નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

ફીડમાંની જાહેરાતો

ફીડમાંની જાહેરાતો કન્ટેન્ટ મુજબની એ જાહેરાતો છે જે તમારા ફીડમાં દેખાય છે. તમે Googleને તમારા માટે ફીડમાંની જાહેરાતની શૈલી સૂચવવાની અનુમતિ આપી શકો છો અથવા તમારી પોતાની શૈલી મૅન્યુઅલી બનાવી શકો છો. #in-feed #nativeads

'ફીડમાં' એવું ફૉર્મેટ છે જે તમારા ફીડની અંદર મૂકી શકો છો જેથી તમારી સાઇટ વડે કમાણી કરવાની પ્રક્રિયા કરવામાં અને તમારા મુલાકાતીઓને બહેતર વપરાશકર્તા અનુભવ આપવામાં સહાય મળે. ઉદાહરણ તરીકે, એક ફીડ સંપાદકીય ફીડ (દા.ત. લેખો કે સમાચારની સૂચિ) અથવા સૂચિ (દા.ત. પ્રોડક્ટ, સેવાઓ વગેરે) હોઈ શકે છે. ફીડમાંની જાહેરાતો મૂળભૂત હોય છે, જેનો અર્થ છે કે તમે તેમને તમારા કન્ટેન્ટના દેખાવ અને અસર સાથે મેળ થવા માટે કસ્ટમાઇઝ કરો છો. ફીડ વિશે વધુ માહિતી માટે, જુઓ: ફીડ શું છે?

સામાન્ય રીતે, તમે તમારા ફીડના કન્ટેન્ટમાં અથવા જ્યાં તમારું ફીડ શરૂ કે સમાપ્ત થાય ત્યાં ફીડમાંની જાહેરાતો મૂકો છો. મુલાકાતીઓ તમારા કન્ટેન્ટમાં નીચેની બાજુ સ્ક્રોલ કરે ત્યારે તેમને ફીડમાંની જાહેરાતો જોવા મળે છે. ફીડમાંની જાહેરાતો તમારા ફીડમાં કોઈ વિઘ્ન વિના ફિટ થઈ જાય છે તેથી તે ઘૂસણખોર નથી અને વપરાશકર્તાના રસપ્રવાહનો ભંગ નથી થતો.

મોબાઇલ ફીડનું ઉદાહરણ.

ફીડમાંની જાહેરાતોના લાભ

ફીડમાંની જાહેરાતોનો ઉપયોગ કરવાના કેટલાક લાભમાં નિમ્નલિખિતનો સમાવેશ થાય છે:

  • બહેતર વપરાશકર્તા અનુભવ: ફીડમાંની જાહેરાતો તમારા મુલાકાતીઓને બહેતર વપરાશકર્તા અનુભવ આપે છે. તે વપરાશકર્તાના રસપ્રવાહનો ભાગ હોય છે અને તમારી સાઇટના દેખાવ તથા અનુભવ સાથે મેળ ખાય છે.
  • જાહેરાત બતાવવાની નવી જગ્યાઓમાંથી કમાણી કરવી: ફીડમાંની જાહેરાતો નવી જગ્યાઓમાં, દા.ત. તમારા ફીડમાં જાહેરાતો મૂકીને તમારા પેજમાંથી વધુ કમાણી કરવાની તક પૂરી પાડે છે.
  • મોબાઇલ માટે ઉત્તમ: ફીડમાંની જાહેરાતો મોબાઇલ માટે ઉત્તમ છે કારણ કે તે તમને મોબાઇલ ડિવાઇસમાં ઉપલબ્ધ સ્ક્રીનની વધુ નાની જગ્યાઓમાંથી બહેતર કમાણી કરવામાં સહાય કરે છે.

ફીડમાંની જાહેરાતો અને સામાન્ય જાહેરાતો વચ્ચેનો તફાવત

ફીડમાંની જાહેરાતો અને સામાન્ય જાહેરાતો વચ્ચે નિમ્નલિખિત તફાવત છે:

  • તે વપરાશકર્તાના રસપ્રવાહનો ભાગ છે.
  • તેને ઘણી કસ્ટમાઇઝ કરી શકાય છે.
  • તે જાહેરાતકર્તાના ઉચ્ચ ક્વૉલિટીના જાહેરાત ઘટકોનો ઉપયોગ કરે છે.

ફીડમાંની જાહેરાતોના યુનિટમાં પસંદ કરેલી ડિસ્પ્લે જાહેરાતો બતાવવી

ફીડમાંની જાહેરાતો માત્ર એ સર્જનાત્મક રચનાઓનો ઉપયોગ કરે છે જે જાહેરાતના ઉચ્ચ ક્વૉલિટીના ઘટકો ધરાવતી હોય (ઉદાહરણ તરીકે, Google Adsમાંની રિસ્પૉન્સિવ જાહેરાતો). આનો અર્થ છે કે તમારા મુલાકાતીઓને ફીડમાંની જાહેરાતો જોવામાં વધુ અપીલ કરી શકે, પણ કેટલાક પ્રકાશકો માટે ટૂંકા ગાળા માટે તે નિમ્ન CPM આપે તેમ બને. CPM વધારવા માટે, તમે તમારી ફીડમાંની જાહેરાતના યુનિટની અંદર પસંદ કરેલી ડિસ્પ્લે જાહેરાતો બતાવવાનું પણ પસંદ કરી શકો છો. Google એવી ડિસ્પ્લે જાહેરાતો પસંદ કરશે, જે ઉપલબ્ધ જગ્યામાં બરાબર બંધ બેસે. બન્ને પ્રકારની જાહેરાતો પસંદ કરવાથી તમારી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. આ વિકલ્પ વિશે ફીડમાંની જાહેરાતનાં સેટિંગ માં વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8572992980122622972
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false