MCN અને આનુષંગિક ચૅનલો માટે ટેક્સની આવશ્યકતાઓ

તમે યુ.એસ.માં દર્શકો પાસેથી જે કમાણી કરો છો તેના પર Google યુ.એસ. ટેક્સ વિથ્હોલ્ડ કરે છે, જો તમે પહેલેથી જ AdSenseમાં તમારી યુ.એસ. ટેક્સ માહિતી સબમિટ ન કરી હોય, તો કરો જેથી કરીને Google તમારો સાચો વિથ્હોલ્ડિંગ રેટ નક્કી કરી શકે. જો ટેક્સની માહિતી પૂરી પાડવામાં ન આવે, તો Googleને મહત્તમ દરે વિથ્હોલ્ડ કરવાની જરૂર પડી શકે છે.

Google માટે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)માંના નિર્માતાઓ પાસેથી ટેક્સ વિશેની માહિતી એકત્ર કરવી જરૂરી છે. જો કોઈપણ ટેક્સ કપાત લાગુ થતી હોય, તો Google યુ.એસ.માં દર્શકો પાસેથી YouTube કમાણી પરના ટેક્સને વિથ્હોલ્ડ કરશે. આ લેખ વિશિષ્ટ રીતે મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN)માંના આનુષંગિક નિર્માતાઓ માટે છે. અહીં YouTube પર ટેક્સ વિથ્હોલ્ડિંગ વિશે વધુ જાણો અને વ્યાપક રીતે પૂછાતા સામાન્ય પ્રશ્નો માટેના અમારા આ લેખની મુલાકાત લો: Google પર તમારી યુએસની ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવી.

મહત્ત્વપૂર્ણ: Google ક્યારેય તમારો પાસવર્ડ કે અન્ય વ્યક્તિગત માહિતી માગતા અનપેક્ષિત મેસેજ મોકલશે નહીં. લિંક પર ક્લિક કરતા પહેલા, હંમેશા તપાસો કે ઇમેઇલ @youtube.com અથવા @google.com ના ઇમેઇલ ઍડ્રેસ પરથી મોકલવામાં આવ્યો છે.

આનુષંગિક માટેની માહિતી

શું તમે મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN)નો ભાગ છો? તો તમારે તમારી ચૅનલ સાથે લિંક કરેલા YouTube માટે AdSense એકાઉન્ટમાં યુએસની ટેક્સ વિશેની માહિતી આપવી જરૂરી છે. જો ચૅનલની કમાણી પર ટેક્સ લાગુ થતો હોય, તો વિથ્હોલ્ડિંગ ટેક્સ નક્કી કરવા માટે આ માહિતીનો ઉપયોગ થાય છે. વિથ્હોલ્ડિંગ ટેક્સની ગણતરી યોગ્ય રીતે કરવામાં આવી હોવાની ખાતરી કરવા માટે, તમારું YouTube માટે AdSense એકાઉન્ટ તમારા કાનૂની નામે અથવા તમારા વ્યવસાયના કાનૂની નામે હોવું જોઈએ. ઉપરાંત, ફાઇલમાંની સરનામાની માહિતી ટેક્સ અને કાનૂની હેતુઓ માટેના તમારા કાયમી નિવાસ સાથે મેળ ખાતી હોવી જોઈએ.

તમારા ચૅનલની આવક તમારા MCN ભાગીદારને ચુકવવામાં આવતી રહેશે. જો કોઈપણ વિથ્હોલ્ડિંગ ટેક્સ લાગુ થતાં હોય, તો તે તમારી ચૅનલની આવક માટે તમારા MCNને કરવામાં આવેલી ચુકવણીમાંથી વિથ્હોલ્ડ કરવામાં આવશે.

વિથ્હોલ્ડિંગની રકમ YouTube Analytics માં દેખાશે નહીં, તેથી અહીં તર્કનો ઉપયોગ કરીને આની મેન્યુઅલી ગણતરી કરવી પડશે. તમારા MCN ને માસિક ધોરણે એક રિપોર્ટ આપવામાં આવશે જેમાં વિથ્હોલ્ડ કરેલા યુ.એસ. ટેક્સની કુલ રકમની માહિતી આપવામાં આવશે.

જો તમે વિથ્હોલ્ડિંગ શરૂ થયા પછી યુએસ ટેક્સ વિશેની તમારી માન્ય માહિતી સબમિટ કરી હોય અને તમે ઓછો ટેક્સ રેટ લાગુ થવા માટેની યોગ્યતા ધરાવતા હો, તો તેને ધ્યાનમાં રાખીને આગામી ચુકવણી સાઇકલમાં વિથ્હોલ્ડિંગ રેટમાં વધઘટ કરવામાં આવશે.

આનુષંગિકો માટે ટેક્સ રિફંડ

MCNsમાંની આનુષંગિક ચૅનલ 2023થી શરૂ થતા રિફંડ માટે યોગ્યતા ધરાવતી હોઈ શકે છે. આનુષંગિકોએ માન્ય દસ્તાવેજ આપવા આવશ્યક છે જે સાબિત કરે છે કે અગાઉની ચુકવણી ઓછા રેટને આધીન હતી. માત્ર એકસમાન કૅલેન્ડર વર્ષમાં વિથ્હોલ્ડ કરેલો ટેક્સ જ રિફંડ માટે યોગ્યતા ધરાવશે. આ ફેરફાર 2022 અથવા અગાઉના કોઈપણ વર્ષોને લાગુ પડતો નથી. એકવાર યોગ્યતા ધરાવ્યા પછી, જેમની પાસેથી ટેક્સ વિથ્હોલ્ડ કરવામાં આવેલો તે, ઑરિજિનલ કન્ટેન્ટના માલિકને રિફંડ આપવામાં આવશે.

MCNs માટે માહિતી

માલિકી ધરાવતા અને સંચાલન કરતા કન્ટેન્ટના માલિકો માટે, YouTube પર MCNની થતી કમાણી પણ યુએસ વિથ્હોલ્ડિંગ ટેક્સને આધીન હોઈ શકે છે. Google તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં સબમિટ કરેલી ટેક્સ વિશેની માહિતીનો ઉપયોગ તમારી માલિકી ધરાવતા અને સંચાલન કરતા કન્ટેન્ટના માલિકો માટે વિથ્હોલ્ડિંગ ટેક્સની ગણતરી કરવા માટે કરશે. આમાં એકાઉન્ટ સાથે લિંક કરેલી એવી અન્ય કોઈપણ વ્યક્તિગત ચૅનલ અથવા કન્ટેન્ટના માલિકનો સમાવેશ થાય છે, જે આનુષંગિક ન હોય.

જો કોઈપણ વિથ્હોલ્ડિંગ ટેક્સ લાગુ થતો હોય, તો તમને આ માહિતી YouTube માટે AdSenseમાં તમારી ચુકવણીના રિપોર્ટમાં દેખાશે. આનુષંગિકની ટેક્સ વિથ્હોલ્ડિંગ સંબંધિત માહિતી આપવા માટે, તમને વધારાનો રિપોર્ટ આપવામાં આવશે. 

Google ટેક્સ વિશેની માહિતી આપવા માટે વાપરવામાં આવતા ફોર્મ (દા.ત. 1042-S, 1099-MISC) સીધા જ આનુષંગિક ચૅનલને મોકલશે, આ ફોર્મ તેમની ચૅનલ સાથે લિંક કરેલા YouTube માટે AdSense એકાઉન્ટમાં આપવામાં આવેલી ટેક્સ વિશેની માહિતી પર આધારિત હોય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6821233752844739151
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false