વ્યૂ-દીઠ-ચુકવણી ઇવેન્ટ જુઓ

તમે ટિકિટ ખરીદીને YouTube પર મ્યુઝિક પર્ફોર્મન્સ અથવા કૉમેડી શો જેવી પસંદગીની વ્યૂ-દીઠ-ચુકવણી ઇવેન્ટ જોઈ શકો છો.

ટિકિટ ખરીદો

  1. ખાતરી કરો કે તમે YouTubeમાં સાઇન ઇન કરેલું છે.
  2. ઇવેન્ટનું નામ અથવા કલાકારનું નામ શોધીને, વ્યૂ-દીઠ-ચુકવણી ઇવેન્ટ પર નૅવિગેટ કરો.
  3. ટિકિટ ખરીદો પર ટૅપ અથવા ક્લિક કરો.
  4. તમારી ખરીદી પૂર્ણ કરવા માટે પ્રૉમ્પ્ટને અનુસરો.

નોંધ: રિફંડની વિનંતી કરવા માટે, આ પગલાં અનુસરો.

ઉપલબ્ધતા

તમે હાલમાં યુએસમાં વ્યૂ-દીઠ-ચુકવણી ઇવેન્ટ ખરીદી અને જોઈ શકો છો.

તમારી વ્યૂ-દીઠ-ચુકવણી ઇવેન્ટ જુઓ

તમે ટિકિટ ખરીદો તે પછી, તમને ઇવેન્ટ જોવા માટેની લિંકવાળું ઇમેઇલ કન્ફર્મેશન મળશે. જો તમારી ઇવેન્ટના હોસ્ટે લાઇવ ચૅટ ચાલુ કરી હોય, તો તમે લાઇવ ઇવેન્ટ પહેલાં અને દરમિયાન અન્ય લોકો સાથે ચૅટ કરી શકશો. અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરવાનું યાદ રાખો અને જો લાઇવ સ્ટ્રીમ જોવાનો અનુભવ તમારા માટે નવો હોય, તો લાઇવ ચૅટની મૂળભૂત બાબતો વિશે જાણો.

તમારા કમ્પ્યુટર, ફોન અથવા ટૅબ્લેટ પર જોવા માટે: જ્યારે લાઇવ સ્ટ્રીમ શરૂ થશે, ત્યારે તમને તમારા ડિવાઇસ પર અને YouTube ઍપમાં નોટિફિકેશન મળશે અથવા તમે તમારી ખરીદી કન્ફર્મ કરતા ઇમેઇલમાં આપેલી ઇવેન્ટની લિંકનો ઉપયોગ કરી શકો છો. ઇવેન્ટના નોટિફિકેશનને અનુસરો અને ઇવેન્ટ શરૂ થવાની રાહ જુઓ.

તમારા ટીવી પર જોવા માટે: ખાતરી કરો કે તમે ટિકિટ ખરીદવા માટે જે ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કર્યો હતો, તેના વડે જ તમે YouTubeમાં સાઇન ઇન કર્યું છે. શોધ બારમાં ઇવેન્ટનું નામ દાખલ કરો. તમે તમારા ફોન, કમ્પ્યુટર અથવા ટૅબ્લેટ પરથી તમારા સ્માર્ટ ટીવી પર પણ ઇવેન્ટ કાસ્ટ પણ કરી શકો છો, વિગતો અહીં આપી છે.

વ્યૂ-દીઠ-ચુકવણી ઇવેન્ટને કોણ હોસ્ટ કરી શકે: અમે આ સુવિધાનું પરીક્ષણ કરી રહ્યાં હોવાથી, પહેલેથી પસંદ કરેલી માત્ર થોડી જ ચૅનલ વ્યૂ-દીઠ-ચુકવણી ઇવેન્ટ હોસ્ટ કરી શકે છે. અમને આશા છે કે અમે નજીકના ભવિષ્યમાં વ્યૂ-દીઠ-ચુકવણી ઇવેન્ટ વધુ વ્યાપકપણે ઉપલબ્ધ કરાવીશું.

સમસ્યા નિવારણ કરવું

ભૂલના મેસેજ

જો તમને નીચે આપેલી ભૂલો જેવી કોઈ ભૂલ જોવા મળે, તો તેને ઠીક કરવા માટે આ પગલાં અનુસરો.

  • “કૃપા કરીને તમારું નેટવર્ક કનેક્શન ચેક કરો (ફરી પ્રયાસ કરો)”
  • "લોડ કરવામાં ભૂલ આવી. ફરી પ્રયાસ કરવા માટે ટૅપ કરો,” 
  • “કોઈ ભૂલ આવી છે”

તમારી વ્યૂ-દીઠ-ચુકવણી ઇવેન્ટ શોધી કે ઍક્સેસ કરી શકતા નથી

જો ઇમેઇલ કરેલી ઇવેન્ટની લિંકનો ઉપયોગ કરવામાં તમને મુશ્કેલી, આવતી હોય તો:

  1. ખાતરી કરો કે તમે એ Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું છે, જેનાથી આ ખરીદી કરવામાં આવી હતી.
  2. ઇવેન્ટને તેના નામથી શોધીને તેને YouTube પર જુઓ અથવા તમારા એકાઉન્ટના “તમારી મૂવી” વિભાગમાં જઈને ઇવેન્ટ શોધો.
જો તમને ઇમેઇલ કરેલી ઇવેન્ટની લિંક ન મળી હોય,  તો ખાતરી કરો કે તમારા એકાઉન્ટમાંથી શુલ્ક બાદ કરવામાં આવ્યું છે. YouTube પર જાઓ તમારી પ્રોફાઇલ  and then ખરીદીઓ અને મેમ્બરશિપ પર ટૅપ કરો. જો તમને શુલ્ક ન દેખાતું હોય, તો તમે આ ઇવેન્ટને કોઈ અલગ એકાઉન્ટ પરથી ખરીદી છે કે કેમ અથવા તમારી ચુકવણી નકારવામાં આવી હતી કે કેમ, તે જાણવા માટે ચેક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17754712161690964028
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false