YouTube Kids માટેની કન્ટેન્ટ પૉલિસીઓ

YouTube Kids ઍપ બાળકોને ઑનલાઇન વીડિયો મારફતે તેમની રુચિના વિષયો શોધવા માટેનું વધુ સુરક્ષિત અને વધુ સરળ સ્થાન મળી શકે તે માટે બનાવવામાં આવી છે. આ અલગ ઍપ એ YouTubeનું એક ફિલ્ટર કરેલું વર્ઝન છે અને તેમાં YouTube ઍપ અને વેબસાઇટ કરતાં ચૅનલ અને વીડિયોનો વધુ નાનો સેટ ઉપલબ્ધ હોય છે. અમે ઉંમરને અનુકૂળ હોય એવું કન્ટેન્ટ ઓળખવા પર કામ કરીએ છીએ, જેમાં અમારા ક્વૉલિટી નિયમોનું પાલન કરીએ છીએ અને તે વિશ્વભરના બાળકોની વિવિધતાસભર રુચિઓની પૂર્તિ કરવા માટે પર્યાપ્ત છે.

YouTube Kids વિશેની અમારી પૉલિસીઓ નીચે આપેલી છે, જે YouTube Kidsનો ભાગ બનવા માટે કયો કન્ટેન્ટ પ્રકાર યોગ્ય છે તેનું વર્ણન કરે છે. YouTube Kids પર બતાવવામાં આવતા કન્ટેન્ટ માટે આ પૉલિસીઓનું પાલન કરવું આવશ્યક છે. આ પૉલિસીઓ એવા કન્ટેન્ટને બાકાત કરવા માટે બનાવવામાં આવી છે કે જે:

આ પૉલિસીઓ ડિઝાઇન કરવા માટે, અમે માતાપિતા અને બાળ વિકાસના બાહ્ય નિષ્ણાતો, બાળકોના મીડિયા, ડિજિટલ શિક્ષણ અને નાગરિકતાના પ્રતિસાદનો ઉપયોગ કર્યો છે. આ પૉલિસીઓના આધારે, અમારા નાના પ્રેક્ષકોને શ્રેષ્ઠ અનુભવ આપવામાં સહાય કરવા માટે YouTube Kidsમાંથી વીડિયો અથવા ચૅનલ બાકાત કરવામાં આવી શકે છે.

કન્ટેન્ટ સેટિંગ

આ ઍપમાં 3 કન્ટેન્ટ સેટિંગ ઉપલબ્ધ છે: પ્રીસ્કૂલ, નાના બાળકો અને મોટા બાળકો. તમે તમારા બાળકો માટે YouTube Kids સેટઅપ કરતી વખતે પસંદ કરો છો તે સેટિંગના આધારે તમારા બાળકોને આ કન્ટેન્ટ બતાવવામાં આવે છે.

પ્રીસ્કૂલ

4 વર્ષ અને તેથી નાની ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે

નાના બાળકો

5–8 વર્ષની ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે

મોટા બાળકો

9–12 વર્ષની ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે

કન્ટેન્ટ પૉલિસીઓ

અમારી પૉલિસીઓ એ નક્કી કરે છે કે દરેક કન્ટેન્ટ સેટિંગ માટે કયા પ્રકારનું કન્ટેન્ટ યોગ્ય છે. જ્યારે તમે તમારા બાળક માટે કન્ટેન્ટ સેટિંગ પસંદ કરો, ત્યારે તેમને તે સેટિંગ માટે યોગ્ય હશે તે કન્ટેન્ટ દેખાશે. તમે પસંદ કરશો તે સેટિંગની તેઓ શોધમાં અથવા સુઝાવ આપેલા વીડિયોમાં શું શોધે છે તેના પર અસર પડી શકે છે. અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ અને માનવ રિવ્યૂઅર તમે પસંદ કરેલી સેટિંગના આધારે અનુકૂળ કન્ટેન્ટ ઓળખવા માટે કાર્ય કરે છે. અમારી સિસ્ટમ નાના બાળકો માટે યોગ્ય ન હોય એવા કન્ટેન્ટને બાકાત કરવા માટે સખત મહેનત કરે છે, પણ બધા વીડિયો મેન્યુઅલી રિવ્યૂ કરેલા હોતા નથી. જો તમને અમારાથી રિવ્યૂમાં છૂટી ગયું હોય એવું કંઈક અયોગ્ય કન્ટેન્ટ મળી આવે, તો તમે તેને બ્લૉક કરી શકો છો અથવા ઝડપી રિવ્યૂ માટે તેની જાણ કરી શકો છો.

પ્રીસ્કૂલ માટે કન્ટેન્ટનાં સેટિંગ

પ્રીસ્કૂલ સેટિંગને 4 અને તેથી નાની ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ કન્ટેન્ટ સેટિંગમાં સર્જનાત્મકતા, મનોરંજન, શિક્ષણ અને શોધખોળને પ્રોત્સાહન આપતા વીડિયોનો સમાવેશ હોય છે. લોકપ્રિય વીડિયો કૅટેગરીમાં કલા અને હસ્તકલા, બાળકાવ્યો, કાર્ટૂન, રીડ-અલૉંગ, સર્કલ ટાઇમ, રમકડાં અને રમત તથા યોગનો સમાવેશ થાય છે.
કેટલાક વીડિયોમાં આનો સમાવેશ થાય છે:

જાતીય કન્ટેન્ટ: પ્રેમની બિન-રોમૅન્ટિક અભિવ્યક્તિઓ, જેમ કે હાથ પકડવા અથવા ગાલ પર ચુંબન કરવું. જાતીય અને લિંગની ઓળખ વિશેના ઉંમરને અનુકૂળ એવા શૈક્ષણિક વીડિયો.

હિંસા: હિંસક અને ડરામણા ન હોય એવા સ્ક્રિપ્ટેડ અને ઍનિમેટેડ વીડિયો.

શસ્ત્રો: અવાસ્તવિક શસ્ત્રો (જેમ કે વૉટર ગન) બતાવતા હોય એવા ઉંમરને અનુકૂળ વીડિયો કે જે રમત રમવાના, ગેમિંગના કે ઍનિમેશનના સંદર્ભમાં હોય.

જોખમકારક કન્ટેન્ટ: કોઈપણ સૂચનાત્મક ઘટક વિના, કુશળ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા સ્ટન્ટ બતાવતા વીડિયો (ઉદાહરણ તરીકે, યુક્તિઓ કરતા બાસ્કેટબૉલ ખેલાડીઓ). આર્ટ અને ક્રાફ્ટના વીડિયો કે જેમાં ઉંમરને અનુકૂળ પ્રોડક્ટ અથવા ટૂલનો સમાવેશ હોય છે, જેમ કે રંગ, ગ્લુ અથવા કાતરો.

ભાષા: જેમાં અપમાનજનક ભાષા અથવા અપશબ્દોનો ઉપયોગ થયો ન હોય એવા વીડિયો.

મ્યુઝિકના વીડિયો: ઉંમરને અનુકૂળ મ્યુઝિકના વીડિયો, જેમાં કોઈ જાતીય થીમ નથી હોતી.

નાના બાળકો માટેનું કન્ટેન્ટ સેટિંગ

નાના બાળકો માટે કન્ટેન્ટનું સેટિંગ 5–8 વર્ષ સુધીના બાળકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ કન્ટેન્ટ સેટિંગમાં નાના બાળકોની વધતી રુચિઓની પૂર્તિ કરવા માટે વિવિધ પ્રકારના વિષયોની વ્યાપક શ્રેણીનો સમાવેશ છે. લોકપ્રિય કૅટેગરીમાં ગેમિંગ, લોકપ્રિય 40 ગીતના કવર, ફૅમિલી વ્લૉગર, કાર્ટૂન, DIY, શિક્ષણ, કાર્યો કરવાની રીતો અને એલિમેન્ટ્રી સ્કૂલમાં પ્રવેશ કરનારા બાળકોને આકર્ષિત કરતા હોય એવા અન્ય કન્ટેન્ટનો સમાવેશ થાય છે. તેમાં પ્રીસ્કૂલના કન્ટેન્ટ સેટિંગના પણ બધા કન્ટેન્ટનો સમાવેશ હોય છે.

કેટલાક વીડિયોમાં આનો સમાવેશ થાય છે:

જાતીય કન્ટેન્ટ: રોમૅન્ટિક થીમ ધરાવતા વીડિયો, જેમાં સ્નેહ અને આકર્ષણનું ક્ષણિક દૃશ્ય બતાવવામાં આવ્યું હોય જેમ કે મોં પર ઝડપી ચુંબન.

હિંસા: ઐતિહાસિક ઘટનાઓ સંબંધિત એવા ઉંમરને અનુકૂળ વીડિયો જે શૈક્ષણિક હોય છે પણ તેમાં ઘટનાના સંદર્ભમાં મામૂલી હિંસા હોઈ શકે. ગ્રાફિક વિનાની, સ્લૅપસ્ટિક કાર્ટૂન સ્વરૂપ હિંસા.

શસ્ત્રો: વાસ્તવિક શસ્ત્રોના ડિસ્પ્લે ધરાવતા ઐતિહાસિક અને ક્લાસિકલ કલા દર્શાવતા વીડિયો (ઉદાહરણ તરીકે, સમુરાઇનું પેન્ટિંગ).

જોખમકારક કન્ટેન્ટ: પડકારો અને મજાકો દર્શાવતા વીડિયો કે જે નિરપરાધી પ્રકારના હોય અથવા તેમાં શામેલ સ્ટન્ટથી નુકસાન પહોંચવાની સંભાવના ન હોય. વીડિયો કે જેમાં દારૂ અથવા તમાકુ કેન્દ્રસ્થાને બતાવવામાં આવ્યું ન હોય. DIY વીડિયો કે જેમાં સુરક્ષાના અસ્વીકાર સાથે સરળતાથી ઍક્સેસ કરી શકાય એવી પ્રોડક્ટ અને ટૂલનો સમાવેશ થાય છે.

ભાષા: વીડિયો કે જેમાં આ લક્ષિત ઉંમર ગ્રૂપ માટે ખૂબ થોડી અપમાનજનક ભાષાનો અનિયમિત રીતે ઉપયોગ થયો હોય, જેમ કે "અરે મારા પ્રભુ” અથવા “મૂરખ”.

આહાર, તન્દુરસ્તી અને સૌન્દર્ય: સર્જનાત્મક અને કલાત્મક અભિવ્યક્તિઓ પર ફોકસ કરતા મેકઅપ ટ્યૂટૉરિઅલ. સ્વાસ્થ્યપ્રદ ભોજન અને વ્યાયામ વિશેના ઉંમરને અનુકૂળ એવા શૈક્ષણિક વીડિયો.

સંવેદનશીલ વિષયો: ઉંમરને અનુકૂળ વીડિયો કે જેમાં ઍંગ્ઝાયટિ અને ADHD જેવા બાળપણમાં થતાં સામાન્ય માનસિક સ્વાસ્થ્ય વિકારોની ચર્ચા કરવામાં આવતી હોય. આ સેટિંગ અંતર્ગત આવતા વીડિયો વિકારોનો સકારાત્મક સામનો કરવાની અને રિકવરી માટેની પદ્ધતિઓ તેમજ સહાય મેળવવાના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

મ્યુઝિક વીડિયો: બૅકગ્રાઉન્ડમાં દારૂ અથવા તમાકુ બતાવતા મ્યુઝિક વીડિયો. જાતીય ન હોય એવી રોમૅન્ટિક થીમ અથવા “બાઘો” અથવા “મૂર્ખ” જેવી મામૂલી અપમાનજનક ભાષા ધરાવતા મ્યુઝિકના ગીતના બોલ.

મોટા બાળકો માટે કન્ટેન્ટનું સેટિંગ

મોટા બાળકો માટે કન્ટેન્ટનું સેટિંગ 9–12 વર્ષ સુધીના બાળકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ સેટિંગ વધુ મોટા બાળકો માટે છે કે જેઓ YouTubeનું વધુ મોટા બાળકો માટે ફિલ્ટર કરેલું કન્ટેન્ટ જોવાની પર્યાપ્ત ઉંમરના છે. ઉદાહરણ તરીકે, ઍપ તે મ્યુઝિક, ગેમિંગ, વ્લૉગ, કૉમેડી અને રમતગમતો બતાવશે કે જેને YouTube Kidsના નાના બાળકો અને પ્રીસ્કૂલના કન્ટેન્ટ સેટિંગમાંથી બાકાત કરવામાં આવ્યા હોય. તેમાં નાના બાળકોના અને પ્રીસ્કૂલના કન્ટેન્ટ સેટિંગના પણ બધા કન્ટેન્ટનો સમાવેશ હોય છે. આ સેટિંગ વયસ્ક લોકો માટેનું કન્ટેન્ટ બાકાત કરવાનો પ્રયાસ કરે છે, પણ અમે બધું કન્ટેન્ટ મેન્યુઅલી રિવ્યૂ કરી શકતા નથી અને ઑટોમૅટિક રીતે ચાલતી કોઈપણ સિસ્ટમ પરિપૂર્ણ નથી હોતી, જેથી અમારાથી કદાચ કેટલાક વીડિયો જોવાના છૂટી પણ જાય.

કેટલાક વીડિયોમાં આનો સમાવેશ થાય છે:

પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ: વીડિયો કે જેમાં ડેટિંગ અથવા પહેલા ચુંબન જેવા રોમાન્સ અને આકર્ષણથી સંબંધિત જાતીય ન હોય એવા અનુભવો બતાવવામાં અથવા તેની ચર્ચા કરવામાં આવતી હોય. પ્રજનનક્ષમ અવસ્થા અને પ્રજનન જેવા જાતીય શિક્ષણના વિષયો અંગેના ઉંમરને અનુકૂળ વીડિયો.

હિંસા: વર્તમાન ઘટનાઓ સંબંધિત એવા ઉંમરને અનુકૂળ વીડિયો જે શૈક્ષણિક હોય છે પણ તેમાં ઘટનાના સંદર્ભમાં મામૂલી હિંસા હોઈ શકે. સ્ક્રિપ્ટેડ અને ઍનિમેટેડ વીડિયોમાં ગ્રાફિક ન હોય એવી હિંસા જે સામાન્ય રીતે ગેમિંગ, ટેલીવિઝન શો અને મૂવીમાં બતાવવા આવે છે.

શસ્ત્રો: રમવાના રમકડાના સંદર્ભમાં રમકડાની અવાસ્તવિક બંદૂક બતાવતા વીડિયો. ગેમિંગ અને ઍનિમેટેડ કન્ટેન્ટમાં વાસ્તવિક દેખાતા હોય એવા શસ્ત્રો.

જોખમકારક કન્ટેન્ટ: વ્યાવસાયિક સેટિંગ (જેમ કે ટીવી અથવા સ્ટુડિયો)માં થતાં જોખમકારક નાટકો કે જેને કારણે કદાચ નુકસાન થઈ શકે. દારૂ અથવા તમાકુનો અસામાન્ય ઉલ્લેખ કરતા અથવા ઉપયોગ કરતા બતાવતા વીડિયો. DIY વીડિયો કે જેમાં સરળતાથી ઍક્સેસ કરી શકાય એવી પ્રોડક્ટ અને ટૂલનો અથવા ધારદાર વસ્તુ જેમ કે X-acto ચાકૂ અથવા તલવારનો સમાવેશ હોય છે.

અનુચિત ભાષા: મામૂલી અપશબ્દોનો અસામાન્ય ઉપયોગ કરતા બતાવતા વીડિયો, જેમ કે "દુષ્ટ" અથવા "ત્રાસજનક" જે ઉત્પીડન ન કરવાના સંદર્ભમાં ન હોય.

આહાર, તન્દુરસ્તી અને સૌન્દર્ય: બ્યુટી પ્રોડક્ટના રિવ્યૂ, ઉંમરને અનુકૂળ મેક-અપ ટ્યૂટૉરિઅલ અને સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે શૈક્ષણિક કન્ટેન્ટ બતાવતા વીડિયો.

સંવેદનશીલ વિષયો: ઉંમરને અનુકૂળ વીડિયો કે જેમાં માનસિક સ્વાસ્થ્ય, વ્યસન, ભોજન વિકારો અને ખોટ અને પીડા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય. આ સેટિંગ અંતર્ગત આવતા વીડિયો ગ્રાફિક છબી બતાવતા નથી અને સકારાત્મક સામનો કરવાની અને રિકવરી માટેની પદ્ધતિઓ તેમજ સહાય મેળવવાના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

મ્યુઝિક વીડિયો: જાતીય રીતે ઉત્તેજક નૃત્ય કરતા બતાવતા મ્યુઝિક વીડિયો જેમાં દારૂ કે તમાકુના અનાવશ્યક અને અસામાન્ય ઉપયોગનો સમાવેશ નથી હોતો. મામૂલી અપશબ્દો અથવા દારૂ અથવા તમાકુના અસામાન્ય ઉલ્લેખો ધરાવતા મ્યુઝિકના બોલ.

વ્યાવસાયિક ઘટકો ધરાવતું કન્ટેન્ટ

સશુલ્ક પ્રોડક્ટ પ્લેસમેન્ટ અથવા સમર્થનો ધરાવતું કન્ટેન્ટ. અમે એવા વીડિયોને YouTube Kidsમાં મંજૂરી આપતા નથી કે જેમાં સશુલ્ક પ્રોડક્ટ પ્લેસમેન્ટ અથવા સમર્થનનો સમાવેશ હોય. જ્યારે કોઈ નિર્માતા YouTube Studio મારફતે તેમના વીડિયોમાં સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ અથવા સમર્થન જાહેર કરે, ત્યારે અમે તે વીડિયોને YouTube Kids ઍપમાંથી કાઢી નાખીશું.

વધુ પડતું વ્યાવસાયિક કન્ટેન્ટ. કન્ટેન્ટ કે જે વધુ પડતું વ્યાવસાયિક અથવા પ્રચારાત્મક હોય તેને અમે YouTube Kidsમાં મંજૂરી આપતા નથી, જેમાં આનો સમાવેશ થાય છે:

  • નિર્માતાઓ અથવા બ્રાંડ દ્વારા અપલોડ કરવામાં આવેલી પ્રોડક્ટ અને સેવાઓ માટેની પરંપરાગત જાહેરાતો.
  • કન્ટેન્ટ કે જે દર્શકોને સીધું પ્રોડક્ટ ખરીદવા માટે પ્રોત્સાહિત કરતું હોય.
  • પ્રોડક્ટના પૅકેજિંગ પર ફોકસ કરતા વીડિયો.
  • પ્રોડક્ટનો વધુ પડતો સંચય અથવા વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરતા વીડિયો.

છેતરામણું, સનસનાટીભર્યું અથવા ક્લિક કરવા આકર્ષિત કરતું કન્ટેન્ટ

અમે એવા વીડિયોને YouTube Kidsમાં મંજૂરી આપતા નથી કે જે છેતરામણા, સનસનાટીપૂર્ણ અથવા ક્લિક કરવા આકર્ષિત કરતા હોય. આમાં બાળકો અને પરિવારો માટે હલકી ક્વૉલિટીના કન્ટેન્ટનો સમાવેશ થાય છે, જે બાળકોનું ધ્યાન આકર્ષિત કરવા અને ક્લિક/વ્યૂ હેતુ લલચાવવા માટે છેતરપિંડી, સનસનાટીપૂર્ણ અને/અથવા ધોખાબાજી જેવા તત્વોનો ઉપયોગ કરતું હોય, ખાસ કરીને આ મુજબના:

  • ભ્રામક શીર્ષકો અને થંબનેલ
  • સનસનાટીપૂર્ણ શીર્ષકો અને થંબનેલ
  • કીવર્ડથી ભરપૂર શીર્ષકો (દા.ત. કીવર્ડનો વધુ પડતો ઉપયોગ)
  • બાળકોની થીમનું એવું મેશ-અપ કે જેનો એક બીજા સાથે કોઈ સંબંધ ન હોય

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1837495177971302676
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false