સરનામું ચકાસણી (પિન) ઓવરવ્યૂ

એકાઉન્ટની સુરક્ષાના સંરક્ષણ માટે, Google આવશ્યક બનાવે છે કે અમે તમને કોઈપણ ચુકવણી મોકલીએ તે પહેલાં તમે તમારું ચુકવણી માટેનું ઍડ્રેસ ચકાસો.

સરનામાની ચકાસણી કેવી રીતે કાર્ય કરે છે

Address verification timeline, described in text, below.

  1. જ્યારે તમે તમારું એકાઉન્ટ સક્રિય કરો છો, ત્યારે તમે AdSenseમાં તમારું ચુકવણી માટેનું ઍડ્રેસ દાખલ કરો છો.
  2. જ્યારે તમારી કમાણી ચકાસણી માટે ઓછામાં ઓછી આવક સુધી પહોંચે છે, ત્યારે Google આંતરરાષ્ટ્રીય સ્ટૅન્ડર્ડ મેઇલ દ્વારા તમારા ચુકવણી માટેના ઍડ્રેસ પર 6-અંકનો અનન્ય વ્યક્તિગત ઓળખ નંબર (પિન) મોકલે છે. Google પિન સંબંધિત મેઇલ માટે ટ્રૅકિંગ નંબર પ્રદાન કરતું નથી, તેથી ખાતરી કરો કે તમારું ચુકવણી માટેનું ઍડ્રેસ સ્ટૅન્ડર્ડ મેઇલ પ્રાપ્ત કરી શકે છે.
    નોંધ:  જો અમે તમને તમારી ઓળખ ચકાસવા કહ્યું હોય, તો જ્યાં સુધી તમે સફળતાપૂર્વક ઓળખની ચકાસણી પૂર્ણ ન કરો ત્યાં સુધી અમે તમારો પિન મોકલીશું નહીં.
  3. તમારો પિન સંબંધિત મેઇલ આવવામાં સામાન્ય રીતે 3 અઠવાડિયાં લાગે છે. જો તમને 3 અઠવાડિયામાં તમારો પિન સંબંધિત મેઇલ ન મળે, તો કૃપા કરીને અવેજી પિનની વિનંતી કરો.
  4. જ્યારે તમે તમારો પિન સંબંધિત મેઇલ મેળવો, ત્યારે તરત જ તમારું ચુકવણી માટેનું ઍડ્રેસ ચકાસવા માટે આ પગલાંને અનુસરો:
    1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
    2. ચુકવણી અને પછી ચકાસણીનું ચેકિંગ પર ક્લિક કરો.
    3. તમારા પિનના મેઇલમાં દેખાય છે એ જ પિન દાખલ કરો.
      નોંધ: જો તમે 3 વખત ખોટો પિન દાખલ કરશો, તો તમારું એકાઉન્ટ જાહેરાતો બતાવવાનું બંધ કરી દેશે.
    4. સબમિટ કરો પર ક્લિક કરો.

હવે તમારું ચુકવણી માટેનું ઍડ્રેસ ચકાસાયેલું છે. જ્યારે તમારું એકાઉન્ટ બૅલેન્સ ચુકવણી મર્યાદા સુધી પહોંચી જશે ત્યારે તમને ચુકવણી કરવામાં આવશે, એ શરતે કે તમારા એકાઉન્ટ પર કોઈ હોલ્ડ ન હોય અને તમે AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું અનુપાલન કરતા હો.

સરનામાની ચકાસણી અંગેની ટાઇમલાઇન

સરનામાની ચકાસણી પૂર્ણ કરવા માટે તમારો પિન જનરેટ થાય તે તારીખથી લઈને તમારી પાસે 4 મહિનાનો સમય હશે. જો તમે 4 મહિના પછી પણ તમારું ચુકવણી માટેનું ઍડ્રેસ ચકાસ્યું નથી, તો અમે તમારા પેજ પર જાહેરાતો બતાવવાનું બંધ કરીશું.

જો અમે તમારા સરનામા સાથે સંકળાયેલી કપટપૂર્ણ પ્રવૃત્તિને કારણે તે સરનામું ચકાસી ન શકતા હોઈએ

જો તમે આપેલું સરનામું કપટપૂર્ણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હોય, તો તમારે તમારું ચુકવણી માટેનું ઍડ્રેસ બદલીને, તમારો પિન મેળવી શકાય એવું એક નવું, માન્ય પોસ્ટલ સરનામું કરવું જરૂરી છે. તમારું નવું સરનામું તમારા પહેલાના સરનામા કરતાં અલગ હોવું જોઈએ. 

તમારા નવા સરનામાની ચકાસણી થઈ જાય પછી, તમે પિન માટે વિનંતી કરી શકો છો:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણી અને પછી ચકાસણીનું ચેકિંગ પર ક્લિક કરો.
  3. પિન ફરી મોકલો પર ક્લિક કરો.
નોંધ: જો તમે ચુકવણી માટેનું માન્ય ઍડ્રેસ નહીં આપી શકો, તો તમારી સાઇટ પર જાહેરાતો બતાવવાનું બંધ થઈ જશે.

તમારા પિન સંબંધિત કોઈ સમસ્યા છે?

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16235671862576118048
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false