તમારા કન્ટેન્ટની પહોંચ અને એંગેજમેન્ટ વિશે સમજો

YouTube Analyticsનું કન્ટેન્ટ ટૅબ તમને તમારા ઑડિયન્સને તમારું કન્ટેન્ટ કેવું લાગે છે, તમારા ઑડિયન્સ શું જુએ છે અને તેઓ તમારા કન્ટેન્ટ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેનો ઓવરવ્યૂ આપે છે. તમે પહોંચ અને એંગેજમેન્ટ માટે નીચેના ટૅબ પણ જોઈ શકો છો: બધા, વીડિયો, Shorts, લાઇવ અને પોસ્ટ. એંગેજમેન્ટ મેટ્રિકની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે વિશે વધુ જાણો.

નોંધ: કન્ટેન્ટ ટૅબ ફક્ત ચૅનલ લેવલ પર જ ઉપલબ્ધ છે.

તમારા કન્ટેન્ટની પહોંચ અને એંગેજમેન્ટ વિશે વધુ જાણવા માટે, YouTube નિર્માતાની ચૅનલમાંથી નીચેનો વીડિયો જુઓ.

Analyticsમાં કન્ટેન્ટ ટૅબ (વીડિયો, Shorts, લાઇવ અથવા પોસ્ટ અનુસાર સૉર્ટ કરવું)

 

નિર્માતાઓ માટે કન્ટેન્ટ ટૅબ માટેની ટિપ જુઓ.

તમારી પહોંચ અને એંગેજમેન્ટ રિપોર્ટ જુઓ

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી Analytics પસંદ કરો.
  3. સૌથી ઉપરના મેનૂમાંથી કન્ટેન્ટ પસંદ કરો.

નોંધ: તમે ચોક્કસ ડેટા મેળવવા, પર્ફોર્મન્સ જોવા માટે અને ડેટાની નિકાસ કરવા માટે વિસ્તૃત કરેલો વિશ્લેષણ રિપોર્ટ જોવા વધુ જુઓ અથવા વિગતવાર મોડ પર ક્લિક કરો.

બધા

વ્યૂ

આ રિપોર્ટ Shorts, વીડિયો અને લાઇવ સ્ટ્રીમ માટે તમારા કન્ટેન્ટ પર મળેલા કાયદેસરના વ્યૂની સંખ્યા બતાવે છે.

ઇમ્પ્રેશન અને તે કઈ રીતે જોવાયાના સમયમાં ફેરવાય છે

આ રિપોર્ટ તમને બતાવે છે કે દર્શકોને YouTube પર થંબનેલ કેટલી વાર બતાવવામાં આવી હતી (ઇમ્પ્રેશન), કેટલી વાર તે થંબનેલ વ્યૂમાં પરિણમી હતી (ક્લિક-થ્રૂ રેટ) અને છેવટે તે વ્યૂ કેવી રીતે જોવાયાના સમયમાં ફેરવાયા હતા. ઇમ્પ્રેશન અને CTR ડેટાનો ઉપયોગ કરવા માટેની વધુ ટિપ વિશે જાણો.

પબ્લિશ કરેલું કન્ટેન્ટ

આ રિપોર્ટ YouTube પર તમે પબ્લિશ કરેલા વીડિયો, Shorts, લાઇવ સ્ટ્રીમ અને પોસ્ટની સંખ્યા બતાવે છે.

વિવિધ ફૉર્મેટમાં દર્શકોની સંખ્યા

આ રિપોર્ટ ફૉર્મેટ (વીડિયો, Shorts અને લાઇવ) પ્રમાણે તમારા કન્ટેન્ટનો વપરાશ કરતા દર્શકોનું બ્રેકડાઉન અને તેમના ઓવરલેપ થવાની માહિતી બતાવે છે

દર્શકોએ તમારું કન્ટેન્ટ કેવી રીતે શોધ્યું

આ રિપોર્ટ તમને બ્રાઉઝ કરવાની સુવિધાઓ, Shorts ફીડ, સૂચવેલા વીડિયો, YouTube શોધ, ચૅનલના પેજ અને અન્ય બાબતોની અંદર તમારા દર્શકોએ તમારું કન્ટેન્ટ કેવી રીતે શોધ્યું તે બતાવે છે.

સબ્સ્ક્રાઇબર

આ રિપોર્ટ પ્રત્યેક પ્રકારના કન્ટેન્ટમાંથી તમે મેળવેલા સબ્સ્ક્રાઇબરની સંખ્યા બતાવે છે: વીડિયો, Shorts, લાઇવ સ્ટ્રીમ, પોસ્ટ અને અન્ય. “અન્ય”માં YouTube શોધ અને તમારા ચૅનલના પેજમાંના સબ્સ્ક્રિપ્શન શામેલ હોય છે. આ માહિતી કેવું કન્ટેન્ટ દર્શકોને સબ્સ્ક્રાઇબરમાં ફેરવવા માટે સહાય કરે છે તે સમજવામાં સહાય કરે છે.

વીડિયો

અગત્યના મેટ્રિક્સ બતાવતું કાર્ડ

આ તમને તમારા વ્યૂ, જોવાનો સરેરાશ સમયગાળો, ઇમ્પ્રેશન અને ઇમ્પ્રેશન ક્લિક-થ્રૂ રેટનો વિઝ્યુઅલ ઓવરવ્યૂ આપે છે.

ઑડિયન્સ રિટેન્શન માટે મહત્ત્વની પળો

આ રિપોર્ટ બતાવે છે કે તમારા વીડિયોની વિભિન્ન પળો કેટલી સારી રીતે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરે છે. તમે સમાન લંબાઈના તમારા નવીનતમ 10 વીડિયોની સરખામણી કરવા માટે સામાન્ય ધારણાનો પણ ઉપયોગ કરી શકો છો.

દર્શકો તમારા વીડિયો કેવી રીતે શોધે છે

આ રિપોર્ટ તમને YouTube શોધ, બ્રાઉઝ કરવાની સુવિધાઓ, સૂચવેલા વીડિયો, બાહ્ય, ચૅનલના પેજ અને અન્ય બાબતોની અંદર તમારા દર્શકોએ તમારા વીડિયો કેવી રીતે શોધ્યા તે બતાવે છે.

લોકપ્રિય વીડિયો

આ રિપોર્ટ તમારા સૌથી લોકપ્રિય વીડિયો હાઇલાઇટ કરે છે.

Shorts

અગત્યના મેટ્રિક્સ બતાવતું કાર્ડ

આ તમને તમારા વ્યૂ, પસંદ અને સબ્સ્ક્રાઇબરનો વિઝ્યુઅલ ઓવરવ્યૂ આપે છે.

દર્શકો તમારા Shorts કેવી રીતે શોધે છે

આ રિપોર્ટ તમને તમારા દર્શકોએ Shorts ફીડ, YouTube શોધ, ચૅનલના પેજ, બ્રાઉઝ કરવાની સુવિધા, બાહ્ય અને અન્ય બાબતોની અંદર તમારા Shorts કેવી રીતે શોધ્યા તે બતાવે છે.

ફીડમાં બતાવો

Shorts ફીડમાં કેટલી વાર તમારા Shorts બતાવવામાં આવ્યા તેની સંખ્યા.

જોયા (વિરુદ્ધ સ્વાઇપ કર્યા)

તમારા Shorts જોનારા કુલ દર્શકોની ટકાવારી વિરુદ્ધ સ્વાઇપ કરનારા દર્શકોની ટકાવારી.

લોકપ્રિય Shorts

આ રિપોર્ટ તમારા સૌથી લોકપ્રિય Shorts હાઇલાઇટ કરે છે.

સૌથી લોકપ્રિય રિમિક્સ

આ રિપોર્ટ તમારા રિમિક્સ પર મળેલા વ્યૂ, કુલ રિમિક્સ અને રિમિક્સ કરેલા સૌથી લોકપ્રિય કન્ટેન્ટનો વિઝ્યુઅલ ઓવરવ્યૂ આપે છે.

લાઇવ

અગત્યના મેટ્રિક્સ બતાવતું કાર્ડ

આ તમને તમારા વ્યૂ, જોવાનો સરેરાશ સમયગાળો, ઇમ્પ્રેશન અને ઇમ્પ્રેશન ક્લિક-થ્રૂ રેટનો વિઝ્યુઅલ ઓવરવ્યૂ આપે છે.

દર્શકો તમારા લાઇવ સ્ટ્રીમ કેવી રીતે શોધે છે

આ રિપોર્ટ તમને તમારા દર્શકોએ બ્રાઉઝ કરવાની સુવિધાઓ, YouTube શોધ, સૂચવેલા વીડિયો, પ્રત્યક્ષ કે અજ્ઞાત, ચૅનલના પેજ અને અન્ય બાબતોની અંદર તમારા લાઇવ સ્ટ્રીમ કેવી રીતે શોધ્યા તે બતાવે છે.

લોકપ્રિય લાઇવ સ્ટ્રીમ

આ રિપોર્ટ તમારા સૌથી લોકપ્રિય લાઇવ સ્ટ્રીમ હાઇલાઇટ કરે છે. તમે વ્યૂ અને ઇમ્પ્રેશન જેવા વધુ મેટ્રિક જોવા માટે વિસ્તૃત કરેલા વિશ્લેષણ રિપોર્ટનો ઉપયોગ કરી શકો છો.

પોસ્ટ

ઇમ્પ્રેશન

આ રિપોર્ટ તમને બતાવે છે કે તમારી પોસ્ટ કેટલી વાર દર્શકોને બતાવવામાં આવી હતી.

પસંદ

આ રિપોર્ટ બતાવે છે કે તમારી સમુદાય પોસ્ટને કેટલી વાર દર્શકોએ પસંદ કરી.

સબ્સ્ક્રાઇબર

આ રિપોર્ટ સમુદાય પોસ્ટમાંથી તમે મેળવેલા સબ્સ્ક્રાઇબરની સંખ્યા બતાવે છે.

લોકપ્રિય પોસ્ટ

આ રિપોર્ટ પસંદ અથવા મતના આધારે, તમારી સૌથી લોકપ્રિય પોસ્ટને હાઇલાઇટ કરે છે.

પ્લેલિસ્ટ

સૌથી લોકપ્રિય પ્લેલિસ્ટ કાર્ડ

આ રિપોર્ટ તમારા સૌથી લોકપ્રિય પ્લેલિસ્ટને હાઇલાઇટ કરે છે અને તેમની તુલના કરવામાં તમને સહાય કરે છે. અહીંથી, તમે દરેક પ્લેલિસ્ટના વિશ્લેષણ ઍક્સેસ કરી શકો છો. તમારા પ્લેલિસ્ટના વિશ્લેષણ ઍક્સેસ કરવાની રીત જાણો.

ટ્રાફિક સૉર્સના પ્રકાર સમજો

તમારા વીડિયો પર ક્યાં તો YouTube પરથી અથવા બાહ્ય સૉર્સમાંથી ટ્રાફિક આવી શકે છે. કેવી રીતે તમારા દર્શકો તમારું કન્ટેન્ટ (અથવા વીડિયો, Shorts, લાઇવ) શોધે છે તે બન્ને તમે આ રિપોર્ટમાં જોઈ શકો છો.

YouTubeમાંથી આવતો ટ્રાફિક
બ્રાઉઝ કરવાની સુવિધાઓ હોમ, સબ્સ્ક્રિપ્શન, પછી જુઓ, વલણમાં/શોધખોળ કરો અને અન્ય બ્રાઉઝિંગ સુવિધાઓમાંથી આવતો ટ્રાફિક.
ચૅનલનું પેજ તમારી YouTube ચૅનલ અથવા અન્ય YouTube ચૅનલ પરથી આવતો ટ્રાફિક.
ઝુંબેશ કાર્ડ કન્ટેન્ટ માલિકના ઝૂંબેશ કાર્ડમાંથી આવતો ટ્રાફિક.
સમાપ્તિ સ્ક્રીન નિર્માતાની સમાપ્તિ સ્ક્રીન પરથી આવતો ટ્રાફિક.
Shorts Shortsની વર્ટિકલ વ્યૂ સુવિધાના અનુભવથી આવતો ટ્રાફિક.
નોટિફિકેશન તમારા સબ્સ્ક્રાઇબરને મોકલવામાં આવેલા નોટિફિકેશન અને ઇમેઇલમાંથી આવતો ટ્રાફિક.
  બેલ આઇકન દબાવેલા સબ્સ્ક્રાઇબર માટેના નોટિફિકેશન તેમના ડિવાઇસ પર તમારી ચૅનલ માટે "બધા નોટિફિકેશન" અને YouTube નોટિફિકેશન ચાલુ કરનારા તમારા સબ્સ્ક્રાઇબરને મોકલવામાં આવેલા નોટિફિકેશનમાંથી આવતો ટ્રાફિક.
  ઍપના અન્ય નોટિફિકેશન મનગમતા બનાવેલા નોટિફિકેશન, ઇમેઇલ નોટિફિકેશન, ઇનબૉક્સ અને ડાયજેસ્ટમાંથી આવતો ટ્રાફિક.
અન્ય YouTube સુવિધાઓ YouTubeમાંથી આવતો ટ્રાફિક જે અન્ય કોઈ કૅટેગરીમાં ન આવતો હોય.
પ્લેલિસ્ટ

તમારા વીડિયોમાંથી કોઈ એક શામેલ હોય તેવા કોઈપણ પ્લેલિસ્ટમાંથી આવતો ટ્રાફિક. આ પ્લેલિસ્ટ તમારું પોતાનું પ્લેલિસ્ટ અથવા અન્ય કોઈ નિર્માતાનું પ્લેલિસ્ટ હોઈ શકે છે. આ ટ્રાફિકમાં વપરાશકર્તાના "પસંદ કરેલા વીડિયો" અને "મનપસંદ વીડિયો" પ્લેલિસ્ટ પણ શામેલ હોય છે.

રિમિક્સ વીડિયો તમારા કન્ટેન્ટના વિઝ્યુઅલ રિમિક્સ માંથી આવતો ટ્રાફિક.
સાઉન્ડ પેજ Shortsમાં વર્ટિકલ વ્યૂ અનુભવમાં મળેલા શેર કરેલા ઑડિયો પરિણામોના પેજમાંથી આવતો ટ્રાફિક.
સૂચવેલા વીડિયો અન્ય વીડિયોના તુરંત બાદ અથવા પછીથી દેખાતા સૂચનોમાંથી અને વીડિયો વર્ણનમાંની લિંકમાંથી આવતો ટ્રાફિક. તમે પહોંચ ટૅબના “ટ્રાફિક સૉર્સ: સૂચવેલા વીડિયો” કાર્ડ પર ચોક્કસ વીડિયો જોઈ શકો છો.
વીડિયો કાર્ડ અન્ય વીડિયોમાંના કાર્ડમાંથી આવતો ટ્રાફિક.
YouTube એડ્વર્ટાઇઝિંગ

જો તમારા વીડિયોનો જાહેરાત તરીકે YouTube પર ઉપયોગ કરવામાં આવે છે, તો "YouTube એડ્વર્ટાઇઝિંગ" તમને ટ્રાફિક સૉર્સ તરીકે જોવા મળશે.

જો 10 સેકન્ડ કરતાં વધુ લાંબી છોડી શકવા યોગ્ય જાહેરાતોને 30 સેકન્ડ સુધી અથવા તો તે સમાપ્ત થાય ત્યાં સુધી જોવામાં આવે, તો તેમાંથી મળેલા વ્યૂને ગણવામાં આવે છે. છોડી ન શકાતી જાહેરાતો YouTube Analyticsમાં ક્યારેય વ્યૂ તરીકે યોગ્યતા પ્રાપ્ત કરતી નથી.

YouTube શોધ YouTube શોધ પરિણામોમાંથી આવતો ટ્રાફિક. તમે પહોંચ ટૅબના “ટ્રાફિક સૉર્સ: YouTube શોધ” કાર્ડ પર ચોક્કસ શોધ શબ્દો જોઈ શકો છો.
પ્રોડક્ટના પેજ YouTube પ્રોડક્ટ પેજમાંથી આવતો ટ્રાફિક.
બાહ્ય સૉર્સમાંથી આવતો ટ્રાફિક
બાહ્ય સૉર્સ તમારો YouTube વીડિયો શામેલ કરેલો હોય અથવા જેની સાથે તે લિંક કરેલો હોય એવી વેબસાઇટ અને ઍપ પરથી આવતો ટ્રાફિક. તમે પહોંચ ટૅબના “ટ્રાફિક સૉર્સ: બાહ્ય” કાર્ડ પર ચોક્કસ બાહ્ય સાઇટ અને સૉર્સ જોઈ શકો છો.
પ્રત્યક્ષ અથવા અજાણ્યા સૉર્સ પ્રત્યક્ષ URL એન્ટ્રી, બુકમાર્ક, સાઇન આઉટ કરેલા દર્શકો અને ઓળખ વિનાની ઍપમાંથી આવતો ટ્રાફિક.

જાણવા જેવા મેટ્રિક

ઇમ્પ્રેશન

રજિસ્ટર કરેલા ઇમ્પ્રેશન મારફતે YouTube પર કેટલી વાર તમારા થંબનેલ દર્શકોને બતાવવામાં આવ્યા હતા.

ઇમ્પ્રેશનનો ક્લિક-થ્રૂ રેટ

થંબનેલ જોયા પછી દર્શકોએ કેટલી વાર વીડિયો જોયો.

ફીડમાં બતાવો Shorts ફીડમાં તમારા Short કેટલી વાર બતાવવામાં આવે છે તે સંખ્યા.
જોયા (વિરુદ્ધ સ્વાઇપ કર્યા) દર્શકો દ્વારા તમારા Shorts જોવામાં આવ્યા હોય તેની સંખ્યાની તુલનામાં સ્વાઇપ કરી દેવાયું હોય એ સંખ્યાની ટકાવારી.

વિશિષ્ટ દર્શકો

પસંદ કરેલી તારીખની શ્રેણીની અંદર તમારું કન્ટેન્ટ જોનારા દર્શકોની અંદાજિત સંખ્યા.

જોવાનો સરેરાશ સમયગાળો

પસંદ કરેલા વીડિયો અને તારીખની શ્રેણી માટે વ્યૂ દીઠ જોવાયાની અંદાજિત સરેરાશ મિનિટ.

જોવાયાની સરેરાશ ટકાવારી

તમારા ઑડિયન્સ દ્વારા વ્યૂ દીઠ જોવામાં આવેલા વીડિયોની સરેરાશ ટકાવારી.

જોવાયાનો સમય (કલાક)

દર્શકો દ્વારા તમારો વીડિયો જોવાયાનો સમય.

પોસ્ટ માટેની પસંદની સંખ્યા તમારી પોસ્ટ પસંદ કરાયાની સંખ્યા.
પોસ્ટ પસંદ કરવાનો દર એવા દર્શકોની ટકાવારી જેમણે તમારી પોસ્ટ પસંદ કરી.
પ્લેલિસ્ટમાંથી વ્યૂ વીડિયોના વ્યૂ જે પ્લેલિસ્ટને જ જોનારા દર્શકો પાસેથી મળ્યા છે. આ તે જ મેટ્રિક છે, જે સાર્વજનિક પ્લેલિસ્ટ પેજ પર બહારથી ઉપલબ્ધ છે.
કુલ વ્યૂ પ્લેલિસ્ટમાંના તમામ વીડિયોના કુલ વ્યૂ, પછી ભલે તે પ્લેલિસ્ટ પરથી મળ્યા હોય કે બીજે ક્યાંકથી. પ્લેલિસ્ટમાંના જે વીડિયોના તમે માલિક હો, માત્ર તેના માટે આની ગણતરી કરવામાં આવે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7226651791867536885
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false