Creator Music વડે આવકની વહેંચણી કરવી

હાલની ઇવેન્ટના કારણે કમાણી કરવા માટે યોગ્ય ઠરતું હોય અથવા આવકની વહેંચણી માટે ઉપલબ્ધ હોય તેવું લાગતું અમુક કન્ટેન્ટ રશિયા અને બેલારુસમાં બ્લૉક કરી દેવાય તેમ બની શકે.
નોંધ: Creator Music બીટામાં છે. અમે ધીરે-ધીરે તેને YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)ના યુએસના નિર્માતાઓ માટે રજૂ કરી રહ્યા છીએ, ત્યાર બાદ યુએસ બહારના YPPના નિર્માતાઓ સુધી તેને લઈ જવાની યોજના છે.
આ લેખમાં વર્ણવેલી સુવિધાઓ વેબ બ્રાઉઝર મારફતે ઉપલબ્ધ છે.
 

જો તમે એવા ટ્રૅકનો ઉપયોગ કરો જે તમારા વીડિયોની આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતો હોય, તો તેનો અર્થ એ છે કે તમે ટ્રૅકના અધિકાર ધારકો સાથે વીડિયોની આવકને વિભાજિત કરી શકો છો.

આવકની વહેંચણી કરવાનું શરૂ કરો

કોઈ વીડિયો પર મ્યુઝિકની આવકની વહેંચણી શરૂ કરવા માટે:

  1. આવકની વહેંચણી કરી શકતા ટ્રૅક શોધો.
  2. આવકની વહેંચણીની ઉપયોગની જરૂરિયાતો પૂરી કરતો વીડિયો બનાવો.
  3. YouTube પર વીડિયો અપલોડ કરો.
  4. અપલોડ પ્રક્રિયાના તપાસ તબક્કા દરમિયાન અમે તમારા વીડિયોમાં કૉપિરાઇટ દ્વારા સંરક્ષિત કન્ટેન્ટ બાબતે તપાસ કરીશું. આવકની વહેંચણી માટે યોગ્ય ઠરતો ટ્રૅક મળે, તો તમારા વીડિયો માટે ઑટોમૅટિક રીતે આવકની વહેંચણી ચાલુ થશે (આવક વહેંચી ન શકે તેવા કન્ટેન્ટ પર Content IDનો દાવો ન હોય તો).
તમારો વીડિયો YouTube પર પબ્લિશ થાય કે તરત જ આવકની વહેંચણી શરૂ થાય છે.

આવકની વહેંચણીની ઉપયોગની જરૂરિયાતો સમજો

Creator Musicમાંથી આવકની વહેંચણી કરતા ટ્રૅકનો ઉપયોગ કરતા વીડિયોએ આવકની વહેંચણી કરવા યોગ્ય બનવા માટે, ઉપયોગ સંબંધિત આ જરૂરિયાતો પૂરી કરવી આવશ્યક છે:

  • ટ્રૅક અને વીડિયોની અવધિ: વીડિયો ઉચિત લંબાઈવાળા વીડિયોમાં ટ્રૅકનો ઉચિત પ્રમાણમાં ઉપયોગ કરે છે:
    • જો ટ્રૅક લાઇસન્સ ખરીદવાયોગ્ય હોય, પણ તમે લાઇસન્સ ખરીદવા ન માગતા હો, તો તમે 3 મિનિટથી લાંબા વીડિયોમાં 30 સેકન્ડ કરતાં ઓછા સમય માટે ટ્રૅકનો ઉપયોગ કરીને આવકની વહેંચણી કરી શકો છો.
    • જો ટ્રૅક લાઇસન્સ ખરીદવાયોગ્ય ન હોય, પણ આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતો હોય, તો તમે કોઈપણ અવધિના વીડિયોમાં ટ્રૅકના જોઈએ તેટલા ભાગનો ઉપયોગ કરીને આવકની વહેંચણી કરી શકો છો.
  • કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત કોઈ સમસ્યા ન હોવી જોઈએ: વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત કોઈ સમસ્યા ન હોઈ શકે, જેમ કે:
  • લાઇવ સ્ટ્રીમ કે Shorts ન હોવો જોઈએ: વીડિયો લાઇવ સ્ટ્રીમ કે Short ન હોઈ શકે. Shortsની આવકની વહેંચણી વિશે જાણો.
જો ઉપયોગ સંબંધિત જરૂરિયાતોનું પાલન ન કરવામાં આવે, તો તમારા વીડિયોને Content IDનો દાવો અથવા કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી મળી શકે છે, જે તમારી કમાણી કરવાની પ્રક્રિયાને બંધ કરી શકે છે અથવા તમારા વીડિયોને બ્લૉક કરી શકે છે.

યાદ રાખો કે ઉપયોગ સંબંધિત જરૂરિયાતોમાં અધિકાર ધારકોની વિવેકબુદ્ધિ પ્રમાણે ફેરફાર થઈ શકે છે. ઉદાહરણ તરીકે, તમે આવકની વહેંચણી કરતા ટ્રૅકનો ઉપયોગ કરતો વીડિયો અપલોડ કરો, તે પછી અધિકાર ધારક ટ્રૅક માટે કમાણી કરવાની પ્રક્રિયાને બંધ કરી શકે છે, જે તમારા વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયાને બંધ કરશે. ઉપયોગની શરતોમાં ફેરફારો અમુક પ્રદેશોમાં અથવા તમામ પ્રદેશોમાં લાગુ થઈ શકે છે. 

આવકની વહેંચણીની ગણતરીની રીત સમજો

Creator Music વડે, જો લાંબો વીડિયો આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા ટ્રૅકનો ઉપયોગ કરે, તો નીચેના ઉદાહરણોમાં બતાવ્યા પ્રમાણે મ્યુઝિકના અધિકારો મેળવવાની કિંમતોને આવરી લેવા માટે, આવકની વહેંચણીના સ્ટૅન્ડર્ડ 55% હિસ્સાની ગોઠવણ કરવામાં આવે છે. આ આના પર આધાર રાખે છે:

  • ઉપયોગમાં લીધેલા ટ્રૅકની સંખ્યા: નિર્માતા તેમના વીડિયોમાં આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા કેટલા ટ્રૅકનો ઉપયોગ કરે છે (નીચે ઉદાહરણો જુઓ).
  • મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો: કાર્યપ્રદર્શનના અધિકારો જેવા મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતોને આવરી લેવા માટે કપાત. આ કપાત 5% સુધીની હોઈ શકે છે અને તે Creator Musicના, આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા તમામ ટ્રૅકમાં મ્યુઝિકના આ વધારાના અધિકારોની મિશ્રિત કિંમત દર્શાવશે.
આવકની વહેંચણીની ગણતરીના ઉદાહરણો

ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 1 ટ્રૅકનો ઉપયોગ

ઉદાહરણ: નિર્માતા તેમના લાંબા વીડિયોમાં આવકની વહેંચણી કરતા 1 ટ્રૅકનો ઉપયોગ કરે છે અને આવકની વહેંચણીના સ્ટૅન્ડર્ડ 55% હિસ્સાની અડધી રકમ (27.5%) કમાય છે. ઉદાહરણ તરીકે, મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો માટે 2.5%ની કપાત કરવામાં આવી શકે છે.

આ વીડિયો માટે, નિર્માતા કુલ આવકના 25%ની કમાણી કરશે (27.5% - 2.5%).

 
ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 1 ટ્રૅકનો ઉપયોગ
ઉદાહરણ આવકની વહેંચણી: 55% ÷ 2 27.5%
ઉદાહરણ મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો - 2.5%
ઉદાહરણ કુલ આવક 25%

ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 2 ટ્રૅક અને લાઇસન્સવાળા 1 ટ્રૅકનો ઉપયોગ

ઉદાહરણ: નિર્માતા તેમના લાંબા વીડિયોમાં આવકની વહેંચણી કરતા 2 ટ્રૅકનો અને લાઇસન્સવાળા 1 ટ્રૅકનો ઉપયોગ કરે છે અને આવકની વહેંચણીના સ્ટૅન્ડર્ડ 55% હિસ્સામાંથી 1/3 કમાય છે (18.33%). ઉદાહરણ તરીકે, મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો માટે 2%ની કપાત કરવામાં આવી શકે છે.

આ વીડિયો માટે, નિર્માતા કુલ આવકના 16.33%ની કમાણી કરશે (18.33% - 2%).

 
ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 2 ટ્રૅક અને લાઇસન્સવાળા 1 ટ્રૅકનો ઉપયોગ
ઉદાહરણ આવકની વહેંચણી: 55% ÷ 3 18.33%
ઉદાહરણ મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો - 2.5%
ઉદાહરણ કુલ આવક 15.83%

આવકની વહેંચણીનું સ્ટેટસ ચેક કરો

વીડિયો પબ્લિશ કર્યા પછી તમે YouTube Studioમાં તેના આવકની વહેંચણીના સ્ટેટસ વિશે માહિતી મેળવી શકો છો:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. વીડિયો ટૅબમાં, તમે જે વીડિયોમાં આવકની વહેંચણી કરતો ટ્રૅક ઉમેર્યો હોય તે શોધો.
  4. વીડિયો આવકની વહેંચણી કરતો હોવાનું કન્ફર્મ કરવા માટે, કમાણી કરવાની પ્રક્રિયાની કૉલમમાં શેરિંગ શોધો.
  5. વિગતો માટે વીડિયો થંબનેલ પર ક્લિક કરો.
  6. ડાબી બાજુના મેનૂમાંથી, કૉપિરાઇટ પસંદ કરો
  7. વીડિયો પર અસર કૉલમમાં આવકની વહેંચણી પર કર્સર લઈ જાઓ.

ધ્યાનમાં રાખો કે ઉપયોગની વિગતો અધિકાર ધારકોની વિવેકબુદ્ધિ અનુસાર બદલાય શકે છે.

 

વધુ માહિતી

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10169832734852704752
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false