YouTube Shorts બનાવવા

YouTube Shorts થકી કોઈપણ વ્યક્તિ એક ખ્યાલને વિશ્વમાં કોઈપણ સ્થળે નવા ઑડિયન્સ સાથે જોડાવાની તકમાં ફેરવી શકે છે. 60 સેકન્ડ સુધીના Shorts બનાવવા માટે, તમારે માત્ર એક સ્માર્ટફોનની અને YouTube ઍપમાં ઉપલબ્ધ Shorts કૅમેરાની જરૂર હોય છે. Shorts બનાવવા માટેના નવા ટૂલને કારણે, નિર્માતા માટે YouTube પર Short બનાવવાનું ખૂબ જ ઝડપી, મજેદાર અને સરળ બને છે.

નોંધ: તમારા ઑડિયન્સને શોધખોળ કરવા માટે, તમે તમારી ચૅનલના લેઆઉટ, બ્રાંડિંગ અને મૂળભૂત માહિતીને કસ્ટમાઇઝ કરી શકો છો.

YouTube Shorts

ટૅબ્લેટ પર હાલમાં YouTube ઍપમાં Shorts કૅમેરાની સુવિધા ઉપલબ્ધ નથી.
મુસાફરીમાં Shorts બનાવવા માટે, તમારા સ્માર્ટફોન પર YouTubeની એકદમ નવી ઍપ ડાઉનલોડ કરો.

કોઈ Short બનાવવો

✨નવું✨ તમારા Shorts🩳માં લિંક🔗 ઉમેરવી

YouTubeના ટૂંકી અવધિના વીડિયો બનાવવાના ટૂલ વડે Short બનાવીને, તમે વધુમાં વધુ 60 સેકન્ડની અવધિવાળી એક કે વધુ ક્લિપ રેકોર્ડ કરી શકો છો. Shorts કૅમેરા વડે રેકોર્ડ કરતી વખતે, તમે કેટલા સેગ્મેન્ટ રેકોર્ડ કર્યા છે અને તે દરેક સેગ્મેન્ટની લંબાઈ કેટલી છે તે જોવા માટે, તમારી સ્ક્રીનની સૌથી ઉપર દેખાતા પ્રોગ્રેસ બારનો ઉપયોગ કરો.

YouTube પર Short વીડિયો બનાવવા માટે:

  1. YouTube ઍપમાં સાઇન ઇન કરો.
  2. બનાવો  પર ટૅપ કરો અને Short બનાવો પસંદ કરો.
    • અથવા Shorts જોવાના પેજ પરથી રિમિક્સ  પર ટૅપ કરો.
  3. તમારા Shortને 15 સેકન્ડ કરતાં લાંબો બનાવવા માટે, સૌથી ઉપર જમણા ખૂણામાં દેખાતા 15 સેકન્ડ પર ટૅપ કરો, આવી રીતે 60 સેકન્ડ (60) સુધી રેકોર્ડ કરી શકાય છે.
  4. ક્લિપ રેકોર્ડ કરવા માટે, કૅપ્ચર કરો  દબાવી રાખો અથવા રેકોર્ડ કરવાનું શરૂ કરવા માટે તેના પર ટૅપ કરો અને પછી રોકવા માટે ફરી ટૅપ કરો.
  5. તમે અગાઉ રેકોર્ડ કરેલી વીડિયો ક્લિપ કાઢી નાખવા માટે, છેલ્લો ફેરફાર રદ કરો  પર ટૅપ કરો અથવા તેને ફરી ઉમેરવા માટે ફરી કરો  પર ટૅપ કરો.
  6. બંધ કરો અને પછી પર ટૅપ કરો, શરૂ કરવા અથવા ડ્રાફ્ટ તરીકે સાચવવાનું પસંદ કરો અને કૅમેરાથી બહાર નીકળો.
  7. તમારા વીડિયોનો પ્રીવ્યૂ કરવા અને તેને વધુ સારો બનાવવા માટે, થઈ ગયું  પર ટૅપ કરો.
  8. સ્ક્રીન રેકોર્ડ કરવા પાછા ફરવા માટે, પાછળ  પર ટૅપ કરો. તમે ફેરફાર કરી લો પછી શરૂ કરવા અથવા ડ્રાફ્ટ તરીકે સાચવવા અને એડિટરમાંથી બહાર નીકળવા માટે પણ પાછળ પર ટૅપ કરી શકો છો. આ સમયે ડ્રાફ્ટ તરીકે સાચવવાથી તમે કરેલા બધા ફેરફારો સાચવવામાં આવે છે.
  9. તમારા વીડિયોમાં વિગતો ઉમેરવા માટે આગળ પર ટૅપ કરો. આ સ્ક્રીન પર જઈને, શીર્ષક ઉમેરો (વધુમાં વધુ 100 અક્ષર) અને સેટિંગ પસંદ કરો, જેમ કે વીડિયો પ્રાઇવસી.
    નોંધ: 13–17 વર્ષની ઉંમરના નિર્માતાઓ માટે વીડિયોનું પ્રાઇવસી સેટિંગ, ડિફૉલ્ટ તરીકે ખાનગી પર સેટ હોય છે. જો તમે 18 વર્ષથી વધુ ઉંમરના હો, તો તમારા વીડિયોનું પ્રાઇવસી સેટિંગ, ડિફૉલ્ટ તરીકે સાર્વજનિક પર સેટ હોય છે. દરેક વ્યક્તિ આ સેટિંગ બદલી શકે છે જેથી તેઓ તેમના વીડિયોને સાર્વજનિક, ખાનગી કે ફક્ત લિંક સાથે દેખાતો વીડિયો બનાવી શકે.
  10. તમારા ઑડિયન્સ પસંદ કરવા માટે ઑડિયન્સ પસંદ કરો અને પછીહા, તે બાળકો માટે યોગ્ય છે" અથવા "ના, તે બાળકો માટે યોગ્ય નથી" પર ટૅપ કરો. 'બાળકો માટે યોગ્ય' વિશે વધુ જાણો.
  11. તમારો Short પબ્લિશ કરવા માટે, Short અપલોડ કરો પર ટૅપ કરો.
નોંધ: તમે મહત્તમ 1080pના રિઝોલ્યુશનવાળા Short વીડિયો અપલોડ કરી શકો છો.

થંબનેલ પસંદ કરવી

તમારા Shortsની ✨થંબનેલ✨ પસંદ કરવાની રીત

તમે તમારો વીડિયો અપલોડ કરો તે પહેલાં થંબનેલ તરીકે ઉપયોગમાં લેવા માટે, તમે તમારા Shortમાંથી કોઈ ફ્રેમ પસંદ કરી શકો છો. તમે તમારો Short અપલોડ કરી લો તે પછી થંબનેલ પસંદ કરી શકવાની સુવિધા હજી ઉપલબ્ધ નથી, જેમાં તમારા કમ્પ્યુટરમાંથી Studio પર કસ્ટમ થંબનેલ અપલોડ કરવાનો સમાવેશ થાય છે.

આ રહી તમારા Short માટે થંબનેલ પસંદ કરવાની રીત:

  1. Shorts કૅમેરા વડે વીડિયો રેકોર્ડ કરો અથવા તેની આયાત કરો
  2. નૅવિગેટ કરીને અંતિમ અપલોડ સ્ક્રીન અને પછી પર જાઓ અને પછી તમારા વીડિયોની થંબનેલ પર દેખાતા ફેરફાર કરો  પર ટૅપ કરો.
  3. તમારી પસંદગી કરો અને પછી થઈ ગયું પર ટૅપ કરો.

રેકોર્ડિંગ વખતે તમારા Shortsને બહેતર બનાવવા

Shorts પર વૃદ્ધિ કરવા માટે અગત્યની સલાહ: યુકેના નિર્માતાઓ પાસેથી સાંભળો 🔥

મ્યુઝિક કે અન્ય ઑડિયો ઉમેરવો

તમારા Shortsમાં કોઈ ગીત કે અન્ય ઑડિયો ક્લિપ શામેલ કરો. અમારી લાઇબ્રેરીમાં જોવા મળતા મ્યુઝિક અને સાઉન્ડ, કોઈપણ કિંમત વિના વાપરી શકાય છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર વ્યક્તિગત અને બિન-વ્યાવસાયિક રીતે કરી શકાય છે, સિવાય કે તમારી પાસે યોગ્ય લાઇસન્સ હોય.

તમે રેકોર્ડ કરવા માટે તૈયાર હો ત્યારે અમારી ઑડિયો લાઇબ્રેરી શોધવા માટે,  સાઉન્ડ ઉમેરો  પર ટૅપ કરોઅને પછી તમારી પસંદગી કરો.

નોંધ લો કે જો YouTubeના Shorts બનાવવા માટેના ટૂલનો ઉપયોગ કર્યા વિના તમે બનાવેલા તમારા વીડિયોમાં કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટનો ઉપયોગ કર્યો હોય, તો તમારા એ વીડિયો પર Content IDનો દાવો કરવામાં આવી શકે છે અથવા કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીને કારણે તેને કાઢી નાખવામાં આવી શકે છે.
રેકોર્ડિંગ સ્પીડમાં વધઘટ કરવી

#Shorts સ્પીડ ટૂલ માટેની યુક્તિઓ

રેકોર્ડિંગની સ્પીડ વધારવા કે ઓછી કરવા માટે, સ્પીડ પર ટૅપ કરો.

ટાઇમર વડે રેકોર્ડ કરવું

હાથના ઉપયોગ વિના રેકોર્ડ કરવા માટે કાઉન્ટડાઉન સેટ કરવા અને રેકોર્ડિંગ ઑટોમૅટિક રીતે ક્યારે બંધ કરવામાં આવે તે પસંદ કરવા માટે, ટાઇમર  પર ટૅપ કરો.

ફિલ્ટર લાગુ કરવા

ક્રિએટિવ અને કૉન્ટ્રાસ્ટવાળા ફિલ્ટરમાંથી તમને ગમતા ફિલ્ટર પસંદ કરવા માટે ફિલ્ટર  પર ટૅપ કરો, જેના વડે તમે તમારા Shortના રંગરૂપ બદલી શકો છો. તમે જેમ જેમ રેકોર્ડ કરતા જાઓ, તેમ તેમ દરેક સેગ્મેન્ટ માટે તમે અલગ-અલગ ફિલ્ટર ઉમેરી શકો છો. તમે પછીથી, એડિટિંગ સ્ક્રીનમાં પણ ફિલ્ટર લાગુ કરી શકો છો. 

ઇફેક્ટ લાગુ કરવી

તમારા Shortમાં વધારો કરવા માટે, આકર્ષક ઇફેક્ટની પસંદગીઓમાંથી પસંદ કરવા માટે ઇફેક્ટ  પર ટૅપ કરો. નવી કલ્પનાઓ વિશે શોધખોળ કરો, તમારો દેખાવ બદલો અથવા આશ્ચર્યજનક રૂપાંતરણ માટે AIનો ઉપયોગ કરો.

બૅકગ્રાઉન્ડ ઉમેરવું

તમારા કૅમેરા રોલમાંથી કોઈ ફોટો કે વીડિયોમાં તમારા પોતાના પર ગ્રીન સ્ક્રીનની સુવિધા કેવી રીતે લાગુ કરવી

રેકોર્ડ સ્ક્રીન પર હો ત્યારે, તમારા Shortમાં તમારા ડિવાઇસની ગૅલરીમાંના કોઈ ફોટો કે વીડિયોનો બૅકગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવા માટે, ગ્રીન સ્ક્રીન  પર ટૅપ કરો.

ફ્રેમને સંરેખિત કરવી

Shortsના સંરેખિત કરવાના ટૂલ વડે પરિપૂર્ણ ટ્રાન્ઝિશન મેળવવું

તમે કૅપ્ચર કરેલી છેલ્લી ફ્રેમના પારદર્શક ઓવરલેનો ઉપયોગ કરીને, તમારી આગલી ક્લિપને લાઇનમાં ગોઠવવા માટે, સંરેખિત કરો  પર ટૅપ કરો.

સેગ્મેન્ટ ગોઠવવા
તમારા Shortનો શરૂ થવાનો સચોટ સમય પસંદ કરવા અથવા તેનો ભાગ હોય એવા વીડિયોના સેગ્મેન્ટને ટ્રિમ કરવા માટે,ટ્રિમ કરો પર ટૅપ કરો.

સેગ્મેન્ટની આયાત કરવી

તમારા કૅમેરા રોલમાંથી વીડિયો અને ફોટા વડે ઝડપથી Shorts બનાવવાની રીત

રેકોર્ડ સ્ક્રીન પર હો ત્યારે, તમારા Shortમાં ક્લિપ આયાત કરવા માટે સૌથી નીચે ડાબા ખૂણામાં દેખાતા ગૅલરી બટન પર ટૅપ કરો અથવા 60 સેકન્ડ કે તેના કરતાં ઓછી અવધિના વીડિયો ટ્રિમ કરવા માટે લાંબી અવધિના વીડિયો આયાત કરો.

આયાત કરવાના અનુભવ પર નૅવિગેટ કરવું સરળ છે:

  • 60 સેકન્ડથી વધુ અવધિના વીડિયો હોય, તો તમારા વીડિયોમાંની ઇચ્છિત પળ પર ઝડપથી જવા માટે સ્લાઇડરનો ઉપયોગ કરો.
  • વીડિયો ક્યાંથી શરૂ થશે અને ક્યાં સમાપ્ત થશે એ પસંદ કરવા માટે, વીડિયોની ફિલ્મસ્ટ્રિપ પર દેખાતા હૅન્ડલ પર ટૅપ કરો અને તેને ખેંચો.
  • તમારા Shortની લંબાઈ બદલવા માટે સૌથી ઉપર જમણા ખૂણામાં, અવધિ (15 સેકન્ડ અથવા 60 સેકન્ડ) પર ટૅપ કરો.

તમે રેકોર્ડ કરી લો, પછી સ્ટિકર, સાઉન્ડ અને ટેક્સ્ટ ઉમેરો

સાઉન્ડ ઉમેરવો

તમે રેકોર્ડ કરી લો, પછી તેમાં કોઈ ગીત કે સાઉન્ડ બાઇટ ઉમેરવા માટે,  સાઉન્ડ પર ટૅપ કરોઅને પછી તમારી પસંદગી કરો.

મ્યુઝિક, તમારા ઑરિજિનલ વીડિયોના ઑડિયો અને વૉઇસઓવરના ઑડિયો લેવલ ગોઠવવા માટે, વૉલ્યૂમ નો ઉપયોગ કરો.

નોંધ લો કે જો YouTubeના Shorts બનાવવા માટેના ટૂલનો ઉપયોગ કર્યા વિના તમે બનાવેલા તમારા વીડિયોમાં કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટનો ઉપયોગ કર્યો હોય, તો તમારા એ વીડિયો પર Content IDનો દાવો કરવામાં આવી શકે છે અથવા કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીને કારણે તેને કાઢી નાખવામાં આવી શકે છે.
ટેક્સ્ટ ઉમેરવી

તમે રેકોર્ડ કરી લો, પછી તમારા વીડિયોમાં ટેક્સ્ટ ઉમેરવા માટે ટેક્સ્ટ  પર ટૅપ કરો. તમારા વીડિયો પર એકથી વધુ મેસેજ ઉમેરો અને તેમનો રંગ તથા શૈલી બદલો, એટલું જ નહીં, તેને સ્ક્રીન પર ગોઠવો.

હજી વધુ નિયંત્રણો માટે, તમે ટાઇમલાઇન નો પણ ઉપયોગ કરી શકો છો.

પ્રશ્ન અને જવાબનું સ્ટિકર ઉમેરવું

તમે રેકોર્ડ કરી લો, પછી પ્રશ્ન અને જવાબનું સ્ટિકર ઉમેરવા માટે, પ્રશ્ન અને જવાબ અને પછી પર ટૅપ કરીને તમે તમારા દર્શકોને પૂછવા માગતા હો તે પ્રશ્ન ટાઇપ કરો. તમે સ્ટિકરનો રંગ, કદ અને તેની જગ્યા બદલી શકો છો.
નોંધો કે જ્યારે કોઈ દર્શક તમારા પ્રશ્નનો જવાબ આપે, ત્યારે તેમના જવાબ કૉમેન્ટ બની જશે, જે સાર્વજનિક રહેશે અને અન્ય દર્શકો પણ તેને જોઈ શકશે.

વૉઇસઑવર રેકોર્ડ કરવો

તમારા વીડિયોમાં શું થઈ રહ્યું છે તેનું વર્ણન કરવા માટે, વૉઇસઓવરની સુવિધાનો ઉપયોગ કરો.

આ રહી શરૂ કરવાની રીત:

  1. વૉઇસઓવર એડિટર ખોલવા માટે, એડિટિંગ સ્ક્રીનની સૌથી નીચે દેખાતા વૉઇસઓવર  પર ટૅપ કરો.
  2. તમારે જ્યાંથી તમારો વૉઇસઓવર શરૂ કરવો હોય તે જગ્યાએ પ્લેહૅડને લઈ જવા માટે, તેને ડાબી કે જમણી તરફ ખસેડો.
  3. રેકોર્ડિંગ શરૂ કરવા માટે લાલ રંગના બટનને દબાવો અથવા તેના પર ટૅપ કરો અને પછી ફરી તેને બંધ કરવા માટે પણ આમ જ કરો.
  4. વીડિયોમાંનું તમારું વર્ણન કાઢી નાખવા માટે, છેલ્લો ફેરફાર રદ કરો પર ટૅપ કરો અથવા તેને ફરી ઉમેરવા માટે, ફરી કરો પર ટૅપ કરો.
મ્યુઝિક, તમારા ઑરિજિનલ વીડિયોના ઑડિયો અને વૉઇસઓવરના ઑડિયો લેવલ ગોઠવવા માટે, વૉલ્યૂમ નો ઉપયોગ કરો.
ટાઇમલાઇન ગોઠવવી

તમારા Shortમાં ટેક્સ્ટ ક્યારે બતાવવામાં આવે, એ અંગે ફેરફાર કરવા માટે ટાઇમલાઇન  પર ટૅપ કરો.

તમારા Shortમાં ટેક્સ્ટ ક્યારે બતાવવામાં આવે અને ક્યારે તે દેખાતી બંધ થઈ જાય એ બાબતને નિયંત્રિત કરવા માટે, કોઈ ટેક્સ્ટની ક્લિપના શરૂઆતના અને અંતના પૉઇન્ટને ખેંચો. તમારા વીડિયોમાં અલગ-અલગ સમયે અલગ-અલગ મેસેજ ટ્રિગર કરવા માટે, આ સુવિધાનો ઉપયોગ કરો.

ટેક્સ્ટની ક્લિપનો ક્રમ બદલવા માટે, તેમને ટૅપ કરીને દબાવી રાખો. તમારી ટેક્સ્ટને આગળ-પાછળ ક્યાં બતાવવામાં આવે, તે ક્રમને નિયંત્રિત કરવા માટે, ક્લિપને ઉપરથી નીચે ખસેડો.

ફિલ્ટર ઉમેરવા

ફિલ્ટર ઉમેરવા માટે ફિલ્ટર  પર ટૅપ કરો. તમારા Shortના દેખાવ અને અનુભૂતિમાં ફેરફાર કરવા માટે, સર્જનાત્મક અને અનેક વિવિધતાસભર ફિલ્ટરમાંથી તમને ગમતું ફિલ્ટર પસંદ કરો.

કૉમેન્ટ ઉમેરવા વિશે

તમે તમારી ચૅનલ પર પોસ્ટ કરેલી કૉમેન્ટનો જવાબ Shorts વડે આપી શકો છો. ટેક્સ્ટ કૉમેન્ટ જવાબોની જેમ તમે જવાબ તરીકે બનાવેલા Shorts બાબતે કૉમેન્ટ કરનારને જાણ કરવામાં આવશે અને તે ઑરિજિનલ કૉમેન્ટની નીચે કૉમેન્ટ ફીડમાં દેખાશે. કોઈ Short વડે કૉમેન્ટનો જવાબ આપવાની રીત જાણો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17896149742208581814
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false