કૉપિરાઇટનો પ્રતિવાદ સબમિટ કરવો

જો તમારું કન્ટેન્ટ કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીને કારણે કાઢી નાખવામાં આવ્યું હોય તો અને તમને લાગતું હોય કે આ કોઈ ભૂલ અથવા ખોટી ઓળખને કારણે થયું છે, તો તમે પ્રતિવાદ સબમિટ કરી શકો છો. YouTube માટે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીને કારણે કાઢી નાખવામાં આવેલા કન્ટેન્ટને ફરી ચાલુ કરવાની આ કાનૂની વિનંતી છે.

ધ્યાન રહે કે:

  • જો તમારું કન્ટેન્ટ ભૂલ અથવા ખોટી ઓળખને કારણે કાઢી નાખવામાં આવ્યું હોય તો જ પ્રતિવાદ સબમિટ કરો. આમાં ઉચિત ઉપયોગ અથવા ઉચિત વ્યવહારના કેસ જેવા કૉપિરાઇટના અપવાદોનો સમાવેશ થાય છે.
  • જો તમારું કન્ટેન્ટ ઉપરોક્ત માપદંડોમાં બંધબેસતું ન હોય તો તમે કૉપિરાઇટ સ્ટ્રાઇક સમાપ્ત થવા માટે 90 દિવસ રાહ જોઈ શકો છો. તમે દાવો પાછો ખેંચવાની વિનંતી કરવા માટે દાવેદાર સાથે સંપર્કમાં રહેવાનો પણ પ્રયાસ કરી શકો છો.
ખોટી માહિતી સબમિટ કરશો નહીં. કપટપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવા, વગેરે અમારી પ્રક્રિયાઓનો દુરુપયોગ તમારા એકાઉન્ટની સમાપ્તિ અથવા અન્ય કાનૂની પરિણામોમાં પરિણમી શકે છે.

કન્ટેન્ટનું મૂલ્યાંકન કરવું

કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીને કારણે કાઢી નાખવામાં આવેલા કન્ટેન્ટને રિવ્યૂ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજૂના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. ફિલ્ટર બાર અને પછીકૉપિરાઇટ પર ક્લિક કરો.
  4. વિવાદાસ્પદ વીડિયો શોધો.
  5. પ્રતિબંધો કૉલમમાં, માઉસને કૉપિરાઇટ પર લઈ જાઓ.
    • જો માઉસને ટેક્સ્ટ પર લઈ જતા કૉપિરાઇટ – દૂર કરવું લખેલું આવે તો તેનો અર્થ એ છે કે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી જેને "કૉપિરાઇટ દૂર કરવા માટેની વિનંતી" તરીકે પણ ઓળખવામાં આવે છે તેનાથી વીડિયો પ્રભાવિત થયો છે.
  6. વિગતો જુઓ પર ક્લિક કરો.
  7. વીડિયો કૉપિરાઇટ વિગતોના પેજને રિવ્યૂ કરો, જે કાઢી નાખવાની વિનંતીમાં ઓળખાયેલા કન્ટેન્ટ પર વધુ માહિતી દર્શાવે છે.
    • જો અન્ય વીડિયો કાઢી નાખવામાં આવ્યા હોય અને તે સમાન કૉપિરાઇટ સ્ટ્રાઇકના હોય, તો ખાતરી કરો કે તમારે અન્ય વીડિયો માટે પણ વીડિયો કૉપિરાઇટ વિગતો પેજને રિવ્યૂ કરવાનું છે. જો તમને લાગે કે વધારે વીડિયો ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યા છે, તો તમે બધા વીડિયો માટે એક પ્રતિવાદ સબમિટ કરી શકો છો.
  8. પ્રતિવાદ સબમિટ કરતા પહેલા નીચેની બાબતોનો વિચાર કરો: 
  • માલિકી: શું આ કન્ટેન્ટ તમારું પોતાનું ઑરિજિનલ કન્ટેન્ટ છે અને શું તમારી પાસે તેના બધા અધિકારોની માલિકી છે?
  • પુરાવા: જો તમે કોઈ બીજાના કૉપિરાઇટ કરેલા કાર્યનો ઉપયોગ કર્યો હોય, તો શું તમારી પાસે તે કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટે લાઇસન્સ અથવા પરવાનગી છે?
  • કૉપિરાઇટ અપવાદ: શું તમારો ઉપયોગ ઉચિત ઉપયોગ અથવા સમાન કૉપિરાઇટ અપવાદ દ્વારા સુરક્ષિત છે?
  • સાર્વજનિક ડોમેન: આ કન્ટેન્ટ સાર્વજનિક ડોમેનમાં છે?

જો ઉપરોક્તમાંથી કોઈપણ તમારા કન્ટેન્ટ પર લાગુ પડતું ન હોય, તો તમે કૉપિરાઇટ સ્ટ્રાઇક સમાપ્ત થવા માટે 90 દિવસ રાહ જોઈ શકો છો. તમે દાવો પાછો ખેંચવાની વિનંતી કરવા માટે દાવેદાર સાથે સંપર્કમાં રહેવાનો પણ પ્રયાસ કરી શકો છો.

પ્રતિવાદ સબમિટ કરો

પ્રતિવાદ વિવાદાસ્પદ કન્ટેન્ટના મૂળ અપલોડકર્તા દ્વારા સબમિટ થાય તે જરૂરી છે. મૂળ અપલોડકર્તાએ પ્રતિવાદમાંની માહિતી દાવેદાર સાથે શેર કરવાની સંમતિ આપવી જરૂરી છે. જો વ્યક્તિગત માહિતી જાહેર કરવા વિશે ચિંતા હોય તો અધિકૃત પ્રતિનિધિ (જેમ કે વકીલ) અપલોડકર્તા વતી ઇમેઇલ, ફૅક્સ અથવા ટપાલ દ્વારા સબમિટ કરી શકે છે.

YouTube Studioમાં પ્રતિવાદ સબમિટ કરો:

  1. YouTube Studioમાં કાઢી નાખેલો વીડિયો શોધવા માટે ઉપરોક્ત પગલાં અનુસરો.
  2. આ વીડિયોમાં ઓળખાયેલું કન્ટેન્ટ વિભાગ હેઠળ, ક્રિયાઓ પસંદ કરો અને પછી પ્રતિવાદ સબમિટ કરો પર ક્લિક કરો.
  3. પ્રતિવાદની આવશ્યકતાઓ વાંચો અને કન્ફર્મ કરવા માટે બૉક્સને ચેક કરો અને પછી ચાલુ રાખો.
  4. તમારી સંપર્ક માહિતી દાખલ કરો અને પછી ચાલુ રાખો.
    • ખાતરી કરો કે તમે તમારું સંપૂર્ણ ભૌતિક સરનામું અને પૂરું કાનૂની નામ (સામાન્ય રીતે નામ અને અટક) શામેલ કરો છો. કંપની કે ચૅનલનું નામ દાખલ કરશો નહીં.
  5. તમારી દલીલ દાખલ કરો. સ્પષ્ટ અને સંક્ષિપ્તમાં સમજાવો કે શા માટે તમે માનો છો કે તમારા કન્ટેન્ટને દૂર કરવું એ ભૂલ અથવા ખોટી ઓળખમાં આવે છે.
  6. નીચેના વિધાનોનો રિવ્યૂ કરો અને સંમત થવા માટે બૉક્સને ચેક કરો.
  7. તમારી સહી તરીકે તમારું પૂરું કાનૂની નામ દાખલ કરો અને પછી ચાલુ રાખો.
  8. (વૈકલ્પિક) જો અન્ય વીડિયોને આવી જ કાઢી નાખવાની વિનંતીને પગલે દૂર કરવામાં આવ્યા હતા અને તમે એમ પણ માનતા હો કે તે ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યા હતા, તો તમે તે વીડિયો પસંદ કરીને તે બધાને પ્રતિવાદમાં શામેલ કરી શકો છો.
  9. સબમિટ કરો પર ક્લિક કરો.
તમે ઇમેઇલ, ફૅક્સ અથવા ટપાલ દ્વારા પણ પ્રતિવાદ સબમિટ કરી શકો છો.
 

તમે પ્રતિવાદ સબમિટ કર્યા પછી શું થાય છે

પ્રતિવાદ સબમિટ કર્યા પછી, જો તે બધી આવશ્યકતાઓને પૂર્ણ કરે છે, તો તે દાવેદારને ફૉરવર્ડ કરવામાં આવે છે, જેમાં તમે કેમ માનો છો કે કન્ટેન્ટને ખોટી રીતે ઓળખવામાં આવી હતી અથવા કાઢી નાખવામાં આવી હતી તેની સ્પષ્ટ સમજૂતી પણ આપવામાં આવી હોય. બધી આવશ્યકતાઓને પૂર્ણ ન કરતા પ્રતિવાદને નકારવામાં આવી શકે છે.

પ્રતિવાદનો પ્રતિસાદ આપવા માટે, કૉપિરાઇટ કાયદા દ્વારા આવશ્યકતા મુજબ, દાવેદાર પાસે 10 યુએસ કામકાજી દિવસો છે. તેઓએ તમારા કન્ટેન્ટને YouTube પર ફરી ચાલુ કરવાથી રોકવા માટે લેવામાં આવેલા કાયદેસર પગલાંનો પુરાવા સાથે જવાબ આપવો આવશ્યક છે.

જો દાવેદાર આ 10-દિવસના સમયગાળાની અંદર આવું ન કરે, તો YouTube પર તમારા કન્ટેન્ટને ફરી ચાલુ કરવામાં આવે છે (સિવાય કે તમે તેને ડિલીટ કર્યું હોય) અને સંબંધિત કૉપિરાઇટ સ્ટ્રાઇક તમારી ચૅનલમાંથી દૂર કરવામાં આવે છે.

સામાન્ય પ્રશ્નો

મેં સબમિટ કરેલ પ્રતિવાદનું સ્ટેટસ હું કેવી રીતે તપાસી શકું?

તમે સબમિટ કરેલ પ્રતિવાદનું સ્ટેટસ તપાસવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજૂના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. ફિલ્ટર બાર અને પછી કૉપિરાઇટ પર ક્લિક કરો.
  4. વિવાદાસ્પદ વીડિયો શોધો.
  5. પ્રતિબંધો કૉલમમાં, માઉસને કૉપિરાઇટ પર લઈ જાઓ.
  6. વિગતો જુઓ પર ક્લિક કરો.
  7. પ્રતિવાદનું સ્ટેટસ જાણવા માટે આ વીડિયો વિભાગમાં ઓળખાયેલ કન્ટેન્ટ જુઓ.
શું હું સબમિટ કરેલ પ્રતિવાદ રદ કરી શકું?
જો તમે પ્રતિવાદને રદ કરવા માગતા હો, તોદાવેદારે હજુ પ્રતિવાદનો જવાબ ન આપ્યો હોય ત્યાં સુધી તમે તેમ કરી શકો છો.
તેને રદ કરવા માટે, YouTube ના કન્ફર્મેશન ઇમેઇલનો સીધો જવાબ આપો (પ્રતિવાદની પુષ્ટિનો ઇમેઇલ મળ્યો હતો). તમારા જવાબમાં, જણાવો કે તમે તમારો પ્રતિવાદ પાછી ખેંચી લેવા માંગો છો. તમે આ માહિતી સાથે copyright@youtube.com પર ઇમેઇલ પણ કરી શકો છો.
વીડિયો સિવાયના કન્ટેન્ટ માટે હું પ્રતિવાદ કેવી રીતે સબમિટ કરી શકું?

વીડિયો સિવાયના કન્ટેન્ટ માટે પ્રતિવાદ, જેમ કે કૉમેન્ટ અથવા ચૅનલ બૅનરની છબીઓ, ઇમેઇલ, ફેક્સ અથવા પોસ્ટલ મેઇલ દ્વારા સબમિટ કરવી આવશ્યક છે.

નોંધ: ચૅનલ પ્રોફાઇલ ફોટા Google પર હોસ્ટ કરવામાં આવતા હોવાથી ચૅનલ પ્રોફાઇલ ફોટા સંબંધિત પ્રતિવાદને Googleના વેબફોર્મ દ્વારા સબમિટ કરવા આવશ્યક છે.

જો મારું એકાઉન્ટ કૉપિરાઇટ ઉલ્લંઘન બદલ બંધ કરવામાં આવ્યું હોય તો શું હું પ્રતિવાદ સબમિટ કરી શકું?
જો તમારું એકાઉન્ટ કૉપિરાઇટ ઉલ્લંઘનને કારણે સમાપ્ત કરવામાં આવ્યું હોય તો તમે YouTube Studioમાં પ્રતિવાદ સબમિટ કરી શકશો નહીં. આમ છતાં તમે ઇમેઇલ, ફૅક્સ અથવા પોસ્ટલ મેઇલ દ્વારા પ્રતિવાદ સબમિટ કરી શકો છો.

વધુ માહિતી

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
18192044052668492452
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false