પાછા આવનાર અને નવા દર્શકોનો ડેટા સમજો

A graph of your new and returning viewers can be found in the 'Audience' tab, under the 'Analytics' section in the left menu.

તમે તમારી ચૅનલ માટે કન્ટેન્ટની વ્યૂહરચનાનું આયોજન કરવા માટે, પાછા આવનાર અને નવા દર્શકોના મેટ્રિકનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે સુસંગત કન્ટેન્ટ બનાવીને લૉયલ્ટિ વધારી શકો છો અથવા તમે નવા દર્શકોને આકર્ષિત કરવા માટે નવા વિષયો સાથે પ્રયોગ કરી શકો છો.

જ્યારે હું અલગ-અલગ તારીખો પસંદ કરું છું, ત્યારે મને પાછા આવનાર દર્શકો માટેનો કોઈ “કુલ” ડેટા શા માટે દેખાતો નથી?

તમારા પાછા આવનાર દર્શકોનો કુલ ડેટા છેલ્લા 7, 28 અને 90 દિવસ માટે ઉપલબ્ધ છે. તમે 1 સપ્ટેમ્બર, 2020થી ચાર્ટ પર તમારા પાછા આવનાર અને નવા દર્શકોના મેટ્રિક જોઈ શકો છો. ઉપરાંત, દર 1-2 દિવસે નવો ડેટા અપડેટ કરવામાં આવે છે.

જો મારી ચૅનલને તેના મોટાભાગના વ્યૂ નવા દર્શકો પાસેથી મળતા હોય, તો તેનો શું અર્થ થાય?

આ સૂચવે છે કે દર્શકો કદાચ તમારા અમુક વીડિયો જોઈ શકે છે, પણ વધુ જોવા માટે તેમના પાછા આવવાની શક્યતા ઓછી છે. સામાન્ય રીતે આવું વલણ આમાં જોવા મળે છે:

  • વિવિધ વિષયો પર વીડિયો અપલોડ કરતી ચૅનલ, જે વિવિધ પ્રકારના દર્શકોને આકર્ષિત કરે છે.
  • “કોઈ કાર્ય કરવાની રીત” શીખવતી ચૅનલ કે જ્યાં દર્શકો કંઈક કરવાની રીત શીખવા માટે વીડિયો જુએ છે, પણ વધુ જોવા માટે ચૅનલ પર તેમના પાછા આવવાની શક્યતા નથી.

નોંધ: આ વલણો તમારી ચૅનલ અને ઑડિયન્સના આધારે બદલાશે. 

જો મારી ચૅનલને તેના મોટાભાગના વ્યૂ પાછા આવનાર દર્શકો પાસેથી મળતા હોય, તો તેનો શું અર્થ થાય?

આ સૂચવે છે કે ચૅનલ પાસે નિયમિત ઑડિયન્સ છે, જે વધુ જોવા માટે પાછા આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે આવું વલણ આમાં જોવા મળે છે:

  • ચૅનલ કે જે સમાન વિષયો વિશે અથવા પરિચિત ફૉર્મેટમાં સુસંગત કન્ટેન્ટ અપલોડ કરે છે.
  • પરિચિત ચહેરાઓ અને વ્યક્તિત્વવાળા લોકો જેવા સુસંગત હોસ્ટ ધરાવતી ચૅનલ જેને પસંદ કરતા દર્શકોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે.
  • ચૅનલ જે એવી લોકપ્રિય સીરિઝ બનાવે છે, જેના કારણે દર્શકો વધુ જોવા માટે પાછા આવતા રહે છે.

નોંધ: આ વલણો તમારી ચૅનલ અને ઑડિયન્સના આધારે બદલાશે.

શા માટે મારા પાછા આવનાર દર્શકો મારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા કરતાં ઓછા છે?

તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા દર્શાવે છે કે કેટલા દર્શકોએ તમારી YouTube ચૅનલને ફૉલો કરવા માટે સબ્સ્ક્રાઇબ કર્યું છે અને તે તમારા વીડિયો જોનારા દર્શકોની સંખ્યા રજૂ કરતી નથી. દર્શકોએ, સરેરાશ, ઘણી ચૅનલને સબ્સ્ક્રાઇબ કર્યું હોય છે અને તેઓ સબ્સ્ક્રાઇબ કરેલી ચૅનલના દરેક નવા અપલોડ માટે પાછા ન આવે એવું બની શકે છે. દર્શકો હવે જે ચૅનલ જોતા ન હોય તેને પણ તેમણે સબ્સ્ક્રાઇબ કરેલું હોય એ સામાન્ય વાત છે.

શું YouTubeની સુઝાવ આપતી સિસ્ટમને પાછા આવનાર દર્શકો માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવે છે?

અમારી સુઝાવ આપતી સિસ્ટમનો હેતુ દર્શકોને એવા વધુ વીડિયો અને ચૅનલ ઑફર કરવાનો છે, જેને તેઓ માણશે તેવી શક્યતા હોય. જો દર્શકો વધુ જોવા માટે તમારી ચૅનલ પર નિયમિત રીતે પાછા આવતા હોય, તો ભવિષ્યમાં તેમને તમારા વધુ વીડિયોનો સુઝાવ આપવાની શક્યતા વધુ છે.

ઉદાહરણ જુઓ

પાછા આવનાર અને નવા દર્શકોના ડેટા વિશે વધુ જાણવા માટે, YouTube નિર્માતાની ચૅનલ પરથી નીચેનો વીડિયો જુઓ. 

તમારા દર્શકોની સંખ્યાના વલણો સમજવા: YouTube Analyticsમાં નવા અને પાછા આવનારા દર્શકો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1667738673735975351
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false