Content IDના દાવા સંબંધિત મતભેદની જાણ કરવી

જો તમારા વીડિયોને કોઈ Content IDનો દાવો મળ્યો છે અને જો તમારી પાસે માન્ય કારણ હોય, તો તમે દાવા સંબંધિત મતભેદની જાણ કરી શકો છો, જેમ કે:

  • તમારા વીડિયોમાં રહેલા કન્ટેન્ટના તમામ જરૂરી અધિકારો ધરાવો છો.
  • કૉપિરાઇટ અપવાદ તરીકે લાયક ઠરે તેવી રીતે કન્ટેન્ટનો ઉપયોગ કરવો, જેમ કે ઉચિત ઉપયોગ થયો હોય.
  • તમે માનતા હોવ કે તમારો વીડિયો ખોટી રીતે ઓળખવામાં આવ્યો હતો અથવા ભૂલ થઈ હતી.
કૉપિરાઇટ સ્ટ્રાઇક એ Content IDના દાવા કરતાં અલગ છે. જો તમારી ચૅનલને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળી હોય, તો વધુ જાણવા માટે કૉપિરાઇટ સ્ટ્રાઇક સંબંધિત લેખ પર જાઓ.

જ્યારે તમે Content IDના દાવા સંબંધિત મતભેદની જાણ કરો છો, ત્યારે જે વ્યક્તિએ તમારા વીડિયો સંબંધિત દાવો કર્યો છે (દાવેદાર) તેને નોટિફિકેશન મોકલવામાં આવે છે. દાવેદાર પાસે જવાબ આપવા માટે 30 દિવસનો સમય હોય છે.

 તમે મતભેદની જાણ કરો તે પહેલાં

તમે Content IDના દાવા સંબંધિત મતભેદની જાણ કરો તે પહેલાં, તમે સાર્વજનિક ડોમેન અને ઉચિત ઉપયોગ અથવા ઉચિત વ્યવહાર જેવા કૉપિરાઇટ સંબંધિત અપવાદો વિશે વધુ જાણી શકો છો. ધ્યાનમાં રાખો કે દાવા સંબંધિત મતભેદની જાણ કરવાના આ કાયદેસર કારણો નથી:

જો તમે કોઈ મતભેદ સબમિટ કરતા નથી, તો Content IDના દાવાનું નિરાકરણ કરવાની કેટલીક અન્ય રીતો પણ છે, જેમ કે તમારા વીડિયોમાંથી દાવો કરાયેલા કન્ટેન્ટને કાઢી નાખવું.

આખરે, YouTube એ નક્કી કરી શકતું નથી કે તમારે દાવા સંબંધિત મતભેદની જાણ કરવી જોઈએ કે નહીં. જો તમને ખાતરી ન હોય કે શું કરવું, તો તમે મતભેદની જાણ કરતાં પહેલાં કાનૂની સલાહ લઈ શકો છો.

ધ્યાનમાં રાખો કે તમારે ફક્ત ત્યારે જ દાવા સંબંધિત મતભેદની જાણ કરવી જોઈએ જયારે તમને એવો વિશ્વાસ હોય કે તમારી પાસે દાવો કરાયેલા કન્ટેન્ટનો ઉપયોગ કરવાના તમામ જરૂરી અધિકારો છે. મતભેદની પ્રક્રિયાનો પુનરાવર્તિત અથવા દુર્ભાવનાપૂર્ણ દુરુપયોગ તમારા વીડિયો અથવા ચૅનલ વિરુદ્ધ દંડ નોતરી શકે છે.

કોઈ મતભેદ સબમિટ કરો

Content IDના દાવા પર વિવાદ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનુમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. વીડિયો ટેબમાં, તમે વિવાદ કરવા માંગો છો તે દાવા સાથેનો વીડિયો શોધો.
    • વીડિયોને વધુ સરળતાથી શોધવા માટે, તમે ફિલ્ટર બાર અને પછી કૉપિરાઇટ પર ક્લિક કરી શકો છો
  4. પ્રતિબંધો કૉલમમાં, માઉસને કૉપિરાઇટ પર લઈ જાઓ.
  5. વિગતો જુઓ પર ક્લિક કરો.
  6. આ વીડિયોમાં ઓળખાયેલું કન્ટેન્ટ વિભાગ હેઠળ, સંબંધિત દાવો શોધો અને ક્રિયાઓ પસંદ કરો અને પછી મતભેદ પર ક્લિક કરો.
નોંધ: તમારી પાસે કદાચ તમારા વીડિયોને બ્લૉક કરતા Content IDના દાવાઓ માટે અપીલ કરવા ઍસ્કલેટ કરો વિકલ્પ હોઈ શકે છે. આ વિકલ્પ મતભેદના પ્રારંભિક પગલાંને છોડી દે છે અને અપીલ સાથે મતભેદની પ્રક્રિયા શરૂ કરે છે. અપીલ કરવા ઍસ્કલેટ કરો વિકલ્પ વિશે વધુ જાણો.

તમે મતભેદની જાણ કરો પછી

તમે મતભેદ સબમિટ કર્યા પછી, તમારા વીડિયોનો દાવો કરનાર વ્યક્તિ (દાવેદાર) પાસે જવાબ આપવા માટે 30 દિવસનો સમય હોય છે.

દાવેદાર શું કરી શકે
  • દાવો પાછો ખેંચવો: જો દાવેદાર તમારા મતભેદ સાથે સંમત થાય, તો તેઓ તેમનો દાવો પાછો ખેંચી શકે છે. જો તમે અગાઉ એ વીડિયો દ્વારા કમાણી કરી રહ્યા હતા, તો તમારા વીડિયો પરના તમામ દાવાઓ પાછા ખેંચાશે ત્યારે તમારી કમાણી કરવાની પ્રક્રિયાના સેટિંગ ઑટોમૅટિક રીતે રિસ્ટોર થશે. Content IDના મતભેદ દરમિયાન કમાણી કરવાની પ્રક્રિયા વિશે વધુ જાણો.
  • દાવો ફરી ચાલુ કરો: જો દાવેદાર માને છે કે તેમનો દાવો હજુ પણ માન્ય છે, તો તેઓ તેને ફરી ચાલુ કરી શકે છે. આનો અર્થ એ છે કે તમારા મતભેદને નકારવામાં આવ્યો હતો અને તમારા વીડિયો પર દાવો ચાલુ રહે છે. તમે આ નિર્ણયની અપીલ કરવા માટે કદાચ યોગ્ય બની શકો છો.
  • દૂર કરવા માટેની વિનંતી સબમિટ કરો: જો દાવેદાર માને છે કે તેમનો દાવો હજુ પણ માન્ય છે, તો તેઓ કૉપિરાઇટ દૂર કરવા માટેની વિનંતી સબમિટ કરી શકે છે. જો દૂર કરવા માટેની વિનંતી માન્ય હોય, તો તમારો વીડિયો YouTube પરથી કાઢી નાખવામાં આવે છે અને તમારી ચૅનલને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળે છે. કોઈ કૉપિરાઇટ સ્ટ્રાઇકનું નિરાકરણ લાવવા માટેના વિકલ્પો વિશે વધુ જાણો.
  • દાવાની સમયસીમા સમાપ્ત થવા દો: જો દાવેદાર 30 દિવસની અંદર જવાબ નહીં આપે, તો તમારા વીડિયો પરના દાવાની સમયસીમા સમાપ્ત થઈ જશે અને તમારા વીડિયો પરથી દાવો પાછો ખેંચવામાં આવશે.

 

આ વીડિયોના ચૅપ્ટર "Content ID માટેની મતભેદની પ્રક્રિયા"માં મતભેદની પ્રક્રિયા વિશે વધુ જાણો:

Content IDના દાવા અને મતભેદની પ્રક્રિયા: Studioમાં મેનેજ કરો અને તેના પર પ્રક્રિયા કરો

સામાન્ય પ્રશ્નો (FAQs)

જો મારા મતભેદને નકારવામાં આવે તો શું થશે?
જો તમારા મતભેદને નકારવામાં આવે છે, તો તમારા વીડિયો પર દાવો ચાલુ રહેશે. જો તમને હજુ પણ એવો વિશ્વાસ છે કે દાવો અમાન્ય છે, તો તમે એ નિર્ણય સામે અપીલ કરવા માટે યોગ્ય બની શકો છો. Content IDના દાવા સંબંધિત અપીલ કરવા વિશે વધુ જાણો.
ધ્યાન રાખો કે દાવેદાર મતભેદની પ્રક્રિયા દરમિયાન કોઈપણ સમયે કૉપિરાઇટ દૂર કરવા માટેની વિનંતી સબમિટ કરી શકે છે. જો આવું થાય છે અને દૂર કરવા માટેની વિનંતી માન્ય છે, તો તમારા વીડિયોને YouTube પરથી કાઢી નાખવામાં આવશે અને તમારી ચૅનલને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળશે.
દાવેદાર શા માટે પ્રારંભિક મતભેદ અને અપીલ એમ બંનેનો રિવ્યૂ કરે છે?

દાવેદાર દ્વારા પ્રારંભિક મતભેદ અને અપીલનો રિવ્યૂ કરવામાં આવે છે કારણ કે YouTube માલિકીનું નિર્ધારણ કરી શકતું નથી. YouTube એ જાણતું નથી કે કયા કન્ટેન્ટને યોગ્ય રીતે લાઇસન્સ આપવામાં આવેલું અને તે નક્કી કરી શકતું નથી કે કૉપિરાઇટના અપવાદો માટે શું લાયક છે, જેમ કે ઉચિત ઉપયોગ અથવા ઉચિત વ્યવહાર.

અપીલનું પગલું દાવેદાર દ્વારા વધુ સંપૂર્ણ રિવ્યૂની ખાતરી આપે છે કારણ કે, જો તેઓ તેમના દાવાને ફરી ચાલુ કરવાનું પસંદ કરે છે, તો તેઓએ વીડિયોને ઉતારી નાખવા માટે કૉપિરાઇટ દૂર કરવા માટેની વિનંતીને (કાનૂની પ્રક્રિયા દ્વારા) સબમિટ કરવી જરૂરી છે. તે પછી, જો તમે પ્રતિવાદ સબમિટ કરવાનું નક્કી કરો છો, તો દાવેદારે તમારા વીડિયોને ઉતારી નાખવા માટે મુકદ્દમો દાખલ કરવો જરૂરી છે.

મતભેદ અને અપીલ કરવા ઍસ્કલેટ કરો વિકલ્પો વચ્ચે શું તફાવત છે?

દાવેદારને વિવાદનો જવાબ આપવા માટે પ્રારંભિક વિવાદના વિકલ્પમાં 30 દિવસ જેટલો સમય લાગી શકે છે. જો તેમણે તમારો વિવાદ નકાર્યો હોય, તો તમે એ નિર્ણય સામે અપીલ કરી શકશો. ત્યારબાદ દાવેદાર પાસે અપીલનો જવાબ આપવા માટે 7 દિવસનો સમય રહે છે.

અપીલ કરવા ઍસ્કલેટ કરો વિકલ્પ ફક્ત તમારા વીડિયોને બ્લૉક કરતા Content IDના દાવાઓ માટે જ ઉપલબ્ધ છે. આ વિકલ્પ પ્રારંભિક વિવાદના એ પગલાને છોડી દે છે, જે દાવેદારને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપે છે અને અપીલ સાથે પ્રક્રિયા શરૂ કરે છે. દાવેદાર પાસે જવાબ આપવા માટે 7 દિવસનો સમય છે, જેથી પ્રક્રિયાને ઝડપથી ઉકેલી શકાય.

જો દાવેદાર તમારી અપીલ નકારે છે, તો તેઓ કૉપિરાઇટ દૂર કરવા માટેની વિનંતી સબમિટ કરી શકે છે. જો દૂર કરવાની વિનંતી માન્ય હશે, તો તમારો વીડિયો YouTube પરથી દૂર કરવામાં આવશે અને તમારી ચૅનલને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળશે. ધ્યાન રાખો કે જો તમને વિશ્વાસ હોય કે દૂર કરવા માટેની વિનંતી અમાન્ય છે, તો તમે હજુ પણ પ્રતિવાદ સબમિટ કરી શકો છો.

શું કોઈ વીડિયો પર એક કરતાં વધુ Content IDના દાવા હોઈ શકે છે?
હા, એક વીડિયો પર બહુવિધ Content IDના દાવા હોઈ શકે છે. નોંધ લેશો કે વીડિયો પર એક કરતાં વધુ દૂર કરવા માટેની વિનંતી પણ હોઈ શકે છે, પરંતુ એક સમયે માત્ર એક જ કૉપિરાઇટ સ્ટ્રાઇક હોઈ શકે છે.
જો હું Content IDના દાવા સંબંધિત મતભેદની જાણ ન કરું, તો હું તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકું?
જો તમે મતભેદની જાણ ન કરવાનું પસંદ કરો છો, તો Content IDના દાવાનું નિરાકરણ લાવવાની અન્ય રીતો છે, જેમ કે તમારા વીડિયોમાંથી દાવો કરાયેલા કન્ટેન્ટને કાઢી નાખવું.
શું હું મતભેદ સબમિટ કર્યા પછી તેને રદ કરી શકું?
ના, એકવાર તમે મતભેદ સબમિટ કરી દીધાં પછી તેને રદ કરી શકતા નથી.

વધુ માહિતી

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13128592392655629078
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false