YouTube Premium અને Music Premiumનું રિફંડ મેળવવું

તમારી YouTube Premium કે YouTube Music Premiumની મેમ્બરશિપ સંબંધિત રિફંડની પૉલિસીઓ અને રિફંડની વિનંતી કરવા વિશે વધુ જાણો.
જો તમે સક્રિય સશુલ્ક મેમ્બરશિપ ધરાવતા હો, તો રિફંડની વિનંતી કરવા માટે સાઇન ઇન કરો.
શું તમને ચૅનલની મેમ્બરશિપનું રિફંડ જોઈએ છે? ચૅનલની મેમ્બરશિપ, YouTube Premium અને YouTube Music Premiumની મેમ્બરશિપથી અલગ હોય છે. તમે, તમારું બિલિંગ કેવી રીતે થાય છે તે ચેક કરી શકો છો, Google Play મારફતે રિફંડની વિનંતી કરી શકો છો અથવા Appleની સપોર્ટ ટીમનો સંપર્કકરી શકો છો. 

YouTube Premiumની મેમ્બરશિપ માટે રિફંડની વિનંતી કરવી

YouTube Premium અને Music Premiumની રિફંડ પૉલિસીઓ

તમે કોઈપણ સમયે YouTubeની સશુલ્ક મેમ્બરશિપ રદ કરી શકો છો. તમારી મેમ્બરશિપ રદ કરવાથી, તેને ઑટોમૅટિક રીતે રિન્યૂ કરવાની સુવિધા બંધ કરવામાં આવશે. એકવાર તમે રદ કરો પછી, તમારી પાસેથી ફરીથી શુલ્ક વસૂલવામાં આવશે નહીં અને બિલિંગ સાઇકલના અંત સુધી તમારા લાભ ચાલુ રહેશે. જ્યારે તમે રદ કરો છો અને જ્યારે તમારી મેમ્બરશિપ સમાપ્ત થાય છે તે વચ્ચેની અવધિ માટે તમને રિફંડ મળશે નહીં.

એકવાર રિફંડની પ્રક્રિયા થઈ જાય, તે પછી તમે તમારા લાભનો ઉપયોગ કરી શકશો નહીં. તમે જ્યાં સુધી તમારી મેમ્બરશિપ રિન્યૂ કરવાનો નિર્ણય લેશો નહીં, ત્યાં સુધી તમારી પાસેથી ફરી શુલ્ક વસૂલવામાં આવશે નહીં.

જો તમે YouTube પર કરેલી ખરીદી સંબંધિત વીડિયો કે સુવિધાઓ કામ કરતી ન હોય, તો તમે રિફંડ મેળવવાને પાત્ર હોઈ શકો છો. રિફંડની વિનંતી મંજૂર કરવામાં આવે, પછી અમે તમારી Premiumની મેમ્બરશિપનો ઍક્સેસ કાઢી નાખીશું અને અહીં સૂચિબદ્ધ ટાઇમલાઇન અનુસાર તમને તમારા નાણાં પાછા મળી જશે.

  • Google Play Billing મારફતે તમે તમારી મેમ્બરશિપ થોભાવી શકશો નહીં. તેના બદલે, તમે તમારી મેમ્બરશિપ રદ કરાવીને કોઈપણ સમયે ફરી સાઇન અપ કરી શકો છો. તમારું બિલિંગ કેવી રીતે થાય છે તે સમજવા માટે, pay.google.com પર જાઓ. જો તમે YouTubeની તમારી સશુલ્ક મેમ્બરશિપ તાત્કાલિક રદ કરીને રિફંડ મેળવવા માગતા હો, તો YouTubeની સપોર્ટ ટીમનો સંપર્ક કરો.
  • આંશિક રીતે વાપરવામાં આવેલા પ્રીપેઇડ પ્લાન માટે રિફંડ ઉપલબ્ધ નથી. જો તમે વાર્ષિક પ્લાન કે અન્ય કોઈ પ્રીપેઇડ પ્લાનની ખરીદી કરી હોય તથા તમે માસિક પુનરાવર્તિત પ્લાન પર સ્વિચ કરવા માગતા હો તો તમે નીચે આપેલા પગલાં અનુસરીને આમ કરી શકો છો

  • Apple Store મારફતે YouTube પર કરવામાં આવેલી ખરીદીઓ માટે Apple તરફથી અધિકરણ જરૂરી હોય છે અને તે Appleની રિફંડ પૉલિસીઓને આધીન હોય છે. તમારી મેમ્બરશિપના રિફંડની વિનંતી કરવા માટે, Appleની સપોર્ટ ટીમનો સંપર્ક કરો.
 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7612374791435436764
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false