નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

તમારા AdSense એકાઉન્ટમાં ત્રીજા પક્ષનો ઍક્સેસ મેનેજ કરો

AdSenseમાં "ત્રીજા પક્ષ"ના પેજ પર, તમે તમારા એકાઉન્ટ સંબંધિત પ્લૅટફૉર્મ અને ત્રીજા પક્ષો વિશેની માહિતી શોધી શકો છો. જો તમે કોઈ પ્લૅટફૉર્મ અથવા ત્રીજા પક્ષ સાથે આવક શેર કરતા હો, તો તમે તમારા આવકના હિસ્સાની વિગતો જોઈ શકો છો. પ્લૅટફૉર્મ અથવા ત્રીજા પક્ષના આધારે, તમે કદાચ તેમની સાથેનો તમારો સંબંધ પણ મેનેજ કરી શકશો.

વિશેષ પ્લૅટફૉર્મ અથવા ત્રીજો પક્ષ અને તમે "ત્રીજા પક્ષો"ના પેજ પર કઈ ક્રિયાઓ કરી શકો છો તેના વિશે જાણવા માટે નીચેના વિભાગો ચેક કરો.

આના પર જાઓ: પ્લૅટફૉર્મ પાર્ટનર સાઇટ | મેનેજ કરેલા એકાઉન્ટ | YouTube ચૅનલ | હોસ્ટિંગની સુવિધા આપતા પાર્ટનરના એકાઉન્ટ | Ad Manager એકાઉન્ટ

તમારા ત્રીજા પક્ષનું પેજ ઍક્સેસ કરો

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ પર ક્લિક કરો.
  3. ઍક્સેસ અને અધિકરણ પર ક્લિક કરો.
  4. ત્રીજા પક્ષ પર ક્લિક કરો.

પ્લૅટફૉર્મ પાર્ટનર સાઇટ

પ્રશ્ન જવાબ
શું સંબંધ છે? તમારી એક કે વધુ સાઇટ AdSense પ્લૅટફૉર્મ પાર્ટનર દ્વારા હોસ્ટ કરવામાં આવે છે.
શું તમારા એકાઉન્ટ વિશેની માહિતી ઍક્સેસિબલ છે? પ્લૅટફૉર્મ પાર્ટનર દ્વારા થતા તમારા એકાઉન્ટનો ઉપયોગ પ્લૅટફૉર્મ પાર્ટનર સાથે થયેલા Googleના કરાર પર આધારિત હોય છે, પરંતુ પ્લૅટફૉર્મ પાર્ટનરને તમારા એકાઉન્ટનો ઍક્સેસ મળતો નથી.
શું તમે આવક શેર કરો છો? જ્યાં સુધી પ્લૅટફૉર્મ પાર્ટનર તમારી સાથે આવકનો હિસ્સો 0% પર સેટ કરતા નથી, ત્યાં સુધી તમે પ્લૅટફૉર્મ પાર્ટનર સાથે આવક શેર કરો છો.

તમને ચુકવાતો આવકનો હિસ્સો પ્લૅટફૉર્મ પાર્ટનર સાથેના તમારા કરારમાં સેટ કરેલા આવકના હિસ્સા અનુસાર હોવો જોઈએ. પ્લૅટફૉર્મ પાર્ટનર વતી Google આવકના હિસ્સાની ચુકવણીની સુવિધા પૂરી પાડે છે અને તમને આવકનો સાચો હિસ્સો મળે તેની ખાતરી કરી લેવાની જવાબદારી પ્લૅટફૉર્મ પાર્ટનરની છે.

તમે કઈ ક્રિયાઓ કરી શકો છો?
  • તમે તમારા આવકના હિસ્સાની વિગતો જોઈ શકો છો.
  • તમારી સાઇટની સૂચિના ઍક્સેસ માટે, તમે Sites પર જાઓ પર ક્લિક કરી શકો છો.
    નોંધ: જો તમે પ્લૅટફૉર્મ પાર્ટનર સાથે આવક શેર કરવાનું રોકવા માગો છો, તો તમારે Sites પેજની મુલાકાત લઈને તમારી સાઇટની સૂચિમાંથી તમારી સાઇટ કાઢી નાખવી જરૂરી રહેશે.

મેનેજ કરેલા એકાઉન્ટ

પ્રશ્ન જવાબ
શું સંબંધ છે? તમારું AdSense એકાઉન્ટ એકથી વધુ ગ્રાહકના મેનેજમેન્ટ (MCM)ના મેનેજર દ્વારા મેનેજ કરવામાં આવે છે.
શું તમારા એકાઉન્ટ વિશેની માહિતી ઍક્સેસિબલ છે? તમે તમારા MCM મેનેજરને તમારું એકાઉન્ટ ઍક્સેસ કરવાનો અને/અથવા તમારા વતી તમારા એકાઉન્ટના સેટિંગમાં ફેરફાર કરવાનો અધિકાર આપ્યો છે. તમારા MCM મેનેજર દ્વારા થતો તમારા એકાઉન્ટનો ઉપયોગ તમારા Google સાથે થયેલા કરાર પર આધારિત છે.
શું તમે આવક શેર કરો છો? જો તમારા MCM મેનેજરે આવકની વહેંચણીનું સેટઅપ કર્યું છે, તો તમે તમારા MCM મેનેજર સાથે આવક શેર કરી રહ્યાં છો.

તમારા અને તમારા MCM મેનેજર વચ્ચે થયેલા કરારમાં સ્પષ્ટ કર્યા મુજબ તમારા MCM મેનેજરને ચુકવવાનો થતો આવકનો હિસ્સો તમારા વતી ચુકવવાની સુવિધા પૂરી પાડવા બાબતે Google સંમત થાય છે. તમને અને તમારા MCM મેનેજરને આવકનો સાચો હિસ્સો મળે તેની ખાતરી કરી લેવાની જવાબદારી તમારી છે.

તમે કઈ ક્રિયાઓ કરી શકો છો?
  • તમે મેનેજરનું એકાઉન્ટ કાઢી નાખો પર ક્લિક કરીને તમારા MCM મેનેજર સાથે આવક શેર કરવાનું રોકી શકો છો અથવા તેમને તમારા એકાઉન્ટમાંથી કાઢી નાખી શકો છો. આ ક્રિયા રદ કરી શકાતી નથી.
  • જો તમે તમારા MCM મેનેજરની આવકના હિસ્સા સંબંધિત ઑફર નકારવા માગો છો, તો તમે આવકનો હિસ્સો રોકો પર ક્લિક કરી શકો છો. આ ક્રિયા રદ કરી શકાતી નથી.
નોંધ: તમારા MCM મેનેજર સાથેના તમારા કરાર અંતર્ગત આવક શેર કરવાનું રોકવાનો હક તમને હોવાની ખાતરી કરી લેવાની જવાબદારી તમારી છે.

YouTube ચૅનલ

પ્રશ્ન જવાબ
શું સંબંધ છે? તમારું YouTube માટે AdSense એકાઉન્ટ કોઈ YouTube ચૅનલ સાથે સંકળાયેલું છે. તમારી જાહેરાતોમાંથી કમાણી કરવાની પ્રક્રિયામાં ફેરફારો કરવા માટે, YouTubeના નિર્માતા Studioની મુલાકાત લો.
તમે કઈ ક્રિયાઓ કરી શકો છો? જો તમે તમારી YouTube ચૅનલમાં જાહેરાતોમાંથી કમાણી કરવાની પ્રક્રિયા બંધ કરી દીધી હોય, તો તમે જાહેરાતોમાંથી કમાણી કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે બટન પર ક્લિક કરી શકો છો.

હોસ્ટિંગની સુવિધા આપતા પાર્ટનરના એકાઉન્ટ

પ્રશ્ન જવાબ
શું સંબંધ છે? તમારું AdSense એકાઉન્ટ હોસ્ટિંગની સુવિધા આપતા અમારા અન્ય એક પાર્ટનર સાથે સંકળાયેલું છે.
શું તમારા એકાઉન્ટ વિશેની માહિતી ઍક્સેસિબલ છે? તમે હોસ્ટિંગની સુવિધા આપતા તમારા પાર્ટનરને તમારા વતી તમારું એકાઉન્ટ ઍક્સેસ કરવાનો અધિકાર આપ્યો છે. જો ટૉગલ ચાલુ કર્યું હોય, તો હોસ્ટિંગની સુવિધા આપતા પાર્ટનરને તમારા એકાઉન્ટની માહિતીનો ઍક્સેસ રહે છે. હોસ્ટિંગની સુવિધા આપતા તમારા પાર્ટનર દ્વારા થતો તમારા એકાઉન્ટનો ઉપયોગ તમારા Google સાથે થયેલા કરાર પર આધારિત છે.
શું તમે આવક શેર કરો છો?

જ્યાં સુધી હોસ્ટિંગની સુવિધા આપતા પાર્ટનર તમારી સાથે આવકનો હિસ્સો 0% પર સેટ કરતા નથી, ત્યાં સુધી તમે તમારા હોસ્ટિંગની સુવિધા આપતા પાર્ટનર સાથે આવક શેર કરો છો.

તમને ચુકવાતો આવકનો હિસ્સો હોસ્ટિંગની સુવિધા આપતા તમારા પાર્ટનર સાથેના તમારા કરારમાં સેટ કરેલા આવકના હિસ્સા અનુસાર હોવો જોઈએ. હોસ્ટિંગની સુવિધા આપતા તમારા પાર્ટનર વતી Google આવકના હિસ્સાની ચુકવણીની સુવિધા પૂરી પાડે છે અને તમને આવકનો સાચો હિસ્સો મળે તેની ખાતરી કરી લેવાની જવાબદારી હોસ્ટિંગની સુવિધા આપતા તમારા પાર્ટનરની છે.

તમે કઈ ક્રિયાઓ કરી શકો છો? હોસ્ટિંગની સુવિધા આપતા ભાગીદારનો ઍક્સેસ નિયંત્રિત કરવા માટે, તમે ટૉગલ પર ક્લિક કરી શકો છો.​ ​ ​ ​ ​ ​ ​
નોંધ: આમ કરવાથી હોસ્ટિંગની સુવિધા આપતા ભાગીદાર સાથે આવકની વહેંચણી પર અસર નહીં થાય. જો તમે આવકની વહેંચણી રોકવા માગો છો, તો તમારે હોસ્ટિંગની સુવિધા આપતા પાર્ટનરના એકાઉન્ટમાંથી આમ કરવું જરૂરી રહેશે.

Ad Manager એકાઉન્ટ

પ્રશ્ન જવાબ
શું સંબંધ છે? તમારું AdSense એકાઉન્ટ Ad Manager એકાઉન્ટ સાથે લિંક કરેલું છે.
શું તમારા એકાઉન્ટ વિશેની માહિતી ઍક્સેસિબલ છે? લિંક કરેલા Ad Manager એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું હોય એવા વપરાશકર્તાઓ તમારા એકાઉન્ટ વિશેની માહિતી જોઈ શકે છે અને તમારા એકાઉન્ટમાં ફેરફારો કરી શકે છે.
તમે કઈ ક્રિયાઓ કરી શકો છો?
  • તમે તમારા AdSense એકાઉન્ટ અને Ad Manager એકાઉન્ટ વચ્ચેની લિંક ચાલુ કરવા માટે બટન પર ક્લિક કરી શકો છો.
  • જો તમારું AdSense એકાઉન્ટ અલગ Google એકાઉન્ટ મારફતે Ad Manager એકાઉન્ટ સાથે લિંક કર્યું હોય, તો તમે Ad Manager એકાઉન્ટ સાથેની લિંક બંધ કરવા માટે ટૉગલ પર ક્લિક કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6522928311256373710
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false