Content IDના દાવા સામે અપીલ

જો તમે Content IDના દાવા પર મતભેદ કર્યો હોય, પરંતુ દાવો ફરી ચાલુ કરવામાં આવ્યો હોય તો તમે આ નિર્ણયની અપીલ કરવા માટે યોગ્ય બની શકો છો. જો કોઈ Content IDના દાવાએ તમારા વીડિયોને બ્લૉક કર્યો હોય તો તમે મતભેદના પ્રારંભિક પગલાંને છોડી શકશો અને અપીલ સાથે પ્રક્રિયા શરૂ કરી શકશો.

તમે Content IDના દાવા સામે અપીલ કરો ત્યારે જે વ્યક્તિએ તમારા વીડિયોનો દાવો કર્યો (દાવેદાર) હોય તેમને સૂચિત કરવામાં આવે છે અને તેમની પાસે જવાબ આપવા માટે 7 દિવસનો સમય રહે છે.

 

તમે અપીલ કરો તે પહેલાં

તમે તમારી ચૅનલના સુવિધાના પેજ પર અપીલ કરવા માટે યોગ્ય છો કે નહીં તે તમે ચેક કરી શકો છો. જો તમે યોગ્ય ન હો તો તમે અપીલ કરી શકો તે પહેલાં તમારે એક-વખતની ચકાસણી પૂર્ણ કરવાની જરૂર પડી શકે છે.

ધ્યાન રાખો કે તમારે ફક્ત ત્યારે જ અપીલ કરવી જોઈએ જ્યારે તમને વિશ્વાસ હોય કે તમારી પાસે દાવો કરેલા કન્ટેન્ટનો ઉપયોગ કરવાના તમામ જરૂરી અધિકારો છે. અપીલ પ્રક્રિયાનો વારંવારનો અથવા દુર્ભાવનાપૂર્ણ દુરુપયોગ તમારા વીડિયો અથવા ચૅનલ વિરુદ્ધ અપીલ કરવાની યોગ્યતા ગુમાવી શકે છે અથવા અન્ય દંડ લાગી શકે છે.

ફરી ચાલુ કરવામાં આવેલા દાવા માટે અપીલ કરો

 જો તમે Content IDના દાવા માટે મતભેદની અપીલ દાખલ કરી હોય અને તેને નકારવામાં આવે, તો તમારા વીડિયો પર દાવો ફરી ચાલુ થઈ જશે. તમે આ નિર્ણય સામે અપીલ કરી શકશો. ફરી ચાલુ કરવાના દાવા માટે અપીલ કરવા:

Android માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ટૅપ કરો.
  3. પ્રતિબંધ ધરાવતો કોઈ વીડિયો પસંદ કરો, પછી પ્રતિબંધ પર ટૅપ કરો.
    • વીડિયોને વધુ સરળતાથી શોધવા માટે, તમે ફિલ્ટર બાર અને પછી કૉપિરાઇટ પર ક્લિક કરી શકો છો.
  4. સમસ્યાઓનો રિવ્યૂ કરો પર ટૅપ કરો.
  5. સંબંધિત દાવા પર ટૅપ કરો.
  6. અપીલ કરવા માટેનું તમારું કારણ દાખલ કરો અને સબમિટ કરો પર ક્લિક કરો.

અપીલ કરવા ઍસ્કલેટ કરો

જો તમને તમારા વીડિયોને બ્લૉક કરેલો છે એવો Content IDનો દાવો મળ્યો હોય તો તમે મતભેદના પ્રારંભિક પગલાંને છોડીને અપીલ સાથે પ્રક્રિયા શરૂ કરી શકશો. આ વિકલ્પને "અપીલ કરવા ઍસ્કલેટ કરો" કહેવામાં આવે છે.

દાવેદારો પાસે અપીલનો જવાબ આપવા માટે 7 દિવસ હોય છે, તેથી તમને વિશ્વાસ હોય કે વીડિયો બ્લૉક કરવા માટે કરવામાં આવેલા દાવા અમાન્ય છે, તો 'અપીલ કરવા ઍસ્કલેટ કરો'નો વિકલ્પ મતભેદની સમગ્ર પ્રક્રિયામાં ઝડપી નિરાકરણ પ્રદાન કરી શકે છે. તેનો અર્થ એ પણ છે કે તમારો વીડિયો શક્ય તેટલી ઝડપથી YouTube પર જોવા મળી શકે છે.

ધ્યાન રાખો કે જો કોઈ દાવેદાર અપીલ નકારે તો તેઓ કૉપિરાઇટ દૂર કરવા માટેની વિનંતી સબમિટ કરી શકે છે. જો તે દૂર કરવા માટેની વિનંતી માન્ય હોય તો તમારો વીડિયો YouTube પરથી દૂર કરવામાં આવશે અને તમારી ચૅનલને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળશે. તેમ છતાં, જો તમને હજુ પણ વિશ્વાસ હોય કે તમારી પાસે દાવો કરેલા કન્ટેન્ટનો ઉપયોગ કરવાના તમામ જરૂરી અધિકારો છે, તો પણ તમે પ્રતિવાદ સબમિટ કરી શકો છો.

અપીલ કરવા ઍસ્કલેટ કરો વિકલ્પ પસંદ કરવા માટે:

Android માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ટૅપ કરો.
  3. પ્રતિબંધ ધરાવતો કોઈ વીડિયો પસંદ કરો, પછી પ્રતિબંધ પર ટૅપ કરો.
    • વીડિયોને વધુ સરળતાથી શોધવા માટે, તમે ફિલ્ટર બાર અને પછી કૉપિરાઇટ પર ક્લિક કરી શકો છો.
  4. સમસ્યાઓનો રિવ્યૂ કરો પર ટૅપ કરો.
  5. સંબંધિત દાવા પર ટૅપ કરો.
  6. મતભેદ પર ટૅપ કરો. વિકલ્પોના પેજ પર, અપીલ કરવા ઍસ્કલેટ કરો વિકલ્પ પસંદ કરો.

તમે અપીલ કરો તે પછી

તમે દાવાની અપીલ કરો તે પછી, દાવેદાર પાસે જવાબ આપવા માટે 7 દિવસ હોય છે.

દાવેદાર શું કરી શકે

જો તમારા વીડિયોને YouTubeમાંથી દૂર કરવામાં આવ્યો હોય પરંતુ તમને વિશ્વાસ હોય કે તમારી પાસે દાવો કરેલા કન્ટેન્ટનો ઉપયોગ કરવાના તમામ જરૂરી અધિકારો છે, તો તમે પ્રતિવાદ સબમિટ કરી શકો છો.

અપીલ રદ કરવાની રીત

જો તમે તમારો વિચાર બદલો તો તમે તમારી અપીલ સબમિટ કર્યા પછી તેને રદ કરી શકો છો. અપીલ રદ કરવા માટે:

Android માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ટૅપ કરો.
  3. પ્રતિબંધ ધરાવતો કોઈ વીડિયો પસંદ કરો, પછી પ્રતિબંધ પર ટૅપ કરો.
    • વીડિયોને વધુ સરળતાથી શોધવા માટે, તમે ફિલ્ટર બાર અને પછી કૉપિરાઇટ પર ક્લિક કરી શકો છો.
  4. સમસ્યાઓનો રિવ્યૂ કરો પર ટૅપ કરો.
  5. સંબંધિત દાવા પર ટૅપ કરો, પછી અપીલ રદ કરો પર ટૅપ કરો.
નોંધ: એકવાર તમે અપીલ રદ કરો, તે પછી દાવાની ફરી અપીલ કરી શકાતી નથી.
આ વીડિયોના ચૅપ્ટર "Content ID માટે અપીલની પ્રક્રિયા"માં જઈને અપીલની પ્રક્રિયા વિશે વધુ જાણકારી મેળવવા:

Content IDના દાવા અને મતભેદની પ્રક્રિયા: Studioમાં મેનેજ કરો અને તેના પર પ્રક્રિયા કરો

 

સામાન્ય પ્રશ્નો (FAQs)

મતભેદ અને અપીલ કરવા ઍસ્કલેટ કરો વિકલ્પો વચ્ચે શું તફાવત છે?

દાવેદારને વિવાદનો જવાબ આપવા માટે પ્રારંભિક વિવાદના વિકલ્પમાં 30 દિવસ જેટલો સમય લાગી શકે છે. જો તેમણે તમારો વિવાદ નકાર્યો હોય, તો તમે એ નિર્ણય સામે અપીલ કરી શકશો. ત્યારબાદ દાવેદાર પાસે અપીલનો જવાબ આપવા માટે 7 દિવસનો સમય રહે છે.

અપીલ કરવા ઍસ્કલેટ કરો વિકલ્પ ફક્ત તમારા વીડિયોને બ્લૉક કરતા Content IDના દાવાઓ માટે જ ઉપલબ્ધ છે. આ વિકલ્પ પ્રારંભિક વિવાદના એ પગલાને છોડી દે છે, જે દાવેદારને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપે છે અને અપીલ સાથે પ્રક્રિયા શરૂ કરે છે. દાવેદાર પાસે જવાબ આપવા માટે 7 દિવસનો સમય છે, જેથી પ્રક્રિયાને ઝડપથી ઉકેલી શકાય.

જો દાવેદાર તમારી અપીલ નકારે છે, તો તેઓ કૉપિરાઇટ દૂર કરવા માટેની વિનંતી સબમિટ કરી શકે છે. જો દૂર કરવાની વિનંતી માન્ય હશે, તો તમારો વીડિયો YouTube પરથી દૂર કરવામાં આવશે અને તમારી ચૅનલને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળશે. ધ્યાન રાખો કે જો તમને વિશ્વાસ હોય કે દૂર કરવા માટેની વિનંતી અમાન્ય છે, તો તમે હજુ પણ પ્રતિવાદ સબમિટ કરી શકો છો.

મારે 'અપીલ કરવા ઍસ્કલેટ કરો' વિકલ્પ ક્યારે પસંદ કરવો જોઈએ?

જો Content IDના દાવાને પગલે તમારો વીડિયો બ્લૉક કર્યો હોય તો તમે અપીલ કરવા ઍસ્કલેટ કરો વિકલ્પ પસંદ કરી શકો છો. જો તમને કન્ટેન્ટનો ઉપયોગ કરવાના તમારા અધિકારમાં વિશ્વાસ હોય અને તમે મતભેદની પ્રક્રિયાનું ઝડપી નિરાકરણ લાવવા માગતા હો, તો 'અપીલ કરવા ઍસ્કલેટ કરો' એ એક સારી પસંદગી હોઈ શકે છે. 

પરંતુ, ધ્યાન રાખો કે જો કોઈ દાવેદાર અપીલને નકારે તો તેમની પાસે કૉપિરાઇટ દૂર કરવા માટેની વિનંતી સબમિટ કરવાનો વિકલ્પ રહેશે. જો તે દૂર કરવા માટેની વિનંતી માન્ય હોય તો તમારો વીડિયો YouTube પરથી દૂર કરવામાં આવશે અને તમારી ચૅનલને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળશે. તેમ છતાં, જો તમને હજુ પણ વિશ્વાસ હોય કે તમારી પાસે દાવો કરેલા કન્ટેન્ટનો ઉપયોગ કરવાના તમામ જરૂરી અધિકારો છે, તો પણ તમે પ્રતિવાદ સબમિટ કરી શકો છો.

આખરે, તમારે ક્યારે અપીલ કરવા ઍસ્કલેટ કરવું તે તમારા પર નિર્ભર છે. જો તમે શું કરવું તે નક્કી ન કરી શકતા હો, તો તમે કાનૂની સલાહ લઈ શકો છો.

શા માટે મારા વીડિયોને બ્લૉક કરતા Content IDના દાવાઓ માટે જ 'અપીલ કરવા ઍસ્કલેટ કરો'નો વિકલ્પ ઉપલબ્ધ છે?

બ્લૉક કરવાના દાવાઓ મેળવતા વીડિયો, વૈશ્વિક સ્તરે અથવા અમુક દેશો/પ્રદેશોમાં (દાવેદારની પૉલિસીના આધારે) YouTube પર જોઈ શકાતા નથી. બ્લૉક કરવાના દાવાઓ પર તમને અમાન્ય હોવાનો વિશ્વાસ હોય તો 'અપીલ કરવા ઍસ્કલેટ કરો' વિકલ્પ પસંદ કરવાથી દાવાને ઝડપથી ઉકેલી શકાય છે. તેનો અર્થ એ પણ છે કે તમારો વીડિયો શક્ય તેટલી ઝડપથી YouTube પર જોવા મળી શકે છે.

Content IDનો દાવો હોવા છતાં અન્ય દાવાના પ્રકાર (કમાણી અને ટ્રૅક) સાથે તમારો વીડિયો YouTube પર લાઇવ રહે છે. ધ્યાન રાખો કે કમાણીના દાવા સાથે, જ્યારે તમે અને દાવેદાર બન્ને દાવો કરાયેલા વીડિયો થકી કમાણી કરવાનો પ્રયાસ કરી રહ્યાં હો, ત્યારે મતભેદની પ્રક્રિયા ચાલુ હોય ત્યાં સુધી વીડિયોની આવક ચાલુ રહે છે. મતભેદ ઉકેલાયા પછી, તે આવક યોગ્ય પાર્ટીને ચુકવવામાં આવે છે. Content IDના મતભેદો દરમિયાન કમાણી કરવાની પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વધુ જાણો.
શું હું અપીલ સબમિટ કર્યા પછી તેને રદ કરી શકું?
હા, તમે નીચેના આ પગલાંને અનુસરીને સબમિટ કર્યા પછી તમારી અપીલ રદ કરી શકો છો. ધ્યાન રાખો કે એકવાર તમે રદ કરી દો, પછી તમે ફરીથી દાવાની અપીલ કરી શકશો નહીં.
જો મારી અપીલ નકારવામાં આવે અને મારો વીડિયો કાઢી નાખવામાં આવે તો હું શું કરી શકું?

જો તમને વિશ્વાસ હોય કે તમારા કન્ટેન્ટને કોઈ ભૂલ અથવા ખોટી ઓળખને કારણે તમારી અપીલ નકારી કાઢવામાં આવી હોય અને જેમાં ઉચિત ઉપયોગના કિસ્સા શામેલ હોય તો તમે પ્રતિવાદ સબમિટ કરી શકો છો. પ્રતિવાદ એ YouTube દ્વારા કથિત કૉપિરાઇટના ઉલ્લંઘન માટે કાઢી નાખવામાં આવેલા વીડિયોને ફરી ચાલુ કરવાની કાનૂની વિનંતી છે.

અન્ય વિકલ્પોમાં શામેલ છે:

જો હું એક જ સમયે એક જ વીડિયો પર એક કરતાં વધારે દાવાઓની અપીલ કરું, તો શું તે એક કરતાં વધુ કૉપિરાઇટ સ્ટ્રાઇકમાં પરિણમી શકે છે?
વીડિયો એક કરતાં વધુ Content IDના દાવા અથવા દૂર કરવા માટેની વિનંતી મેળવી શકે છે, પરંતુ એક સમયે માત્ર એક કૉપિરાઇટ સ્ટ્રાઇક મેળવી શકે છે.
 

વધુ માહિતી

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5567294678599111379
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false