Super Thanksની સુવિધા ચાલુ કરવી અને તેને મેનેજ કરવી

Super Thanks (અગાઉ 'દર્શકો દ્વારા પ્રશંસા' તરીકે ઓળખાતી હતી) વડે નિર્માતાઓ કમાણી કરવા અને તેમના કન્ટેન્ટ માટે વધારાની કૃતજ્ઞતા બતાવવા માગતા દર્શકો સાથે કનેક્ટ થઈ શકે છે.

દર્શકો લાંબી અવધિના વીડિયો કે Short પર વધારાની કૃતજ્ઞતા બતાવવા માટે મજેદાર ઍનિમેશન ખરીદી શકે છે, જેને Super Thanks કહેવાય છે. માત્ર એકવાર દેખાતું આ ઍનિમેશન ખરીદનાર વ્યક્તિને લાંબી અવધિના વીડિયો કે Shortની સૌથી ઉપર બતાવવામાં આવે છે. બોનસ તરીકે, ખરીદનારાઓને કૉમેન્ટ વિભાગમાં વિશેષ, રંગીન અને કસ્ટમાઇઝ કરી શકાય એવી કૉમેન્ટ પોસ્ટ કરવાની પણ તક મળે છે. દર્શકોની પસંદ પ્રમાણે Super Thanks વિવિધ કિંમતો પર ઉપલબ્ધ છે.

Super Thanks માટેની યોગ્યતા વિશે વધુ જાણો.

Super Thanks

તમારી ચૅનલ માટે Super Thanksની સુવિધા ચાલુ અથવા બંધ કરવી

Super Thanksની સુવિધા ચાલુ કરવા

Shorts માટે Super Thanks 🎉

Super Thanksની આવક મેળવવા માટે, તમે (અને તમારા MCN) દ્વારા પહેલા કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ (CPM)નો સ્વીકાર થવો આવશ્યક છે. CPM વિશેની વધુ માહિતી માટે, અમારી YouTube કૉમર્સ પ્રોડક્ટ વડે કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત પૉલિસીઓ જુઓ.

જો તમે Super Thanksની સુવિધા ચાલુ કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા માગતા હો, તો:

  1. કમ્પ્યૂટર પર, YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાં, કમાણી કરો પર ક્લિક કરો.
  3. Supers ટૅબ પર ક્લિક કરો. જો તમારી ચૅનલ યોગ્યતા ધરાવતી હશે તો જ આ ટૅબ દેખાશે.
  4. શરૂ કરો પર ક્લિક કરો અને ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.
  5. જો તમે Supers વિભાગમાં પહેલી જ વાર આવ્યા હો, તો કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ (CPM) પર સહી કરવા માટે, ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.
  6. એકવાર તમે બધી સૂચનાઓ પૂર્ણ કરી લો તે પછી, તમે ચાલુ કે બંધ કરી શકો એવી સ્વિચની આગળ જ Super Thanks દેખાશે.

Super Thanks  બટન યોગ્યતા ધરાવતા બધા જૂના અને ભવિષ્યમાં અપલોડ થનારા Shorts તથા લાંબી અવધિના વીડિયો પર દેખાશે.

Super Thanksની સુવિધા ચાલુ કરવા માટે જો તમે તમારા મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરવા માગતા હો, તો:

  1. YouTube Studio મોબાઇલ ઍપ ખોલો.
  2. સ્ક્રીન પર સૌથી નીચે, કમાણી કરો પર ટૅપ કરો.
  3. Supers કાર્ડ પર ટૅપ કરો. જો કોઈ Supers કાર્ડ ન દેખાય, તો “Supers” વિભાગમાં શરૂ કરો અને પછી ચાલુ કરો પર ટૅપ કરો.
  4. જો તમે Supers વિભાગમાં પહેલી જ વાર આવ્યા હો, તો કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ (CPM) પર સહી કરવા માટે, ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.
  5. એકવાર તમે બધી સૂચનાઓ પૂર્ણ કરી લો પછી, Supersની બધી પ્રોડક્ટ નીચે મુજબના યોગ્યતા ધરાવતા કન્ટેન્ટ પર દેખાશે:
    • લાઇવ સ્ટ્રીમ અને પ્રિમિયર (Super Chat અને Super Stickers)
    • લાંબી અવધિના વીડિયો અને Shorts (Super Thanks)
નોંધ:
  • જો કોઈ ત્રીજો પક્ષ તમારા અધિકારો મેનેજ કરતો હોય, તો Super Thanksની સુવિધા ચાલુ કરતા પહેલાં તેમનો સંપર્ક કરો.
  • જો તમે Supersની કેટલીક સુવિધાઓ બંધ કરવા માગતા હો, તો તમે YouTube Studioમાં સાઇન ઇન કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરી શકો છો. સંબંધિત Supers બંધ કરવા માટે Supers ટૅબ પર જાઓ.

Super Thanksની સુવિધા બંધ કરવી

  1. કમ્પ્યૂટર પર, YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાં, કમાણી કરો પસંદ કરો.
  3. Supers ટૅબ પર ક્લિક કરો.
  4. “Super Thanks”ની આગળ દેખાતા સ્વિચને બંધ કરો.
  5. પૉપ-અપમાં, "હું સમજું છું કે આ ક્રિયા કર્યા પછી તેની શું અસર થશે"ની આગળ આપેલા ચેકબૉક્સ પર ક્લિક કરો.
  6. બંધ કરો પર ક્લિક કરો.

તમે જ્યારે સ્વિચ બંધ કરશો, ત્યારે તમારા બધા Shorts અને લાંબી અવધિના વીડિયો પરથી Super Thanksની સુવિધા કાઢી નાખવામાં આવશે. જોકે તમે અત્યાર સુધીની કમાણીનો રિવ્યૂ કરી શકશો.

તમારા નેટવર્ક માટે Super Thanksની સુવિધા ચાલુ કરવી

નેટવર્કમાંની કોઈ ચૅનલ Super Thanks ચાલુ કરી શકે એ પહેલાં, નેટવર્ક દ્વારા તેને નીચે મુજબની સુવિધા ચાલુ કરવાની મંજૂરી આપવી આવશ્યક છે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરો.
  2. સેટિંગ પર જાઓ.
  3. કરારો પર ક્લિક કરો અને કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ સ્વીકારો.

એકવાર તમે શરતો સ્વીકારી લો, ત્યારબાદ તમારા નેટવર્કમાં શામેલ યોગ્યતા ધરાવતી ચૅનલ Super Thanksની સુવિધા ચાલુ કરી શકે છે.

Super Thanksવાળી કૉમેન્ટ

Super Thanks કોઈ દર્શક ખરીદે, ત્યારે તેઓ તમારા Short કે લાંબી અવધિના વીડિયોના કૉમેન્ટ વિભાગમાં બોનસ તરીકે રંગબેરંગી કૉમેન્ટ પોસ્ટ કરી શકે છે.

તમે YouTube Studio અને YouTube Studio ઍપના કૉમેન્ટ વિભાગમાં જઈને “Super Thanksમાંથી મળેલી કૉમેન્ટ” ફિલ્ટરનો ઉપયોગ કરીને Super Thanksની ખરીદી કોણે કરી તે જોઈ શકો છો. તમે કૉમેન્ટનો રિવ્યૂ કરી શકો છો, તેનો જવાબ આપી શકો છો, તમારા કન્ટેન્ટની નીચે દેખાતા હાર્ટ પર ક્લિક કરીને દર્શકોની કૉમેન્ટ પસંદ કરી શકો છો અને તેને કાઢી નાખી શકો છો. જો ખરીદી કરનારી વ્યક્તિ તેમની Super Thanks કૉમેન્ટ ડિલીટ કરી નાખે, તો તે તમારી કૉમેન્ટમાં દેખાશે નહીં.

કોઈ Short વડે Super Thanks કૉમેન્ટનો જવાબ આપવો

કૉમેન્ટ સ્ટિકરની સુવિધા તમને કોઈ Short વડે Super Thanksવાળી કૉમેન્ટનો જવાબ આપવાની સવલત આપીને તમને તમારા ચાહકોની ઓળખાણ કરવામાં અને લાંબા ગાળાનો સંબંધ વિકસિત કરવામાં સહાય કરે છે. તમારા ચાહકની કૉમેન્ટ Short પર Super Thanksવાળી કૉમેન્ટ તરીકે દેખાશે તેમજ તેઓની કૉમેન્ટનો તમે જવાબ આપ્યા હોવાનું અલર્ટ તમારા ચાહકને મળશે. 

YouTube Studio અને YouTube Studio મોબાઇલ ઍપના કૉમેન્ટ વિભાગમાં “Super Thanksમાંથી મળેલી કૉમેન્ટ” ફિલ્ટર વડે Super Thanksની ખરીદી કોણે કરી તે જોઈ શકો છો. એકવાર તમે કોઈ Short વડે જવાબ આપવા માગતા હો, તે Super Thanksવાળી કૉમેન્ટ મળી જાય, તો: 

  1. YouTube મોબાઇલ ઍપ ખોલો.
  2. Super Thanksવાળી કૉમેન્ટ ધરાવતા તમારા વીડિયો કે Shortના જોવાના પેજ પર જાઓ. 
  3. કૉમેન્ટ ફીડ ખોલો અને તમે જવાબ આપવા માગતા હો તે Super Thanksવાળી કૉમેન્ટ શોધો.
  4. કૉમેન્ટ હેઠળ, જવાબ આપો  અને પછી કોઈ Short બનાવો પર ટૅપ કરો.

Shorts બનાવવાના અનુભવ દરમિયાન તમે Super Thanksવાળી કૉમેન્ટને ખેંચીને ફરીથી બીજે ગોઠવી શકો છો અથવા કૉમેન્ટ સ્ટિકરના કદમાં વધઘટ કરવા માટે, Super Thanks કૉમેન્ટને પિન્ચ કરી શકો છો. YouTube Shorts બનાવવા અને અમારી સર્જનાત્મક સુવિધાઓના અમારા સ્યૂટ વડે તમારા Shortને બહેતર બનાવવાની રીત વિશે વધુ જાણો.

આવકની જાણ કરવી

YouTube Analyticsમાં, તમે Super Thanks મારફતે મળેલી તમારી આવકનું બ્રેકડાઉન જોઈ શકો છો, તેના માટે આવક અને પછી 'તમે નાણાં કેવી રીતે કમાઓ છો' કાર્ડ અને પછી Supers પસંદ કરો.

આવકની વહેંચણી

નિર્માતાઓને Google દ્વારા માન્યતા પ્રાપ્ત Super Thanksની સુવિધામાંથી મળનારી આવકનો 70% હિસ્સો મળે છે. ટેક્સ અને ફી (iOS પર ઍપ સ્ટોર ફી સહિત)ની કપાત બાદ 70% હિસ્સાની ગણતરી કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ ફી સહિત વ્યવહાર સંબંધિત શુલ્ક હાલમાં YouTube દ્વારા આવરી લેવામાં આવ્યા છે.

YouTube માટે AdSense સાથે તમે જે રીતે જાહેરાતની આવક મેળવો છો, તે જ રીતે તમે Super Thanksની આવક મેળવશો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16979223566897016565
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false