YouTube પર Primetime ચૅનલ ખરીદો અને તેને જુઓ

Looking to sign up for NFL Sunday Ticket? We’re running a presale offer (ending 2/28) for the next season of NFL Sunday Ticket as a Primetime Channel via YouTube, or as an add-on via YouTube TV. Learn more. If you’re an existing customer, you can confirm your auto-renew status and billing date for YouTube here and for YouTube TV, here.

તમે YouTube પર Primetime ચૅનલ વડે ત્રણ જેટલા ડિવાઇસ પર આધિકારિક મૂવી, ટીવી શો અને લાઇવ કન્ટેન્ટ બ્રાઉઝ કરી શકો છો અને તેને જોઈ શકો છો. તમે YouTube TV પર કોઈ વ્યક્તિગત નેટવર્ક માટે સાઇન અપ કરીને અથવા કોઈ Primetime ચૅનલ ખરીદવા માટે નીચે આપેલા પગલાં અનુસરીને આમ કરી શકો છો.

નોંધ: જાહેરાતો હોવી જોઈએ કે નહીં, તે કન્ટેન્ટ પ્રદાતાઓ નક્કી કરે છે. નેટવર્ક અને તમે ખરીદેલા ચોક્કસ કન્ટેન્ટના આધારે અમુક પ્રોગ્રામમાં જાહેરાત વિરામ હશે, અમુકમાં નહીં હોય. તમારા પ્લાન અને જાહેરાતના અનુભવ વિશેની વિગતો માટે, તમારા પ્રદાતાના દસ્તાવેજ ચેક કરો.

YouTube પર Primetime ચૅનલ ખરીદવાની રીત [માત્ર યુએસ માટે]

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

YouTube પર Primetime ચૅનલ ખરીદો અને તેને જુઓ

  1. મૂવી અને શો પર જાઓ.
  2. Primetime ચૅનલ હેઠળ, તમને જોઈતી ચૅનલ પસંદ કરો.
  3. ચૅનલનો લોગો પસંદ કરો અને ખરીદવા માટેના પગલાં અનુસરો. Primetime ચૅનલ ખરીદવા માટે, તમે કોઈ નેટવર્ક ચૅનલ શોધીને પણ સાઇન અપ કરો પસંદ કરી શકો છો. એકવાર તમે સાઇન અપ કરી લો, તે પછી તમે તમારા ખરીદેલા નેટવર્ક અહીં અને તમારી લાઇબ્રેરીમાં જોઈ શકો છો. અમુક ચોક્કસ કન્ટેન્ટ જોવા માટે, તમારે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવાની જરૂર પડી શકે છે.

નોંધ: તમે NFL Sunday Ticket Primetime ચૅનલ પણ મેળવી શકો છો.

કોઈ સ્માર્ટ ટીવી પર Primetime ચૅનલ ખરીદો અને તેને જુઓ

  1. તમારા સપોર્ટેડ સ્માર્ટ ટીવી પર YouTube ઍપ ખોલો. તમારું કમ્પ્યૂટર અને સ્માર્ટ ટીવી સમાન વાઇ-ફાઇ નેટવર્ક પર હોવાની ખાતરી કરો.
  2. મૂવી અને શો પર જાઓ.
  3. Primetime ચૅનલ હેઠળ, તમને જોઈતી ચૅનલ પસંદ કરો.
  4. ચૅનલનો લોગો પસંદ કરો અને ખરીદવા માટેના પગલાં અનુસરો. Primetime ચૅનલ ખરીદવા માટે, તમે કોઈ નેટવર્ક ચૅનલ શોધીને પણ સાઇન અપ કરો પસંદ કરી શકો છો. એકવાર તમે સાઇન અપ કરી લો, તે પછી તમે તમારા ખરીદેલા નેટવર્ક અહીં અને તમારી લાઇબ્રેરીમાં જોઈ શકો છો. અમુક ચોક્કસ કન્ટેન્ટ જોવા માટે, તમારે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવાની જરૂર પડી શકે છે.

નોંધ: જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા કે યુનાઇટેડ કિંગડમમાં રહેતા દર્શક હો, તો તમે સ્ટ્રીમિંગ ઍપ અને સેવાઓ વચ્ચે સ્વિચ કર્યા વિના Primetime ચૅનલ જોઈ શકો છો. જો તમે કોઈ ચૅનલ ઉમેરવા માગતા હો, તો અમને જણાવો.

નોંધ: YouTube પર Primetime ચૅનલમાં અમુક પ્રોગ્રામ માટે, તમને પ્રતિબંધો જોવા મળી શકે છે. તમારું વર્તમાન લોકેશન, કન્ટેન્ટ, ડિવાઇસ અને અન્ય પ્રતિબંધોના આધારે, કન્ટેન્ટના માલિકો જોવાના આ નિયંત્રણો સેટ કરે છે. જો પ્રતિબંધ તમારા લોકેશન પૂરતો મૂકવામાં આવ્યો હોય, તો અમે તમને તેની જાણ કરવાના બનતા બધા પ્રયાસ કરીશું.

YouTube Premiumના સબ્સ્ક્રાઇબર માટે માહિતી

જાહેરાતમુક્ત જોવા જેવી YouTube Premiumની અમુક સુવિધાઓ Primetime ચૅનલ પર ઉપલબ્ધ નથી. તમે YouTube Premium સબ્સ્ક્રાઇબર હો અને તમે Primetime ચૅનલ ખરીદો, તો તમે આ ન કરી શકો:

  • ઑફલાઇન જોવા માટે પ્રોગ્રામ ડાઉનલોડ કરવા
  • મોબાઇલ ડિવાઇસ પર અન્ય ઍપનો ઉપયોગ કરતી વખતે બૅકગ્રાઉન્ડમાં વીડિયો ચલાવવા
  • કોઈપણ વ્યાવસાયિક વિરામ વિના પ્રોગ્રામ જોવા

YouTube TVના સબ્સ્ક્રાઇબર માટે માહિતી

મોટે ભાગે YouTube TVના સભ્યો માટે વ્યક્તિગત રીતે ખરીદી કરવા ઉપલબ્ધ નેટવર્કની ખરીદી, Primetime ચૅનલ સાથે પણ કરી શકાય છે. આ વિકલ્પ શામેલ નથી:

  • નેટવર્ક પૅકેજ, જેમ કે Sports Plus, Spanish Plus અને Entertainment Plus.
  • આ પૅકેજમાં શામેલ અમુક ચોક્કસ નેટવર્ક Primetime ચૅનલ સાથે અલગથી ખરીદી કરવા માટે ઉપલબ્ધ છે.

YouTube TVના સબ્સ્ક્રાઇબર, YouTube અને YouTube TV પર પસંદગીના પ્રોગ્રામ જોઈ શકે છે, પરંતુ જોવાનો અનુભવ અલગ હોઈ શકે છે. YouTube તમને કદાચ YouTube TV પર ઉપલબ્ધ ન હોય, એવી કેટલીક પ્રીમિયમ સુવિધાઓ, કન્ટેન્ટ અને ટિયરનો ઍક્સેસ આપે છે.

નોંધ: તમે કોઈ Primetime ચૅનલને રદ કરી શકો છો અને કોઈપણ સમયે રિફંડની વિનંતી કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6534845947501168690
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false