YouTube પર લાઇવ ચૅટ વાપરવાની રીત

જ્યાં સુધી તમારી ચૅનલ પર લાઇવ સ્ટ્રીમ માટે ઑડિયન્સની કૅટેગરીને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં ન આવે, ત્યાં સુધી લાઇવ ચૅટની સુવિધા ડિફૉલ્ટ તરીકે ચાલુ રહે છે. જ્યારે તમારું લાઇવ સ્ટ્રીમ સમાપ્ત થાય, ત્યારે તેને આર્કાઇવ કરવામાં આવશે અને દર્શકો લાઇવ ચૅટ સાથે લાઇવ સ્ટ્રીમ જોઈ શકશે.

લાઇવ ચૅટની સુવિધા માત્ર YouTubeના જોવાના પેજ પર જ ઉપલબ્ધ છે, તે શામેલ કરેલા પ્લેયર પર ઉપલબ્ધ નથી.

લાઇવ પ્રશ્ન અને જવાબ

લાઇવ પ્રશ્ન અને જવાબ

લાઇવ પ્રશ્ન અને જવાબની સુવિધા નિર્માતાઓ અને દર્શકો વચ્ચે એક જ સમયે ક્રિયાપ્રતિક્રિયા વધારવાની વધુ એક રીત છે. આ સુવિધાનો ઉપયોગ લાઇવ સ્ટ્રીમ અને પ્રિમિયર દરમિયાન કરી શકાય છે. તમારી લાઇવ ચૅટને મોડરેટ કરવાની રીત જાણીને તમે નિર્માતા તરીકે, પ્રશ્ન અને જવાબના લાઇવ ચૅટના અનુભવને વધુ કસ્ટમાઇઝ કરી શકો છો.

નોંધ: મોબાઇલ પર લાઇવ પ્રશ્ન અને જવાબ તથા મતદાનની સુવિધા ઉપલબ્ધ નથી. જો તમે YouTube મોબાઇલ ઍપ મારફતે સ્ટ્રીમિંગ કરી રહ્યાં હો, તો લાઇવ ચૅટની સુવિધાઓ ઍક્સેસ કરવા માટે, તમે મોબાઇલથી તમારા લાઇવ સ્ટ્રીમિંગને લાઇવ નિયંત્રણ રૂમ મારફતે મેનેજ કરી શકો છો.

લાઇવ પ્રશ્ન અને જવાબ શરૂ કરવા માટે:

  1. લાઇવ સ્ટ્રીમ કે પ્રિમિયરને શેડ્યૂલ કરો અથવા તેને શરૂ કરો.
  2. ચૅટ વિન્ડોની સૌથી નીચે દેખાતા પર ક્લિક કરો, પછી પ્રશ્ન અને જવાબ શરૂ કરો પસંદ કરો.
  3. પ્રૉમ્પ્ટ ઉમેરો અને પ્રશ્ન અને જવાબ શરૂ કરો પર ક્લિક કરો.
  4. પ્રશ્ન અને જવાબનું સત્ર શરૂ થાય, ત્યારબાદ ચૅટ વિન્ડોમાં પ્રશ્નોની સૂચિ દેખાશે. કોઈ પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રશ્નોની સૂચિ પર જાઓ, જવાબ આપવા માગતા હો એ પ્રશ્ન પસંદ કરો, મેનૂ '' પર ક્લિક કરો અને પછી પ્રશ્ન પસંદ કરો પર ક્લિક કરો. પ્રશ્નને ચૅટ વિન્ડોની સૌથી ઉપરની બાજુએ પિન કરવામાં આવશે અને તેને તમારા દર્શકો જોઈ શકશે. ચૅટ વિન્ડો પરથી પ્રશ્નનું બૅનર છોડી દેવા માટે, બંધ કરો પર ક્લિક કરો.

નોંધ: Live Chatમાં મેસેજ જોવા માટે, ચૅટ મેનૂની સૌથી ઉપરની બાજુએ દેખાતા નીચેની ઍરો કી પર ક્લિક કરો અને લોકપ્રિય ચૅટ કે બધી ચૅટ પસંદ કરો.

  1. લાઇવ પ્રશ્ન અને જવાબની તમારી સુવિધા બંધ કરવા માટે, ચૅટની સૌથી ઉપર દેખાતા પ્રૉમ્પ્ટ બૅનર પરથી પ્રશ્ન અને જવાબ સમાપ્ત કરો પર ક્લિક કરો. જવાબ આપવામાં આવ્યો ન હોય એવા બધા પ્રશ્નો સૂચિમાંથી ડિલીટ કરવામાં આવશે અને લાઇવ પ્રશ્ન અને જવાબના સત્રો ચૅટ ફરી ચલાવવાની સુવિધા માટે ઉપલબ્ધ થશે.

નોંધ: લાઇવ પ્રશ્ન અને જવાબની વિગતો YouTube Analyticsમાં ઉપલબ્ધ નથી. દર્શકો એક મિનિટમાં 1 પ્રશ્ન સબમિટ કરી શકે છે.

પ્રશ્ન કાઢી નાખો અથવા ડિલીટ કરો:

તમે સબમિટ કરેલા પ્રશ્નને જો ચૅટમાં પિન કરવામાં આવ્યો ન હોય, તો તેને ડિલીટ કરવા માટે મારી પ્રવૃત્તિ પર જાઓ.

  • ચૅટ વિન્ડોમાં પિન કરવામાં આવેલા પ્રશ્નોને ડિલીટ કરવા માટે, પહેલા મેનૂ '' પર અને પછી ડિલીટ કરો પર ક્લિક કરો.

લાઇવ ચૅટ વ્યૂ

દર્શકો કોઈપણ સમયે લાઇવ ચૅટના બે વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી શકે છે.

  • લોકપ્રિય ચૅટ: ચૅટ વાંચવાનું વધુ સરળ અને વધુ ઉપયોગી બનાવવા માટે, આ વ્યૂ સ્પામ હોઈ શકે એવા મેસેજને ફિલ્ટર કરે છે.
  • લાઇવ ચૅટ: આ વ્યૂમાં ચૅટને ફિલ્ટર કરી શકાતી નથી. આ વ્યૂમાં જેમ જેમ ચૅટ મેસેજ આવતા રહે છે, તેમ તેમ તે દેખાતા રહે છે.

નોંધ: વીડિયો એડિટર ટૂલ વડે ફેરફાર કરવામાં આવ્યો હોય એવા લાઇવ સ્ટ્રીમમાં, ચૅટ ફરી ચલાવવાની સુવિધા હશે નહીં. આ ફેરફાર માટે લાગુ કરાયેલા તમામ પ્રકારના કાર્યો પર લાગુ થાય છે.

લોકપ્રિય ચૅટને રેંક કરવાની રીત

લોકપ્રિય ચૅટ બતાવે છે કે દર્શકોને શું ઉપયોગી લાગવાની અને તેઓ શેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે તેવી સંભાવના છે. લોકપ્રિય ચૅટમાં શું દેખાશે તે વિવિધ સિગ્નલ પર આધાર રાખે છે, જેમાં ચૅટની ટેક્સ્ટ, હૅન્ડલની ટેક્સ્ટ, ચૅનલના નામની ટેક્સ્ટ, અવતાર અને વીડિયો શામેલ છે.

લોકપ્રિય ચૅટ એવું કન્ટેન્ટ બતાવી શકે નહીં કે જેની ઓળખ YouTube દ્વારા દર્શકો માટે સંભવિત રીતે ઉપયોગી તરીકે અથવા દર્શકો જેની સાથે સંભવિત રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે તેવા કન્ટેન્ટ તરીકે કરવામાં આવી હોય. આમાં એવી કૉમેન્ટ શામેલ હોઈ શકે છે જેની ઓળખ સંભવિત રીતે અનુચિત, સ્પામ અથવા ઢોંગ તરીકે કરવામાં આવી હોય, શક્ય છે કે તેને લોકપ્રિય ચૅટમાં બતાવવામાં આવી ન હોય. કૉમેન્ટની ઓળખ વિવિધ સિગ્નલના આધારે કરવામાં આવે છે, જેમ કે ચૅટની ટેક્સ્ટ, કૉમેન્ટ કરનારની ચૅનલના નામની ટેક્સ્ટ અથવા હૅન્ડલની ટેક્સ્ટ, અવતાર અને ચૅનલ મૉડરેશનના સેટિંગ.

લાઇવ ચૅટના બૅજ

લાઇવ ચૅટના બૅજથી સ્ટ્રીમર અને મૉડરેટર ની ઓળખ કરવામાં આવે છે. જો તમારી ચૅનલ મેમ્બરશિપ માટે યોગ્યતા ધરાવતી હોય, તો તમે કસ્ટમ મેમ્બરશિપ બૅજ બનાવી શકો છો, આ બૅજ લાઇવ ચૅટમાં પણ બતાવવામાં આવે છે.

ઇમોજી

ઇમોજી એવું નાનકડું ચિત્ર હોય છે, જે મનોભાવ, આઇડિયા વગેરે વ્યક્ત કરી શકે છે. કોઈપણ વ્યક્તિ અસંખ્ય ઇમોજીનો ઉપયોગ કરી શકે છે અને નિર્માતાઓ કસ્ટમ ઇમોજી બનાવી શકે છે, જે ચૅનલની મેમ્બરશિપના લાભ તરીકે ઉપલબ્ધ હોય છે.

તમારી કૉમેન્ટ કે મેસેજમાં ઇમોજી ઉમેરવા

મોબાઇલ પર: ચૅટ મેસેજ લખતી વખતે YouTube પર ઉપલબ્ધ ઇમોજી ઉમેરવા માટે,  પર ટૅપ કરો અથવા ડિવાઇસની ઑપરેટિંગ સિસ્ટમમાંથી ઇમોજી ઉમેરવા માટે, ડિવાઇસના કીબોર્ડ પર આપવામાં આવેલા ઇમોજીના આઇકન પર ટૅપ કરો.

કમ્પ્યુટર પર: ચૅટ મેસેજ લખતી વખતે, ઇમોજી ઉમેરો પર ટૅપ કરો.

નોંધ: કમ્પ્યુટર પર, ઇમોજીનો દેખાવ કસ્ટમાઇઝ કરવા માટે તમે તેને દબાવીને રાખી શકો છો. ભવિષ્યમાં ઉપયોગમાં લેવા માટે, તમારા સેટિંગને સાચવવામાં આવશે. તમારા ડિફૉલ્ટ ઇમોજી બદલવા માટે, અન્ય પ્રકારનું ઇમોજી પસંદ કરો. તમે બ્રાઉઝરની કુકી અને સાઇટનો અન્ય ડેટા સાફ કરીને અથવા YouTubeમાંથી સાઇન આઉટ કરીને, ઇમોજી માટે સાચવવામાં આવેલું સેટિંગ સાફ કરી શકો છો.

તમારી કૉમેન્ટ કે મેસેજમાં YouTube ઇમોટ ઉમેરવા

YouTube ઇમોટ, માત્ર YouTube પર ઉપલબ્ધ સ્થિર છબીઓનો સેટ છે અને તેનો ઉપયોગ માત્ર લાઇવ ચૅટ તથા કૉમેન્ટમાં કરી શકાય છે. આ ઇમોટ, તમે તમારી ભાવનાઓ અને આઇડિયા વ્યક્ત કરવા માટે વાપરી શકો એ માટે અલગ-અલગ કલાકારો દ્વારા તમારા બનાવવામાં આવ્યા છે. આ ઇમોટ, સ્ટૅન્ડર્ડ ઇમોજીના સેટની ઉપર ઇમોજી પિકરમાં શોધી શકાય છે.

મોબાઇલ પર: ચૅટ મેસેજ લખતી વખતે YouTube ઇમોટ ઉમેરવા માટે, પર ટૅપ કરો.

કમ્પ્યુટર પર: ચૅટ મેસેજ કે કૉમેન્ટ લખતી વખતે YouTube ઇમોટ ઉમેરવા માટે, પર ટૅપ કરો.

પ્રતિક્રિયાઓ

લાઇવ દરમિયાન પ્રતિક્રિયાઓ આપવાની સુવિધાથી સંપૂર્ણ લાઇવ સ્ટ્રીમ દરમિયાન દર્શકો, જે કંઈ ચાલી રહ્યું હોય તેના પર તે જ ક્ષણે પ્રતિક્રિયા આપી શકે છે. લાઇવ ચૅટ શરૂ થાય, ત્યારબાદ દર્શકો પ્રતિક્રિયાઓ છોડી શકે છે. તમારી સાથે દર્શકો પણ અનામી પ્રતિક્રિયાઓ જોઈ શકે છે; જોકે કયા વપરાશકર્તાઓએ કઈ ચોક્કસ પ્રતિક્રિયા છોડી છે તે જોવું શક્ય નથી.

પ્રતિક્રિયાઓના પ્રકાર

  • દર્શકો હાર્ટ, સ્માઇલી ચહેરો, પાર્ટી પૉપર, શરમથી લાલ થયેલો ચહેરો અને “100” પૉઇન્ટવાળી પ્રતિક્રિયાઓ છોડી શકે છે.

પ્રતિક્રિયાઓ આપવાની સુવિધા ચાલુ કે બંધ કરવી

નિર્માતા તરીકે, તમે લાઇવ નિયંત્રણ રૂમમાં જઈને લાઇવ સ્ટ્રીમ પર પ્રતિક્રિયાઓ આપવાની સુવિધા ચાલુ કે બંધ કરી શકો છો. તમે તમારી સ્ટ્રીમ દરમિયાન કોઈપણ ક્ષણે આ સેટિંગ બદલી શકો છો.

  1. કમ્પ્યુટરમાં, YouTube Studio પર જાઓ.
  2. લાઇવ નિયંત્રણ રૂમ ખોલવા માટે, સૌથી ઉપર જમણી બાજુએ બનાવો  અને પછી લાઇવ થાઓ  પર ક્લિક કરો.
  3. સ્ટ્રીમ કરો ટૅબ પર ક્લિક કરો.
  4. પહેલા ફેરફાર કરો અને પછી કસ્ટમાઇઝેશન પર ક્લિક કરો.
  5. પ્રતિક્રિયાઓ પસંદ કરો.

મેસેજ મોકલો

લાઇવ ચૅટમાં મેસેજ પોસ્ટ કરવા માટે:

  1. “કંઈક કહો” એવું લખ્યું હોય, તેના પર ક્લિક કરો અને ટેક્સ્ટ દાખલ કરવાનું શરૂ કરો.
  2. મોકલો  પર ક્લિક કરો.

ચૅટ ફીડમાં કોઈ વ્યક્તિને પ્રતિક્રિયા આપો

તમે ચૅટ ફીડમાં કોઈ વપરાશકર્તાના નામનો ઉલ્લેખ કરીને તે વ્યક્તિને પ્રતિક્રિયા આપી શકો છો.

  1. “@” દાખલ કરો.
  2. તેમનું વપરાશકર્તાનું નામ દાખલ કરવાનું શરૂ કરો.
  3. વપરાશકર્તાનું નામ પસંદ કરો.

તમને અને જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એ સભ્ય, બંનેને લાઇવ ચૅટમાં હાઇલાઇટ કરવામાં આવેલું તેમનું વપરાશકર્તાનું નામ દેખાશે. આ હાઇલાઇટને કારણે એ વ્યક્તિ માટે ચૅટ ફીડમાં તમારી પ્રતિક્રિયા જોવામાં સરળતા થશે.

મેસેજની મર્યાદાઓ

દર્શકો દરેક 30 સેકન્ડમાં વધુમાં વધુ 11 મેસેજ સબમિટ કરી શકે છે, જેની અક્ષર મર્યાદા 200 સુધી મર્યાદિત હોવી જોઈએ. મેસેજ મોકલવા માટેની આ મર્યાદા ઇવેન્ટના માલિકોને લાગુ થતી નથી. દર્શકો વિશેષ વર્ણો, URLs કે HTML ટૅગ પોસ્ટ કરી શકતા નથી.

માત્ર સબ્સ્ક્રાઇબર અને માત્ર સભ્યો માટેની ચૅટ

કોઈપણ ચૅનલ તેની લાઇવ ચૅટને માત્ર સબ્સ્ક્રાઇબર કે માત્ર સભ્યો પૂરતી મર્યાદિત બનાવી શકે છે.

જો ચૅટ માત્ર સબ્સ્ક્રાઇબર પૂરતી મર્યાદિત હોય, તો ચૅનલ એ સ્પષ્ટ કરી શકે છે કે તેમાં શામેલ થવા માટે દર્શકોએ કેટલા સમય પહેલાં સબ્સ્ક્રાઇબ કરવું જરૂરી છે. ચૅટમાં શામેલ થવા માટે તમારે કેટલા સમય પહેલાં સબ્સ્ક્રાઇબ કરવું જોઈએ અને તમે પહેલેથી જ કેટલા સમય અગાઉ સબ્સ્ક્રાઇબ કર્યું હતું એ જોવા માટે, લાઇવ ચૅટના મેસેજ બૉક્સમાં જઈને માહિતી  પર ટૅપ કરો.

મેસેજને પિન કરવા

તમે લાઇવ ચૅટમાં તમારા પોતાના કે દર્શકોના મેસેજ પિન કરી શકો છો.

તમારા મૉડરેટર કે દર્શકો નહીં, માત્ર તમે જ મેસેજને પિન કરી શકો છો. પિન કરેલા મેસેજ Super Chatની નીચે બતાવવામાં આવે છે.

  1. લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયર દરમિયાન ચૅટ વિન્ડો પર જાઓ.
  2. લાઇવ ચૅટમાંથી મેસેજ શોધો, જે તમારો પોતાનો પણ હોઈ શકે છે અને પછી વધુ '' પર ટૅપ અથવા ક્લિક કરો.
  3. મેસેજને પિન કરવા માટે, પિન કરો  પર ટૅપ અથવા ક્લિક કરો.

નોંધ: તમે એક સમયે માત્ર એક જ મેસેજ પિન કરી શકો છો. પિન કરેલા મેસેજની જગ્યાએ બીજો કોઈ મેસેજ પિન કરવા માટે, બસ અન્ય મેસેજને પિન કરો. કોઈ મેસેજને અનપિન કરવા માટે, પિન કરેલા મેસેજ પર દેખાતા 'વધુ' પર ક્લિક કરો અને પછી અનપિન કરો પર ટૅપ કરો.

લાઇવ મતદાન બનાવવા

ચૅનલના માલિકો તેમના સ્ટ્રીમ અને પ્રિમિયર પર લાઇવ મતદાન બનાવી શકે છે અને તેને મેનેજ કરી શકે છે. એકવાર કોઈ વ્યક્તિ મતદાન કરી લે, ત્યારબાદ તેઓ તેને બદલી શકતા નથી.

  1. લાઇવ સ્ટ્રીમ કે પ્રિમિયરને શેડ્યૂલ કરો અથવા તેને શરૂ કરો.
  2. ચૅટ વિન્ડોની સૌથી નીચે દેખાતા મતદાન બનાવો પર ટૅપ કરો.
  3. તમારું મતદાન બનાવો અને પછી તમારા સમુદાયને પૂછો પસંદ કરો.

મતદાન સમાપ્ત કરવા અને ચૅટમાં તેના પરિણામો જોવા માટે, ચૅટની સૌથી ઉપર દેખાતા બૅનર પર જઈને મતદાન સમાપ્ત કરો પર ટૅપ કરો.

મર્યાદાઓ

લાઇવ મતદાનની આ મર્યાદાઓ છે:

  • તે માત્ર તમારા કમ્પ્યુટર પર YouTube પર જઈને બનાવી શકાય છે.
  • તેના 2-4 વિકલ્પ હોય છે.
  • તેને માત્ર લાઇવ જોઈ શકાય છે. લાઇવ ચૅટ ફરી ચલાવવા પર તે દેખાતા નથી.
  • તે માત્ર 24 કલાક સુધી રહે છે.

લાઇવ ચૅટ શામેલ કરવી

લાઇવ સ્ટ્રીમ દરમિયાન, તમે iframeનો ઉપયોગ કરીને લાઇવ ચૅટને તમારી પોતાની સાઇટ પર શામેલ કરી શકો છો.

નોંધ: લાઇવ ચૅટ શામેલ કરવાની સુવિધા મોબાઇલ વેબ પર ઉપલબ્ધ નથી.

  1. લાઇવ સ્ટ્રીમ માટે વીડિયો ID મેળવો. તમે જોવાના પેજના URL (youtube.com/watch?v=12345) પર જઈને વીડિયો ID મેળવી શકો છો. આ મામલામાં વીડિયો ID છે ‘12345’.
  2. તમારે જે સાઇટ પર ચૅટ શામેલ કરવી હોય, તેનું ડોમેન URL મેળવો. જો તમે www.example.com/youtube_chat પર ચૅટ શામેલ કરી રહ્યાં હો, તો તેને શામેલ કરવાનું તમારું ડોમેન "www.example.com" છે.
  3. શામેલ કરવામાં આવેલા URLને આ રીતે જોડો: https://www.youtube.com/live_chat?v=12345&embed_domain=www.example.com.
    • આ તમારી iframeનું URL છે. નોંધો કે embed_domain, એ પેજના URL સાથે મેળ ખાવું જોઈએ, જેના પર ચૅટ શામેલ કરવામાં આવી રહી હોય. જો તે બંને અલગ હોય તો શામેલ કરવામાં આવેલી ચૅટ ખુલશે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5875646879924473355
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false