નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

છોડી દીધેલી મિલકતની ગોઠવણ

જો તમને “છોડી દીધેલી મિલકતની ગોઠવણ” લેબલવાળા તમારા "વ્યવહારો" પેજમાં કોઈ લાઇન આઇટમ જોવા મળે, તો એનો અર્થ એ થાય કે Google દ્વારા તમારું એકાઉન્ટ બૅલેન્સ તમારા નામે સુરક્ષિત રાખવા માટે તમારી રાજ્ય સરકારને મોકલવામાં આવ્યું છે (આ પ્રક્રિયાને એસ્ચીટમેન્ટ થયું કહેવાય છે). અમારી પાસે તમે તમારું AdSense એકાઉન્ટ છોડી દીધું હોવાનું માની લેવાનું કારણ હોવાને લીધે અમે આ કર્યું છે.

જો કોઈ એકાઉન્ટ પર 2-5 વર્ષ (તમારા રહેઠાણનાં રાજ્યના આધારે) સુધી કોઈ પ્રવૃત્તિ થઈ ન હોય, તો અમે તે એકાઉન્ટને છોડી દેવામાં આવ્યું હોવાનું માનીએ છીએ. તમારા એકાઉન્ટ પર પ્રવૃત્તિનો અર્થ એ છે કે:

  • તમે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન થયા હોય.
  • તમને તમારા એકાઉન્ટમાંથી સફળતાપૂર્વક ચુકવણી મળી હોય.

એસ્ચીટમેન્ટ એટલે શું?

યુએસમાં સ્થિત કંપનીઓ, અમેરિકાની રાજ્ય સરકારોને એવી સંપત્તિઓ આપવા માટે બાધ્ય છે કે જે તેમને છોડી દીધેલી હોય એવી લાગે. યુએસ નિવાસીઓ માટે, આ તે રાજ્યની સરકાર છે કે જ્યાં તમે નિવાસ કરતા હોવાનું તમે અમને જણાવ્યું છે. જો તમે યુએસની બહાર નિવાસ કરતા હો, તો આ અમારા ઇનકૉર્પોરેશન (ડેલાવેર)નું રાજ્ય છે.

મારે શું કરવું જોઈએ?

જો તમારું બૅલેન્સ રાજ્ય સરકારને એસ્ચીટ કરવામાં આવે પછી નાણાં તમને પરત મળે તે માટે તમે તમારા રાજ્યની નધણિયાત મિલકત માટેની ઑફિસમાં અરજી કરી શકો છો. તમે Google Searchમાં "નધણિયાત મિલકત" સાથે તમારા રાજ્યનું નામ ટાઇપ કરીને તમારા રાજ્યની નધણિયાત મિલકત માટેની ઑફિસ શોધી શકો છો.

હું મારા એકાઉન્ટ બૅલેન્સને એસ્ચીટ થતું કેવી રીતે બચાવી શકું?

તમારા એકાઉન્ટ બૅલેન્સને એસ્ચીટ થતું બચાવવા માટે, અમે તમને તમારા AdSense એકાઉન્ટમાં નિયમિત રીતે સાઇન ઇન કરવાનો સુઝાવ આપીએ છે, જેથી અમે જાણી શકીએ કે તમને હજી પણ આમાં રુચિ છે. અથવા જો તમારી પાસે પર્યાપ્ત એકાઉન્ટ બૅલેન્સ હોય, તો પછી ખાતરી કરો કે તમે ચુકવણી મેળવવા માટેની શરતો પૂરી કરી લીધી છે. ચુકવણી ન મળવાના સૌથી સામાન્ય કારણો આ છે:

હું મારા AdSense એકાઉન્ટમાં લૉગ ઇન ન કરી શકું તો શું થાય?

Google તમામ Google પ્રોડક્ટ અને સેવાઓ માટે એક લૉગ ઇનનો ઉપયોગ કરે છે. જો તમે તમારા Google એકાઉન્ટનો ઍક્સેસ ગુમાવો, તો તમે તમારા એકાઉન્ટને રિકવર કરવા માટેના વિકલ્પોનો રિવ્યૂ કરી શકો છો.

જો એકાઉન્ટ રિકવરી માટે ઉપર આપેલા વિકલ્પો મારા માટે કામ ન કરે તો શું કરવું?

તમારા ફંડ એસ્ચીટ કરવામાં આવે પછી જો તમે તમારા Google એકાઉન્ટનો ઍક્સેસ પાછો મેળવવામાં અસમર્થ રહો, તો તમારે સરકાર પાસેથી બૅલેન્સ પાછું મેળવવું જરૂરી રહેશે. જો તમારું બૅલેન્સ રાજ્ય સરકારને એસ્ચીટ કરવામાં આવે પછી નાણાં તમને પરત મળે તે માટે તમે તમારા રાજ્યની નધણિયાત મિલકત માટેની ઑફિસમાં અરજી કરી શકો છો.

તમારા રાજ્યની નધણિયાત મિલકત માટેની ઑફિસ શોધવા માટે, તમારું બ્રાઉઝર ખોલો અને google.com પર શોધો. શોધ બૉક્સમાં, તમારા રાજ્યનું નામ અને શબ્દસમૂહ "નધણિયાત મિલકત" લખો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11370896080575556633
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false