Creator Music માટેની યોગ્યતા અને પ્રતિબંધો

Creator Music હવે યુએસના નિર્માતાઓ માટે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)માં ઉપલબ્ધ છે. યુએસની બહારના YPP નિર્માતાઓ માટે વિસ્તરણ બાકી છે.

Creator Music માટેની યોગ્યતા

Creator Musicનો ઉપયોગ કરવાની યોગ્યતા મેળવવા માટે, એ જરૂરી છે કે YouTube નિર્માતાઓ YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ હોય અથવા તેમને Google દ્વારા સૂચિત કરવામાં આવ્યા હોય કે તેઓ યોગ્યતા ધરાવે છે. નિર્માતાઓએ લાગુ થતી તમામ YouTube પૉલિસીઓનું પાલન કરવું પણ જરૂરી છે, જેમાં આ શામેલ છે, પણ આના સુધી મર્યાદિત નથી:

હાલમાં Creator Music આમના માટે ઉપલબ્ધ નથી:

  • એવી કંપની અથવા YouTube નિર્માતાઓ કે જે મુખ્યત્વે થિયેટરમાં, ટેલિવિઝન પર અને/અથવા સીધા ઇન્ટરનેટથી સ્ટ્રીમિંગ ટેલિવિઝન સેવાઓ મારફતે વ્યાવસાયિક રીતે રિલીઝ કરવામાં આવતું કન્ટેન્ટ બનાવે છે.
  • વ્યાવસાયિક બ્રાંડ કે જેમની YouTube ચૅનલ આવી બ્રાંડ, માલસામાન અને/અથવા સેવાઓના પ્રમોશન માટે સમર્પિત છે.

Google તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિએ Creator Music માટેના યોગ્યતાના માપદંડમાં ફેરફાર કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે.

Creator Music સંબંધિત પ્રતિબંધો

નીચેની સૂચિમાં આપેલા પ્રતિબંધો YouTube વીડિયોમાં Creator Musicના ટ્રૅકનો ઉપયોગ કરવાની રીતની રૂપરેખા આપે છે. Creator Music મારફતે લાઇસન્સ આપવા માટે ઉપલબ્ધ તમામ ટ્રૅક પર આ પ્રતિબંધો લાગુ થાય છે. વ્યક્તિગત ટ્રૅક પોતાની ઉપયોગની વિગતો ધરાવે છે, જે ટ્રૅકના અધિકાર ધારકો દ્વારા સેટ કરવામાં આવે છે.

પ્રતિબંધિત કૅટેગરી

નિર્માતાઓએ એ ખાતરી કરવી જરૂરી છે કે Creator Music પરથી જે ટ્રૅકના લાઇસન્સ આપવામાં આવ્યા છે, તેનો ઉપયોગ નીચેની કોઈપણ પ્રતિબંધિત કૅટેગરીમાંનું કન્ટેન્ટ શામેલ કરતા વીડિયોમાં થતો નથી:

વ્યાવસાયિક ઉપયોગ

જ્યાં નિર્માતાને એવું કન્ટેન્ટ બનાવવા માટે બ્રાંડ અથવા સેવા દ્વારા ચુકવણી કરવામાં આવી હોય જે મુખ્યત્વે તે બ્રાંડ અથવા સેવાનું સમર્થન કે પ્રમોશન કરવા માટે સમર્પિત હોય, ત્યાં નિર્માતાઓને વીડિયોમાં Creator Musicના ટ્રૅકનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

વ્યાવસાયિક ઉપયોગ પર પ્રતિબંધોના ઉદાહરણો

આની પરવાનગી છે: નિર્માતા A, જે ભોજન સંબંધિત કન્ટેન્ટના નિર્માતા છે, 10 મિનિટનો વીડિયો અપલોડ કરે છે, જેમાં વીડિયોની પ્રસ્તાવનાના ભાગ તરીકે ત્રીજા પક્ષના બ્રાંડ સ્પૉન્સરની પ્રોડક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોટાભાગનો વીડિયો નવી રૅસિપિ સમજાવતા નિર્માતા પર ફોકસ કરે છે.
આની પરવાનગી નથી: નિર્માતા B, જે સૌંદર્ય સંબંધિત કન્ટેન્ટના નિર્માતા છે, તેમને નવી પ્રોડક્ટનું પ્રમોશન અને રિવ્યૂ કરતો વીડિયો બનાવવા માટે એક બ્રાંડ દ્વારા ચુકવણી કરવામાં આવી હતી. નિર્માતા B 10 મિનિટનો વીડિયો પબ્લિશ કરે છે, જે મુખ્યત્વે કંપનીની નવી પ્રોડક્ટના પ્રમોશન પર ફોકસ કરે છે.

વધુમાં, આવકની વહેંચણીવાળા ટ્રૅકનો ઉપયોગ કરતા વીડિયો YouTube Shoppingની સુવિધાઓ માટે યોગ્યતા ધરાવતી નથી. Creator Musicનો ઉપયોગ કરીને આવક શેર કરવા અથવા યોગ્યતા ધરાવતા કવર વીડિયો પર આવક શેર કરવા વિશે વધુ જાણો.

ઉપયોગ સંબંધિત મર્યાદાઓ

Creator Musicમાંથી ટ્રૅકનું લાઇસન્સ મેળવતા નિર્માતાઓએ ઉપયોગ સંબંધિત આ મર્યાદાઓનું પાલન કરવું જરૂરી છે:

  • Creator Music ટ્રૅકમાં કોઈ મૂળભૂત ફેરફાર કરવો નહીં (દા.ત. રિમિક્સ કરવું નહીં).
  • ગીતના નવા બોલ બનાવવા નહીં અથવા ગીતના બોલનો અન્ય ભાષાઓમાં અનુવાદ કરવો નહીં.
  • Creator Music ટ્રૅક અને કલાકાર અથવા ગીતકારની ઓળખ કરાવવાના હેતુ સિવાય, કલાકારના અથવા ગીતકારના નામ અથવા એના જેવી કોઈપણ માહિતીનો ઉપયોગ કરવો નહીં.
  • Creator Music ટ્રૅક પરથી આર્ટ ટ્રૅક (આખું ગીત વાગતું હોય તે દરમિયાન સ્થિર છબી), વિઝ્યુઅલાઇઝર (આખું ગીત વાગતું હોય તે દરમિયાન સરળ પુનરાવર્તિત વિઝ્યુઅલ), લિરિક વીડિયો અથવા કૅરિઓકી વીડિયો બનાવવો નહીં.
  • નિર્માતા વીડિયો સિવાય અલગથી Creator Music ટ્રૅકને ઉપલબ્ધ કરાવવા, તેને વિતરિત કરવા કે ભજવવા (દા.ત. મ્યુઝિક ફાઇલોના સ્ટૅન્ડઅલોન વિતરણની પરવાનગી નથી)
  • Creator Music ટ્રૅકનો ઉપયોગ એવી રીતે કરવો નહીં કે જે અપમાનજનક હોય અથવા કલાકાર, રેકોર્ડ લેબલ અથવા ગીતકારને નકારાત્મક રીતે બતાવે.

ઉપયોગની મર્યાદાઓના ઉદાહરણો

આની પરવાનગી છે: નિર્માતા A ટ્રૅક માટે લાઇસન્સ ખરીદે છે અને ઑરિજિનલ ગીતમાં ફેરફાર કર્યા વિના તેમના વીડિયોની પ્રસ્તાવનાના ભાગ તરીકે તેનો ઉપયોગ કરે છે.

આની પરવાનગી નથી: નિર્માતા B ગીત માટે લાઇસન્સ ખરીદે છે અને ગીતને રિમિક્સ કરવા અને નવી કડી ઉમેરવા માટે ત્રીજા પક્ષના એડિટિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરે છે.

આ પ્રતિબંધોના ઉલ્લંઘનના પરિણામે લાઇસન્સને સમાપ્ત કરવામાં અને સંકળાયેલા વીડિયોને કાઢી નાખવામાં આવી શકે છે. Creator Musicના પ્રતિબંધો વિશેની સંપૂર્ણ વિગતો માટે, Creator Music સેવાની શરતો પર જાઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10284207962216629747
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false