ડિફૉલ્ટ અપલોડ સેટિંગ સેટ કરો

અપલોડ માટે ડિફૉલ્ટ સેટિંગ એ તે સેટિંગ છે જે તમારા તમામ વેબ અપલોડ પર તમારી પસંદગીઓ અનુસાર લાગુ થાય છે. તમે તમારા વીડિયોના પ્રાઇવસી સેટિંગ, કૅટેગરી, શીર્ષક, ટૅગ, કૉમેન્ટ, ભાષા અને વધુ બાબતો માટેના ડિફૉલ્ટ પસંદ કરી શકો છો. 

ડિફૉલ્ટ અપલોડ સેટિંગ ફક્ત youtube.com/upload પર તમે તમારા બ્રાઉઝર મારફતે અપલોડ કરેલા વીડિયોને જ અસર કરે છે. જો તમે મોબાઇલ, Hangout પ્રસારણ અથવા વીડિયો એડિટર મારફતે વીડિયો અપલોડ કરો, તો તે તમારા ડિફૉલ્ટ સેટિંગનો આદર કરશે નહીં.

તમારો વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં તે અમને જણાવવા માટે, કેવી રીતે તમારા ચૅનલના ડિફૉલ્ટ ઑડિયન્સ સેટિંગ સેટ કરવા તે જાણો.

ડિફૉલ્ટ અપલોડ સેટિંગ પસંદ કરો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પસંદ કરો.
  3. અપલોડ માટે ડિફૉલ્ટ સેટિંગ પસંદ કરો.
  4. મૂળભૂત માહિતી અને વિગતવાર સેટિંગ ટૅબમાં તમારા ડિફૉલ્ટ સેટિંગ પસંદ કરો.
  5. સાચવો પસંદ કરો.

તમે વીડિયો પેજ પર કોઈ વીડિયો અપલોડ કરી દીધા પછી પણ સેટિંગ બદલી શકો છો. જાણો કે કેવી રીતે અપલોડ કરેલા વીડિયો પર ફેરફારો કરવા.

જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામનો એક ભાગ છો, તો તમે તમારા જાહેરાતના ફૉર્મેટ સંબંધી ડિફૉલ્ત અને કમાણી કરવા માટેનું ડિફૉલ્ટ પણ સેટ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12318720088910505044
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false