ઢોંગ સંબંધિત પૉલિસી

અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.

કોઈ વ્યક્તિ કે ચૅનલ હોવાનો ઢોંગ કરવાનો હેતુ ધરાવતા કન્ટેન્ટને YouTube મંજૂરી આપવામાં આવતી નથી. YouTube ટ્રેડમાર્ક ધારકના અધિકારોની સુરક્ષા પણ કરે છે. જ્યારે કોઈ ચૅનલ અથવા ચૅનલમાં ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ જાહેરાત કરવામાં આવેલા માલસામાન અને સેવાઓના સ્રોત વિશે ભ્રમિત કરતું હોય, ત્યારે તેની મંજૂરી આપવામાં આવતી નથી.

જો તમે આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ જુઓ, તો તેની જાણ કરો.

  • જો તમને એવું લાગે કે તમારી અથવા બીજા નિર્માતાની ચૅનલ હોવા તરીકે ઢોંગ કરવામાં આવી રહ્યો છે, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

આ પૉલિસીઓનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

નીચે જણાવેલા કોઈપણ વર્ણન સાથે જો તે કન્ટેન્ટ બંધબેસતું હોય, તો તેને YouTube પર પોસ્ટ કરશો નહીં. 

  • ચૅનલનો ઢોંગ: ચૅનલ કે જે કોઈ બીજી ચૅનલની પ્રોફાઇલ, બૅકગ્રાઉન્ડ અથવા એકંદર દેખાવની કૉપિ કરતી હોય અને કોઈ અન્યની ચૅનલ જેવી દેખાતી હોવાનું જણાય. અન્યની ચૅનલની કૉપિ કરવાનો સ્પષ્ટ ઈરાદો રાખતી હોય ત્યાં ચૅનલ 100% સમાનતા ધરાવતી હોય તે જરૂરી નથી.
  • વ્યક્તિનો ઢોંગ: એવું દેખાડવાનો હેતુ હોય કે કન્ટેન્ટને અન્ય કોઈ પોસ્ટ કરી રહ્યું છે.

જો તમે કોઈ ફૅન ચૅનલ ચલાવો છો, તો તમે તે તમારી ચૅનલના નામ અથવા હૅન્ડલમાં સ્પષ્ટ રીતે જણાવતા હોવાની ખાતરી કરો. તમારા દર્શકોને સ્પષ્ટ થવું જોઈએ કે તમારી ચૅનલ, જેના ગુણગાન કરી રહી છે તે ઑરિજિનલ નિર્માતા, કલાકાર કે એકમનું પ્રતિનિધિત્વ કરતી નથી.

ઉદાહરણો

અહીં એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો છે કે જેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.

  • અન્ય ચૅનલને સમાન ઓળખકર્તા (ચૅનલનું નામ અથવા હૅન્ડલ) અને છબી ધરાવતી ચૅનલ, જેમાં નામમાં વચ્ચે એક ખાલી જગ્યા છોડવા કે અક્ષર Oને બદલે શૂન્ય લખવા જેટલો જ તફાવત હોય.
  • કોઈ ચોક્કસ વ્યક્તિના વાસ્તવિક નામ, વપરાશકર્તા નામ, છબી, બ્રાંડ, લોગો અથવા અન્ય વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીને લોકોને ભ્રમિત કરવા કે તમે તે જ વ્યક્તિ છો. 
  • કોઈ વ્યક્તિને સમાન ઓળખકર્તા (ચૅનલનું નામ અથવા હૅન્ડલ) અને ફોટાનો ઉપયોગ કરીને ચૅનલનું સેટઅપ કરવું અને પછી તે વ્યક્તિ ચૅનલ પર કન્ટેન્ટ પોસ્ટ કરી રહી હોવાનો દેખાવ કરવો.
  • વ્યક્તિના નામ અને ફોટાનો ઉપયોગ કરીને ચૅનલનું સેટઅપ કરવું અને પછી એ જ વ્યક્તિ પોસ્ટ કરી રહી હોવાનો દેખાવ કરીને અન્ય ચૅનલ પર કૉમેન્ટ પોસ્ટ કરવી.
  • ચૅનલના વર્ણનમાં 'ચાહકનું એકાઉન્ટ' હોવાનો દાવો કરતી, પરંતુ ચૅનલના નામ અથવા હૅન્ડલમાં આ વાત સ્પષ્ટપણે ન જણાવતી અથવા અન્ય કોઈની ચૅનલ હોવાનો દેખાવ કરતી અને તેમનું કન્ટેન્ટ ફરી અપલોડ કરતી ચૅનલ.
  • કોઈ વર્તમાન ન્યૂઝ ચૅનલનો ઢોંગ કરતી ચૅનલ.

યાદ રાખો કે આ માત્ર થોડા ઉદાહરણો છે અને જો તમને એમ લાગે કે કન્ટેન્ટ કદાચ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે તો તે પોસ્ટ કરશો નહીં.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય, તો અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરી શકીએ છીએ. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8132240253728849784
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false