પ્રતિવાદનો પ્રત્યુત્તર આપો

કન્ટેન્ટ કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીને કારણે કાઢી નખાયું હોય, તો કન્ટેન્ટના અપલોડકર્તા અથવા અધિકૃત પ્રતિનિધિ કૉપિરાઇટ બાબતે પ્રતિવાદ સબમિટ કરી શકે છે. કહેવાતી ભૂલ અથવા ખોટી ઓળખને કારણે કાઢી નખાયેલા કન્ટેન્ટને ફરી ચાલુ કરવા માટેની આ કાનૂની વિનંતી છે.

દાવેદારને (જેમણે મૂળ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી હતી તેમને) પ્રત્યુત્તર માટે તો પ્રતિવાદ ફૉરવર્ડ કરાય છે, જો:

  • બધી કાનૂની જરૂરિયાતો પૂરી થતી હોય
  • અપલોડકર્તા કન્ટેન્ટનો ઉપયોગ કરવાના તેમના અધિકારને સ્પષ્ટતાથી વર્ણવતા હોય
વિવાદાસ્પદ કન્ટેન્ટ YouTube પર ફરી ચાલુ થતું રોકવા માટે કાયદેસર પગલું લેવાયાના પુરાવા સાથે જવાબ આપવા માટે દાવેદારો પાસે અમેરિકાના 10 કામકાજી દિવસનો સમય હોય છે.

કાયદેસર પગલાનો પુરાવો મેળવવો

પ્રતિવાદનો પ્રત્યુત્તર આપવા માટે દાવેદારોએ નીચેના કાયદેસર પગલાંમાંથી કોઈ એક પગલું લેવાયાનો પુરાવો શામેલ કરવો જરૂરી છે:

  • કહેવાતી ઉલ્લંઘનકારક પ્રવૃત્તિને રોકવા માટે અપલોડકર્તા વિરુદ્ધ કોર્ટનો ઑર્ડર મેળવવા માટેનું પગલું (માત્ર નુકસાની માટેનો દાવો નહીં).
  • લાગુ થતું હોય ત્યાં, યુએસ કૉપિરાઇટ ઑફિસના કૉપિરાઇટ ક્લેમ્સ બોર્ડ (CCB) મારફતે અપલોડકર્તા વિરુદ્ધ કૉપિરાઇટ ઉલ્લંઘનનો દાવો (જો અપલોડકર્તા યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત હોય તો).

દાવેદારના પગલાં અથવા દાવામાં અપલોડકર્તાનું નામ અને ચોક્કસ વિવાદાસ્પદ કન્ટેન્ટ, જેમ કે YouTube વીડિયોના URLs હોવા જોઈએ. સ્વીકાર્ય પુરાવામાં નીચેનામાંથી કોઈ એકની કૉપિનો સમાવેશ થઈ શકે:

  • મુકદ્દમો
  • કોર્ટનો ઑર્ડર
  • CCB દાવો
  • ઉલ્લંઘન થયું હોવાનું CCB તરફથી થયેલું નિરાકરણ

જે કોર્ટના અધિકાર ક્ષેત્રમાં કૉપિરાઇટના કેસ રિવ્યૂ કરવાનું હોય તે કોર્ટમાં મુકદ્દમા દાખલ થવા જોઈએ. યુનાઇટેડ સ્ટેટ્સમાં દાખલ થયેલા મુકદ્દમા માટે, અમે માત્ર ફેડરલ કોર્ટમાં દાખલ થયેલા દાવા જ સ્વીકારી શકીએ.

ખોટી માહિતી દાખલ કરશો નહીં. કપટપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવા જેવા, અમારી પ્રક્રિયાઓના દુરુપયોગના કારણે તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરી શકાય છે અથવા અન્ય કાયદાકીય પરિણામો આવી શકે છે.

ઇમેઇલ મારફતે પ્રત્યુત્તર આપવો

પ્રતિવાદનો પ્રત્યુત્તર આપવા માટે:

  1. ઉપર વર્ણવ્યા મુજબ કાયદેસર પગલું લેવાયાના પુરાવાની કૉપિ મેળવો.
    • ક્લાઉડમાં સ્ટોર કરેલી ફાઇલોની લિંક, જેમ કે Google Driveની લિંક સ્વીકાર્ય નથી.
  2. YouTube તરફથી ફૉરવર્ડ કરાયેલા પ્રતિવાદના ઇમેઇલ પર જાઓ.
    • કાઢી નાખવાની મૂળ વિનંતી સબમિટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ઇમેઇલ ઍડ્રેસ પર પ્રતિવાદ મોકલાય છે. 
  3. પુરાવાની કૉપિ સાથે સીધો ઇમેઇલને જ જવાબ આપો.
    • તમારો જવાબ YouTubeને નવા ઇમેઇલ તરીકે ન મોકલો.

સામાન્ય પ્રશ્નો (FAQs)

પ્રતિવાદનો પ્રત્યુત્તર આપવા માટે મારી પાસે કેટલો સમય છે?
દાવેદારો પાસે પ્રતિવાદના ઇમેઇલનો કાયદેસર પગલું લેવાયાના જરૂરી પુરાવા સાથે જવાબ આપવા માટે અમેરિકાના 10 કામકાજી દિવસનો સમય હોય છે.
કાયદેસર પગલું લેવાયાનો પુરાવો હું સબમિટ કરું પછી શું થાય છે?
કાયદેસર પગલાં પર કામગીરી બાકી હશે ત્યાં સુધી વિવાદાસ્પદ કન્ટેન્ટ YouTube પર ફરી ચાલુ થશે નહીં. કાયદેસર પગલાં પર કામગીરી બાકી હોય ત્યારે કૉપિરાઇટ ઉલ્લંઘનના દાવા અને પ્રતિવાદનું પણ નિરાકરણ ન આવેલું ગણાશે.
હું પ્રતિવાદનો પ્રત્યુત્તર ન આપું તો શું થાય?
દાવેદાર પ્રતિવાદનો પ્રત્યુત્તર ન આપે અથવા પુરાવો અપૂરતો કે ખૂટતો હોય, તો વિવાદાસ્પદ કન્ટેન્ટ YouTube પર ફરી ચાલુ કરી દેવાય તેમ બની શકે.

વધુ માહિતી

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13546305108391631442
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false