અભદ્ર ભાષા સંબંધિત પૉલિસી

અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.

18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે કેટલીક ભાષા યોગ્ય હોઈ શકે નહીં.

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એવા થોડા વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

આ પૉલિસીનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું અયોગ્ય કન્ટેન્ટ ઉંમર પ્રતિબંધવાળું બનાવવા, કન્ટેન્ટ કાઢી નાખવામાં અથવા તેની વિરુદ્ધ સ્ટ્રાઇક આપવામાં આવી શકે. કન્ટેન્ટ ઉંમર પ્રતિબંધવાળું બનાવવા, કાઢી નાખવા કે સ્ટ્રાઇક જારી કરવાનું નક્કી કરતી વખતે અમે નીચે જણાવેલા પરિબળોને ધ્યાનમાં રાખી શકીએ છીએ.

  • જાતીય રીતે અયોગ્ય ભાષા અથવા વર્ણનોનો ઉપયોગ
  • કન્ટેન્ટમાં વધુ પડતાં અપશબ્દોનો ઉપયોગ 
  • કન્ટેન્ટના શીર્ષક, થંબનેલ અથવા સંકળાયેલા મેટાડેટામાં અતિશય અપશબ્દો અથવા જાતીય રીતે સૂચક શબ્દોનો ઉપયોગ
  • જાતીય આનંદ આપતા સાઉન્ડનો ઉપયોગ

નોંધ: ઉપર આપેલી સૂચિ એ સંપૂર્ણ સૂચિ નથી.

વય-મર્યાદાવાળું કન્ટેન્ટ

ઉંમર પ્રતિબંધવાળું બનાવવામાં આવી શકે એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો અહીં આપેલા છે:
  • વીડિયોમાં અપશબ્દોના ઉપયોગ પર ફોકસ કરવામાં આવ્યું હોય, જેમ કે સંદર્ભ આપ્યા વિના લેવાયેલા સંકલન, ગીત અથવા ક્લિપ
  • વીડિયો કે જેના શીર્ષકમાં ભારે અપશબ્દોનો ઉપયોગ થયો હોય 
  • વીડિયો કે જેમાં વારંવાર અભદ્ર ભાષા અથવા જાતીય આનંદ આપતી ભાષાનો ઉપયોગ થયો હોય

આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ, ઑડિયો અને YouTubeની કોઈપણ અન્ય પ્રોડક્ટ અથવા સુવિધા પર લાગુ થાય છે. યાદ રાખો કે આ માત્ર થોડા ઉદાહરણો છે અને જો તમને એમ લાગે કે કન્ટેન્ટ કદાચ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે તો તે પોસ્ટ કરશો નહીં.

જ્યારે પ્રાથમિક હેતુ શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક હોય અને તે અનાવશ્યક રીતે ગ્રાફિક ન હોય ત્યારે અમે અભદ્ર ભાષાને મંજૂરી આપી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, અપશબ્દ ધરાવતા ગીતનું શીર્ષક અથવા ગીત કે જેમાં વધુ પ્રમાણમાં અપશબ્દોનો સમાવેશ છે. યાદ રાખો કે કન્ટેન્ટ, શીર્ષક અને વર્ણનમાં સંદર્ભ આપવાથી અમને અને તમારા દર્શકોને વીડિયોનો પ્રાથમિક હેતુ નિર્ધારિત કરવામાં સહાય મળશે.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17778233742826988147
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false