રિમિક્સ કરેલા કન્ટેન્ટ વડે YouTube Shorts બનાવવા

તમને ગમતા કન્ટેન્ટને તમારો અનન્ય એવો ઓપ આપવા માટે અમારા Shorts બનાવવા માટેના ટૂલનો ઉપયોગ કરો. ઑડિયો રિમિક્સ કરવાના અથવા સંપૂર્ણ YouTubeના વીડિયોમાંથી કોઈ વીડિયો સેગ્મેન્ટ ઉમેરવા માટેના અમારા રિમિક્સ કરવાના વિકલ્પોનો ઉપયોગ સર્જનાત્મક રીતે કરો.

રિમિક્સ કરેલા કન્ટેન્ટમાંથી બનાવેલા Shorts માટે તેની મૂળ કૃતિને એટ્રિબ્યુશન અપાય છે – તે નવા દર્શકો તમારું કન્ટેન્ટ શોધી શકે તે માટેની એક ઉમદા તક છે!

તમારા રિમિક્સ કરેલા ઑડિયોના સૉર્સને સાઉન્ડ લાઇબ્રેરી પેજ (ઉદાહરણ ઉપર) પર ક્રેડિટ અપાય છે.

સૉર્સ વીડિયોની અને સાથે સમાન ઑડિયોનો ઉપયોગ કરતા અન્ય Shortsની લિંક મેળવવા માટે Shorts પ્લેયરમાં સાઉન્ડ પર ટૅપ કરો.

તમારા રિમિક્સ કરેલા વીડિયોના સૉર્સને Shorts પ્લેયરમાં વીડિયોની લિંક (ઉદાહરણ ઉપર) સાથે ક્રેડિટ અપાય છે.

રિમિક્સ ઑડિયો અને ઇફેક્ટ ધરાવતા Shorts બનાવવા

તમારા YouTube #shortsમાં ઑડિયો ઉમેરવાની રીત

તમે ઑરિજિનલ કન્ટેન્ટમાંથી ઑડિયો અને ઇફેક્ટનો ઉપયોગ કરીને સરળતાથી તમારા પોતાના Shorts બનાવી શકો છો.

Shorts પ્લેયરમાંથી

અન્ય Shortમાંથી રિમિક્સ કરવા માટે:

  1. મોબાઇલ પર YouTube ઍપમાં સાઇન ઇન કરો.
  2. તમારે નમૂનો લેવો હોય તે Short પર જાઓ.
  3. સમાન ઑડિયો અને ઇફેક્ટનો ઉપયોગ કર્યો હોય તેવા અન્ય Shorts શોધવા માટે, નીચે જમણી બાજુના ખૂણામાં, સાઉન્ડ  પર ટૅપ કરો.
  4. Short બનાવવા માટે  આ સાઉન્ડનો ઉપયોગ કરો પર ટૅપ કરો.

વીડિયો જોવાના પેજમાંથી

લાંબા સ્વરૂપના વીડિયોમાંથી ઑડિયો રિમિક્સ કરવા માટે:

  1. મોબાઇલ પર YouTube ઍપમાં સાઇન ઇન કરો.
  2. તમારે નમૂનો લેવો હોય તે વીડિયો પર જાઓ.
  3. વીડિયો પ્લેયર હેઠળ, રિમિક્સ  અને પછી સાઉન્ડ  પર ટૅપ કરો.

 આધિકારિક કલાકાર ચૅનલ તરફથી

આધિકારિક કલાકાર ચૅનલમાંથી ઑડિયો રિમિક્સ કરવા માટે:

  1. આધિકારિક કલાકાર ચૅનલ ખોલો.
  2. “Shorts પર લોકપ્રિય સાઉન્ડ” વિભાગ પર જાઓ.
  3. Short બનાવવા માટે તમારે જે ગીતનો નમૂનો લેવો હોય તેની બાજુમાં,  આ સાઉન્ડનો ઉપયોગ કરો પર ટૅપ કરો.

તમે ગીત બતાવતા અન્ય વીડિયો જોવા માટે સાઉન્ડ પર પણ ટૅપ કરી શકો છો અથવા સાઉન્ડને તમારી લાઇબ્રેરીમાં સાચવવા માટે  પર ટૅપ કરો.

રિમિક્સ વીડિયો દ્વારા Shorts રજૂ કરવા

Shorts પર Shortsનો કેવી રીતે જવાબ આપવાની રીત 🗣️

Shorts પ્લેયરમાંથી

અન્ય Shortમાંથી રિમિક્સ કરવા માટે:

  1. મોબાઇલ પર YouTube ઍપમાં સાઇન ઇન કરો.
  2. તમારે નમૂનો લેવો હોય તે Short પર જાઓ.
  3. વધુ  અને પછી Cut આ વીડિયો કટ કરો પર ટૅપ કરો.
    • ટિપ: કોઈ અલગ લેઆઉટ પસંદ કરવા માટે, લેઆઉટ પર ટૅપ કરો.

વીડિયો જોવાના પેજમાંથી

લાંબા સ્વરૂપના વીડિયોમાંથી રિમિક્સ કરવા માટે:

  1. મોબાઇલ પર YouTube ઍપમાં સાઇન ઇન કરો.
  2. તમારે નમૂનો લેવો હોય તે વીડિયો પર જાઓ.
  3. વીડિયો પ્લેયર હેઠળ, રિમિક્સ  અને પછી કટ Cut પર ટૅપ કરો.
    • ટિપ: કોઈ અલગ લેઆઉટ પસંદ કરવા માટે, લેઆઉટ પર ટૅપ કરો.

રિમિક્સ વીડિયો બૅકગ્રાઉન્ડ ધરાવતા Shorts બનાવવા

અન્ય Shorts સાથે ગ્રીન સ્ક્રીન! 🟩🤳

Shorts પ્લેયરમાંથી

અન્ય Shortમાંથી રિમિક્સ કરવા માટે:

  1. ​મોબાઇલ પર YouTube ઍપમાં સાઇન ઇન કરો.
  2. તમારે નમૂનો લેવો હોય તે Short પર જાઓ.
  3. રિમિક્સ કરો  અને પછી  ગ્રીન સ્ક્રીન પર ટૅપ કરો.

વીડિયો જોવાના પેજમાંથી

લાંબા સ્વરૂપના વીડિયોમાંથી રિમિક્સ કરવા માટે:

  1. મોબાઇલ પર YouTube ઍપમાં સાઇન ઇન કરો.
  2. તમારે નમૂનો લેવો હોય તે વીડિયો પર જાઓ.
  3. વીડિયો પ્લેયર હેઠળ, ​રિમિક્સ કરો  અને પછી  ગ્રીન સ્ક્રીન પર ટૅપ કરો.​

Collab વડે Shorts બનાવવા

અન્ય Shorts 🙌 સાથે ✨COLLAB✨ કરવાની રીત

Shorts પ્લેયરમાંથી

અન્ય Shortમાંથી Collab વડે રિમિક્સ કરવા માટે:

  1. મોબાઇલ પર YouTube ઍપમાં સાઇન ઇન કરો.
  2. તમારે નમૂનો લેવો હોય તે Short પર જાઓ.
  3. રિમિક્સ કરો અને પછી Collab પર ટૅપ કરો.

વીડિયો જોવાના પેજમાંથી

લાંબા સ્વરૂપના વીડિયોમાંથી Collab વડે રિમિક્સ કરવા માટે:

  1. મોબાઇલ પર YouTube ઍપમાં સાઇન ઇન કરો.
  2. તમારે નમૂનો લેવો હોય તે વીડિયો પર જાઓ.
  3. વીડિયો પ્લેયર હેઠળ, રિમિક્સ કરો અને પછીCollab પર ટૅપ કરો.

YouTube Shortsમાં મ્યુઝિક વીડિયો રિમિક્સ બનાવો

YouTube નિર્માતાઓ સમગ્ર YouTube પરના મ્યુઝિક વીડિયોમાંથી ઑડિયો અને વિઝ્યુઅલ કન્ટેન્ટને રિમિક્સ કરવા માટે અમારા Shorts બનાવવા માટેના ટૂલનો ઉપયોગ કરી શકે છે. તમે ગ્રીન સ્ક્રીન, કટ અને ઑડિયો રિમિક્સ કરવાની સુવિધા સહિત, કેટલીક અલગ-અલગ રીતે મ્યુઝિક વીડિયો કન્ટેન્ટને રિમિક્સ કરી શકો છો.

YouTube Shorts માટે કયા પ્રકારના સાઉન્ડ રેકોર્ડિંગ અને મ્યુઝિક વીડિયો રિમિક્સ કરવા યોગ્ય છે તે વિશે નીચે વધુ જાણો.

YouTube Shorts માટે મ્યુઝિક વીડિયો કન્ટેન્ટ રિમિક્સ કરવાની રીત

તમે કેટલીક અલગ-અલગ રીતે રિમિક્સ કરી શકો છો:

  • ગ્રીન સ્ક્રીન: તમારા Shortના બૅકગ્રાઉન્ડ તરીકે મ્યુઝિક વીડિયોનો નમૂનો લો. તમે કાં તો માત્ર વિઝ્યુઅલ અથવા ઑડિયો અને વીડિયો બન્નેનો નમૂનો લઈ શકો છો.
  • કટ: મ્યુઝિક વીડિયોના 1-5 સેકન્ડના સેગ્મેન્ટનો નમૂનો લો. આમાં મ્યુઝિક વીડિયોના ઑડિયો અને વીડિયો બન્નેનો સમાવેશ થાય છે.
  • ઑડિયો રિમિક્સ: તમારા Shortમાં મ્યુઝિક વીડિયોમાંથી 60 સેકન્ડ સુધીના ઑડિયોનો નમૂનો લો.

નોંધ: YouTube સાથે પાર્ટનરના કરારોના આધારે, Shortsમાં કેટલાક વીડિયો, ઑડિયોના 30 સેકન્ડના ઉપયોગ સુધી મર્યાદિત હોઈ શકે છે

કટ અને ગ્રીન સ્ક્રીન વિશે વધુ માહિતી માટે, YouTube નિર્માતાની ચૅનલમાંથી આ વીડિયો જુઓ:

તમે ક્યાંય બીજે બનાવેલો ટૂંકો વીડિયો અપલોડ કરો, તો ખાતરી કરી લો કે તમે ઉપયોગ કરેલી કોઈપણ કૉપિરાઇટ દ્વારા સંરક્ષિત સામગ્રીને YouTube પર ઉપયોગમાં લેવાની મંજૂરી છે. કૉપિરાઇટ દ્વારા સંરક્ષિત સામગ્રીનો ઉપયોગ કરવાથી તમારા પર Content IDનો દાવો થઈ શકે છે. વળી જો તમારા Short વીડિયો વિરુદ્ધ કૉપિરાઇટના માલિક, કલાકારના લેબલ અથવા વિતરક દ્વારા અમને કૉપિરાઇટને લીધે દૂર કરવાની માન્ય અને સંપૂર્ણ નોટિસ મોકલવામાં આવે, તો તે કાઢી નાખવામાં આવે અને તમને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળે તેમ બની શકે છે.

કન્ટેન્ટ રિમિક્સ કરવા વિશે વધુ જાણો

Short બનાવવા માટે હું કયા કન્ટેન્ટનો ઉપયોગ કરી શકું?

YouTube પર Short બનાવવા માટે તમે ઉપયોગમાં લઈ શકો:

  • અમારી લાઇબ્રેરીમાંથી કોઈ ગીત.
  • અન્ય અનેક Shorts અને લાંબા સ્વરૂપના વીડિયોમાંથી મૂળ ઑડિયો.
  • સંપૂર્ણ YouTubeના અનેક વીડિયોમાંથી કોઈ વીડિયો સેગ્મેન્ટ.
  • ડ્રીમ ટ્રૅક દ્વારા જનરેટ કરેલો સાઉન્ડટ્રૅક.ડ્રીમ ટ્રૅક વિશે વધુ જાણો.

અમુક વીડિયો તેમના પ્રાઇવસી સેટિંગના આધારે અથવા કૉપિરાઇટની માલિકીનો દાવો કોણે કર્યો છે તેના આધારે ઉપલબ્ધ ન હોય તેમ બની શકે. ઉદાહરણ તરીકે, આમાં ખાનગી વીડિયો અને Shorts માટે કન્ટેન્ટ ઉપલબ્ધ ન રાખ્યું હોય તેવા ત્રીજા પક્ષના કૉપિરાઇટ માલિકો દ્વારા દાવો કરાયેલા વીડિયોનો સમાવેશ થાય છે. અમે નિર્માતાઓને તેમના લાંબા સ્વરૂપના વીડિયોને રિમિક્સ કરવાનું મર્યાદિત રાખવાની અથવા કોઈપણ સમયે તેમનું ઑરિજિનલ કન્ટેન્ટ ડિલીટ કરવાની પણ મંજૂરી આપીએ છીએ. YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પબ્લિશર અને પાર્ટનર પણ તેમના Shortsને રિમિક્સ કરવાનું મર્યાદિત રાખે તેમ બની શકે છે.

નોંધ લો કે જો YouTubeના Shorts બનાવવા માટેના ટૂલનો ઉપયોગ કર્યા વિના તમે બનાવેલા તમારા વીડિયોમાં કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટનો ઉપયોગ કર્યો હોય, તો તમારા એ વીડિયો પર Content IDનો દાવો કરવામાં આવી શકે છે અથવા કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીને કારણે તેને કાઢી નાખવામાં આવી શકે છે.

શું હું રિમિક્સને રિમિક્સ કરી શકું?

હા, તમે પહેલેથી રિમિક્સ કરેલા કન્ટેન્ટને રિમિક્સ કરી શકો છો. તમે ઑડિયો રિમિક્સ કરવાનું, તમારો પોતાનો કટ બનાવવાનું, અન્ય લોકો સાથે સહયોગ કરવાનું અથવા અન્ય લોકો સાથે ગ્રીન સ્ક્રીન કરવાનું પસંદ કરી શકો છો. સૉર્સ વીડિયો અને કોઈપણ આગામી રિમિક્સ પિવટ પેજ પર અને પ્લેયર મેટાડેટા પર હોય છે. 

શું હું ક્લિપને રિમિક્સ કરી શકું?

હા, ક્લિપનો સૉર્સ વીડિયો પણ રિમિક્સ માટે યોગ્ય ઠરતો હોય, તો તમે ક્લિપને રિમિક્સ કરી શકો. કોઈ વીડિયો પર તમને ઉપલબ્ધ હોય તેવા બધા જ રિમિક્સ ટૂલ તે વીડિયોની ક્લિપ પર પણ તમને ઉપલબ્ધ હોય છે.

કોઈ મારા કન્ટેન્ટને રિમિક્સ કરે છે કે કેમ તે મને કેવી રીતે ખબર પડે?

તમારો વીડિયો રિમિક્સ થાય ત્યારે તમને નોટિફિકેશન મળશે. દિવસ દીઠ એક સારાંશ આપતું નોટિફિકેશન મોકલાય છે; જે અઠવાડિયામાં વધુમાં વધુ ત્રણ વાર મોકલાય છે. આમ જો તમારા વીડિયોને એક દિવસમાં એકથી વધુ નિર્માતા દ્વારા રિમિક્સ કરાય તો તમને તે દિવસે મહત્તમ એક નોટિફિકેશન મળશે.

મારા કન્ટેન્ટના વિઝ્યુઅલ રિમિક્સમાંથી મને મળેલા ટ્રાફિકને હું કેવી રીતે જોઈ શકું?

અન્ય નિર્માતાઓ દ્વારા બનાવાયેલા તમારા કન્ટેન્ટના વિઝ્યુઅલ રિમિક્સ તમારી ચૅનલમાં નવા દર્શકો લાવવામાં સહાય કરી શકે.

તમારા પહોંચના રિપોર્ટ જોઈને અને "રિમિક્સ વીડિયો"ના ટ્રાફિક સૉર્સ અનુસાર સૉર્ટ કરીને તમે વિઝ્યુઅલ રિમિક્સમાંથી તમને કેટલા વ્યૂ મળ્યા છે તે જોઈ શકો છો.

અન્યોના Shortsમાં હું મારા કન્ટેન્ટને કેવી રીતે મર્યાદિત કરી શકું?

તમે બનાવેલા Shorts YouTube પર રિમિક્સ કરવાનો વિકલ્પ ઑટોમૅટિક રીતે પસંદ કરી લેવાય છે. હાલમાં માત્ર YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઍક્સેસ ધરાવતા પાર્ટનર જ આ વિકલ્પ નાપસંદ કરી શકે છે.

તમારી ચૅનલ પર લાંબા સ્વરૂપના વીડિયો માટે, તમે આ પગલાં ફૉલો કરીને રિમિક્સ કરવા પર મર્યાદા મૂકી શકો છો:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ક્લિક કરો.
  3. વીડિયોના શીર્ષક અથવા થંબનેલ પર ક્લિક કરો.
  4. સ્ક્રોલ કરો અને પછી વધુ બતાવો પર ક્લિક કરો.
  5. રિમિક્સ કરવાની મંજૂરી આપવી કે નહીં, તેની પસંદગી કરવા માટે "Shorts રિમિક્સ કરો" અને પછી શોધવા માટે સ્ક્રોલ કરો.
  6. સાચવો પર ક્લિક કરો.

"Shortsના રિમિક્સ બનાવવા" અંગેની પસંદગીઓમાં બલ્કમાં ફેરફાર કરી શકાય છે અને તમે તમારા કમ્પ્યૂટરમાંથી અપલોડ કરો ત્યારે પણ ફેરફાર કરી શકાય છે.

હું YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરું, તો હું મારા કન્ટેન્ટના રિમિક્સ પર કેવી રીતે નિયંત્રણ રાખી શકું?
આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.
YouTube સાથેની તમારી લાઇસન્સની શરતો અનુસાર અન્ય નિર્માતાઓ જ્યારે Shorts બનાવે ત્યારે તેઓ તમારા કન્ટેન્ટનું રિમિક્સ કરી શકે છે, સિવાય કે તમે તમારું યોગ્યતાપ્રાપ્ત કન્ટેન્ટ રિમિક્સ કરવાનું નાપસંદ કર્યું હોય. તમે રિમિક્સ કરવાનું નાપસંદ કર્યું હોય તે સિવાયનું બધું કન્ટેન્ટ ડિફૉલ્ટ તરીકે રિમિક્સ માટે પસંદ થયેલું ગણાશે, જેમાં તમે અપલોડ કરેલા કોઈ નવા કન્ટેન્ટનો સમાવેશ થાય છે. તમે રિમિક્સ કરવાનું નાપસંદ કર્યું હોય તે કન્ટેન્ટ નાપસંદ થયેલું જ રહેશે.

Shorts અને લાંબા સ્વરૂપના વીડિયો સહિતનું તમારું કન્ટેન્ટ ડિફૉલ્ટ તરીકે રિમિક્સ માટે ઉપલબ્ધ કરાવાય છે. તમારા કન્ટેન્ટને રિમિક્સ કરવાની મંજૂરી થકી સંપૂર્ણ YouTube પર રચનાત્મકતા પ્રેરી શકાય છે અને નવા ઑડિયન્સ સુધીની તમારી પહોંચને વિસ્તારવાની પણ શક્યતા રહે છે.

તમે YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરો, તો તમે કોઈપણ સમયે તમારા કન્ટેન્ટના રિમિક્સ પર મર્યાદા મૂકી શકો છો. રિમિક્સ પર મર્યાદા મૂકવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પસંદ કરો.
  3. ઓવરવ્યૂ ટૅબ પર, "YouTube Shorts રિમિક્સ" શોધો અને બૉક્સને અનચેક કરો. આ સેટિંગ બંધ કરવાથી તમારા કન્ટેન્ટમાંથી બનાવાયેલા બધા જ પ્રવર્તમાન રિમિક્સ મ્યૂટ થઈ જશે.
  4. સાચવો પર ક્લિક કરો.

"Shortsનો નમૂનો બનાવવા" અંગેની પસંદગીઓમાં બલ્કમાં ફેરફાર કરી શકાય છે અને તમે તમારા કમ્પ્યુટરમાંથી અપલોડ કરો ત્યારે પણ ફેરફાર કરી શકાય છે.

હું રિમિક્સ કરું તે કન્ટેન્ટ પર મર્યાદા મુકાય, તેમાં ફેરફાર થાય અથવા ડિલીટ થાય તો શું થાય?

તમે બનાવેલા ઑડિયો રિમિક્સ મ્યૂટ કરી દેવામાં આવે છે, ફક્ત લિંક સાથે દેખાય તે રીતે સેટ કરવામાં આવે છે અને ઑરિજિનલ નિર્માતા તેમની કૃતિ ડિલીટ કરે અથવા તેમાંથી રિમિક્સ બનાવવા પર મર્યાદા મૂકે તેના 30 દિવસ પછી તમારું રિમિક્સ ડિલીટ થાય તે રીતે શેડ્યૂલ કરવામાં આવે છે. આ ફેરફાર વિશે તમને ઇમેઇલ કરવામાં આવે છે, જેથી તમે તમારો વીડિયો ડિલીટ થાય તે પહેલાં, તેમાં રહેલા રિમિક્સ ઑડિયો વિના, YouTube Studioમાંથી ડાઉનલોડ કરી શકો. તે પછી તમે તમારા વીડિયોને ફરીથી કોઈ અલગ ઑડિયો સાથે અપલોડ કરી શકો છો.

તમે બનાવેલા વીડિયો રિમિક્સ, ઑરિજિનલ નિર્માતા તેમનો વીડિયો ડિલીટ કરે અથવા તેના ઉપયોગ પર મર્યાદા મૂકે તે પછી, ડિલીટ કરી દેવાય છે. આમ થાય ત્યારે તમને ઇમેઇલ કરાય છે. મૂળ રિમિક્સ કરેલા વીડિયો સાથે તમને YouTube પર તમારો Short અપલોડ કરવાનું લાઇસન્સ ન અપાય તેમ બની શકે પરંતુ તમારા Short પર ભેગા થયેલા વ્યૂની તમારા આજીવન વ્યૂમાં ગણતરી થાય છે.

હું રિમિક્સ કરવા પર મર્યાદા મૂકું, મારો વીડિયો ડિલીટ કરું અથવા YouTube Studioમાં ફેરફાર કરું તો શું થાય?

YouTube Studioમાં રિમિક્સ કરવા પર મર્યાદા મૂકવા, તમારો વીડિયો ડિલીટ કરવા અથવા YouTube Studioમાં કોઈ વીડિયો બ્લર કરવા કે ટ્રિમ કરવા અંગે રિમિક્સના નિર્માતાઓને નોટિફિકેશન અપાય છે:

રિમિક્સ પર મર્યાદા મૂકવાથી અથવા તમારો વીડિયો ડિલીટ કરી દેવાથી ભવિષ્યમાં પણ કોઈ રિમિક્સ બનતા અટકે છે.

મારો Short મ્યૂટ શા માટે કરાયો છે?

જ્યારે પણ ઑરિજિનલ નિર્માતા તેમની કૃતિમાંથી રિમિક્સ બનાવવા પર મર્યાદા મૂકે, તેઓ તેને ડિલીટ કરે અથવા બ્લર કે ટ્રિમનો ઉપયોગ કરીને YouTube Studioમાં તેમના વીડિયોમાં ફેરફાર કરે, ત્યારે રિમિક્સ કરેલા ઑડિયો વડે તમે બનાવેલા રિમિક્સ મ્યૂટ કરી દેવાય તેમ બની શકે. આમાંની કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય, તો તમને ઇમેઇલ મોકલાશે જેમાં તમને જણાવાશે કે તમારો Short વીડિયો:

તમે તમારો વીડિયો ડિલીટ થાય તે પહેલાં, તેમાં રહેલા રિમિક્સ કરેલા ઑડિયો વિના, YouTube Studioમાંથી ડાઉનલોડ કરી શકો. તે પછી તમે તમારા વીડિયોને ફરીથી – આ વખતે કોઈ અલગ સાઉન્ડટ્રૅક સાથે અપલોડ કરી શકો છો, કારણ કે તમારી પાસે કદાચ હવે રિમિક્સ કરેલો મૂળ ઑડિયો ઉપયોગમાં લેવાની પરવાનગી ન હોય.

ડ્રીમ ટ્રૅક કઈ રીતે કાર્ય કરે છે?

YouTube સતત નવી, પ્રાયોગિક સુવિધાઓનું પરીક્ષણ કરી રહ્યું છે. આ સુવિધા અત્યારે માત્ર યુનાઇટેડ સ્ટેટ્સના નિર્માતાઓના મર્યાદિત સેટ તથા અમુક ચોક્કસ મોબાઇલ ડિવાઇસ માટે જ ઉપલબ્ધ છે. આ મર્યાદિત પ્રયોગનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે અમે પ્રોડક્ટના કોઈપણ ભાવિ ઇટરેશન માટે શીખવા અને નિર્માણ કરવા માટે યોગ્ય પગલાં લઈ રહ્યાં છીએ.

વિશ્વભરના ઑડિયન્સ કોઈપણ સાઉન્ડટ્રૅકનો ઉપયોગ સીધે સીધો કરીને, તેને પોતાના Shortsમાં રિમિક્સ કરી શકે છે.

Shortsમાં ડ્રીમ ટ્રૅક, ગીત બનાવવા માટેનું એવું પ્રાયોગિક ટૂલ છે, જે નિર્માતાઓને આ પ્રયોગમાં આ વિકલ્પની પસંદગી કરનારા કલાકારોના વૉઇસ વડે 30-સેકન્ડનો અનોખો સાઉન્ડટ્રૅક બનાવવાની મંજૂરી આપે છે. Shorts પર નિર્માતાઓને કલાકારો સાથે મળીને સર્જનાત્મક વીડિયો બનાવવાની અને તેમની સાથે જોડાયેલા રહેવાની નવી રીતો પ્રદાન કરવા માટે આ ટૂલ, મ્યુઝિક ઉદ્યોગના અમારા પાર્ટનર તેમજ Google DeepMind અને YouTubeના સૌથી વધુ સર્જનાત્મકતા ધરાવતા સંશોધકોની કુશળતાને એક સાથે લાવે છે.

એકવાર સાઉન્ડટ્રૅક પબ્લિશ થઈ જાય, પછી કોઈપણ વ્યક્તિ AI વડે જનરેટ કરેલા આ સાઉન્ડટ્રૅકનો સીધે સીધો ઉપયોગ તેમના પોતાના Shortsમાં રિમિક્સ બનાવવા માટે કરી શકે છે. AI વડે જનરેટ કરેલા આ સાઉન્ડટ્રૅકમાં, તે ડ્રીમ ટ્રૅક વડે બનાવવામાં આવ્યા છે તેમ દર્શાવતું ટેક્સ્ટ લેબલ હશે. અમે યુનાઇટેડ સ્ટેટ્સમાં નિર્માતાઓ તથા આ વિકલ્પની પસંદગી કરનારા કલાકારોના મર્યાદિત સેટ સાથે શરૂઆત કરી રહ્યાં છીએ. આ પ્રયોગો પરના પ્રતિસાદના આધારે, અમે આને વિસ્તૃત કરવાની આશા રાખીએ છીએ.

YouTubeના સમુદાયના દિશાનિર્દેશો YouTube પરના તમામ કન્ટેન્ટ પર લાગુ થાય છે, જેમાં ડ્રીમ ટ્રૅક દ્વારા જનરેટ કરવામાં આવેલા કન્ટેન્ટનો પણ સમાવેશ થાય છે અને અમે અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા કોઈપણ સામગ્રીને કાઢી નાખવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ. ડ્રીમ ટ્રૅક માટે ચૅનલ દ્વારા કમાણી કરવાની પ્રક્રિયા માટેની પૉલિસીઓ અને Shorts દ્વારા કમાણી કરવાની પ્રક્રિયા માટેની પૉલિસીઓ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1118120521093902751
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false