વીડિયો જાહેરાતો માટે ક્રિયાપ્રતિક્રિયાત્મક સુવિધાઓ વિશે

તમે તમારા આદર્શ ઑડિયન્સ સુધી પહોંચવા અને જાગરૂકતા વધારવા વીડિયો જાહેરાતો ચલાવતા હો, તો તમારા ઑડિયન્સ સાથેની શામેલગીરી વધે તે માટે તમે ક્રિયાપ્રતિક્રિયાત્મક સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો.

ક્રિયાપ્રતિક્રિયાત્મક એલિમેન્ટ ઉમેરવાથી, તમારી વીડિયો જાહેરાત જોવા અને માણવા ઉપરાંત, દર્શકો માટે વધુ ગહનતાથી તમારી બ્રાંડ સાથે શામેલ થવાની તકો રચાય છે. તમારી વીડિયો જાહેરાતો ક્રિયાપ્રતિક્રિયાત્મક બનાવવાથી તમારી બ્રાંડ માટે જાગરૂકતા ઊભી કરવા, દર્શકો મુલાકાત લેવા તમારી વેબસાઇટ તરફ વળે અથવા દર્શકો પ્રોડક્ટની ખરીદી કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા જેવા, જાહેરાતના ચોક્કસ લક્ષ્યોને વધુ સારી રીતે પ્રાપ્ત કરી શકાય તે રીતે જાહેરાતો બનાવવામાં પણ સહાય રહે છે.

નોંધ: અમુક ક્રિયાપ્રતિક્રિયાત્મક સુવિધાઓને બધા ડિવાઇસ અને પ્લૅટફૉર્મ પર સપોર્ટ ન હોય તેમ બની શકે છે.

સપોર્ટેડ ક્રિયાપ્રતિક્રિયાત્મક સુવિધાઓ

Google Adsનો ઉપયોગ કરવો

  • ઑટોમૅટિક સમાપ્તિ સ્ક્રીન: તમારી વીડિયો જાહેરાતને અંતે ઑટોમૅટિક રીતે જનરેટ થતી સ્ક્રીન બતાવો જે દર્શકોને કોઈ ઍપ ઇન્સ્ટૉલ કરવા જેવું પગલું લેવા પ્રોત્સાહિત કરે.
  • કૉલ-ટુ-ઍક્શન બટન: કૉલ-ટુ-ઍક્શન બટન વડે દર્શકોને તમારી વેબસાઇટની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરો.
  • અસેટ: તમારા વ્યવસાય વિશે વધુ માહિતી આપો, જેમ કે તમારી વેબસાઇટના ચોક્કસ હિસ્સાની લિંક ઉમેરવી અથવા લોકો તેમની સંપર્ક માહિતી ઉમેરી શકે તે માટે લીડ ફોર્મ ઉમેરવું.
  • Merchant Center તરફથી પ્રોડક્ટ ફીડ: ક્રિયાપ્રતિક્રિયાત્મક પ્રોડક્ટ ફીડ (Merchant Center મારફતે બનાવાયેલું) વડે તમારી વીડિયો જાહેરાતો દુકાનના બાહ્યદેખાવનો આભાસ રચે તેમ કરો.
  • સંબંધિત વીડિયો: જાહેરાત YouTube પર ચાલતી હોય ત્યારે વીડિયો જાહેરાત સાથે સંબંધિત વીડિયોની સૂચિ બતાવો.

YouTube Studioનો ઉપયોગ કરવો

  • સમાપ્તિ સ્ક્રીન: તમારી બ્રાંડ સાથે વધુ એંગેજમેન્ટને પ્રોત્સાહન આપવા માટે YouTube વીડિયો પર સમાપ્તિ સ્ક્રીન બનાવો.
નોંધ: તમારી વીડિયો જાહેરાતોમાં ઉપયોગમાં લેવાયેલી બધી ક્રિયાપ્રતિક્રિયાત્મક સુવિધાઓ Google Adsની પૉલિસીઓનું પાલન કરતી હોવી જરૂરી છે.

આ ક્રિયાપ્રતિક્રિયાત્મક સુવિધાઓ વિશે વધુ જાણવા માટે નીચે આપેલા વિભાગને મોટો કરો.

કૉલ-ટુ-ઍક્શન બટન

કૉલ-ટુ-ઍક્શન બટન દર્શકોને તમારી વેબસાઇટની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરે છે. વીડિયો જાહેરાત બનાવતી વખતે "કૉલ-ટુ-ઍક્શન" ફીલ્ડમાં ટેક્સ્ટ દાખલ કરીને તમે કૉલ-ટુ-ઍક્શન બટનનું સેટઅપ કરી શકો છો. ઉપયોગ પ્રમાણેના ચોક્કસ કેસ અનુસાર કૉલ-ટુ-ઍક્શન બટનને કસ્ટમાઇઝ પણ કરી શકાય છે, જેમ કે "ક્વોટ મેળવો", "હમણાં બુક કરો" અથવા "સાઇન અપ કરો".
YouTube પર વીડિયો જાહેરાતો જોતી વખતે, દર્શકો તેમના ફોન, કમ્પ્યૂટર અને ટીવીમાંથી કૉલ-ટુ-ઍક્શન બટન વડે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે.

મોબાઇલ અને ડેસ્કટૉપ પર, દર્શક તેમના બ્રાઉઝરમાં તમારી વેબસાઇટની મુલાકાત લેવા માટે કૉલ-ટુ-ઍક્શન બટન પસંદ કરી શકે છે.

Example ad displayed on a YouTube watch page on a mobile phone

Example ad displayed on the YouTube watch page for desktop computers

દર્શકોએ ટીવી પર YouTube ઍપમાં સાઇન ઇન કરેલું હોય, તો તેઓ કૉલ-ટુ-ઍક્શન બટન પસંદ કરી લિંકને તેમના મોબાઇલ ડિવાઇસ પર મોકલી શકે છે અને ત્યાર બાદ તેમના મોબાઇલ ડિવાઇસના બ્રાઉઝરમાંથી તમારી વેબસાઇટ ઍક્સેસ કરી શકે છે. ટીવી પર કૉલ-ટુ-ઍક્શન બટન માત્ર એવી વીડિયો ઝુંબેશો માટે ઉપલબ્ધ છે જે "બ્રાંડ જાગરૂકતા અને પહોંચ" તથા "પ્રોડક્ટ અને બ્રાંડ વિચારણા"ના લક્ષ્યોનો ઉપયોગ કરતી હોય.
An illustration that provides an example of a skippable in-stream ad.

સમાપ્તિ સ્ક્રીન

2 પ્રકારની સમાપ્તિ સ્ક્રીન હોય છે: ઑટોમૅટિક સમાપ્તિ સ્ક્રીન અને YouTube સમાપ્તિ સ્ક્રીન. ઑટોમૅટિક સમાપ્તિ સ્ક્રીન Google Adsમાં જનરેટ થાય છે અને તમારી વીડિયો જાહેરાતો પર ચલાવાય છે. YouTube સમાપ્તિ સ્ક્રીન YouTube Studioમાં બનાવાય છે અને તમારી ચૅનલ પરના વીડિયો પર તથા તમારી વીડિયો જાહેરાતો પર ચાલી શકે છે.

ઑટોમૅટિક સમાપ્તિ સ્ક્રીન

તમારી મોબાઇલ ઍપ ઇન્સ્ટૉલ કરવા અથવા તમારી પ્રોડક્ટ ખરીદવા જેવી ક્રિયા કરવા માટે દર્શકોને પ્રોત્સાહિત કરતી માહિતી પ્રદાન કરીને ઑટોમૅટિક સમાપ્તિ સ્ક્રીન તમારા ઑડિયન્સ સાથે જાહેરાતનું પર્ફોર્મન્સ ડ્રાઇવ કરવામાં સહાય કરે છે. Google Adsમાં ઑટોમૅટિક સમાપ્તિ સ્ક્રીન તમારી ઝુંબેશમાં રહેલી માહિતીનો ઉપયોગ કરીને ઑટોમૅટિક રીતે જનરેટ થાય છે અને વીડિયો જાહેરાતને અંતે થોડી સેકન્ડ માટે દેખાય છે. ઉદાહરણ તરીકે, ઍપ ઝુંબેશમાં, સમાપ્તિ સ્ક્રીન ઍપ ઇન્સ્ટૉલ કરવા માટેની લિંક સાથે, નામ અને કિંમત જેવી તમારી ઍપ વિશેની અમુક વિગતો બતાવશે.
નોંધ: ઑટોમૅટિક સમાપ્તિ સ્ક્રીન ચાલુ કરેલી હશે ત્યારે YouTube સમાપ્તિ સ્ક્રીન દેખાશે નહીં.

YouTube સમાપ્તિ સ્ક્રીન

YouTubeમાં તમે તમારા Google એકાઉન્ટમાંથી YouTube Studio વડે તમારા વીડિયોના અંતે ઉમેરવા માટે કસ્ટમ સમાપ્તિ સ્ક્રીન બનાવી શકો છો. તમારા વીડિયોમાં સમાપ્તિ સ્ક્રીન આવે તે માટે તે ઓછામાં ઓછો 25 સેકન્ડનો હોવો જોઈએ. તમે તેમનો ઉપયોગ કરીને દર્શકોની સંખ્યા બિલ્ડ કરી શકો છો અને:

  • દર્શકોને YouTube પર અન્ય વીડિયો, પ્લેલિસ્ટ અથવા ચૅનલ ચીંધી શકો છો
  • તમારી ચૅનલમાં સબ્સ્ક્રિપ્શન ભરવાનું કહી શકો છો
  • તમારી વેબસાઇટ, વ્યાપારી સામાન અને ક્રાઉડફંડિંગ ઝુંબેશો પ્રમોટ કરી શકો છો

YouTube પરના વીડિયોમાં સમાપ્તિ સ્ક્રીન ઉમેરવા વિશે વધુ જાણો

અસેટ

તમારી જાહેરાતો મોટી કરવા અને તમારા વ્યવસાય સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે લોકોને વધુ કારણો બતાવવા માટે, અસેટ ઉમેરો. અસેટ તમારી જાહેરાત સાથે વ્યવસાયનો ઉપયોગી ડેટા ઉમેરે છે (જેમ કે સહાયક લિંક).
વીડિયો જાહેરાતો માટે તમે ઉમેરી શકો:
  • સાઇટલિંક અસેટ: સાઇટલિંક અસેટ લોકોને તમારી સાઇટ પર ચોક્કસ પેજ પર લઈ જાય છે (ઉદાહરણ તરીકે, કોઈ ચોક્કસ પ્રોડક્ટ અથવા સ્ટોરના કલાકો). કોઈ તમારી લિંક સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે ત્યારે તેઓ સીધા તેમને જે જાણવું અથવા ખરીદવું છે તેના પર જાય છે.
  • લીડ ફોર્મ અસેટ: લીડ ફોર્મ અસેટ થકી લોકો તમારી જાહેરાતમાં સીધું એક ફોર્મમાં તેમની માહિતી સબમિટ કરી શકે છે (જેમ કે ઇમેઇલ ઍડ્રેસ અથવા ફોન નંબર), જેથી તમને લીડ જનરેટ કરવામાં સહાય રહે.
    ​​​​Lead forms convergence, video example
  • લોકેશન અસેટ અને આનુષંગિક લોકેશન અસેટ: તમારી જાહેરાતોમાં તમારું સરનામું, તમારા લોકેશનનો નકશો અથવા તમારો વ્યવસાય કેટલા અંતરે છે તે બતાવીને લોકેશન અસેટ લોકોને તમારા લોકેશન શોધવામાં સહાય કરી શકે છે. તમે રીટેલ ચેઇન અથવા ઑટોમૅટિક ડીલર મારફતે તમારી પ્રોડક્ટ વેચતા હો, તો તમે આનુષંગિક લોકેશન અસેટનું પણ સેટઅપ કરી શકો છો, જેના થકી લોકોને આ લોકેશન પર તમારી પ્રોડક્ટ શોધવામાં તમે સહાય કરી શકો.

પ્રોડક્ટ ફીડ

Animation of a Video action campaign with products attached to it
તમે પ્રોડક્ટ ફીડ ઉમેરો ત્યારે તમે તમારી YouTube વીડિયોની જાહેરાતો દુકાનના બાહ્યદેખાવનો આભાસ રચે તેમ કરી શકો છો. આ સર્જનાત્મક ઍડ-ઑન વડે, તમે તમારી વીડિયો જાહેરાતો સાથે બ્રાઉઝ કરવા યોગ્ય પ્રોડક્ટની છબી બતાવી શકો છો, જે લોકોને ખરીદી કરવા પ્રોત્સાહિત કરી શકે અને વધુ ક્લિક તથા રૂપાંતરણો લઈ આવી શકે.
તમારી વીડિયો જાહેરાતો સાથે તમે પ્રોડક્ટ ફીડનો ઉપયોગ કરી શકો તે પહેલાં, તમારે Merchant Center એકાઉન્ટમાં ફીડનું સેટઅપ કરવું, શૉપિંગ સંબંધી જાહેરાતો ચાલુ કરવી અને તમારા Merchant Center એકાઉન્ટને Google Ads એકાઉન્ટ સાથે લિંક કરવું જરૂરી બનશે.

સંબંધિત વીડિયો

An example of a video ad on YouTube, with related videos shown underneath
જાહેરાત YouTube પર ચાલતી હોય ત્યારે તમે વીડિયો જાહેરાત નીચે સંબંધિત વીડિયોની સૂચિ બતાવી શકો છો. આ વીડિયો તમારી જાહેરાતના મેસેજને પ્રાથમિક વીડિયો જાહેરાત કરતાં વધુ પ્રબળ અને વ્યાપક રીતે રજૂ કરી શકે છે. તમે ઝુંબેશ દીઠ 2 થી 5 સંબંધિત વીડિયો ઉમેરી શકો છો. સંબંધિત વીડિયો મોબાઇલ ડિવાઇસ પર YouTube ઍપમાં વીડિયો જાહેરાત ચાલતી હોય ત્યારે તેની નીચે દેખાય છે.
સંબંધિત વીડિયો એવી ઝુંબેશો માટે ઉપલબ્ધ હોય છે જે "પ્રોડક્ટ અથવા બ્રાંડ વિચારણા" તથા "બ્રાંડ જાગરૂકતા અને પહોંચ"ના લક્ષ્યોનો ઉપયોગ કરતી હોય (અથવા તમે CPV કે tCPM બિડિંગની વ્યૂહરચનાનો ઉપયોગ કરીને લક્ષ્યના માર્ગદર્શન વિના વીડિયો ઝુંબેશ બનાવી શકો છો).

વીડિયો ઍક્શન ઝુંબેશોમાં ક્રિયાપ્રતિક્રિયાત્મક સુવિધાઓનો ઉપયોગ કરો

વીડિયો ઍક્શન ઝુંબેશો YouTube પર અને તેની બહારની વધુ જગ્યાઓએ વધુ રૂપાંતરણો મેળવવાની સરળ અને કિફાયતી રીત છે — બધું એક જ ઑટોમૅટેડ ઝુંબેશમાં. વીડિયો ઍક્શન ઝુંબેશો કૉલ-ટુ-ઍક્શન બટન, સાઇટલિંક અસેટ, લીડ ફોર્મ અસેટ અને પ્રોડક્ટ ફીડને સપોર્ટ કરે છે. ઝુંબેશમાં આ ક્રિયાપ્રતિક્રિયાત્મક એલિમેન્ટનો ઉપયોગ કરીને તમે લોકોને તમારી પ્રોડક્ટ અથવા સેવા વિશે વધુ જાણકારી મેળવવા, તેમની સંપર્ક માહિતી શેર કરવા અને તમારા વ્યવસાય માટે મૂલ્યવાન હોય તેવી અન્ય ક્રિયાઓ કરવા પ્રોત્સાહિત કરી શકો છો. વીડિયો ઍક્શન ઝુંબેશો વિશે વધુ જાણો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2241640453406667850
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false