તમારું YouTube માટે AdSense એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું

જો તમે તમારા YouTube માટે AdSense એકાઉન્ટનું સેટઅપ કરવાનું પૂર્ણ ન કર્યું હોય અથવા 6 મહિનાથી તેમાં જાહેરાત સંબંધિત કોઈ પ્રવૃત્તિ થઈ ન હોય કે કોઈ કમાણી પ્રાપ્ત ન થઈ હોય, તો તેને નિષ્ક્રિય કરવામાં આવ્યું હોય એવું બની શકે છે. તમારા YouTube માટે AdSense એકાઉન્ટનો ફરીથી ઉપયોગ કરવા માટે, તમારે તેને તમારી ચૅનલ સાથે લિંક કરીને ફરીથી સક્રિય કરવું જરૂરી રહેશે. જો હવે તમને તમારા YouTube માટે AdSense એકાઉન્ટની જરૂર ન હોય, તો તમે તેને રદ કરી શકો છો.
 
જ્યારે તમારું YouTube માટે AdSense એકાઉન્ટ નિષ્ક્રિય હોય, ત્યારે પણ તમે તેમાં સાઇન ઇન કરી શકો છો. તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય કરવા માટે, તમને તમારો ફોન નંબર ફરી ચકાસવાનું કહેવામાં આવશે. તમારું સરનામું અપ-ટૂ-ડેટ છે કે નહીં, તે ચેક કરવાનો પણ અમે સુઝાવ આપીએ છીએ. જો તમારી ચૅનલ YouTube પાર્ટનર પ્રોગ્રામ અથવા YouTube તરફથી ચુકવણી મેળવવા માટેની યોગ્યતા ધરાવતી હોય, તો તમે YouTube માટે AdSense એકાઉન્ટ ફરી સક્રિય કરી શકો છો અથવા નવું એકાઉન્ટ બનાવી શકો છો.
તાજેતરમાં રશિયામાં Googleની જાહેરાત સિસ્ટમને સસ્પેન્ડ કરવામાં આવી છે, એ વાતને ધ્યાનમાં રાખીને રશિયાના YouTube માટે AdSense અને AdSense એકાઉન્ટને ફરી સક્રિય કરવાની પ્રક્રિયા થોભાવવામાં આવી છે. વધુ જાણો.

તમારું YouTube માટે AdSense એકાઉન્ટ ફરીથી સક્રિય કરવાના પગલાં

  1. તમારી ચૅનલ સાથે તમારું YouTube માટે AdSense એકાઉન્ટ લિંક કરો.
  2. YouTube માટે AdSenseમાં સાઇન ઇન કરો.
  3. તમારો ફોન નંબર ચકાસો.

તમારું YouTube માટે AdSense એકાઉન્ટ શા માટે નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું

એકાઉન્ટનું અધૂરું સેટઅપ

જ્યારે તમારા એકાઉન્ટનું સેટઅપ કરવા માટેના અને તેને તમારી YouTube ચૅનલ સાથે લિંક કરવાના પગલાં પૂર્ણ ન થયા હોય, ત્યારે YouTube માટે AdSense એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવે છે. જો તમે અમુક ચોક્કસ સમયગાળા સુધી તમારા YouTube માટે AdSense એકાઉન્ટનું સેટઅપ કરવાનું સમાપ્ત ન કર્યું હોય, તો અમે તમને તેના વિશે સૂચિત કરવાનું શરૂ કરીશું.

એકાઉન્ટનું અધૂરું સેટઅપ કરવાના 5 મહિના પછી

તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવશે તેની તમને જાણ કરવા માટે, તમને AdSense તરફથી ઇમેઇલ પ્રાપ્ત થશે, સિવાય કે તમે આ સહાયતા કેન્દ્ર પરના લેખમાં જણાવેલા પગલાં પૂર્ણ કરો.

એકાઉન્ટનું અધૂરું સેટઅપ કરવાના 6 મહિના પછી

તમારું YouTube માટે AdSense એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવશે.

નિષ્ક્રિયતા

નિષ્ક્રિયતાને કારણે YouTube માટે AdSense એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવે છે. જો તમારી ચૅનલ સાથે લિંક કરેલું એકાઉન્ટ અમુક ચોક્કસ સમયગાળા સુધી નિષ્ક્રિય રહે, તો અમે તમને તેના વિશે સૂચિત કરવાનું શરૂ કરીશું. જો તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં જાહેરાત સંબંધિત કોઈ પ્રવૃત્તિ થાય કે તે કમાણી કરે, તો તેને નિષ્ક્રિય કરવામાં આવશે નહીં.

5 મહિનાની નિષ્ક્રિયતા પછી

  • તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવશે તેની તમને જાણ કરવા માટે, તમને YouTube માટે AdSense તરફથી ઇમેઇલ પ્રાપ્ત થશે, સિવાય કે તમારા એકાઉન્ટમાં જાહેરાત સંબંધિત કોઈ પ્રવૃત્તિ થાય કે તે કમાણી કરે.

6 મહિનાની નિષ્ક્રિયતા પછી

  • તમારું YouTube માટે AdSense એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવ્યું છે.

સામાન્ય પ્રશ્નો

મારા YouTube માટે AdSense એકાઉન્ટમાં નાણાં હોવા છતાં તેને નિષ્ક્રિય કરવામાં આવ્યું છે, હવે હું તે નાણાં કેવી રીતે મેળવી શકું?

જો તમારા એકાઉન્ટનું બૅલેન્સ રદ્દીકરણ સંબંધિત મર્યાદા કરતાં વધારે હોય અને તમે રોકવામાં આવેલી ચુકવણી સંબંધિત કોઈપણ સમસ્યાનું નિરાકરણ કરી લો ત્યાર બાદ તમારું એકાઉન્ટ બંધ થાય પછી તમને તમારા YouTube માટે AdSenseનું બૅલેન્સ પ્રાપ્ત થઈ શકે છે.

જ્યારે હું મારું એકાઉન્ટ ફરીથી સક્રિય કરું, ત્યારે શું મારે મારું સરનામું પિન દ્વારા ફરી ચકાસવું જરૂરી રહેશે?

ના. જો પહેલાં તમે તમારું સરનામું પિન દ્વારા ચકાસ્યું હોય, તો તમારે ફરીથી ચકાસણી કરાવવી જરૂરી રહેશે નહીં. જો પહેલાં તમે તમારું સરનામું પિન દ્વારા ચકાસ્યું ન હોય, તો તમને તમારી ચુકવણીઓ પ્રાપ્ત થતા પહેલાં તમારા સરનામાની ચકાસણી કરવાનું કહેવામાં આવશે.

મારું AdSense એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે, શું તેને કારણે મારી YouTube ચૅનલના સ્ટેટસ પર અસર થશે?

ના. AdSense એકાઉન્ટને નિષ્ક્રિય કરવાથી તમારી YouTube ચૅનલના સ્ટેટસ પર અસર થતી નથી. જો તમે તમારી ચૅનલ પર કમાણી કરવાની પ્રક્રિયા શરૂ કરો અને YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ થવા માટેની પાત્રતાની જરૂરિયાતો પૂર્ણ કરી લો, તો ચુકવણી મેળવવા માટે તમે YouTube માટે AdSense એકાઉન્ટને લિંક કરી શકશો.

મને ચેતવણીનો ઇમેઇલ મળ્યા પછી મારી ચૅનલે કમાણી કરવાનું શરૂ કર્યું છે, આમ છતાં મારા YouTube માટે AdSenseને નિષ્ક્રિય કરવામાં આવશે?

ના. જો તમે તમારી YouTube ચૅનલ પર કમાણી કરવાનું શરૂ કર્યું હોય, તો તમારા YouTube માટે AdSense એકાઉન્ટને નિષ્ક્રિય કરવામાં આવશે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12719183670447304245
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false