નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

તમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં ફેરફાર કરવાની રીત

જો તમને જાણવા મળે કે અમારો રિસ્પૉન્સિવ જાહેરાતનો કોડ તમારી જરૂરિયાતો અનુસાર બધા કામ કરતો નથી, તો તમે તમારી સ્માર્ટ સાઇટની આવશ્યકતાઓને બહેતર રીતે પૂરી કરવા માટે તમારા જાહેરાતના કોડમાં ફેરફાર કરી શકો છો. આ લેખમાં આપેલા ઉદાહરણો, આ ફેરફારો યોગ્ય રીતે કેવી રીતે કરવા તે તમને બતાવે છે.

તમે શરૂ કરો તે પહેલાં:

નોંધ: આ લેખમાં વર્ણવવામાં આવેલા ઉદાહરણો AdSense જાહેરાત કોડના સ્વીકાર્ય ફેરફારો છે. મંજૂર કરાયેલી આ રીતો વડે તમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં ફેરફાર કરવાથી, તમે AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું ઉલ્લંઘન કરશો નહીં.

સ્ક્રીનની પહોળાઈ દીઠ જાહેરાત યુનિટના ચોક્કસ કદનું ઉદાહરણ

આ ઉદાહરણ તમને બતાવે છે કે સ્ક્રીનની પહોળાઈની ત્રણ શ્રેણીઓ, એટલે કે મોબાઇલ, ટૅબ્લેટ અને ડેસ્કટૉપ માટે જાહેરાત યુનિટના ચોક્કસ કદ સેટ કરવા માટે તમારા રિસ્પૉન્સિવ કોડમાં કેવી રીતે ફેરફાર કરવો. આ ઉદાહરણને અનુસરવા માટે, તમે CSS મીડિયા ક્વેરીનો કે AdSense જાહેરાત કોડમાં ફેરફાર કરવાનો અગાઉનો કોઈ અનુભવ ધરાવતા હોવા જોઈએ એવું જરૂરી નથી.

આ રહ્યાં ફેરફાર કરેલા અમુક રિસ્પૉન્સિવ જાહેરાતના કોડ જે નીચે જણાવેલી સ્ક્રીનની દરેક પહોળાઈ દીઠ જાહેરાત યુનિટના ચોક્કસ કદ સેટ કરે છે:

  • 500px સુધીની પહોળાઈની સ્ક્રીન માટે: 320x100 જાહેરાત યુનિટ.
  • 500px અને 799px વચ્ચેની પહોળાઈની સ્ક્રીન માટે: 468x60 જાહેરાત યુનિટ.
  • 800px કે તેથી વધારે પહોળાઈની સ્ક્રીન માટે: 728x90 જાહેરાત યુનિટ.
<style>
.example_responsive_1 { width: 320px; height: 100px; }
@media(min-width: 500px) { .example_responsive_1 { width: 468px; height: 60px; } }
@media(min-width: 800px) { .example_responsive_1 { width: 728px; height: 90px; } }
</style>
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<!-- example_responsive_1 -->
<ins class="adsbygoogle example_responsive_1"
     style="display:block"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="8XXXXX1"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

નમૂનાના આ કોડને તમારી પોતાની સાઇટ માટે અનુકૂળ બનાવવા માટે:

  1. તમે "જાહેરાતનું કદ" વિભાગમાં રિસ્પૉન્સિવ પસંદ કરેલું હોય તેની ખાતરી કરીને, તમારા AdSense એકાઉન્ટમાં ડિસ્પ્લે જાહેરાત યુનિટ બનાવો. તમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાંની નીચે જણાવેલી માહિતી નોંધી લો:
    • તમારું પબ્લિશર ID, ઉદાહરણ તરીકે, ca-pub-1234567890123456
    • તમારું જાહેરાત યુનિટનું ID (data-ad-slot), ઉદાહરણ તરીકે, 1234567890.
  2. નમૂનાના કોડમાં:
    • example_responsive_1ના બધા ઉદાહરણોને કોઈ વિશેષ નામ વડે બદલો, દા.ત., Home_Page, front_page_123, વગેરે.
      નોંધ:
      • તમારું વિશેષ નામ માત્ર અંગ્રેજી મૂળાક્ષરો (A-Z), અંકો અને અન્ડરસ્કોર ધરાવતું હોવું આવશ્યક છે અને તેનો પ્રથમ અક્ષર કોઈ અંગ્રેજી મૂળાક્ષર હોવો આવશ્યક છે.
      • જ્યારે પણ તમે નમૂનાનો આ કોડ અપનાવો, તે દરેક વખતે તમારે કોઈ અલગ વિશેષ નામનો ઉપયોગ કરવો આવશ્યક છે.
    • ca-pub-1234567890123456ને તમારા પોતાના પબ્લિશર ID વડે બદલો.
    • 8XXXXX1ને તમારા પોતાના જાહેરાત યુનિટના ID વડે બદલો.
  3. તમારું જાહેરાત યુનિટ સ્ક્રીનની પહોળાઈ દીઠ કેટલું કદ વાપરે તે તમારી ઇચ્છા મુજબ નક્કી કરો:
    • જો તમે નમૂનાના કોડના હાલના જાહેરાત યુનિટના કદથી ખુશ હો, તો તમારે કોઈ વધારાના ફેરફારો કરવાની જરૂર નથી.
    • જો તમે સ્ક્રીનની દરેક પહોળાઈ દીઠ જાહેરાત યુનિટના અલગ અલગ કદ સેટ કરવા માગતા હો, તો નમૂનાના કોડમાં:
      • 320px અને 100pxને તમે 500px સુધીની પહોળાઈની સ્ક્રીન માટે ઉપયોગ કરવા માગતા હો, તે જાહેરાત યુનિટની પહોળાઈ અને ઊંચાઈ સાથે બદલો.
      • 468px અને 60pxને 500px અને 799px વચ્ચેની પહોળાઈની સ્ક્રીન માટે ઉપયોગ કરવા માગતા હો, તે જાહેરાત યુનિટની પહોળાઈ અને ઊંચાઈ સાથે બદલો.
      • 728px અને 90pxને 800px અને તેથી વધુ પહોળાઈની સ્ક્રીન માટે ઉપયોગ કરવા માગતા હો, તે જાહેરાત યુનિટની પહોળાઈ અને ઊંચાઈ સાથે બદલો.
  4. જ્યાં તમે જાહેરાતો બતાવવા માગતા હો, તે પેજના HTML સૉર્સ કોડમાં તમારો ફેરફાર કરેલો જાહેરાતનો કોડ કૉપિ પેસ્ટ કરો.
    ટિપ: તમે તમારો જાહેરાતનો કોડ મૂકી દીધા પછી, રિસ્પૉન્સિવ વર્તન બરાબર કામ કરી રહ્યું છે તેની ખાતરી કરવા માટે, અમે તમને વિવિધ ડિવાઇસ અને સ્ક્રીન પર તમારી જાહેરાતોનું પરીક્ષણ કરવાનો સુઝાવ આપીએ છીએ.

વિગતવાર રિસ્પૉન્સિવ જાહેરાતના કોડની સુવિધાઓના ઉદાહરણો

જો તમને જાણવા મળે કે અમારો રિસ્પૉન્સિવ જાહેરાતનો કોડ તમારી જરૂરિયાતો અનુસાર બધા કામ કરતો નથી, તો તમે CSS મારફતે તમારા જાહેરાત યુનિટ માટે કોઈ ચોક્કસ કદનો ઉલ્લેખ કરવા તમારા જાહેરાતના કોડમાં ફેરફાર કરી શકો છો.

નોંધ: જો તમને તમારા જાહેરાતના કોડમાં ફેરફાર કરવા બાબતે વિશ્વાસ ન હોય, તો અમે આ વિગતવાર સુવિધાઓનો ઉપયોગ કરવાનો સુઝાવ આપતા નથી.

વધારી શકાય તેવી પહોળાઈ અને નિશ્ચિત ઊંચાઈનો ઉલ્લેખ કરો

તમે CSS મારફતે તમારા જાહેરાત યુનિટ માટે વધારી શકાય તેવી પહોળાઈ અને નિશ્ચિત ઊંચાઈનો ઉલ્લેખ કરવા માટે તમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં ફેરફાર કરી શકો છો. નીચેનું ઉદાહરણ તમને બતાવે છે કે આ ફેરફારો કેવી રીતે કરવા:

વધારી શકાય તેવી પહોળાઈ સાથે નિશ્ચિત ઊંચાઈનું ઉદાહરણ
આ ઉદાહરણ તમને બતાવે છે કે 90pxની નિશ્ચિત ઊંચાઈ અને ઓછામાં ઓછી 400pxથી વધુમાં વધુ 970pxની બદલાતી પહોળાઈનો ઉલ્લેખ કરવા માટે તમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં કેવી રીતે ફેરફાર કરવા:
<ins class="adsbygoogle"
   style="display:block;min-width:400px;max-width:970px;width:100%;height:90px"
   data-ad-client="ca-pub-1234567890123456"
   data-ad-slot="5678"></ins>
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<script>(adsbygoogle = window.adsbygoogle || []).push({});</script>

સ્ક્રીનની પહોળાઈ દીઠ ચોક્કસ કદનો ઉલ્લેખ કરો

તમે CSS મારફતે તમારા જાહેરાત યુનિટના ચોક્કસ કદનો ઉલ્લેખ કરવા માટે તમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં ફેરફાર કરી શકો છો. નીચેનું ઉદાહરણ તમને બતાવે છે કે આ ફેરફારો કેવી રીતે કરવા:

સ્ક્રીનની પહોળાઈ દીઠ ચોક્કસ કદનું ઉદાહરણ
જો તમે ડિવાઇસ દીઠ જાહેરાત યુનિટના એવા ચોક્કસ કદ જાણતા હો, જે તમારી સ્માર્ટ સાઇટ માટે સૌથી યોગ્ય હોય, તો તમે તમારા જાહેરાતના રિસ્પૉન્સિવ યુનિટનું કદ સેટ કરવા માટે CSS3 મીડિયા ક્વેરીનો ઉપયોગ કરી શકો છો. નીચેનું ઉદાહરણ તમને બતાવે છે કે CSS3 મીડિયા ક્વેરીનો ઉપયોગ કરવા માટે તમારા જાહેરાતના કોડમાં કેવી રીતે ફેરફાર કરવો:
<style type="text/css">
.adslot_1 { width: 320px; height: 100px; }
@media (min-width:500px) { .adslot_1 { width: 468px; height: 60px; } }

@media (min-width:800px) { .adslot_1 { width: 728px; height: 90px; } }
</style>
<ins class="adsbygoogle adslot_1"
    style="display:block;"
    data-ad-client="ca-pub-1234567890123456"
    data-ad-slot="5678"></ins>
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<script>(adsbygoogle = window.adsbygoogle || []).push({});</script>
@media નિયમો CSS3 સિન્ટેક્સ છે અને તમામ આધુનિક બ્રાઉઝર પર સપોર્ટ કરવામાં આવે છે. નોંધ કરો કે બાહ્ય સ્ટાઇલ શીટમાં CSS મારફતે જાહેરાત યુનિટનું કદ સેટ કરવાની પ્રક્રિયાને અધિકૃત રીતે સપોર્ટ આપવામાં આવતો નથી.

જાહેરાત યુનિટ છુપાવવા બાબતે

અમુક કિસ્સાઓમાં, ખાસ કરીને વધુ નાના મોબાઇલ ડિવાઇસ પર, તમે કદાચ કોઈ જાહેરાત બતાવવા માગો નહીં. જો તમે કોઈ જાહેરાત યુનિટ છુપાવવા માગતા હો, તો તમે CSS મીડિયા ક્વેરી સાથે પેરામીટર સેટ કરી શકો કે જેથી જાહેરાત માટેની કોઈ વિનંતી કરવામાં આવે નહીં અને કોઈ જાહેરાત બતાવવામાં આવે નહીં. નીચેનું ઉદાહરણ તમને બતાવે છે કે આ ફેરફારો કેવી રીતે કરવા:

સ્ક્રીનના ચોક્કસ કદ માટે જાહેરાતો છુપાવવા સંબંધિત ઉદાહરણ
જો તમે માત્ર અમુક કદની સ્ક્રીન માટે જ જાહેરાતો બતાવવા માગતા હો, તો આ હાંસલ કરવા માટે તમે CSSનો ઉપયોગ કરી શકો છો. નીચેનું ઉદાહરણ તમને બતાવે છે કે ચોક્કસ કદની સ્ક્રીન માટે જાહેરાતો છુપાવવા CSS3 મીડિયા ક્વેરીનો ઉપયોગ કરવા માટે તમારા જાહેરાતના કોડમાં કેવી રીતે ફેરફાર કરવો:
<style type="text/css">
.adslot_1 { display:block; width: 320px; height: 50px; }
@media (max-width: 400px) { .adslot_1 { display: none; } }
@media (min-width:500px) { .adslot_1 { width: 468px; height: 60px; } }
@media (min-width:800px) { .adslot_1 { width: 728px; height: 90px; } }
</style>
<ins class="adsbygoogle adslot_1"
   data-ad-client="ca-pub-1234567890123456"
   data-ad-slot="5678"></ins>
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<script>(adsbygoogle = window.adsbygoogle || []).push({});</script>

આ ઉદાહરણમાં, જો સ્ક્રીનની પહોળાઈ 400px કરતાં ઓછી હોય, તો કોઈ જાહેરાત બતાવવામાં આવતી નથી.

નોંધ: આ અનુકૂળતા પછી પણ, કૃપા કરીને હંમેશાં અમારી જાહેરાતની પ્લેસમેન્ટ સંબંધિત પૉલિસીઓને અનુસરવાનું યાદ રાખો. ધ્યાનમાં રાખો કે અમારી પ્રોગ્રામ પૉલિસીઓ દ્વારા તમારા કોડમાં માત્ર મર્યાદિત ફેરફારો કરવાની પરવાનગી આપવામાં આવી છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14559305547917516301
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false