YouTube માટે AdSense

અમે એવું નવું બીટા વર્ઝન રજૂ કરી રહ્યાં છીએ, જે YouTube Studioની મોબાઇલ ઍપના 'કમાણી કરો' ટૅબમાં ચુકવણીની વિગતો ઉપલબ્ધ કરાવે છે. આ બીટા વર્ઝન યોગ્યતા ધરાવતા નિર્માતાઓને તેમની કમાણીનું પરિવર્તન ચુકવણીઓમાં કેવી રીતે થાય છે તે સમજવાની સરળ રીત પ્રદાન કરે છે. આ બીટા વડે તમે આ બાબતો જોઈ શકો છો:
  • તમારી આગલી ચુકવણી સંબંધિત તમારી પ્રગતિ
  • તારીખ, ચુકવેલી રકમ અને ચુકવણીના બ્રેકડાઉન સહિત, છેલ્લા 12 મહિના માટેનો તમારો ચુકવણીનો ઇતિહાસ

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લીધે, અમે રશિયામાં સ્થિત વપરાશકર્તાઓને Google અને YouTube જાહેરાતો બતાવવાની સેવા હંગામી રીતે થોભાવીશું. વધુ જાણો.

YouTube માટે AdSense એ Googleનો પ્રોગ્રામ છે, જેના થકી YouTube પાર્ટનર પ્રોગ્રામના નિર્માતાઓને ચુકવણી કરવામાં આવે છે. YouTube પર ચુકવણી મેળવવાની શરૂઆત કરવા માટે, YouTube Studioની અંદરથી YouTube માટે AdSense એકાઉન્ટનું સેટઅપ કરો. YouTube નિર્માતા તરીકે YouTube માટે AdSenseનો ઉપયોગ કરવાની રીત વિશે વધુ જાણવા માટે, આ પેજનો ઉપયોગ કરો.

YouTube Creators માટે AdSense

YouTube માટે AdSense વડે શરૂ કરો

યાદ રાખો, તમને તમારા YouTube માટે AdSense એકાઉન્ટ થકી તમારી YouTube કમાણીની ચુકવણી કરવામાં આવે છે. YouTube માટે AdSense વડે શરૂ કરવા માટે, નીચે આપેલા પગલાંને અનુસરો.

એકાઉન્ટનું સેટઅપ કરો

જો તમારી પાસે પહેલેથી ન હોય, તો YouTube Studioમાં YouTube માટે AdSense એકાઉન્ટનું સેટઅપ કરો. અમે સૂચનાઓનો વિગતવાર સેટ બનાવ્યો છે અને YouTube માટે AdSenseનું સેટઅપ કરવા સંબંધિત કેટલીક સામાન્ય સમસ્યાઓનો ઉકેલ પણ આપ્યો છે: 

AdSenseના નિયમો અને શરતો અથવા લાગુ પડતી YouTube માટે AdSenseની સેવાની શરતો મુજબ નાણાં મેળવનારના એ જ નામ હેઠળ માત્ર એક જ AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટની મંજૂરી છે. તેથી, ખાતરી કરો કે તમારી YouTube ચૅનલ સાથે લિંક કરતી વખતે તમારી પાસે ડુપ્લિકેટ એકાઉન્ટ નથી. જો તમે બસ તમારી ચૅનલ સાથે લિંક કરેલું AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટ બદલવા માગતા હો, તો આ પગલાંને અનુસરો.

તમારી વ્યક્તિગત માહિતી ચકાસો

એકવાર સેટઅપ થઈ ગયા પછી, તમારી વ્યક્તિગત માહિતી ચકાસવાનો સમય આવે છે. જ્યારે તમારા YouTube ચુકવણી એકાઉન્ટ માટે તમારી કમાણી સરનામાની ચકાસણી માટે ઓછામાં ઓછી આવક પાર કરે, ત્યારે અમે તમારા ભૌતિક સરનામા પર વ્યક્તિગત ઓળખાણ નંબર (PIN) ટપાલ દ્વારા મોકલીશું. તમે ચુકવણી મેળવી શકો તે પહેલાં તમારું સરનામું ચકાસવા માટે, તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં આ પિન દાખલ કરવો જરૂરી છે. વધુ માહિતી અહીં આપી છે:

ઉપરાંત, તમારા લોકેશનના આધારે, અમને તમારું નામ, સરનામું અથવા જન્મ તારીખ જેવી માહિતીનો ઉપયોગ કરીને તમારી ઓળખ ચકાસવાની જરૂર પડી શકે છે. જો તમને આમ કરવાની જરૂર પડે, તો સામાન્ય રીતે જ્યાં સુધી તમે તમારી ઓળખ સફળતાપૂર્વક ચકાસશો નહીં, ત્યાં સુધી તમને તમારું સરનામું ચકાસવા માટે કહેવામાં આવશે નહીં. આમ કેવી રીતે કરવું તે વિશે અહીં વધુ જાણો:

તમારી ટેક્સ વિશેની માહિતી પ્રદાન કરો

તમારી વ્યક્તિગત માહિતી પ્રદાન કર્યા પછી, તમારે આગળ વધવા માટે તમારી ટેક્સ વિશેની માહિતી પ્રદાન કરવી જરૂરી રહેશે. તમે યુએસમાં દર્શકો પાસેથી જે કમાણી જનરેટ કરો છો, તેના પર Google યુએસ ટેક્સ વિથ્હોલ્ડ કરે છે, તેથી તમારો સાચો વિથ્હોલ્ડિંગ રેટ નક્કી કરવા માટે આ માહિતી પ્રદાન કરવી મહત્ત્વપૂર્ણ છે. તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવાની રીત અને બીજું ઘણું અહીં જાણો:

ચુકવણીનો કોઈ પ્રકાર ઉમેરો

તમારી માહિતીની ચકાસણી થઈ જાય, તે પછી તમારે તમારા YouTube ચુકવણી એકાઉન્ટ માટે, ચુકવણી પદ્ધતિની પસંદગી માટેની મર્યાદા પાર કરવી જરૂરી છે. આ એ ન્યૂનતમ રકમ છે જે અમે તમને ચુકવી શકીએ છીએ, તેથી એકવાર તમારી પાસે તમારા YouTube ચુકવણી એકાઉન્ટમાં તેટલી રકમ આવી જાય, પછી તમને ચુકવણીનો પ્રકાર પસંદ કરવાનું કહેવામાં આવશે. તમામ વિકલ્પો અને પગલાં વિશે અહીં જાણો:

ચુકવણી મેળવો

દર મહિનાની તમારી કુલ YouTube કમાણી એ પછીના મહિનાની 7મી અને 12મી તારીખની વચ્ચે YouTube માટે AdSenseમાં તમારા YouTube ચુકવણી એકાઉન્ટના બૅલેન્સમાં ઉમેરવામાં આવે છે. એકવાર ઉમેરવામાં આવે, તે પછી તમે વ્યવહારોના પેજમાં ચુકવણીની વિગતો (જેમ કે ટેક્સની લાગુ થતી કપાત) જોઈ શકશો:

  1. YouTube માટે AdSenseમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાં, ચુકવણીઓ હેઠળ ચુકવણીની માહિતી પસંદ કરો.
  3. પેજના વ્યવહારો વિભાગમાં વ્યવહારો જુઓ પર ક્લિક કરો.

જો તમારું બૅલેન્સ ચુકવણી મર્યાદા સુધી પહોંચે અને તમારા એકાઉન્ટ પર કોઈ ચુકવણી પર રોક ન હોય, તો તમને દર મહિનાની 21મી અથવા 26મી તારીખ સુધીમાં ચુકવણી મળવી જોઈએ.

ઉદાહરણ: જો YouTubeની ચુકવણી મર્યાદા $100 હોય અને તમે જૂનમાં મર્યાદાની તે રકમ પર પહોંચી ગયા હો અને જો પહેલેથી તે ચુકવણી જારી કરવામાં ન આવી હોય, તો અમે તમને 26 જુલાઈ સુધીમાં ચુકવણી જારી કરીશું.

YouTube માટે AdSense અને YouTubeની ચુકવણીઓનું એકાઉન્ટ

YouTube સમર્પિત YouTube માટે AdSense એકાઉન્ટ ધરાવે છે, જે નિર્માતાઓને YouTube માટે AdSenseમાં તેમની YouTubeની કુલ કમાણીના ઝડપી ઍક્સેસની મંજૂરી આપે છે.

YouTube કમાણી માટેની ચુકવણીઓ તેના પોતાના ચુકવણી એકાઉન્ટમાં અલગ કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે YouTube અને AdSense ચુકવણી એકાઉન્ટની ચુકવણી મર્યાદાની રકમ અલગ-અલગ છે. એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે શું તમે બસ YouTube કરતાં થોડી વધુ ચુકવણી મેળવવા માટે AdSenseનો ઉપયોગ કરો છો, કારણ કે તે ચુકવણીના સમયને અસર કરી શકે છે.

2022 પહેલાં ચુકવવામાં આવેલી તમારી YouTube કમાણીની અને અન્ય કોઈપણ AdSense કમાણીની કોઈપણ વિગતો, તમારા AdSense ચુકવણી એકાઉન્ટ સાથે સંકળાયેલી રહેશે. કોઈપણ બાકી YouTube કમાણીને YouTube ચુકવણી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હશે.

સામાન્ય પ્રશ્નો

જો હું YouTube સિવાયની સેવાઓમાંથી ચુકવણી મેળવવા માટે AdSenseનો ઉપયોગ કરું, તો શું થાય?

જો તમે YouTubeની કમાણી સિવાય અન્ય પ્રકારની કમાણી કરતા AdSense પબ્લિશર હો, તો તમે ચુકવણીઓના પેજ પરથી ઍક્સેસ કરી શકાય તેવા અલગ ચુકવણી એકાઉન્ટમાં તમારી YouTubeની કમાણીને મેનેજ કરી શકશો અને જોઈ શકશો.

ધ્યાનમાં રાખો કે તમે ચુકવણી મેળવી શકો તે માટે, YouTube અને AdSense ચુકવણી એકાઉન્ટ બંનેને તેમની સંબંધિત ચુકવણી મર્યાદા સુધી પહોંચવાની જરૂર પડશે. આ તમારી ચુકવણીઓના સમયને અસર કરી શકે છે.

AdSenseમાં હું મારી YouTubeની કુલ કમાણી કેવી રીતે જોઈ શકું?

તમે આ પગલાં લઈને YouTubeની તમારી કમાણીને તમારા પોતાના ચુકવણી એકાઉન્ટમાં જોઈ શકો છો:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણીઓ અને પછી ચુકવણીઓની માહિતી પર ક્લિક કરો.
  3. ચુકવણી એકાઉન્ટના ડ્રૉપડાઉન પર ક્લિક કરો.
  4. YouTubeની ચુકવણીઓનું એકાઉન્ટ પસંદ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10347007748914992614
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false