરનો સમાવેશ થઈ શકે છે.

4. તમારું એન્કોડર કનેક્ટ કરો અને લાઇવ જાઓ

સ્ટ્રીમિંગ શરૂ કરવા માટે તમારા એન્કોડરમાં તમારું YouTube લાઇવ સર્વર URL અને સ્ટ્રીમ કી દાખલ કરો. તમારી પાસે ઑડિયો અને વીડિયો હાર્ડવેર હોય, તો તેનું તમારા એન્કોડર જે સ્ટ્રીમિંગ સૉફ્ટવેર તરીકે પણ ઓળખાય છે તેની સાથે સેટઅપ કરો.

પ્રસ્તુત છે લાઇવ નિયંત્રણ રૂમ - લાઇવ સ્ટ્રીમિંગ માટે

લાઇવ સ્ટ્રીમિંગ હમણાં જ શરૂ કરો

પહેલા, સ્ટ્રીમ બનાવો

  1. YouTube Studio પર જાઓ.
  2. ઉપર જમણી બાજુએથી, બનાવો અને પછી લાઇવ જાઓ પર ક્લિક કરો, જેથી લાઇવ નિયંત્રણ રૂમ ખુલી શકે.
  3. સ્ટ્રીમ કરો ટૅબ પર ક્લિક કરો.
  4. આ તમારું પહેલું લાઇવ સ્ટ્રીમ હોય, તો: તમારા સ્ટ્રીમમાં ફેરફાર કરો અને સ્ટ્રીમ બનાવો પર જાઓ.
    તમે અગાઉ લાઇવ સ્ટ્રીમ કરેલું હોય, તો: તમારી સ્ટ્રીમ કી સહિતના તમારા અગાઉના સ્ટ્રીમના સેટિંગ લોડ થશે, જેનો અર્થ એ કે તમારે તમારું એન્કોડર અપડેટ કરવું પડશે નહીં.
    • YouTubeના 13-17 વર્ષની ઉંમરના વપરાશકર્તાઓ માટે, તમારા ડિફૉલ્ટ પ્રાઇવસી સેટિંગને ખાનગી પર સેટ કરેલા હોય છે. જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોય, તો તમારા ડિફૉલ્ટ પ્રાઇવસી સેટિંગ સાર્વજનિક પર સેટ કરેલા હોય છે. તમામ સ્ટ્રીમર તેમના લાઇવ સ્ટ્રીમને સાર્વજનિક, ખાનગી અથવા ફક્ત લિંક સાથે દેખાવા પર સેટ કરવા માટે આ સેટિંગમાં ફેરફાર કરી શકે છે.
  5. તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો, તો તમે તમારા લાઇવ સ્ટ્રીમમાંથી કમાણી કરી શકો છો. વધુ જાણો.

આગળ, તમારા સ્ટ્રીમને તમારા એન્કોડર સાથે કનેક્ટ કરો અને પછી લાઇવ જાઓ

  1. તમારા એન્કોડર સ્ટ્રીમ સેટિંગમાં તમને YouTube પર સ્ટ્રીમ કરવાનો વિકલ્પ દેખાય તો તે પસંદ કરો. નહિતર, YouTubeમાંથી સ્ટ્રીમનું URL કૉપિ કરો અને તેને તમારા એન્કોડરના સ્ટ્રીમ સેટિંગ સર્વરમાં પેસ્ટ કરો. તે RTMP સર્વર હોઈ શકે.
  2. YouTubeમાંથી સ્ટ્રીમ કી કૉપિ કરો અને તેને તમારા એન્કોડરના સ્ટ્રીમ સેટિંગમાં જ્યાં સ્ટ્રીમ કી બતાવે ત્યાં પેસ્ટ કરો.
  3. તમારા એન્કોડરનું સેટઅપ કરો અને તમારા એન્કોડર વડે સ્ટ્રીમ શરૂ કરો. તમારા સ્ટ્રીમ માટે હવે એક જોવાનું પેજ બનાવાયું છે અને તમે હવે YouTube પર લાઇવ છો. નોટિફિકેશન મોકલાશે અને તમારું સ્ટ્રીમ સબ્સ્ક્રાઇબર ફીડમાં દેખાશે.
  4. સ્ટ્રીમ સમાપ્ત કરવા માટે, તમારા એન્કોડરમાંથી કન્ટેન્ટ મોકલવાનું અટકાવો. 12 કલાકથી ઓછા સમયના બધા સ્ટ્રીમને ઑટોમૅટિક રીતે આર્કાઇવ કરવામાં આવશે. તમારા YouTube Studio ડૅશબોર્ડના લાઇવ ટૅબમાં તમને અગાઉના, હાલના અને આવનારા સ્ટ્રીમ દેખાશે. વધુ જાણો.

લાઇવ સ્ટ્રીમ શેડ્યૂલ કરો

સ્ટ્રીમ શેડ્યૂલ કરવાથી તમે તમારા સ્ટ્રીમનો પ્રચાર કરી શકો છો. દર્શકોને આવનારા સ્ટ્રીમ વિશે રિમાઇન્ડર મળી શકે, તમે સોશિયલ મીડિયા પર URL શેર કરી શકો અને અન્ય બાબતો થઈ શકે.

સ્ટ્રીમ શેડ્યૂલ કરો

  1. YouTube Studio પર જાઓ.
  2. ઉપર જમણી બાજુએથી, બનાવો અને પછી લાઇવ જાઓ પર ક્લિક કરો, જેથી લાઇવ નિયંત્રણ રૂમ ખુલી શકે.
  3. મેનેજ કરો ટૅબ પર ક્લિક કરો.
  4. સ્ટ્રીમ શેડ્યૂલ કરો પર ક્લિક કરો.
  5. તમે અગાઉના સ્ટ્રીમમાંથી સેટિંગ ફરીથી ઉપયોગમાં લઈ શકો અને સેટિંગ ફરીથી ઉપયોગમાં લો પર ક્લિક કરો અથવા તમે નવું સ્ટ્રીમ બનાવી શકો જે માટે ક્લિક કરો નવું બનાવો.
    • YouTubeના 13-17 વર્ષની ઉંમરના વપરાશકર્તાઓ માટે, તમારા ડિફૉલ્ટ પ્રાઇવસી સેટિંગને ખાનગી પર સેટ કરેલા હોય છે. જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોય, તો તમારા ડિફૉલ્ટ પ્રાઇવસી સેટિંગ સાર્વજનિક પર સેટ કરેલા હોય છે. તમામ સ્ટ્રીમર તેમના લાઇવ સ્ટ્રીમને સાર્વજનિક, ખાનગી અથવા ફક્ત લિંક સાથે દેખાવા પર સેટ કરવા માટે આ સેટિંગમાં ફેરફાર કરી શકે છે.
  6. તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો, તો તમે તમારા લાઇવ સ્ટ્રીમમાંથી કમાણી કરી શકો છો. વધુ જાણો.

ટિપ: તમારા ઑડિયન્સને તમારા આવનારા લાઇવ સ્ટ્રીમ બાબતે ઉત્સાહ રહે તે માટે તેમને ટ્રેલર બતાવો. વધુ જાણો.

તમારું સ્ટ્રીમ શરૂ કરવાનો સમય હોય ત્યારે...

તમારા સ્ટ્રીમને તમારા એન્કોડર સાથે કનેક્ટ કરો અને પછી લાઇવ જાઓ.

  1. તમારા એન્કોડર સ્ટ્રીમ સેટિંગમાં તમને YouTube પર સ્ટ્રીમ કરવાનો વિકલ્પ દેખાય તો તે પસંદ કરો. નહિતર, YouTubeમાંથી સ્ટ્રીમનું URL કૉપિ કરો અને તેને તમારા એન્કોડરના સ્ટ્રીમ સેટિંગ સર્વરમાં પેસ્ટ કરો. તે RTMP સર્વર હોઈ શકે.
  2. YouTubeમાંથી સ્ટ્રીમ કી કૉપિ કરો અને તેને તમારા એન્કોડરના સ્ટ્રીમ સેટિંગમાં જ્યાં સ્ટ્રીમ કી બતાવે ત્યાં પેસ્ટ કરો.
  3. તમારા એન્કોડરનું સેટઅપ કરો અને સ્ટ્રીમ શરૂ કરો.
  4. લાઇવ નિયંત્રણ રૂમમાં સ્ટ્રીમ પ્રીવ્યૂ દેખાય તેની રાહ જુઓ અને ત્યાર બાદ લાઇવ જાઓ પર ક્લિક કરો.
  5. સ્ટ્રીમ સમાપ્ત કરવા, સ્ટ્રીમ સમાપ્ત કરો પર ક્લિક કરો અને તમારા એન્કોડરમાંથી કન્ટેન્ટ મોકવાનું અટકાવો. 12 કલાકથી ઓછા સમયના બધા સ્ટ્રીમને ઑટોમૅટિક રીતે આર્કાઇવ કરવામાં આવશે. તમારા YouTube Studio ડૅશબોર્ડના લાઇવ ટૅબમાં તમે અગાઉના, હાલના અને આવનારા સ્ટ્રીમ ઍક્સેસ કરી શકો છો. વધુ જાણો

લાઇવ કન્ટ્રોલ પૅનલનો ઉપયોગ કરવો

જ્યારે તમે લાઇવ સ્ટ્રીમ કરો, ત્યારે તમારા સ્ટ્રીમ માટે જરૂર હોય તે ડિસ્પ્લે વિસ્તારને નાનો કરવા માટે, લાઇવ નિયંત્રણ રૂમનાં નાના વર્ઝન (લાઇવ કન્ટ્રોલ પૅનલ)નો ઉપયોગ કરી શકો છો. લાઇવ કન્ટ્રોલ પૅનલ તમને થોડા નાના ડિસ્પ્લે વિસ્તારમાં લાઇવ નિયંત્રણ રૂમમાંથી મહત્ત્વપૂર્ણ માહિતી બતાવે છે, જેમ કે વ્યૂ અને ચૅટની આવક.

લાઇવ કન્ટ્રોલ પૅનલ ચાલુ કરવા માટે:

  1. લાઇવ નિયંત્રણ રૂમમાં, સ્ટ્રીમના ડૅશબોર્ડ પર જાઓ.
  2. નીચે ડાબી બાજુના ખૂણામાં, ડૅશબોર્ડ પૉપ આઉટ કરો Pop out પર ક્લિક કરો.

લાઇવ કન્ટ્રોલ પૅનલ બંધ કરવા માટે, વિન્ડોથી બહાર નીકળો.

નોંધ: તમે એન્કોડર અથવા વેબકૅમનો ઉપયોગ કરીને લાઇવ સ્ટ્રીમ કરતા હો ત્યારે જ લાઇવ કન્ટ્રોલ પૅનલ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13434005846970104796
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false