કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીઓ વિશે જાણો

કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી, જે "દૂર કરવાની નોટિસ" અથવા માત્ર "દૂર કરવું" તરીકે પણ ઓળખાય છે, એ કૉપિરાઇટના કથિત ઉલ્લંઘનને કારણે YouTube પરથી કન્ટેન્ટ કાઢી નાખવાની કાનૂની વિનંતી છે.

ધ્યાન રહે કે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી Content IDના દાવાઓથી અલગ છે.

પ્રક્રિયાની કામ કરવાની રીત

જો કૉપિરાઇટના માલિકને તેમનું કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ YouTube પર તેમની પરવાનગી વિના જોવા મળે, તો તેઓ કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી શકે છે.

કાઢી નાખવાની વિનંતી સબમિટ કર્યા પછી

કાઢી નાખવાની વિનંતી સબમિટ કર્યા પછી, YouTube તેનો રિવ્યૂ કરે છે, જેથી એ ખાતરી કરી શકાય કે લાગુ થતા કૉપિરાઇટના કાયદા મુજબ તેમાં આવશ્યક માહિતી શામેલ છે અને દુરુપયોગની કોઈ નિશાની જોવા મળતી નથી. જો કાઢી નાખવાની વિનંતી રિવ્યૂમાં પાસ થાય, તો લાગુ થતા કૉપિરાઇટના કાયદાનું પાલન કરવા માટે, YouTube કથિત રીતે ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ કાઢી નાખે છે.

જો કાઢી નાખવાની તમારી વિનંતીમાં માહિતી ખૂટતી હોય અથવા જો વધુ વિગતની જરૂર હોય, તો YouTube વધુ માહિતી માટે દાવેદારનો (જે વ્યક્તિએ કાઢી નાખવાની વિનંતી કરી છે, તેનો) સંપર્ક કરશે. ઉદાહરણ તરીકે, દાવેદારને આમ કરવાનું કહેવામાં આવી શકે છે:

  • કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કાર્ય માટે વધુ ચોક્કસ શીર્ષક પ્રદાન કરો
  • જો લાગુ થતું હોય, તો કૉપિરાઇટના માલિક વતી ક્રિયા કરવા માટે અધિકરણનો પુરાવો સબમિટ કરો
  • કૉપિરાઇટના અપવાદો, જેમ કે, ઉચિત ઉપયોગ અથવા ઉચિત વ્યવહારને ધ્યાનમાં લેવામાં આવ્યા છે કે નહીં, તે કન્ફર્મ કરો.

જ્યાં સુધી અમને જરૂરી માહિતી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સંબંધિત કન્ટેન્ટ YouTube પર રહી શકે છે.

જો કન્ટેન્ટ કાઢી નાખવામાં આવે

જો કાઢી નાખવાની વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવે, તો YouTubeમાંથી કન્ટેન્ટ કાઢી નાખવામાં આવે છે અને અપલોડકર્તાની ચૅનલ પર કૉપિરાઇટ સ્ટ્રાઇક લાગુ કરવામાં આવે છે. અપલોડકર્તા પાસે કૉપિરાઇટ સ્ટ્રાઇકનું નિરાકરણ કરવાના 3 વિકલ્પ હોય છે.

સામાન્ય પ્રશ્નો (FAQs)

YouTube કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીઓનો રિવ્યૂ કેવી રીતે કરે છે?

ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ અને માનવ રિવ્યૂઅર બન્નેના સંયોજનનો ઉપયોગ કરીને, કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીઓનો રિવ્યૂ કરવામાં આવે છે.

કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીઓ પર પ્રક્રિયા કરવા માટે, અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે. માનવ રિવ્યૂઅર દ્વારા લેવામાં આવેલા અગાઉના નિર્ણયોના ડેટા અંગે સિસ્ટમને સતત પ્રશિક્ષિત કરવામાં આવે છે અને વિનંતીમાં કાનૂની રીતે જરૂરી તમામ એલિમેન્ટ છે અને તે દુરુપયોગ કરનારી વિનંતી નથી એવો વધુ પ્રમાણમાં વિશ્વાસ હોય, ત્યારે જ કાઢી નાખવાની વિનંતીઓ પર પ્રક્રિયા કરવામાં આવે છે. દુરુપયોગ કરનારી વિનંતીઓ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કૉપિરાઇટની માલિકીના સંભવિત ખોટા દાવા દ્વારા YouTubeમાંથી કન્ટેન્ટને ઇરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ રીતે કાઢી નાખવાનો પ્રયાસ કરે છે.

જ્યારે અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમને ખાતરી ન હોય કે કાઢી નાખવાની વિનંતી માન્ય છે કે નહીં (તેમાં કાનૂની રીતે જરૂરી એલિમેન્ટ છે અને તે દુરુપયોગ કરતી નથી), ત્યારે પ્રશિક્ષિત માનવ રિવ્યૂઅર વિનંતીનું મૂલ્યાંકન કરે છે. જો વિનંતીને માન્ય કરવા માટે તેમને વધુ માહિતીની જરૂર પડે, તો માનવ રિવ્યૂઅર દાવેદારને ઇમેઇલ કરશે અને વધુ માહિતી માટે પૂછશે. ઉદાહરણ તરીકે, દાવેદારને આમ કરવાનું કહેવામાં આવી શકે છે:

  • કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત તમારા કાર્ય માટે વધુ ચોક્કસ શીર્ષક પ્રદાન કરો
  • તેઓ જે કૉપિરાઇટના માલિકનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, તેમના વતી કાર્ય કરવા માટે તેઓ અધિકૃત છે, તેનો પુરાવો સબમિટ કરો
  • વીડિયોને કૉપિરાઇટના અપવાદો, જેમ કે ઉચિત ઉપયોગ અથવા ઉચિત વ્યવહાર દ્વારા સુરક્ષિત કરી શકાય છે કે નહીં, એ તેમણે ધ્યાનમાં લીધું છે તે કન્ફર્મ કરો

જો દાવેદાર ઇમેઇલનો જવાબ ન આપે અથવા જરૂરી માહિતી પ્રદાન ન કરે, તો સંબંધિત કન્ટેન્ટ YouTube પર રહેશે.

કન્ટેન્ટનો રિવ્યૂ કરવા માટે, ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

ઉચ્ચ લેવલની સચોટતા જાળવી રાખીને અમને વધુ પ્રમાણમાં મળતી કાઢી નાખવાની વિનંતીઓના વધુ ઝડપી અને વધુ કાર્યક્ષમ જવાબો આપવા માટે, ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, 2022માં YouTubeને 1 કરોડ 60 લાખથી વધુ વીડિયો માટે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીઓ મળી હતી. વિનંતીઓનું પ્રમાણ આટલું વધુ હોવા છતાં, માન્ય હોવાની શક્યતા વધુ હોય તેવી કાઢી નાખવાની વિનંતીઓ પર પ્રક્રિયા કરવા માટે ઑટોમેશનનો ઉપયોગ કરવો, એ અમને સચોટતામાં બાંધછોડ કર્યા વિના જવાબ આપવાનો વધુ ઝડપી સમય પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે. વાસ્તવમાં, અમે જોઈએ છીએ કે કાઢી નાખવાની જે વિનંતીઓ પર અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ દ્વારા પ્રક્રિયા કરવામાં આવી છે, તેના માટે માનવ રિવ્યૂઅર દ્વારા પ્રક્રિયા કરવામાં આવેલી વિનંતીઓ કરતાં ઓછી વાર અપીલ કરવામાં આવે છે.

YouTubeની સિસ્ટમ કન્ટેન્ટનો રિવ્યૂ કેવી રીતે કરે છે તેના વિશે વધુ જાણો.  

હું વીડિયો માટે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી કેવી રીતે સબમિટ કરું?
વીડિયો માટે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવા, અહીં આપેલા પગલાં અનુસરો.
વીડિયો સિવાયના કન્ટેન્ટ માટે હું કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી કેવી રીતે સબમિટ કરું?
ચૅનલના આઇકનની છબીઓ જેવા વીડિયો સિવાયના કન્ટેન્ટને કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવા માટે, અહીં આપેલા પગલાં અનુસરો. અમારું વેબફોર્મ વીડિયો સિવાયના કન્ટેન્ટને કાઢી નાખવાની વિનંતીઓ પર પ્રક્રિયા કરી શકતું નથી. 
શું હું આખી ચૅનલ અથવા પ્લેલિસ્ટને કાઢી નાખવાની વિનંતી કરી શકું?
ના, તમે ન કરી શકો. તમારે કથિત રીતે ઉલ્લંઘન કરતા કોઈપણ વીડિયોની ઓળખ તેના વીડિયો URL દ્વારા કરવી જરૂરી છે. 

વીડિયોનું URL કેવી રીતે મેળવવું તે અહીં આપ્યું છે:

  1. YouTube પર વિવાદિત વીડિયો શોધો.
  2. સૌથી ઉપર રહેલા ઍડ્રેસ બારમાં, આના જેવું વીડિયો URL હોવું જોઈએ: www.youtube.com/watch?v=xxxxxxxxxxx

કૉપિરાઇટ સંબંધિત વિનંતી સબમિટ કરવા માટે, અહીં આપેલા પગલાં અનુસરો. 

જ્યારે પણ હું કૉપિરાઇટ કાઢી નાખવાની નવી વિનંતી સબમિટ કરું, ત્યારે શા માટે મારે તમને મારી બધી માહિતી આપવી પડે છે?

લાગુ થતા કૉપિરાઇટના કાયદા અનુસાર, અમારી આવશ્યકતા છે કે કૉપિરાઇટના ઉલ્લંઘનના પ્રત્યેક આરોપ માટે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી અમને મોકલવામાં આવે.

કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવાની સૌથી સરળ રીત છે YouTubeમાં સાઇન ઇન કરીને અમારા વેબફોર્મનો ઉપયોગ કરવો.

ધ્યાનમાં રાખજો કે કૉપિરાઇટના મેનેજમેન્ટની જેને વારંવાર જરૂર પડતી હોય, તેવા કૉપિરાઇટના માલિકો માટે અમે વધારાના કૉપિરાઇટ મેનેજમેન્ટ ટૂલ ઑફર કરીએ છીએ.
મેં YouTubeને મારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરતા વીડિયો વિશે કહ્યું અને તેને કાઢી નાખવામાં આવ્યો. તેને સાઇટ પર ફરી ચાલુ કરવામાં આવી શકે છે, એમ જણાવતો ઇમેઇલ મને શા માટે મળ્યો છે?
કાઢી નાખવાની તમારી વિનંતીના જવાબમાં, અમને અપલોડકર્તા તરફથી પ્રતિવાદ મળ્યો હોવાની સંભાવના છે. જો તમે એ સાબિત ન કરો કે તમે કથિત રીતે ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિને રોકવા માટે નિર્માતા સામે કોર્ટમાં કાર્યવાહી કરી છે, તો વીડિયો ફરી ચાલુ કરવામાં આવશે. જો અમને 10 દિવસની અંદર તમારી પાસેથી સૂચના ન મળે, તો અમે YouTube પર કન્ટેન્ટને ફરી ચાલુ કરી શકીએ છીએ. પ્રતિવાદનો જવાબ આપવા વિશે વધુ જાણો.
કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત મારા કાર્યોના અનધિકૃત ઉપયોગને મંજૂર કરતા પાસવર્ડ અથવા કી જનરેટર આપતા વીડિયોની જાણ હું કેવી રીતે કરી શકું?
જો કોઈ વીડિયોમાં પાસવર્ડ, કી જનરેટર અથવા ક્રૅક વડે તમારા સૉફ્ટવેર પરના પ્રતિબંધોને કેવી રીતે બાયપાસ કરવા તે સમજાવવામાં આવ્યું હોય, તો અમને જાણ કરવા માટે અમારા અન્ય કાનૂની સમસ્યાઓ ફોર્મનો ઉપયોગ કરો.
હું અન્ય પ્લૅટફૉર્મ પરથી મારા વીડિયોની કૉપિ કેવી રીતે કાઢું?

જો તમને તમારી પરવાનગી વિના અન્ય પ્લૅટફૉર્મ પર તમારો YouTube વીડિયો જોવા મળે, તો તમારે વીડિયોને કાઢી નાખવાની વિનંતી કરવા માટેની તેમની પ્રક્રિયા અનુસરવી પડશે. YouTube તમારા માટે કાઢી નાખવાની વિનંતી કરી શકતું નથી.

નિર્માતાઓને વીડિયો અપલોડ કરવાની પરવાનગી આપતી મોટાભાગની સાઇટ ડિજિટલ મિલેનિયમ કૉપિરાઇટ કાયદો (DMCA) સેફ હાર્બર પર આધાર રાખે છે. જ્યારે તેમને કૉપિરાઇટના માલિક તરફથી કૉપિરાઇટ કાઢી નાખવાની સંપૂર્ણ અને માન્ય વિનંતી મળે, ત્યારે તેમણે કન્ટેન્ટ કાઢી નાખવું જોઈએ. કેટલાક અપવાદો છે, પણ જો તમને ખાતરી હોય કે તમારા કાર્યની કૉપિ ઉચિત ઉપયોગ અથવા ઉચિત વ્યવહાર જેવા કૉપિરાઇટના અપવાદ માટેની યોગ્યતા ધરાવતી નથી, તો તમે તેને કાઢી નાખવાની વિનંતી કરી શકો છો.

કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીમાં તમારે શું શામેલ કરવાની જરૂર છે તે સમજવા માટે, DMCA દૂર કરવાની નોટિસની જરૂરિયાતોનો રિવ્યૂ કરો.

મોટાભાગની સાઇટને અમુક ચોક્કસ વીડિયો URLની લિંકની જરૂર પડે છે. જો તમને URL ન મળે, તો તમે તેને મેળવવા માટે વીડિયો પર રાઇટ-ક્લિક કરીને અથવા વીડિયોના ટાઇમસ્ટેમ્પ પર ક્લિક કરવાનો પ્રયાસ કરી શકો છો.

DMCA પર આધાર રાખતી સાઇટ પાસે યુએસ કૉપિરાઇટ ઑફિસ અને તેમની વેબસાઇટ પર સૂચિબદ્ધ નિયુક્ત DMCA એજન્ટ માટેની સંપર્ક માહિતી હોવી આવશ્યક છે. જો તમને તમારી પરવાનગી વિના આ સાઇટ પૈકી કોઈ એક પર તમારો વીડિયો જોવા મળે, તો તમે તમારી કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી નીચેના યોગ્ય ઇમેઇલ ઍડ્રેસ પર મોકલી શકો છો. જો તમે જે સાઇટ શોધી રહ્યાં છો તે નીચે સૂચિબદ્ધ ન હોય, તો તમે યુએસ કૉપિરાઇટ ઑફિસનો DMCA એજન્ટ ડેટાબેઝ પણ ચેક કરી શકો છો.

Dailymotion: notifications@dailymotion.com

Instagram: ip@instagram.com

Facebook: ip@fb.com

TikTok: copyright@tiktok.com

Twitter: copyright@twitter.com

Vimeo: dmca@vimeo.com 

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9121709413328647787
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false