નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

બ્રાંડની સલામતી

તમારી સાઇટ પર જાહેરાતોને મંજૂરી આપવાની અને બ્લૉક કરવાની AdSenseની માર્ગદર્શિકા

તમારી સાઇટ પર શ્રેષ્ઠ જાહેરાતો પ્રદર્શિત થાય તેની ખાતરી કરવા માટેના પગલાં લો #blockingcontrols 

તમારી સાઇટ પર દેખાતી જાહેરાતો પર સંપાદકીય નિયંત્રણ આપવા માટે AdSense તમને જાહેરાતોને રિવ્યૂ કરવા અને બ્લૉક કરવા માટેના ઘણા વિકલ્પો પ્રદાન કરે છે. તમે અમુક જાહેરાતોને કદાચ તમારી સાઇટ પર બતાવવા માગતા ન હોવા પાછળના વિવિધ કારણો છે. તમારા કારણો કન્ટેન્ટ અથવા વ્યવસાય સંબંધિત સમસ્યાઓ અથવા વૈચારિક સમસ્યાઓ હોઈ શકે. કદાચ તમારો બ્લૉગ શાકાહારી ભોજન માટેનો હોય અને તમે માંસાહારી ભોજન માટેની જાહેરાત બતાવવા માગતા ન હોય. કદાચ તમને Googleની પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી હોય એવી જાહેરાત જોવા મળે અને જે ત્યાં દેખાવી જોઈએ નહીં. આ લેખ તમારી ચોક્કસ જરૂરિયાત મુજબ બ્લૉક કરવાનું યોગ્ય નિયંત્રણ પસંદ કરવામાં તમારી સહાય કરે છે.

Blocking options available to Publishers

નોંધ: જાહેરાત બ્લૉક કરવાના વિકલ્પનો ઉપયોગ ભાગ્યે જ કરવો જોઈએ. ઘણી મોટી સંખ્યામાં જાહેરાતો વચ્ચે છાપ મેળવવા માટે હરીફાઈની સંભાવના હોવાને કારણે બધી જાહેરાતો બતાવવાથી જાહેરાતની હરાજીમાં સૌથી વધુ સ્પર્ધાત્મક વાતાવરણ બને છે.

બ્લૉક કરવાનું યોગ્ય નિયંત્રણ પસંદ કરો

જાહેરાતોને બ્લૉક કરવાથી તમારી કમાણીઓ પર નકારાત્મક અસર પડી શકે છે, જેથી બ્લૉક કરવાનું યોગ્ય નિયંત્રણ પસંદ કરવું મહત્ત્વપૂર્ણ છે. તમારી જાહેરાતને બ્લૉક કરવાની આવશ્યકતાઓથી મેળ ખાતું હોય એવું નિયંત્રણ પસંદ કરવામાં તમારી સહાય માટે નીચે આપેલી સૂચિનો ઉપયોગ કરો. અમે તમને પહેલા થોડી જાહેરાતો બ્લૉક કરે એવા નિયંત્રણથી શરૂ કરવાનો સુઝાવ આપીએ છીએ.

વ્યક્તિગત જાહેરાતોને બ્લૉક કરો

જાહેરાત રિવ્યૂ કેન્દ્ર તમને તમારા પેજ પર દેખાતી વ્યક્તિગત જાહેરાતોનો રિવ્યૂ કરવા અને પગલાં લેવા દે છે. જાહેરાત રિવ્યૂ કેન્દ્ર વિશે વધુ જાણો.

અયોગ્ય જાહેરાત અંગે Googleને જાણ કરો

જો તમને અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી કોઈ જાહેરાત દેખાય, તો તમે આમાંથી કોઈ વિકલ્પ પસંદ કરી શકો છો:

કોઈ ચોક્ક્સ જાહેરાતકર્તાનો સંકેત આપતી હોય તેવી બધી જાહેરાતોને બ્લૉક કરો

ધારો કે તમે WidgetUniverse.com ચલાવો છો અને તમારો સૌથી મોટો પ્રતિસ્પર્ધી WidgetGalaxy.com ચલાવે છે. તમારા પેજનું કન્ટેન્ટ વિજેટ વિશે હોવાથી WidgetGalaxyની જાહેરાતો ઑટોમૅટિક રીતે તમારી સાઇટ સાથે મેળ ખાય છે. તમારા પ્રતિસ્પર્ધીની જાહેરાતો બતાવવાનું ટાળવા માટે તમે તમારા બ્લૉક કરેલા જાહેરાતકર્તાના URLની સૂચિમાં WidgetGalaxy.com ઉમેરી શકો છો અને તેમની પાસેથી ફરી બીજી જાહેરાત જોવાનું ટાળી શકો છો. જાહેરાતકર્તાના URLs બ્લૉક કરવા વિશે વધુ જાણો.

સંવેદનશીલ વિષય સંબંધિત જાહેરાતોને બ્લૉક કરો

તમે ધર્મ, રાજકારણ અને સેક્સ તેમજ જાતીયતા માટેના સંદર્ભો જેવા સંવેદનશીલ વિષયોથી સંબંધિત કૅટેગરીમાંથી જાહેરાતો બ્લૉક કરી શકો છો. સાઇટની ભાષા જે પણ હોય, સંવેદનશીલ કૅટેગરીને બ્લૉક કરવાની સુવિધા ભાષાઓના મર્યાદિત સેટમાંની જાહેરાતો માટે જ ઉપલબ્ધ છે.

જાહેરાતોના સામાન્ય ગ્રૂપને બ્લૉક કરો

તમે વસ્ત્રો, ઇન્ટરનેટ, રીઅલ એસ્ટેટ અને વાહનો જેવી સામાન્ય કૅટેગરીમાંથી જાહેરાતો બ્લૉક કરી શકો છો. સાઇટની ભાષા જે પણ હોય, સામાન્ય કૅટેગરીને બ્લૉક કરવાની સુવિધા ભાષાઓના મર્યાદિત સેટમાંની જાહેરાતો માટે જ ઉપલબ્ધ છે.

ત્રીજા પક્ષના જાહેરાત નેટવર્કથી આવતી જાહેરાતોને બ્લૉક કરો

Google જાહેરાત નેટવર્કથી આવતી પ્રમાણિત જાહેરાતોને તમારા પેજ પર ડિફૉલ્ટ તરીકે પ્રદર્શિત થવાની મંજૂરી આપવામાં આવી છે. તમે ત્રીજા પક્ષના વિશેષ જાહેરાત નેટવર્ક અથવા ભાવિ બધા જાહેરાત નેટવર્કને મંજૂરી આપી શકો છો અને બ્લૉક કરી શકો છો. જાહેરાત નેટવર્કને મંજૂરી આપવા અને બ્લૉક કરવા વિશે વધુ જાણો.

અમુક પ્રકારના જાહેરાત ફૉર્મેટ અથવા વર્તણૂકોને બ્લૉક કરો

તમે AdSenseમાં જાહેરાતના અમુક ચોક્કસ ફૉર્મેટ અને હરાજીની વર્તણૂકોને બ્લૉક કરી શકો છો, જેમ કે વપરાશકર્તા આધારિત જાહેરાતો બ્લૉક કરવી અથવા તમારા એકાઉન્ટમાં જાહેરાત ટેક્નોલોજીના અતિરિક્ત વિક્રેતાઓને મંજૂરી આપવી. જાહેરાત સેવાનાં સેટિંગ વિશે વધુ જાણો.

તમે તમારી તમામ સાઇટ પર બ્લૉક કરવાના નિયંત્રણો કેવી રીતે લાગુ કરો તે પસંદ કરો

જો તમે એકથી વધુ સાઇટ ધરાવતા હો, તો તમે તમારી તમામ સાઇટ પર બ્લૉક કરવાનું નિયંત્રણ લાગુ કરવાનું પસંદ કરી શકો છો. જોકે, તમને વધુ નિયંત્રણ આપવા માટે, તમે દરેક સાઇટના આધારે બ્લૉક કરવાના કેટલાક નિયંત્રણો લાગુ કરી શકો છો. આને સાઇટ-લેવલે બ્લૉક કરવું એમ કહેવામાં આવે છે.

સાઇટ-લેવલે બ્લૉક કરવું એ તમને થોડી ઓછી જાહેરાત છાપો બ્લૉક કરવામાં સહાય કરી શકે છે કારણ કે તે તમને તમે મેનેજ કરતા હો તે દરેક સાઇટ માટે બ્લૉક કરવાની એક અલગ વ્યૂહરચના પસંદ કરવાની સુવિધા આપે છે. વિશેષ રીતે, તમે તમારી દરેક સાઇટ માટે જાહેરાત URL, સામાન્ય કૅટેગરી અને સંવેદનશીલ કૅટેગરીને બ્લૉક કરવાના વિકલ્પોને કસ્ટમાઇઝ કરી શકો છો.

ઉદાહરણ
તમે કદાચ બાળકો માટે તમે ચલાવો છો તે સાઇટ પર કોઈ કૅટેગરીની જાહેરાત દેખાવાનું બ્લૉક કરવા માગતા હોય, પણ તે જ જાહેરાતોને રમતગમત-સંબંધિત કોઈ અલગ સાઇટ કે જેને પણ તમે મેનેજ કરતા હોય તેના પર દેખાવાની મંજૂરી આપવા માગતા હોય.

સાઇટ-લેવલે બ્લૉક કરવા વિશે જાણવા જેવી મહત્ત્વપૂર્ણ બાબતો:

  • કન્ટેન્ટ માટે AdSense જાહેરાતો પર લાગુ થાય છે.
  • દરેક સાઇટના આધારે ફક્ત જાહેરાત URL, સામાન્ય કૅટેગરી અને સંવેદનશીલ કૅટેગરીને બ્લૉક કરે છે.
  • સાઇટ-લેવલે બ્લૉક કરવાની સુવિધા માત્ર એક વારમાં એક જ સાઇટ પર લાગુ થાય છે, તમે કેટલીક સાઇટનું એક સાથે ગ્રૂપ બનાવી શકતા નથી. 

સાઇટ-લેવલ પર બ્લૉક કરવાના વિકલ્પ માટે તમારી સાઇટને ઉપલબ્ધ કરાવવા માટે, સાઇટ મેનેજમેન્ટ સુવિધાનો ઉપયોગ કરો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11065286127253175744
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false