માતાપિતા માટેના સંસાધનો

અમે સમજીએ છીએ કે માતાપિતા અને વાલીઓને ક્યારેક બાળકોના વર્તન અંગેના ઓનલાઇન પ્રશ્નો હોય છે. અમે YouTube પર તમારા કુટુંબના અનુભવને સંચાલિત કરવામાં તમારી મદદ કરવા માટે કેટલાક સાધનો અને સંસાધનોને એકસાથે મૂક્યા છે.

YouTubeનો ઉપયોગ કરવા માટે મારા બાળકની ઉંમર કેટલી હોવી જરૂરી છે?

YouTubeમાં સાઇન ઇન કરવા માટે, તમારી પાસે ન્યૂનતમ ઉંમર સંબંધિત આવશ્યકતાને પૂર્ણ કરતું એક Google એકાઉન્ટ હોવું આવશ્યક છે.  જો વીડિયો અયોગ્ય કન્ટેન્ટ માટે ચિહ્નિત થાય છે અને અમને જાણ થાય કે અપલોડકર્તાએ એકાઉન્ટ બનાવવાની પ્રક્રિયા દરમિયાન તેમની ઉંમર ખોટી દર્શાવી છે, તો અમે તેમનું એકાઉન્ટ બંધ કરીશું.

ટિપ અને સલાહ

અમે અમારા તમામ સભ્યોને અમારા સમુદાયના દિશાનિર્દેશોનું રિવ્યૂ કરવા કહીએ છીએ, કારણ કે તેઓ YouTube પર કયું કન્ટેન્ટ અને વર્તન સ્વીકાર્ય છે તે જણાવે છે.

Google અને કૉમન સેન્સ મીડિયા તરફથી કુટુંબો માટે ઑનલાઇન સુરક્ષા સંબંધિત સુઝાવ:

  • જ્યારે તમે તમારૂં પોતા્નું પ્લેલિસ્ટ બનાવતા હો તે વખતે, તમારા કિશોરો તેમના મનપસંદ વીડિયોનું પ્લેલિસ્ટ બનાવશે. તો પછી નીચે બેસીને તેમની સાથે મળીને જુઓ. તમે તમારા કિશોરો શું જોઈ રહ્યાં છે તે જોઈ શકો છો અને તેઓ તમારા વિશે એક અથવા બે વસ્તુ જાણી શકે છે.
  • તમારા મનપસંદ શોમાંથી ક્લિપની એક પ્લેલિસ્ટને સંકલિત કરીને તમારા બાળપણના તમારા ટીવી-જોવાના અનુભવમાંથી તમારા કિશોરોને પસાર કરાવો.
  • YouTube જોવાને એક રમત બનાવો : કોઈ ચોક્કસ જગ્યાએ કેવા પ્રકારના વીડિયો લોકપ્રિય છે તેનું અનુમાન લગાવો અને પછી માત્ર તે લોકેશન પર જ વીડિયો જોવા માટે વિગતવાર શોધનો ઉપયોગ કરો. આ તમારે તમારા કિશોરો સાથે સાંસ્કૃતિક ધારણાઓ, રુચિઓ, સમાનતાઓ અને તફાવતો વિશે વાતચીત કરવાની એક સરસ રીત છે.
  • YouTube પર તમારા કિશોર કોની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેનું ધ્યાન રાખો.

ટૂલ

  • અનુચિત કન્ટેન્ટ: જો તમે એવો વીડિયો જુઓ કે જે તમને અનુચિત લાગે છે અથવા જે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરી શકે છે, તો તે વીડિયોના અયોગ્ય કન્ટેન્ટની જાણ કરો. આ સંભવિત અનુચિત કન્ટેન્ટને અમારા ધ્યાનમાં લાવવા માટેની આ સૌથી ઝડપી રીત છે. YouTube ની પૉલિસીના નિષ્ણાત લોકો દિવસના 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ ચિહ્નિત વીડિયોના અયોગ્ય કન્ટેન્ટનું રિવ્યૂ કરે છે.
  • પ્રાઇવસી: જો તમને લાગે કે તમારા બાળકની પ્રાઇવસીનું ઉલ્લંઘન થયું છે (દા.ત. સંમતિ વિના ચિત્ર અથવા વ્યક્તિગત માહિતીનો ઉપયોગ), તો કૃપા કરીને અમારી પ્રાઇવસી ગાઇડલાઇનની મુલાકાત લો, જ્યાં તમે અમારી પ્રાઇવસી પૉલિસી અને પ્રાઇવસીને લગતી ફરિયાદ કેવી રીતે ફાઇલ કરવી તે વિશે વધુ જાણી શકો છો. 
  • ઉત્પીડન અને સાઇબર ધમકીઓ:
    • જો YouTube પર તમારા કિશોરનું કોઈ વ્યક્તિ દ્વારા ઉત્પીડન કરવામાં આવી રહ્યું હોય, તો તેમને વપરાશકર્તાને બ્લૉક કરવાનો નિર્દેશ આપો. આ અનિચ્છનીય વપરાશકર્તાથી વધુ સંચારને અટકાવવામાં સહાય કરશે.
    • જો ઉત્પીડન ચાલુ રહે, તો કૃપા કરીને ઉત્પીડન રોકથામ માહિતી માટે અમારા સુરક્ષા કેન્દ્રમાં ઉત્પીડન લેખનું રિવ્યૂ કરો.
    • જો તમે અથવા તમારા કિશોર વીડિયો, ચૅનલ/પ્રોફાઇલ અથવા કૉમેન્ટમાં ઉત્પીડનની રિપોર્ટ કરવા માંગતા હો, તો તમે અહીં આપેલી સૂચનાઓને અનુસરીને ચૅનલને રિપોર્ટ કરી શકો છો.
  • પ્રતિબંધિત મોડ: આ સેટિંગને ચાલુ કરવાથી તમે સ્પષ્ટ કરી શકો છો કે તમે YouTube પર સંભવિત વાંધાજનક કન્ટેન્ટ જોવા નથી માંગતા. પ્રતિબંધિત મોડ વિશે વધુ જાણો.
  • ચૅનલની કૉમેન્ટને મૉડરેટ કરો: એવા ટૂલ ઉપલબ્ધ છે જે તમારા બાળકને તેમની ચૅનલ પર પોસ્ટ કરેલી કૉમેન્ટને કાઢી નાખવા અથવા તે તમારી ચૅનલ પર દેખાય તે પહેલાં તેને મૉડરેટ કરવાની મંજૂરી આપે છે. વધુ જાણવા માટે ચૅનલની કૉમેન્ટને મૉડરેટ કરવા વિશેનો અમારો લેખ વાંચો.
  • તમારા કિશોરની ચૅનલની મુલાકાત લો: તમારા કિશોર તેમની ચૅનલ પર શું પોસ્ટ કરે છે તેના પર એક નજર નાખો. તેમનું મનપસંદ શું છે અને તેમણે કઈ YouTube ચૅનલ પર સબ્સ્ક્રાઇબ કર્યું છે તે જુઓ. તેમનું મનપસંદ અને સબ્સ્ક્રિપ્શન તમને તેઓ સાઇટ પર શું જોઈ રહ્યાં છે તેના વિશે સંકેત આપી શકે છે.
  • પ્રાઇવસી અને સલામતી સેટિંગ: YouTube પાસે વપરાશકર્તાઓને સાઇટ પર તેમના અનુભવને મેનેજ કરવામાં સહાય કરવા માટે ટૂલ અને સેટિંગની શ્રેણી છે. તમારા કિશોર માટે ઉપલબ્ધ સંસાધનો વિશે વધુ જાણવા માટે કૃપા કરીને અમારા પ્રાઇવસી અને સલામતી સેટિંગ પેજની મુલાકાત લો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16902689965275707823
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false