નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

તમારા AdSense એકાઉન્ટની શરૂઆત કરો

હોમપેજ કાર્ડ વિશે

તમારા AdSense હોમપેજ પર તમે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો એવા વિવિધ કાર્ડ વિશે વધુ જાણો.

અહીં જાઓ: કાર્ડમાં ઉપલબ્ધ સામાન્ય સુવિધાઓ | AdSense કાર્ડ

હોમપેજ કાર્ડમાં ઉપલબ્ધ સામાન્ય સુવિધાઓ

  • તમે તમારા મનપસંદ કાર્ડને સ્ટ્રીમમાં સૌથી ઉપર Pin પિન કરી શકશો અને તમારા પિન કરેલા કાર્ડને ફરીથી ગોઠવી શકશો, જેથી સંબંધિત માહિતી એ જગ્યાએ જ મળે, જ્યાં એની જરૂર હોય. અમુક કાર્ડ પહેલાંથી જ તમારા પેજના સૌથી ઉપરના ભાગમાં ડિફૉલ્ટ તરીકે પિન કરવામાં આવે છે.
  • કાર્ડને દર્શાવવા માટે અથવા તમને રુચિકર લાગી શકે એવી કોઈ નવી સુવિધા રજૂ કરવા માટે, નોટિફિકેશન કાર્ડના સૌથી ઉપરના ભાગમાં કોઈ ઍડ-ઑન તરીકે જોવા મળી શકે છે.
  • તારીખની શ્રેણી પસંદ કરવાની સુવિધા તમને કોઈ કાર્ડ પરના સમયગાળામાં ફેરફાર કરવાની સવલત આપે છે. મેટ્રિક, કમાણી, વગેરેની સરખામણી કરવા માટે તમે સમયગાળાનો ઉપયોગ કરી શકો છો.
  • વધુ વિગતવાર રિપોર્ટ ખોલવા માટે, જુઓ… પર ક્લિક કરો.
  • વધુ માહિતી મેળવવા અથવા કોઈ કાર્ડ સંબંધી પ્રતિસાદ મોકલવા માટે, વધુ વધુ પર ક્લિક કરો.

AdSense કાર્ડ

અહીં તમે જોઈ શકો તેવી જુદા-જુદા પ્રકારના વિવિધ કાર્ડ છે:

જાહેરાતના યુનિટ

તમારા ટોચના જાહેરાત યુનિટનો રિવ્યૂ કરવા માટે, તમે ઘણા હોમપેજ કાર્ડનો ઉપયોગ કરી શકો છો:

  • હીટમેપ - તમારી સાઇટ પર શ્રેષ્ઠ કાર્યપ્રદર્શન કરતા જાહેરાત યુનિટનો રિવ્યૂ કરો. આ કાર્ડ દ્વારા તમારા જાહેરાત યુનિટના પર્ફોર્મન્સનું ગ્રાફિકલ પ્રતિનિધિત્વ દર્શાવવામાં આવે છે—ડેટા પહેલી કૉલમ મુજબ સૉર્ટ કરવામાં આવે છે તેમજ ઉચ્ચ અને નિમ્ન પર્ફોર્મન્સ બતાવવા માટે રંગ અનુસાર કોડ આપવામાં આવે છે. કમાણી કરવાની માનક પ્રક્રિયાના મેટ્રિક સહિત તમે એક જ સમયે ત્રણ મેટ્રિક પસંદ કરી શકો છો.
  • સમયની સરખામણીમાં કમાણી - તમારા ટોચના જાહેરાત યુનિટમાંથી તમારી કમાણીની ટાઇમલાઇનનો ગ્રાફ.
  • કમાણીની સરખામણી - કોઈ નિશ્ચિત સમયના અંતરાલે આવક સંબંધી તમારા ટોચના જાહેરાત યુનિટના પર્ફોર્મન્સની સરખામણી કરો. દા.ત., અમુક અઠવાડિયાના અંતરે, અમુક મહિનાના અંતરે, વગેરે. હાલનો સમયગાળો ઘેરા શેડમાં તેમજ સરખામણીનો સમયગાળો આછા શેડમાં બતાવવામાં આવે છે.

જાહેરાત યુનિટ વિશે વધુ જાણો.

ઘોષણાઓ

આ કાર્ડમાં, તમે સહાયતા કેન્દ્રમાંની તાજેતરની ઘોષણાઓની હાઇલાઇટ મેળવશો.

બૅલેન્સ

આ કાર્ડ તમારા એકાઉન્ટનું હાલનું બૅલેન્સ તથા તમારી તાજેતરની ચુકવણી સાથે તમારી કુલ કમાણી બતાવે છે. તમારી કમાણીની માહિતી વિશે વધુ જાણો.

બિડના પ્રકારો

વપરાશકર્તાની જે ક્રિયાપ્રતિક્રિયાના કારણે તમારી કમાણી થાય છે, તે સમજવા માટે આ કાર્ડનો ઉપયોગ કરો. બિડના પ્રકાર મુજબ તમારી કમાણી સંબંધી કોઈ પાઇ ચાર્ટ તમે જોઈ શકશો. જાહેરાતકર્તાઓ તમારી જાહેરાત બતાવવાની જગ્યા ખરીદે ત્યારે તેઓ શેના માટે બિડ કરે છે, તે આ કાર્ડ બતાવે છે—ક્લિક (CPC), છાપ (CPM), જોવાયેલી છાપ (CPMAV) અને એંગેજમેન્ટ (CPE). બિડના પ્રકારો વિશે વધુ જાણો.

દેશો

વિવિધ દેશોમાં તમારી સાઇટના પર્ફોર્મન્સનો રિવ્યૂ કરવા માટે, તમે ઘણા હોમપેજ કાર્ડનો ઉપયોગ કરી શકો છો:

  • હીટમેપ - જે દેશોમાં તમારી સાઇટ શ્રેષ્ઠ કાર્યપ્રદર્શન કરતી હોય, તે વિશેની માહિતી જુઓ. કમાણી કરવાની માનક પ્રક્રિયાના મેટ્રિક સહિત તમે એક જ સમયે ત્રણ મેટ્રિક પસંદ કરી શકો છો. આ કાર્ડ દ્વારા તમારા પર્ફોર્મન્સનું ગ્રાફિકલ પ્રતિનિધિત્વ દેશ મુજબ દર્શાવવામાં આવે છે—ડેટા પહેલી કૉલમ મુજબ સૉર્ટ કરવામાં આવે છે તેમજ ઉચ્ચ અને નિમ્ન પર્ફોર્મન્સ બતાવવા માટે રંગ અનુસાર કોડ આપવામાં આવે છે.
  • સમયની સરખામણીમાં કમાણી - તમારી સાઇટ જે દેશોમાં શ્રેષ્ઠ કાર્યપ્રદર્શન કરતી હોય, તે માટે દેશ મુજબ તમારી કમાણીનો ટાઇમલાઇન ગ્રાફ જુઓ.
  • કમાણીની સરખામણી - કોઈ નિશ્ચિત સમયના અંતરાલે વિવિધ દેશોમાંની તમારી સાઇટના પર્ફોર્મન્સની સરખામણી કરો. દા.ત., અમુક અઠવાડિયાના અંતરે, અમુક મહિનાના અંતરે, વગેરે. દેશ મુજબ તમારી કમાણીની સરખામણી જુઓ. હાલનો સમયગાળો ઘેરા શેડમાં તેમજ સરખામણીનો સમયગાળો આછા શેડમાં બતાવવામાં આવે છે.

દેશો સંબંધી રિપોર્ટ વિશે વધુ જાણો.

કસ્ટમ ચૅનલ

તમારા જાહેરાત યુનિટના કસ્ટમ ગ્રૂપના પર્ફોર્મન્સનો રિવ્યૂ કરવા માટે, તમે ઘણા હોમપેજ કાર્ડનો ઉપયોગ કરી શકો છો:

  • હીટમેપ - તમારી સાઇટ પર શ્રેષ્ઠ કાર્યપ્રદર્શન કરતા જાહેરાત યુનિટના ગ્રૂપ જુઓ. કમાણી કરવાની માનક પ્રક્રિયાના તમામ મેટ્રિક સહિત તમે એક જ સમયે ત્રણ મેટ્રિક પસંદ કરી શકો છો. આ કાર્ડ દ્વારા તમારી કસ્ટમ ચૅનલના પર્ફોર્મન્સનું ગ્રાફિકલ પ્રતિનિધિત્વ દર્શાવવામાં આવે છે—ડેટા પહેલી કૉલમ મુજબ સૉર્ટ કરવામાં આવે છે તેમજ ઉચ્ચ અને નિમ્ન પર્ફોર્મન્સ બતાવવા માટે રંગ અનુસાર કોડ આપવામાં આવે છે.
  • સમયની સરખામણીમાં કમાણી - સમયાંતરે તમારા જાહેરાત યુનિટના કસ્ટમ ગ્રૂપની કમાણી સંબંધી પર્ફોર્મન્સની સરખામણી જુઓ.
  • કમાણીની સરખામણી - કોઈ નિશ્ચિત સમયના અંતરાલે આવક સંબંધી તમારા જાહેરાત યુનિટના કસ્ટમ ગ્રૂપના પર્ફોર્મન્સની સરખામણી કરો. દા.ત., અમુક અઠવાડિયાના અંતરે, અમુક મહિનાના અંતરે, વગેરે. હાલનો સમયગાળો ઘેરા શેડમાં તેમજ સરખામણીનો સમયગાળો આછા શેડમાં બતાવવામાં આવે છે.

કસ્ટમ ચૅનલ વડે જાહેરાતનું પર્ફોર્મન્સ ટ્રૅક કરવાની રીત જાણો.

અંદાજીત કમાણી

તમે આજના દિવસની હમણાં સુધીની, ગઈકાલની, અત્યાર સુધીના મહિનાની અને ગયા મહિનાની તમારી અંદાજીત કમાણી ઝડપથી જોઈ શકશો. તમારી કમાણીની માહિતી વિશે વધુ જાણો.

ટિપ: આ કાર્ડ પર તારીખના વિકલ્પોને ફિલ્ટર કરવા માટે, વધુ વધુ પર ક્લિક કરો, પછી ગોઠવો પર ક્લિક કરો. તમે જે સમયગાળા બતાવવા માગતા હો, તે પસંદ કરો અને લાગુ કરો પર ક્લિક કરો.

પર્ફોર્મન્સ

લોકો તમારી સાઇટ કેટલી વાર જુએ છે તેમજ તમારી જાહેરાતો પર ક્લિક કરે છે તથા પ્રત્યેક મુલાકાત અને કોઈ જાહેરાત પરના પ્રત્યેક ક્લિકથી તમે કેટલા નાણાં મેળવી રહ્યાં છો, તે સહિત તમારા મુખ્ય રિપોર્ટિંગ મેટ્રિકનો ઓવરવ્યૂ, આ કાર્ડ પ્રદાન કરે છે. તમે તમારા મુખ્ય પર્ફોર્મન્સ મેટ્રિક કોઈ અગાઉના સમયગાળાની સરખામણીમાં જોઈ શકશો. નીચે આપેલા મેટ્રિક જુઓ:

  • પેજ વ્યૂ: જ્યારે પણ કોઈ વપરાશકર્તા Google જાહેરાતો બતાવતું કોઈ પેજ જુએ, ત્યારે કોઈ પેજ વ્યૂ જનરેટ થાય છે.
  • પેજ RPM: પેજ RPM એ જોવાયેલા હજાર પેજ દીઠ સરેરાશ કમાણી છે.
  • છાપ - જ્યારે વેબસાઇટ પર જાહેરાતને કારણે ઓછામાં ઓછી એક મુલાકાત લેવામાં આવે, ત્યારે દરેક જાહેરાતની વિનંતી માટે છાપની ગણતરી કરવામાં આવે છે.
  • ક્લિક: કોઈ વપરાશકર્તા દ્વારા જાહેરાત પર કેટલી વાર ક્લિક કરવામાં આવ્યું, તે સંખ્યા.
  • CPC: ક્લિક દીઠ કિંમત (CPC) એ રકમ છે જે કોઈ વપરાશકર્તા દ્વારા તેમની જાહેરાત પર ક્લિક કરવા પર જાહેરાતકર્તાએ પ્રત્યેક સમયે ચુકવવાની રહે છે.
  • પેજ CTR: પેજનો ક્લિકથ્રૂ રેટ (CTR) જાહેરાતની ક્લિકની સંખ્યાનો પેજ વ્યૂની સંખ્યા વડે ભાગાકાર કરવાથી મળે છે.

    પ્રત્યેક મેટ્રિકની નીચે બે નાના ચાર્ટ હોય છે, જે મેટ્રિકમાં થયેલો ફેરફાર બતાવે છે. હાલનો સમયગાળો ઘેરા શેડમાં તેમજ સરખામણીનો સમયગાળો આછા શેડમાં બતાવવામાં આવે છે.

પર્ફોર્મન્સ ઓવરવ્યૂ રિપોર્ટ વિશે વધુ જાણો.

પ્લૅટફૉર્મ

આ કાર્ડમાં, પ્લૅટફૉર્મ મુજબ તમારી કમાણીનો કોઈ પાઇ ચાર્ટ પ્રસ્તુત કરવામાં આવે છે. તમારી સાઇટની કમાણી સૌથી વધુ કયા પ્લૅટફૉર્મ (ડેસ્કટૉપ, મોબાઇલ, ટૅબ્લેટ, વગેરે) પર હોય, તે તમે જાણી શકશો. પ્લૅટફૉર્મ રિપોર્ટ વિશે વધુ જાણો.

ઑપ્ટિમાઇઝેશન

તમારી સાઇટની ક્વૉલિટી, તમારી સાઇટ પરનો ટ્રાફિક તેમજ AdSense પરની તમારી જાહેરાતોનું પર્ફોર્મન્સ બહેતર બનાવવા માટે જરૂરી ફેરફાર કરવામાં ઑપ્ટિમાઇઝેશન સહાય કરે છે. જો અમે તમારી સાઇટનો રિવ્યૂ કરીએ અને કોઈ નવી તકો મળી આવે, તો આ કાર્ડ તમને અલર્ટ કરશે. તકો માટે શોધખોળ કરવાની અને પ્રયોગો કરવાની રીત વિશે વધુ જાણો.

Sites

તમારી શ્રેષ્ઠ કાર્યપ્રદર્શન કરતી સાઇટનો રિવ્યૂ કરવા માટે, તમે ઘણા હોમપેજ કાર્ડનો ઉપયોગ કરી શકો છો:

  • હીટમેપ - તમારી ટોચની સાઇટના રિવ્યૂ કરો. કમાણી કરવાની માનક પ્રક્રિયાના તમામ મેટ્રિક સહિત તમે એક જ સમયે ત્રણ મેટ્રિક પસંદ કરી શકો છો. આ કાર્ડ દ્વારા તમારી સાઇટના પર્ફોર્મન્સનું ગ્રાફિકલ પ્રતિનિધિત્વ દર્શાવવામાં આવે છે—ડેટા પહેલી કૉલમ મુજબ સૉર્ટ કરવામાં આવે છે તેમજ ઉચ્ચ અને નિમ્ન પર્ફોર્મન્સ બતાવવા માટે રંગ અનુસાર કોડ આપવામાં આવે છે.
  • સમયની સરખામણીમાં કમાણી - સમયાંતરે તમારી સાઇટની કમાણી સંબંધી પર્ફોર્મન્સનો કોઈ ટાઇમલાઇન ગ્રાફ જુઓ.
  • કમાણીની સરખામણી - કોઈ નિશ્ચિત સમયના અંતરાલે આવક સંબંધી તમારી ટોચની સાઇટના પર્ફોર્મન્સની સરખામણી કરો. દા.ત., અમુક અઠવાડિયાના અંતરે, અમુક મહિનાના અંતરે, વગેરે. હાલનો સમયગાળો ઘેરા શેડમાં તેમજ સરખામણીનો સમયગાળો આછા શેડમાં બતાવવામાં આવે છે.

સાઇટ સંબંધી રિપોર્ટ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17372448338116986194
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false