તમારું YouTube એકાઉન્ટ ચકાસો

તમારી ચૅનલની ચકાસણી કરવા, તમને ફોન નંબર દાખલ કરવાનું કહેવામાં આવશે. અમે ટેક્સ્ટ અથવા વૉઇસ કૉલ દ્વારા ચકાસણી કોડ તે ફોન નંબર પર મોકલીશું.

એકવાર તમે તમારું એકાઉન્ટ ચકાસી લો, પછી તમે આ કરી શકો છો:

વિગતવાર સુવિધાઓ ઍક્સેસ કરવા માટે, તમારે પહેલા ફોન નંબર દ્વારા ચકાસણી પૂરી કરવી જરૂરી છે. પછી, તમે ચૅનલનો પૂરતો ઇતિહાસ બનાવવાનું અથવા ID કે વીડિયોનો ઉપયોગ કરીને ચકાસણી કરવાનું પસંદ કરી શકો છો.

જ્યારે તમે સાઇન અપ કરો ત્યારે તમને તમારું એકાઉન્ટ ચકાસવા માટે પણ કહેવામાં આવી શકે છે. નોંધ: બધા મોબાઇલ ઑપરેટર Googleના ટેક્સ્ટ મેસેજ અને/અથવા વૉઇસ કૉલને સપોર્ટ કરતા નથી.

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

YouTube શા માટે મારો ફોન નંબર માગે છે?

અમે સ્પામ અને દુરુપયોગને ગંભીરતાથી લઈએ છીએ. ઓળખની ચકાસણી માટે ફોન નંબરનો ઉપયોગ કરવો એ અમારા સમુદાયની સુરક્ષા કરવાની અને દુરુપયોગ સામે લડવાની એક રીત છે.

અમે તમને ચકાસણી કોડ મોકલવા માટે ફોન નંબરનો ઉપયોગ કરીએ છીએ. અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે ફોન નંબર વર્ષ દીઠ 2 કરતાં વધુ ચૅનલ સાથે લિંક થયેલો નથી.

નોંધ: અમે તમારી વ્યક્તિગત માહિતી કોઈને પણ વેચતા નથી.

મને ચકાસણી કોડ મળ્યો નથી

તમને તરત જ કોડ મળવો જોઈએ. જો તમને ન મળ્યો હોય, તો તમે નવા કોડની વિનંતી કરી શકો છો. તમને કોડ ન મળે, તો તમે આ સામાન્ય સમસ્યાઓમાંથી કોઈ એકનો સામનો કરી રહ્યા હો તેમ બની શકે:

  • અમુક મોબાઇલ ઑપરેટર Googleના ટેક્સ્ટ મેસેજ અથવા વૉઇસ કૉલને સપોર્ટ કરતા નથી: મોટા ભાગના મોબાઇલ ઑપરેટર Googleના ટેક્સ્ટ મેસેજ ને સપોર્ટ કરે છે. તમે ટેક્સ્ટ મેસેજ અથવા વૉઇસ કૉલનો વિકલ્પ અજમાવી શકો અથવા કોઈ અલગ મોબાઇલ ઑપરેટરના ફોન નંબરનો ઉપયોગ કરી શકો. તમને નવો કોડ ન મળે, તો શક્ય છે કે તમારા મોબાઇલ ઑપરેટર Googleના ટેક્સ્ટ અથવા વૉઇસ મેસેજને સપોર્ટ કરતા ન હોય.
  • એક જ ફોન નંબરવાળા ઘણા બધા એકાઉન્ટ છે: જો તમને "આ ફોન નંબરે પહેલેથી જ મહત્તમ સંખ્યામાં એકાઉન્ટ બનાવ્યા છે", એવો ભૂલનો મેસેજ મળે, તો તમારે અલગ નંબરનો ઉપયોગ કરવો જરૂરી બનશે. દુરુપયોગને રોકવામાં મદદ કરવા માટે, એક ફોન નંબર વર્ષ દીઠ ફક્ત 2 ચૅનલ સાથે સાંકળી શકાય છે.
  • ટેક્સ્ટ મેસેજ ડિલિવરી વિલંબિત થઈ શકે છે: ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં અથવા જો તમારા મોબાઇલ ઑપરેટરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારી રીતે જળવાતું ન હોય તો વિલંબ થઈ શકે છે. જો તમે થોડી મિનિટો કરતાં વધુ સમય રાહ જોઈ હોય અને હજુ પણ અમારો ટેક્સ્ટ મેસેજ પ્રાપ્ત ન થયો હોય, તો વૉઇસ કૉલ વિકલ્પ અજમાવી જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5725097002074262387
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false