Creator Musicના ઉપયોગની વિગતો સમજવી

Creator Music હવે યુએસના નિર્માતાઓ માટે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)માં ઉપલબ્ધ છે. યુએસની બહારના YPP નિર્માતાઓ માટે વિસ્તરણ બાકી છે.
નોંધ: આ લેખમાં વર્ણવેલી સુવિધાઓ વેબ બ્રાઉઝર મારફતે ઉપલબ્ધ છે.

Creator Musicમાં, તમને ટ્રૅકનો ઉપયોગ કરવા માટે નીચેના વિકલ્પો જોવા મળી શકે છે:

  • લાઇસન્સ મેળવો: તમારા કમાણી કરતા વીડિયોમાં મ્યુઝિકનો ઉપયોગ કરવા માટે ફીની (અથવા કેટલાક ટ્રેક માટે કોઈ ફી નહીં) આગોતરી ચુકવણી કરો. મ્યુઝિક વિના તમારા કમાણી કરતા વીડિયો પર આવકની જેટલી વહેંચણી લાગુ થાય છે, તેટલી જ કમાણી મેળવો.

  • આવકની વહેંચણી કરો: ફીની આગોતરી ચુકવણી કર્યા વિના વીડિયોની આવકનું વિભાજન ટ્રૅકના અધિકાર ધારકો સાથે કરો.

ઉપયોગની વિગતો, જે ગીતનો ઉપયોગ કરવાની રીત નિર્ધારિત કરે છે, તે ટ્રૅકના આધારે બદલાય છે. ટ્રૅકના અધિકાર ધારકો ટ્રૅક માટે ઉપયોગની વિગતો સેટ કરે છે અને તેમની વિવેકબુદ્ધિથી તેમાં ફેરફાર કરી શકે છે.

ધ્યાનમાં રાખો:
  • વીડિયોમાં લાઇસન્સવાળા મ્યુઝિકનો ઉપયોગ કરવાની રીત પર પણ અમુક ચોક્કસ પ્રતિબંધો છે.
  • Creator Musicના કેટલાક ટ્રૅક લાઇસન્સ આપવા અથવા આવકની વહેંચણી માટે યોગ્ય ન હોય એવું બની શકે. જો તમે આમાંથી એકપણ ટ્રૅકનો ઉપયોગ કરો, તો તમારા વીડિયોને Content IDનો દાવો અથવા કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી મળી શકે છે.
  • તમે અગાઉથી ઉપયોગની વિગતો ચેક કરી શકો છો, જેથી તમે તમારા વીડિયોમાં ટ્રૅકનો ઉપયોગ કરવાની સુરક્ષિત રીત જાણી શકો.
 

લાઇસન્સ માટે ઉપયોગની વિગતો

લાઇસન્સ કોઈ વ્યક્તિને એવા કન્ટેન્ટનો ઉપયોગ કરવાની કાનૂની પરવાનગી આપે છે કે જેના અધિકારોની માલિકી અન્ય લોકો પાસે છે. તમે ટ્રૅકનું લાઇસન્સ લો તે પહેલાં, તેના ઉપયોગની વિગતો સમજવી મહત્ત્વપૂર્ણ છે જેથી તમે જે ટ્રૅકનું લાઇસન્સ લઈ રહ્યાં છો તેનો ઉપયોગ કરવા માટે તમારી પાસે કઈ પરવાનગીઓ છે, તેની તમને ખબર હોય.

કિંમત

Creator Music નિર્માતાઓને સીધા મ્યુઝિકના અધિકારોની માલિકી ધરાવતા મ્યુઝિકલ લેબલ અને પબ્લિશર જેવા મ્યુઝિક પાર્ટનર પાસેથી લાઇસન્સ લેવા દે છે. અધિકાર ધારકો તરીકે, મ્યુઝિક પાર્ટનર Creator Music પર લાઇસન્સ આપવા માટે જે ટ્રૅક ઑફર કરે છે, તેના માટે લાઇસન્સની કિંમત સહિત ઉપયોગની વિગતો સેટ કરે છે.

કેટલાક લાઇસન્સ બધા નિર્માતાઓ માટે સેટ કરેલી એક જ કિંમત ધરાવતા હોય છે અને અન્ય ટ્રૅક માટે ચૅનલના કદના આધારે કસ્ટમાઇઝ કરેલી કિંમત હોઈ શકે છે. કેટલાક લાઇસન્સની કોઈ કિંમત હોતી નથી, જેમ કે YouTube ઑડિયો લાઇબ્રેરીના લાઇસન્સ, ક્રિએટિવ કૉમન્સ લાઇસન્સ અને અધિકાર ધારકો દ્વારા ઑફર કરવામાં આવતા કોઈ કિંમત વિનાના અન્ય લાઇસન્સ.

લાઇસન્સની કિંમતો ટ્રૅકના અધિકાર ધારકોની વિવેકબુદ્ધિ મુજબ બદલાઈ શકે છે. જ્યારે લાઇસન્સની કિંમતમાં ફેરફાર થાય, ત્યારે અગાઉની કોઈપણ ખરીદી અથવા લાઇસન્સના ઉપયોગને અસર થશે નહીં.

ધ્યાનમાં રાખો કે જો તમે લાઇસન્સ ખરીદવા ન માગતા હો અને જો તમારો વીડિયો આવકની વહેંચણી માટે ઉપયોગની જરૂરિયાતો પૂરી કરતો હોય, તો તમે આવકની વહેંચણી કરવાનું પસંદ કરી શકો છો.

ગીતનો ભાગ

ગીતના ભાગનો અર્થ એ છે કે અધિકાર ધારકો ટ્રૅકના કેટલા ભાગનો ઉપયોગ વીડિયોમાં કરવાની મંજૂરી આપી રહ્યાં છે.

તમે પસંદ કરેલા લાઇસન્સ ખરીદવાયોગ્ય કોઈપણ ટ્રૅક માટે, તમે ગીતના જોઈએ તેટલા ભાગનો ઉપયોગ કોઈપણ અવધિના વીડિયોમાં કરી શકો છો.

જે લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક માટે તમે લાઇસન્સ ખરીદવા ન માગતા હો, તેના બદલે તમે આવકની વહેંચણી કરવાનું પસંદ કરી શકો છો, જો તમે 3 મિનિટથી લાંબા વીડિયોમાં ગીતના 30 સેકન્ડથી ઓછા ભાગનો ઉપયોગ કરતા હો. આવકની વહેંચણી માટે ઉપયોગની શરતો વિશે વધુ જાણો.

સપોર્ટેડ પ્રદેશો
સપોર્ટેડ પ્રદેશોનો અર્થ છે એવા દેશો/પ્રદેશો કે જ્યાં ટ્રૅકના અધિકાર ધારકો દ્વારા ટ્રૅકના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે અને ઉપયોગને લાઇસન્સ દ્વારા આવરી લેવામાં આવ્યો છે.
Creator Musicમાંના અમુક ચોક્કસ ટ્રૅક માત્ર અમુક ચોક્કસ દેશો/પ્રદેશોમાં જ ઉપલબ્ધ હોય તેવું બની શકે છે. જો આવો કિસ્સો હોય, તો તમને ટ્રૅકના ઉપયોગની વિગતો પર સપોર્ટેડ પ્રદેશોની બાજુમાં પ્રતિબંધિત જોવા મળશે.
નોંધ કરજો કે જો સપોર્ટેડ પ્રદેશોને તમામ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હોય, પણ તમે આવકની વહેંચણી માટે ઉપયોગની શરતો હેઠળ ટ્રૅકનો ઉપયોગ કરવાનું નક્કી કરો (અને તેનું લાઇસન્સ ન મેળવો), તો ટ્રૅકનો ઉપયોગ આવકની વહેંચણી ઉપલબ્ધ હોય તે દેશો/પ્રદેશો સુધી મર્યાદિત હોઈ શકે છે. તમારો વીડિયો ક્યાં આવકની વહેંચણી કરી રહ્યો છે તે જોવા માટે, તમારા વીડિયોની આવકની વહેંચણીનું સ્ટેટસ ચેક કરો.
સમાપ્તિ

જ્યારે તમે લાઇસન્સ ખરીદો, ત્યારે તમારા લાઇસન્સની સમાપ્તિની તારીખ/સમય તમને જણાવશે કે તમારું લાઇસન્સ કેટલો સમય સક્રિય રહેશે. Creator Music સ્ટોરમાંના દરેક ટ્રૅક માટે અધિકાર ધારક દ્વારા અલગ-અલગ શરતો સેટ કરવામાં આવી હોય છે, તેથી તમારા લાઇસન્સની અવધિ તમે કયા ટ્રૅકનું લાઇસન્સ લો છે તેના આધારે બદલાશે.

Creator Music માર્કેટપ્લેસ મારફતે તમારું લાઇસન્સ ખરીદતાની સાથે જ શરૂ થાય છે. એકવાર તેની સમયસીમા સમાપ્ત થાય, એટલે તે ટ્રૅક ધરાવતા વીડિયો નીચેની બાબતોને આધીન હોઈ શકે છે:

  • કમાણી કરવાની પ્રક્રિયાની અપડેટ થયેલી શરતો
  • વીડિયોની દૃશ્યતામાં ફેરફારો
  • કૉપિરાઇટના નવા દાવા

તમારી વીડિયોની આવકમાં વિક્ષેપ ટાળવા માટે, તમે ટ્રૅક માટે ખરીદેલા લાઇસન્સ કદાચ રિન્યૂ કરી શકશો.

વીડિયોની કમાણી કરવાની પ્રક્રિયા
જ્યારે તમે Creator Musicમાંથી કોઈ ટ્રૅકનું લાઇસન્સ મેળવો અને વીડિયોમાં તેનો ઉપયોગ કરો, ત્યારે જ્યાં સુધી તમારા વીડિયોમાંના ત્રીજા પક્ષના તમામ કન્ટેન્ટના લાઇસન્સ તમને આપવામાં આવ્યા હોય (અથવા તમારી પાસે તમારા વીડિયોમાંના ત્રીજા પક્ષના લાઇસન્સ વિનાના કન્ટેન્ટનો ઉપયોગ માટે જરૂરી તમામ અધિકારો હોય), ત્યાં સુધી તે વીડિયો પૂરી કમાણી કરી શકે છે.
ધ્યાનમાં રાખો કે લાઇસન્સવાળા ટ્રૅકનો ઉપયોગ કરતા વીડિયો YouTubeના જોવાના પેજ પર મળેલા વ્યૂથી આવક મેળવે છે, Shorts કે લાઇવ સ્ટ્રીમથી નહીં.
જો તમે આવકની વહેંચણી માટે ઉપયોગની શરતો હેઠળ ટ્રૅકનો ઉપયોગ કરવાનું નક્કી કરો (અને તેનું લાઇસન્સ ખરીદો નહીં), તો કમાણીને ટ્રૅકના અધિકાર ધારકો સાથે શેર કરવામાં આવશે અને તે આવકની વહેંચણી ઉપલબ્ધ હોય તેવા દેશો/પ્રદેશો સુધી મર્યાદિત હોઈ શકે છે. તમારો વીડિયો ક્યાં આવકની વહેંચણી કરી રહ્યો છે તે જોવા માટે, તમે તમારા વીડિયોની આવકની વહેંચણીનું સ્ટેટસ ચેક કરી શકો છો.
કન્ટેન્ટનો પ્રકાર
Creator Music મારફતે લાઇસન્સ આપવા અથવા આવકની વહેંચણી માટે ઉપલબ્ધ ટ્રૅકનો ઉપયોગ માત્ર લાંબા વીડિયોમાં જ કરી શકાય છે, Shorts અથવા લાઇવ સ્ટ્રીમમાં નહીં. Shorts પર થતી આવકની વહેંચણી વિશે વધુ જાણવા માટે, Shorts વડે થતી જાહેરાતની આવક પર જાઓ.
લાઇસન્સના ઉપયોગ વિશે અન્ય વિગતો
  • માત્ર YouTube ઑડિયો લાઇબ્રેરીના લાઇસન્સ જ YouTube પર અપલોડ કરેલા એકથી વધુ વીડિયોમાં ઉપયોગ માટે માન્ય છે. Creator Musicના અન્ય તમામ સશુલ્ક લાઇસન્સ માત્ર YouTube પર અપલોડ કરેલા એક જ વીડિયોમાં એક વાર ઉપયોગ માટે માન્ય છે. 
  • Creator Musicના લાઇસન્સને અન્ય પ્લૅટફૉર્મ કે YouTubeની અન્ય ચૅનલ પર ટ્રાન્સફર કરી શકાતા નથી. જો Creator Musicના લાઇસન્સનો ઉપયોગ પબ્લિશ કરેલા વીડિયોમાં પહેલેથી ન કરવામાં આવ્યો હોય, તો તેને YouTube ચૅનલની અંદર અન્ય વીડિયો પર ટ્રાન્સફર કરી શકાય છે.
  • વીડિયોમાં લાઇસન્સવાળા મ્યુઝિકનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના પર પણ પ્રતિબંધો છે. વધુ માહિતી માટે, Creator Music માટેની યોગ્યતા અને પ્રતિબંધો પર જાઓ.

આવકની વહેંચણી માટે ઉપયોગની વિગતો

જો તમે એવા ટ્રૅકનો ઉપયોગ કરો જે તમારા વીડિયોની આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતો હોય, તો તેનો અર્થ એ છે કે તમે ટ્રૅકના અધિકાર ધારકો સાથે વીડિયોની આવકને વિભાજિત કરી શકો છો. તમે આવકની વહેંચણી શરૂ કરો તે પહેલાં, ટ્રૅકના ઉપયોગની વિગતો સમજવી મહત્ત્વપૂર્ણ છે જેથી તમે જાણી શકો કે ટ્રૅકનો ઉપયોગ કરવા માટે તમારી પાસે કઈ પરવાનગીઓ છે.

આવકની વહેંચણી માટે ઉપયોગની જરૂરિયાતો

Creator Musicમાંથી આવકની વહેંચણી કરતા ટ્રૅકનો ઉપયોગ કરતા વીડિયોએ આવકની વહેંચણી કરવા યોગ્ય બનવા માટે, ઉપયોગ સંબંધિત આ જરૂરિયાતો પૂરી કરવી આવશ્યક છે:

  • ટ્રૅક અને વીડિયોની અવધિ: વીડિયો ઉચિત લંબાઈવાળા વીડિયોમાં ટ્રૅકનો ઉચિત પ્રમાણમાં ઉપયોગ કરે છે:
    • જો ટ્રૅક લાઇસન્સ ખરીદવાયોગ્ય હોય, પણ તમે લાઇસન્સ ખરીદવા ન માગતા હો, તો તમે 3 મિનિટથી લાંબા વીડિયોમાં 30 સેકન્ડ કરતાં ઓછા સમય માટે ટ્રૅકનો ઉપયોગ કરીને આવકની વહેંચણી કરી શકો છો.
    • જો ટ્રૅક લાઇસન્સ ખરીદવાયોગ્ય ન હોય, પણ આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતો હોય, તો તમે કોઈપણ અવધિના વીડિયોમાં ટ્રૅકના જોઈએ તેટલા ભાગનો ઉપયોગ કરીને આવકની વહેંચણી કરી શકો છો.
  • કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત કોઈ સમસ્યા ન હોવી જોઈએ: વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત કોઈ સમસ્યા ન હોઈ શકે, જેમ કે:
  • લાઇવ સ્ટ્રીમ કે Shorts ન હોવો જોઈએ: વીડિયો લાઇવ સ્ટ્રીમ કે Short ન હોઈ શકે. Shortsની આવકની વહેંચણી વિશે જાણો.
જો ઉપયોગ સંબંધિત જરૂરિયાતોનું પાલન ન કરવામાં આવે, તો તમારા વીડિયોને Content IDનો દાવો અથવા કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી મળી શકે છે, જે તમારી કમાણી કરવાની પ્રક્રિયાને બંધ કરી શકે છે અથવા તમારા વીડિયોને બ્લૉક કરી શકે છે.

યાદ રાખો કે ઉપયોગ સંબંધિત જરૂરિયાતોમાં અધિકાર ધારકોની વિવેકબુદ્ધિ પ્રમાણે ફેરફાર થઈ શકે છે. ઉદાહરણ તરીકે, તમે આવકની વહેંચણી કરતા ટ્રૅકનો ઉપયોગ કરતો વીડિયો અપલોડ કરો, તે પછી અધિકાર ધારક ટ્રૅક માટે કમાણી કરવાની પ્રક્રિયાને બંધ કરી શકે છે, જે તમારા વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયાને બંધ કરશે. ઉપયોગની શરતોમાં ફેરફારો અમુક પ્રદેશોમાં અથવા તમામ પ્રદેશોમાં લાગુ થઈ શકે છે. 

ગીતનો ભાગ

ગીતના ભાગનો અર્થ એ છે કે અધિકાર ધારકો ટ્રૅકના કેટલા ભાગનો ઉપયોગ વીડિયોમાં કરવાની મંજૂરી આપી રહ્યાં છે.

આવકની વહેંચણી કરતા ટ્રૅક માટે, તમે ગીતના જોઈએ તેટલા ભાગનો ઉપયોગ કોઈપણ અવધિના વીડિયોમાં કરી શકો છો.

જે લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક માટે તમે લાઇસન્સ ખરીદવા ન માગતા હો, તેના બદલે તમે આવકની વહેંચણી કરવાનું પસંદ કરી શકો છો, જો તમે 3 મિનિટથી લાંબા વીડિયોમાં ગીતના 30 સેકન્ડથી ઓછા ભાગનો ઉપયોગ કરતા હો. આવકની વહેંચણી વિશે વધુ જાણો.

સપોર્ટેડ પ્રદેશો
સપોર્ટેડ પ્રદેશોનો અર્થ છે કે એવા દેશો/પ્રદેશો જ્યાં ટ્રૅકનો ઉપયોગ આવક મેળવવા માટે યોગ્યતા ધરાવે છે. ટ્રૅક એવા દેશો/પ્રદેશોમાં આવક મેળવવા માટે યોગ્યતા ધરાવે છે જ્યાં ટ્રૅકના અધિકાર ધારકો પાસે ટ્રૅકના અધિકારોની માલિકી છે અને જ્યાં તેમણે આવકની વહેંચણી માટે ટ્રૅકને ઉપલબ્ધ કરાવવાનું પસંદ કર્યું છે.
Creator Musicમાંના અમુક ચોક્કસ ટ્રૅક માત્ર અમુક ચોક્કસ દેશો/પ્રદેશોમાં જ ઉપલબ્ધ હોય તેવું બની શકે છે. જો આવો કિસ્સો હોય, તો તમને ટ્રૅકના ઉપયોગની વિગતો પર સપોર્ટેડ પ્રદેશોની બાજુમાં પ્રતિબંધિત જોવા મળશે.
તમારો વીડિયો ક્યાં આવકની વહેંચણી કરી રહ્યો છે તે જોવા માટે, તમારા વીડિયોની આવકની વહેંચણીનું સ્ટેટસ ચેક કરો.
વીડિયોની કમાણી કરવાની પ્રક્રિયા

Creator Music વડે, જો લાંબો વીડિયો આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા ટ્રૅકનો ઉપયોગ કરે, તો નીચેના ઉદાહરણોમાં બતાવ્યા પ્રમાણે મ્યુઝિકના અધિકારો મેળવવાની કિંમતોને આવરી લેવા માટે, આવકની વહેંચણીના સ્ટૅન્ડર્ડ 55% હિસ્સાની ગોઠવણ કરવામાં આવે છે. આ આના પર આધાર રાખે છે:

  • ઉપયોગમાં લીધેલા ટ્રૅકની સંખ્યા: નિર્માતા તેમના વીડિયોમાં આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા કેટલા ટ્રૅકનો ઉપયોગ કરે છે (નીચે ઉદાહરણો જુઓ).
  • મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો: કાર્યપ્રદર્શનના અધિકારો જેવા મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતોને આવરી લેવા માટે કપાત. આ કપાત 5% સુધીની હોઈ શકે છે અને તે Creator Musicના, આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા તમામ ટ્રૅકમાં મ્યુઝિકના આ વધારાના અધિકારોની મિશ્રિત કિંમત દર્શાવશે.
આવકની વહેંચણીની ગણતરીના ઉદાહરણો

ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 1 ટ્રૅકનો ઉપયોગ

ઉદાહરણ: નિર્માતા તેમના લાંબા વીડિયોમાં આવકની વહેંચણી કરતા 1 ટ્રૅકનો ઉપયોગ કરે છે અને આવકની વહેંચણીના સ્ટૅન્ડર્ડ 55% હિસ્સાની અડધી રકમ (27.5%) કમાય છે. ઉદાહરણ તરીકે, મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો માટે 2.5%ની કપાત કરવામાં આવી શકે છે.

આ વીડિયો માટે, નિર્માતા કુલ આવકના 25%ની કમાણી કરશે (27.5% - 2.5%).

 
ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 1 ટ્રૅકનો ઉપયોગ
ઉદાહરણ આવકની વહેંચણી: 55% ÷ 2 27.5%
ઉદાહરણ મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો - 2.5%
ઉદાહરણ કુલ આવક 25%

ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 2 ટ્રૅક અને લાઇસન્સવાળા 1 ટ્રૅકનો ઉપયોગ

ઉદાહરણ: નિર્માતા તેમના લાંબા વીડિયોમાં આવકની વહેંચણી કરતા 2 ટ્રૅકનો અને લાઇસન્સવાળા 1 ટ્રૅકનો ઉપયોગ કરે છે અને આવકની વહેંચણીના સ્ટૅન્ડર્ડ 55% હિસ્સામાંથી 1/3 કમાય છે (18.33%). ઉદાહરણ તરીકે, મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો માટે 2%ની કપાત કરવામાં આવી શકે છે.

આ વીડિયો માટે, નિર્માતા કુલ આવકના 16.33%ની કમાણી કરશે (18.33% - 2%).

 
ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 2 ટ્રૅક અને લાઇસન્સવાળા 1 ટ્રૅકનો ઉપયોગ
ઉદાહરણ આવકની વહેંચણી: 55% ÷ 3 18.33%
ઉદાહરણ મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો - 2.5%
ઉદાહરણ કુલ આવક 15.83%
કન્ટેન્ટનો પ્રકાર
Creator Music મારફતે લાઇસન્સ આપવા અથવા આવકની વહેંચણી માટે ઉપલબ્ધ ટ્રૅકનો ઉપયોગ માત્ર લાંબા વીડિયોમાં જ કરી શકાય છે, Shorts અથવા લાઇવ સ્ટ્રીમમાં નહીં. Shorts પર થતી આવકની વહેંચણી વિશે વધુ જાણવા માટે, Shorts વડે થતી જાહેરાતની આવક પર જાઓ.

 

વધુ માહિતી

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2012257975767456940
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false