ચુકવણી મેળવવા માટેના પગલાં

અમે એવું નવું બીટા વર્ઝન રજૂ કરી રહ્યાં છીએ, જે YouTube Studioની મોબાઇલ ઍપના 'કમાણી કરો' ટૅબમાં ચુકવણીની વિગતો ઉપલબ્ધ કરાવે છે. આ બીટા વર્ઝન યોગ્યતા ધરાવતા નિર્માતાઓને તેમની કમાણીનું પરિવર્તન ચુકવણીઓમાં કેવી રીતે થાય છે તે સમજવાની સરળ રીત પ્રદાન કરે છે. આ બીટા વડે તમે આ બાબતો જોઈ શકો છો:
  • તમારી આગલી ચુકવણી સંબંધિત તમારી પ્રગતિ
  • તારીખ, ચુકવેલી રકમ અને ચુકવણીના બ્રેકડાઉન સહિત, છેલ્લા 12 મહિના માટેનો તમારો ચુકવણીનો ઇતિહાસ

તમારી AdSense ચુકવણીઓ ક્યારે આવશે તેના વિશે માહિતી નથી? તમને આ મહિને ચુકવણી મળશે કે આગળના મહિને, તે વિશે વિચારો છો? આ માર્ગદર્શિકા અમારી ચુકવણીની પ્રક્રિયાની સમજ આપે છે.

મને AdSenseમાંથી ચુકવણી ક્યારે મળશે?

તમને તમારી પહેલી ચુકવણી ક્યારે મળશે

તમારા એકાઉન્ટને પહેલી AdSense ચુકવણી માટે સેટ કરવા નીચેના પગલાં પૂર્ણ કરો.

ચુકવણી મેળવવાના પગલાંનો ડાયગ્રૅમ.

1. તમારી ટેક્સ વિશેની માહિતી આપો

તમારા લોકેશનના આધારે, અમારે ટેક્સ સંબંધિત માહિતી એકત્ર કરવી જરૂરી હોઈ શકે છે. વધુ માહિતી માટે, Googleને તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવાની રીત જુઓ.

નોંધ: YouTube પર કમાણી કરનારા નિર્માતાઓ વિશ્વમાં ભલે ગમે તે લોકેશન પર રહેતા હોય, પરંતુ તે બધા માટે ટેક્સ વિશેની માહિતી પૂરી પાડવી આવશ્યક છે.

2. તમારી વ્યક્તિગત માહિતી કન્ફર્મ કરો

ચુકવણી માટેના તમારા નામ અને સરનામાની સચોટતા કન્ફર્મ કરવી મહત્ત્વપૂર્ણ છે કારણ કે તમારી ઓળખની ચકાસણી કરવા માટે અને તમને વ્યક્તિગત ઓળખાણ નંબર (PIN) મોકલવા માટે અમે આ માહિતીનો ઉપયોગ કરીએ છીએ. જો તમને કોઈપણ માહિતી સુધારવાની જરૂર હોય, તો ચુકવણી માટેનું તમારું નામ અથવા સરનામું બદલવા માટે આ સૂચનાઓ અનુસરો.

તમારી ઓળખ ચકાસો

જાહેરાતો બતાવવાનું ચાલુ રાખવા અને AdSense તરફથી ચુકવણીઓ મેળવવા માટે, તમારે તમારી ઓળખ ચકાસવી જરૂરી છે. તમારી એકાઉન્ટની માહિતીની સચોટતા કન્ફર્મ કરવા અને કપટથી તમારું રક્ષણ કરવા માટે આ જરૂરી છે.

તમારું સરનામું ચકાસવા વિશે

જ્યારે તમારી કમાણી ચકાસણી માટે ઓછામાં ઓછી આવક સુધી પહોંચી જાય, ત્યારે અમે તમારા AdSense એકાઉન્ટમાં જણાવેલા ચુકવણી માટેના ઍડ્રેસ પર એક પિન મેઇલ કરીએ છીએ. અમે કોઈપણ ચુકવણી જારી કરીએ તે પહેલાં તમારે આ પિન તમારા AdSense એકાઉન્ટમાં દાખલ કરવો આવશ્યક છે. તમારો પિન સ્ટૅન્ડર્ડ પોસ્ટ દ્વારા મોકલાશે અને તે તમને મળવામાં 2-3 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. પિન વિશે વધુ માહિતી માટે, સરનામાની (પિન) ચકાસણીનો ઓવરવ્યૂ જુઓ.

નોંધ: જો તમે AdSense અને YouTube માટે અલગ-અલગ ચુકવણી એકાઉન્ટ ધરાવતા હો, તો જ્યારે તમારા બન્ને ચુકવણી એકાઉન્ટમાંથી કોઈપણ એક ચકાસણી માટે ઓછામાં ઓછી આવક પર પહોંચી જાય ત્યારે તમે તમારી માહિતીની ચકાસણી કરો. તમારે માત્ર એકવાર તમારી માહિતીની ચકાસણી કરવી જરૂરી છે.

3. તમારી ચુકવણીનો પ્રકાર પસંદ કરો

જ્યારે તમારી કમાણી ચુકવણી પદ્ધતિની પસંદગી માટેની મર્યાદા સુધી પહોંચી જાય, ત્યારે તમે તમારી ચુકવણીનો પ્રકાર પસંદ કરી શકો છો. ચુકવણી માટેના તમારા ઍડ્રેસના આધારે, તમારા માટે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (EFT), વાયર ટ્રાન્સફર વગેરે સહિત ચુકવણીના ઘણા પ્રકારો ઉપલબ્ધ હોઈ શકે છે. તમારી ચુકવણીના પ્રકારનું સેટઅપ કરવા ની રીત જાણો.

નોંધ: જો તમે AdSense અને YouTube માટે અલગ-અલગ ચુકવણી એકાઉન્ટ ધરાવતા હો, તો જ્યારે દરેક ચુકવણી એકાઉન્ટ મર્યાદા પર પહોંચી જાય ત્યારે તમે તે દરેક માટે ચુકવણીનો પ્રકાર પસંદ કરો.

4. ચુકવણી મર્યાદા સુધી પહોંચો

જો તમારું વર્તમાન બૅલેન્સ મહિનાના અંત સુધીમાં ચુકવણી મર્યાદા સુધી પહોંચી જાય, તો 21 દિવસની ચુકવણીની પ્રક્રિયાનો સમયગાળો શરૂ થાય છે. પ્રક્રિયાનો સમયગાળો પૂરો થયા પછી, અમે તમારી ચુકવણી કરીશું. ચુકવણીની ટાઇમલાઇન વિશે વધુ જાણો.

નોંધ: જો તમે AdSense અને YouTube માટે અલગ અલગ ચુકવણી એકાઉન્ટ ધરાવતા હો, તો ચુકવણી કરવામાં આવે તે માટે દરેક ચુકવણી એકાઉન્ટ ચુકવણી મર્યાદા પર પહોંચે તે જરૂરી છે.
ઉદાહરણ

ઉદાહરણ તરીકે, ધારો કે તમારા એકાઉન્ટ માટે ચુકવણી મર્યાદા $100 છે. જો તમારું વર્તમાન બૅલેન્સ જાન્યુઆરી મહિના દરમિયાન $100 સુધી પહોંચી ગયું હોય અને તમે ઉપરના બધાં પગલાં પૂર્ણ કરી લીધાં હોય, તો અમે ફેબ્રુઆરી મહિનાના અંતે તમને ચુકવણી કરીશું.

જો તમારું વર્તમાન બૅલેન્સ હજુ સુધી ચુકવણી મર્યાદા સુધી ન પહોંચ્યું હોય, તો તમારી કુલ કમાણી આગળના મહિનામાં ઉમેરવામાં આવશે અને જ્યાં સુધી મર્યાદા ન આવે ત્યાં સુધી તમારું બૅલેન્સ એકઠું થતું રહેશે.

ટિપ: જો તમને AdSense ચુકવણીઓ વિશે વધુ પ્રશ્નો હોય, તો ચુકવણીઓ સંબંધિત સામાન્ય પ્રશ્નો જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4858810885348030779
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false