વય-મર્યાદાવાળું કન્ટેન્ટ

કેટલીક વખત કન્ટેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું નથી, પરંતુ તે YouTubeની સેવાની શરતો સાથે સુસંગત ન હોય અથવા તો 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય ન હોય એવું બની શકે છે. આ કેસમાં, અમે વીડિયો પર ઉંમર પ્રતિબંધ મૂકી શકીએ છીએ. આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કસ્ટમ થંબનેલ, લાઇવ સ્ટ્રીમ અને YouTubeની બીજી કોઈ પણ પ્રોડક્ટ કે સુવિધાને લાગુ પડે છે.

ઉંમર પ્રતિબંધ વિશે વધુ જાણો

અમે જે કન્ટેન્ટને ઉંમર પ્રતિબંધ માનીએ છીએ, નીચે તેના વિશે વધુ માહિતી છે. જો તમારા કન્ટેન્ટમાં નીચેની થીમમાંથી એક કે વધુ શામેલ છે, તો અમે તેને ઉંમર પ્રતિબંધ કરી શકીએ છીએ. અમે નીચે એવા કન્ટેન્ટનાં ઉદાહરણ આપ્યા છે કે જે ઉંમર પ્રતિબંધ હોઈ શકે છે. આ થીમ સમજાવતા ઉદાહરણો જોવા માટે પૉલિસીના વિભાગો પર ક્લિક કરો. ધ્યાનમાં રાખો કે આ સંપૂર્ણ સૂચિ નથી.

બાળ સુરક્ષા

  • વીડિયો જેમાં પુખ્ત વયના લોકો એવી જોખમી પ્રવૃત્તિઓમાં સહભાગી થાય છે કે જેની સગીરો સરળતાથી નકલ કરી શકે, જેમ કે વિસ્ફોટક સામગ્રીઓ હૅન્ડલ કરવી કે શારીરિક ઈજા પહોંચાડે તેવી ચૅલેન્જ
  • વીડિયો પુખ્ત વયની ઑડિયન્સ માટે બનાવેલો હોય પરંતુ તે ફૅમિલી કન્ટેન્ટ સાથે સરળતાથી ગૂંચવણ પેદા કરી શકે.
નોંધ: તમારા "બાળકો માટે યોગ્ય" સેટિંગ તમારા વીડિયો પર ઉંમર પ્રતિબંધોને અસર કરશે નહીં.

નિયંત્રિત નશીલા પદાર્થો અને ડ્ર્ગના સેવન સહિતની નુકસાનકારક અથવા જોખમી પ્રવૃત્તિઓ

  • નકલી નુકસાનકારક મજાકોનો એવો વીડિયો કે જે એટલો વાસ્તવિક લાગતો હોય કે દર્શકો તેમાં કોઈ તફાવત જણાવી ન શકે.
  • ગાંજો વેચતી દુકાનનો પ્રચાર કરતો વીડિયો

નગ્નતા અને જાતીય રીતે સૂચક કન્ટેન્ટ

  • જાતીય પ્રવૃત્તિને આમંત્રિત કરનારો વીડિયો, જેમ કે, ઉત્તેજક નૃત્ય કે સ્પર્શ
  • એવો વીડિયો કે જેમાં પાત્ર એવી સ્થિતિમાં હોય કે જેમાં દર્શકોને જાતીય રીતે ઉત્તેજીત કરવાનો ઈરાદો હોય.
  • એવો વીડિયો કે જેમાં પાત્ર એવા કપડામાં હોય કે જેને સાર્વજનિક સંદર્ભોમાં અસ્વીકાર્ય માનવામાં આવતા હોય, જેમ કે આંતરવસ્ત્રો

હિંસા દર્શાવતું અથવા ગ્રાફિક કન્ટેન્ટ

  • મોટા માર્ગ અકસ્માતમાં બચી ગયેલા લોકોનાં સંદર્ભમાં ઈજાઓ બતાવતો વીડિયો
  • હિંસા અથવા લોહિયાળ દૃશ્યો પર ફોકસ કરતો વીડિયો, જેમ કે ફિલ્મ કે વીડિયો ગેમના માત્ર સૌથી વધુ હિંસક ગ્રાફિકવાળા ભાગ પર ફોકસ કરવું

અભદ્ર ભાષા

  • શીર્ષક, થંબનેલ અથવા જોડાયેલા મેટાડેટામાં ખૂબ વધુ પ્રમાણમાં અપશબ્દોવાળો વીડિયો
  • અપશબ્દો વાપરવા પર ફોકસ કરતો વીડિયો, જેમ કે સંદર્ભ આપ્યા વિના સંકલન અથવા ક્લિપ લેવી

જો કન્ટેન્ટ ઉંમર પ્રતિબંધવાળું હોય, તો શું થાય છે?

ઉંમર પ્રતિબંધવાળા વીડિયોને 18 વર્ષ કરતાં નાની ઉંમરના વપરાશકર્તાઓ જોઈ શકતા નથી અથવા તેને સાઇન આઉટ કરવામાં આવે છે. ઉંમર પ્રતિબંધવાળા વીડિયોને મોટા ભાગની ત્રીજા પક્ષની વેબસાઇટ પર જોઈ શકતા નથી. જે દર્શકો શામેલ કરેલું પ્લેયર જેવી બીજી વેબસાઇટ પર ઉંમર પ્રતિબંધવાળા વીડિયો પર ક્લિક કરે છે, તેઓને YouTube કે YouTube Music પર રીડાયરેક્ટ કરવામાં આવશે. ત્યાં પહોંચી ગયા પછી, જો તેઓએ સાઇન ઇન કર્યું હોય અને તેમની ઉંમર 18 વર્ષ કરતાં વધુ હોય તો જ કન્ટેન્ટ જોઈ શકે છે. આ પ્રક્રિયા એ ખાતરી કરવામાં સહાય કરે છે કે કન્ટેન્ટને ભલે ક્યાંય પણ શોધવામાં આવ્યું હોય, જો વીડિયોને YouTube દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હોય, તો તેને માત્ર યોગ્ય ઑડિયન્સ જ જોઈ શકે છે.

જો તમને લાગતું હોય કે અમે ભૂલ કરી છે, તો તમે ઉંમર પ્રતિબંધ સામે અપીલ કરી શકો છો.

કમાણી કરવાની પ્રક્રિયા અને ઉંમર પ્રતિબંધો

જો તમારી ચૅનલ જાહેરાતો માટે લાયક હોય, તો ખાતરી કરો કે તમે અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા રિવ્યૂ કરો છો. ઉંમર પ્રતિબંધવાળા વીડિયો કમાણી કરવા માટે જાહેરાતોને વાપરી શકે છે. કેટલાક જાહેરાતકર્તાઓ ફૅમિલીને અનુરૂપ કન્ટેન્ટ કે ઉપરોક્ત નોંધેલી થીમ વિનાના કન્ટેન્ટ પર જાહેરાત આપવાનું પસંદ કરે છે. આ કેસમાં, તમારા વીડિયોને મર્યાદિત જાહેરાત મળે અથવા કોઈ જાહેરાત ન મળે તેમ બની શકે છે.

કેટલીક વખત કન્ટેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું નથી, પરંતુ તે YouTubeની સેવાની શરતો સાથે સુસંગત ન હોય અથવા તો 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય ન હોય એવું બની શકે છે.

તમારું કન્ટેન્ટ ઉંમર પ્રતિબંધવાળું છે કે નહીં તે ચેક કરવું

તમે YouTube Studio પર જઈને અને ‘ઉંમર પ્રતિબંધ’ ફિલ્ટર વાપરીને અથવા તમારા વીડિયોના પેજ પર પ્રતિબંધો કૉલમમાં “ઉંમર પ્રતિબંધ” શોધીને, ચેક કરી શકો છો કે તમારું કન્ટેન્ટ ઉંમર પ્રતિબંધવાળું છે કે નહીં. અમારી સિસ્ટમ સતત અપડેટ કરવામાં આવે છે અને જો અમારા રેટિંગ સાથે કોઈ વિસંગતતા અમારા ધ્યાને આવે, તો તે બદલાઈ શકે તેવી સંભાવના છે.

જે દર્શકો 18 વર્ષ કરતાં વધુ ઉંમરના છે અને સાઇન ઇન કર્યું છે, તેઓ વર્ણનની નીચે જોઈને જણાવી શકે છે કે વીડિયો ઉંમર પ્રતિબંધવાળો છે કે નહીં. ઉંમર પ્રતિબંધવાળા વીડિયો જોવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3749956493496365842
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false