તમારા YouTube ચૅનલની મૂળભૂત માહિતી મેનેજ કરો

ચૅનલનું નામ, વર્ણન, અનુવાદો અને લિંક જેવી તમારી YouTube ચૅનલ વિશેની મૂળભૂત માહિતી તમે મેનેજ કરી શકો છો.

નામ

તમે તમારી YouTube ચૅનલનું નામ બદલી શકો છો, આમ કરતી વખતે માત્ર એ વાતની ખાતરી કરો કે તે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરે. તમારું નામ બદલ્યા પછી, તે નવું નામ સમગ્ર YouTube પર અપડેટ થવામાં અને બતાવવામાં થોડા દિવસો લાગી શકે છે. જો તમે તમારી YouTube ચૅનલનું નામ અને ફોટો બદલો, તો તે માત્ર YouTube પર જ દેખાશે. તમે અહીં (તમારી YouTube ચૅનલના નામમાં કોઈપણ ફેરફાર કર્યા વિના) તમારા Google એકાઉન્ટનું નામ અને ફોટો બદલી શકો છો.

નોંધ: તમે તમારી ચૅનલનું નામ 14 દિવસના સમયગાળાની અંદર બે વાર બદલી શકો છો. તમારું નામ બદલવાથી તમારો ચકાસણી બૅજ કાઢી નાખવામાં આવશે. વધુ જાણો.

YouTube Android ઍપ

  1. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
  2. સૌથી ઉપર ચૅનલ જુઓ પર ટૅપ કરો.
  3. તમારા નામની આગળ, ફેરફાર કરો  પર ટૅપ કરો અને પછી તમારી ચૅનલનું અપડેટ કરેલું નામ દાખલ કરો, છેલ્લે સાચવો પર ક્લિક કરો.

Android માટે YouTube Studio ઍપ

  1. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
  2. ફેરફાર કરો પર ટૅપ કરો.
  3. તમારા નામ કે વર્ણનની આગળ, ફેરફાર કરો  પર ટૅપ કરો અને પછી અપડેટ કરેલું તમારી ચૅનલનું નામ દાખલ કરો પછી સાચવો પર ક્લિક કરો.

હૅન્ડલ

હૅન્ડલ એ એક વિશિષ્ટ ઓળખકર્તા છે જે તમારા માટે YouTube પર તમારી વિશિષ્ટ ઉપસ્થિતિને સ્થાપિત કરવાનું અને જાળવવાનું તમારા માટે વધુ સરળ બનાવે છે.

નોંધ: 14 દિવસના સમયગાળાની અંદર તમે તમારું હૅન્ડલ બે વાર બદલી શકો છો.

Android માટે YouTube ઍપ

  1. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
  2. ચૅનલ જુઓ પર ટૅપ કરો.
  3. ફેરફાર કરો પર ટૅપ કરો.
  4. હૅન્ડલ વિભાગ હેઠળ, તમારું હૅન્ડલ શોધો.
  5. તમારું હૅન્ડલ બદલવા માટે, જમણી બાજુએ ફેરફાર કરો પર ટૅપ કરો.
  6. હાલનું હૅન્ડલ બદલવા માટે ટાઇપ કરો.
    • જો કોઈ હૅન્ડલ ઉપલબ્ધ ન હોય, તો તેના જેવું બીજું હૅન્ડલ સૂચવવામાં આવશે.
  7. તમારું હૅન્ડલ કન્ફર્મ કરવા માટે સાચવો પર ક્લિક કરો.

Android માટે YouTube Studio ઍપ

  1. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
  2. ફેરફાર કરો પર ટૅપ કરો.
  3. તમારા હૅન્ડલની પાસેના, ફેરફાર કરો પર ટૅપ કરો.
  4. સાચવો પર ક્લિક કરો.

ચૅનલ URL

Android માટે YouTube ઍપ
તમારી ચૅનલનું URL એ એક સ્ટૅન્ડર્ડ URL છે જેનો ઉપયોગ YouTube ચૅનલો કરે છે. તેમાં તમારા વિશિષ્ટ ચૅનલ IDનો ઉપયોગ કરવામાં આવે છે, જે URLના અંતે અંક અને અક્ષરોના રૂપમાં હોય છે. તમે YouTube અને YouTube Studio ઍપમાં તમારી ચૅનલનું URL જોઈ શકો છો અને તેની કૉપિ કરી શકો છો.

વર્ણન

તમે YouTubeનું તમારું વર્ણન બદલી શકો છો, આમ કરતી વખતે માત્ર એ વાતની ખાતરી કરો કે તે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરે. તમારું વર્ણન ચૅનલ હેડરમાં ઍક્સેસિબલ છે.

Android માટે YouTube ઍપ

  1. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
  2. સૌથી ઉપર ચૅનલ જુઓ પર ટૅપ કરો.
  3. તમારી ચૅનલના વર્ણન હેઠળ, ફેરફાર કરો પર ટૅપ કરો.
  4. તમારા નામની આગળ, ફેરફાર કરો  પર ટૅપ કરો અને પછી અપડેટ કરેલું તમારું વર્ણન દાખલ કરો, છેલ્લે સાચવો પર ક્લિક કરો.

Android માટે YouTube Studio ઍપ

  1. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
  2. ફેરફાર કરો  પર ટૅપ કરો.
  3. તમારા નામ કે વર્ણનની આગળ, ફેરફાર કરો  પર ટૅપ કરો અને પછી અપડેટ કરેલું તમારું વર્ણન દાખલ કરો, છેલ્લે સાચવો પર ક્લિક કરો.

તમારા સર્વનામો ઉમેરવા કે બદલવા વિશે

તમે તમારી ચૅનલમાં તમારા સર્વનામો ઉમેરી શકો છો, જેથી તેમને તમારી ચૅનલના પેજ પર બતાવવામાં આવી શકે. તમારા સર્વનામો દરેકને બતાવવા કે નહીં અથવા તો માત્ર તમારા સબ્સ્ક્રાઇબરને જ બતાવવા એ તમે પસંદ કરી શકો છો.
સર્વનામો એ વ્યક્તિગત ઓળખ અને અભિવ્યક્તિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. કેટલાક અધિકાર ક્ષેત્રોમાં લિંગ અભિવ્યક્તિ સંબંધિત કાયદા છે. તમે જ્યારે YouTube પર પસંદ કરવા માટેની આ સાર્વજનિક સુવિધાનો ઉપયોગ કરો, ત્યારે તમારા સ્થાનિક કાયદા ધ્યાનમાં રાખો.
જો તમારી ચૅનલના પેજ પર સર્વનામો ઉપલબ્ધ ન હોય, તો તમને જણાવી દઈએ કે અમે આ સુવિધાને વિસ્તારીને વધુ દેશો/પ્રદેશોમાં અને ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ.
નોંધ: સર્વનામોની સુવિધા કાર્યસ્થળ કે નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ માટે ઉપલબ્ધ નથી.

Android માટે YouTube ઍપ

  1. તમારા પ્રોફાઇલ ફોટો  અને પછી તમારી ચૅનલ  પર ટૅપ કરો.
  2. તમારી ચૅનલના વર્ણન હેઠળ, ફેરફાર કરો પેન્સિલના આઇકન, સેટિંગમાં ફેરફાર કરવા પર ટૅપ કરો.
  3. સર્વનામોની આગળ, ફેરફાર કરો પેન્સિલના આઇકન, સેટિંગમાં ફેરફાર કરવા અને પછી સર્વનામ ઉમેરો પર ટૅપ કરો.
  4. તમારા સર્વનામો દાખલ કરવાનું શરૂ કરો અને તેમાંથી તમારી ચૅનલને સંબંધિત હોય એવા સર્વનામની પસંદગી કરો. તમે વધુમાં વધુ ચાર સર્વનામ ઉમેરી શકો છો.
    1. તમારે જે પણ સર્વનામ કાઢી નાખવા હોય તેની બાજુના  પર ટૅપ કરીને તમે તમારી પસંદગીઓમાં ફેરફાર કરી શકો છો.
  5. તમારા સર્વનામો કોણ જોઈ શકે તે પસંદ કરો: 
    1. YouTube પરની પ્રત્યેક વ્યક્તિ અથવા
    2. ફક્ત મારા સબ્સ્ક્રાઇબર
  6. સાચવો પર ટૅપ કરો.

ચૅનલની પ્રોફાઇલની લિંક વિશે

તમે તમારી ચૅનલના હોમ ટૅબ પર વધુમાં વધુ 14 લિંક શોકેસ કરી શકો છો, આમ કરતી વખતે માત્ર એ વાતની ખાતરી કરો કે તે અમારી બાહ્ય લિંક સંબંધિત પૉલિસીનું પાલન કરે. તમારી પહેલી લિંક સબ્સ્ક્રાઇબ કરો બટનની ઉપર આવેલા પ્રોફાઇલના વિભાગમાં પ્રાધાન્યતા સાથે બતાવવામાં આવશે અને તમારા ઑડિયન્સ વધુ લિંક જુઓ પર ક્લિક કરશે, ત્યારે તમારી બાકીની બધી લિંક તેમને બતાવવામાં આવશે. તમારા ઑડિયન્સ સાથે લિંક શેર કરવા વિશે વધુ જાણો.

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી ઉપર જમણી બાજુએ, તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
  3. તમારી ચૅનલના વર્ણનની આગળ, ફેરફાર કરો પેન્સિલના આઇકન, સેટિંગમાં ફેરફાર કરવા પર ટૅપ કરો.
  4. "લિંક" હેઠળ, ફેરફાર કરો પેન્સિલના આઇકન, સેટિંગમાં ફેરફાર કરવા પર ટૅપ કરો.
  5.  ઉમેરો પર ટૅપ કરો અને તમારી સાઇટનું શીર્ષક અને URL દાખલ કરો.
  6. થઈ ગયું અને પછી સાચવો પર ટૅપ કરો.

પ્રાઇવસી

YouTube Android ઍપ
તમે તમારા બધા સબ્સ્ક્રિપ્શનને ખાનગી રાખવાનું પસંદ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11717067777519439044
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false