નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

તમારી સાઇટ પર જાહેરાતોનું સેટઅપ કરો

તમે Googleને તમારા માટે જાહેરાત મૂકવાની અનુમતિ આપી શકો છો અથવા તમે પોતે જાહેરાતના યુનિટ મૅન્યુઅલી મૂકી શકો છો. #autoads #adunits

એકવાર તમારું AdSense એકાઉન્ટ સક્રિય કરવામાં આવે, ત્યારબાદ તમે તમારી સાઇટ પર જાહેરાતોનું સેટઅપ કરવા સજ્જ હશો. આ કરવાની બે રીત છે: ઑટો જાહેરાતો અથવા કોઈ જાહેરાત યુનિટ.

ઑટો જાહેરાતો

ઑટો જાહેરાતો એ AdSense પબ્લિશર માટે ખૂબ ઓછા સમયમાં જાહેરાતો બતાવવાની ઝડપી અને સરળ રીત છે.

આ કારણોસર ઑટો જાહેરાતો પસંદ કરો:

  • ઑટોમેશન: કઈ જાહેરાત ક્યાં બતાવવી તેના વિશે Google નિર્ણય લે છે, જેથી તમે ઉત્તમ કન્ટેન્ટ બનાવવા પર ધ્યાન આપી શકો.
  • સરળતા: તમે બધી જાહેરાતોનું પળવારમાં નિયંત્રણ કરી શકો છો.
  • સગવડતા: ઑટો જાહેરાતો મોબાઇલ, ટૅબ્લેટ અને ડેસ્કટૉપ પર ચાલે છે અને તમારા પેજ પર જાહેરાતનું સારું કવરેજ આપે છે.

ઑટો જાહેરાતોનું સેટઅપ કરવાની રીત વિશે જાણો.

ઑટો જાહેરાતો વિશે ધ્યાન રાખવાના મુદ્દા:

  • ઑટો જાહેરાતો ઑટોમૅટિક હોય છે, તેથી તમારી જાહેરાતો માટે સૌથી અસરકારક જાહેરાત પ્લેસમેન્ટની પસંદગી Google કરે છે.
  • Google માત્ર ત્યારે જ ઑટો જાહેરાતો બતાવે છે, જ્યારે તેના સારા પર્ફોર્મન્સની સંભાવના વધુ હોય અને તે સારો વપરાશકર્તા અનુભવ પ્રદાન કરતી હોય.

જાહેરાતના યુનિટ

જાહેરાતના યુનિટ એ એવા AdSense પબ્લિશર માટે છે જેઓ તેમની જાહેરાતોની પ્લેસમેન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ ઇચ્છતા હોય.

જાહેરાત યુનિટ પસંદ કરો, જો તમે આમ ઇચ્છતા હો:

  • નિયંત્રણ: જાહેરાતના વિવિધ પ્રકારો અને જાહેરાતના વિવિધ કદમાંથી પસંદગી કરવા અને તમારી જાહેરાતોને તમારા પેજ પર તમે જ્યાં બતાવવા ઇચ્છતા હો તે જગ્યાએ જ શામેલ કરવા.

કેવી રીતે જાહેરાત યુનિટ બનાવવું તે જાણો.

જાહેરાત યુનિટ વિશે ધ્યાન રાખવાના મુદ્દા:

  • જાહેરાત યુનિટ મૅન્યુઅલ હોય છે, તેથી તમારે જ્યાં જાહેરાત બતાવવી હોય તે તમારાં બધાં પેજ પર તેમને મૂકવાનું ન ભૂલશો.
  • યાદ રાખો કે તમે જાહેરાત યુનિટ ક્યાં શામેલ કરી શકો તે વિશેના કેટલાક નિયમો છે. તમારી જાહેરાતો AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તમારી છે.
  • એન્કર અને વિન્યેટ જાહેરાતો જેવા જાહેરાતના અમુક ફૉર્મેટ, જાહેરાત યુનિટ માટે ઉપલબ્ધ હોતા નથી.
ટિપ: WordPressના વપરાશકર્તા છો? AdSenseનો કોડ ઉમેરવા માટે સહાય મેળવો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1485113613318650320
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false