નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

પૉલિસીઓ

પૉલિસી એકાઉન્ટની ચેતવણીઓ અને સસ્પેન્શનની સમજ મેળવવી

અમારી પ્રોગ્રામ પૉલિસીઓ અમારી જાહેરાતની ઇકોસિસ્ટમની રચના કરનાર દરેક જણ માટે હકારાત્મક અનુભવની ખાતરી કરવામાં સહાય કરવા માટે ઉપલબ્ધ છે. જ્યારે કોઈ ઉલ્લંઘનકર્તા પેજ અમારા ધ્યાનમાં આવે, ત્યારે અમે કાં તો a) તમને સાઇટ સુધારવા જણાવતો કોઈ ચેતવણી મેસેજ મોકલીએ છીએ અથવા b) ઉલ્લંઘનની ગંભીરતાના આધારે, પેજ અથવા સાઇટ પર જાહેરાત સેવા આપવાનું તાત્કાલિક બંધ કરીએ છીએ.

જો અમારી પૉલિસીઓનું વારંવાર અથવા અસાધારણ રીતે ઉલ્લંઘન થાય, તો અમારે વ્યક્તિગત પેજના સ્તરે અથવા સાઇટના સ્તરે પગલાં લેવાથી વધીને એકાઉન્ટના સ્તરે પગલાં લેવા જરૂરી હોઈ શકે છે. અમે તમારું એકાઉન્ટ હંગામીરૂપે સસ્પેન્ડ કરી શકીએ છીએ, જેથી તમે તમારા બધા કન્ટેન્ટને રિવ્યૂ કરી શકો, ઉલ્લંઘનો સુધારી શકો અને પૉલિસીના તમારા અનુપાલનની ખાતરી માટે સંરક્ષણના પગલાં લઈ શકો.

જો મને પૉલિસીના ઉલ્લંઘન માટે એકાઉન્ટની ચેતવણી મળે તો તેનો અર્થ શું થાય?

જો તમને એકાઉન્ટની ચેતવણી મળે, તો તમારું એકાઉન્ટ સક્રિય રહેશે અને તેના પર જાહેરાતો બતાવાતી રહેશે. છતાં, આનો અર્થ એ છે કે જો વધારે ઉલ્લંઘનો ઉમેરાશે તો તમારા એકાઉન્ટ પર સસ્પેન્ડ થવાનું કે બંધ થવાનું ઘણું જોખમ રહેલું છે. તમારે તાત્કાલિક સમય કાઢીને તમારા કન્ટેન્ટને રિવ્યૂ કરવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તે અમારી પૉલિસીઓનું પાલન કરે છે.

નોંધો કે તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કે બંધ થવાના લેવલે પહોંચે તે પહેલાં અમે એકાઉન્ટ વિશે કોઈ ચેતવણી મોકલવાનો પ્રયાસ કરીશું. છતાં, જો પૉલિસીના ઉલ્લંઘનો વિશેષ રૂપે અસાધારણ હોય, તો તમારું એકાઉન્ટ તાત્કાલિક સસ્પેન્ડ કે બંધ કરવું અમારા માટે જરૂરી હોઈ શકે છે.

પૉલિસીના ઉલ્લંઘન બદલ મારું એકાઉન્ટ સસ્પેન્ડ થાય તો તેનો અર્થ શું થાય?

જો અમારી પૉલિસીઓનું વારંવાર અથવા અસાધારણ રીતે ઉલ્લંઘન થાય, તો અમે એકાઉન્ટને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી શકીએ છીએ. આનાથી તમને તમારા બધા પેજને રિવ્યૂ કરવાની અને આવશ્યક સુધારાત્મક પગલાં લેવાની અંતિમ તક પણ મળશે, જેથી તમારું એકાઉન્ટ બંધ ન થઈ જાય.

જો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થયેલું હશે, તો તેમાં તાત્કાલિક ચુકવણી પર રોક મૂકવામાં આવશે અને સસ્પેન્શનના સમયગાળા દરમિયાન કોઈ જાહેરાત આપવામાં આવશે નહીં. (તમે તમારા AdSense એકાઉન્ટમાં "પૉલિસી કેન્દ્ર"માં અથવા અમે તમને મોકલેલા ઇમેઇલમાં સસ્પેન્શનનો સમયગાળો જોઈ શકશો.) સસ્પેન્શનનો સમય સમાપ્ત થયા પછી, અમે ઑટોમૅટિક રીતે તમારું એકાઉન્ટ ફરી ચાલુ કરીશું, ચુકવણી પરની રોક કાઢી નાખીશું અને જાહેરાત બતાવવાનું ચાલુ કરીશું.

નોંધ કરો કે તમારું એકાઉન્ટ પાલન કરે તે માટે અમે તમારા એકાઉન્ટનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીશું. જો વધારાનાં ઉલ્લંઘનો ઉમેરાશે, તો અમારે તમારું સમગ્ર એકાઉન્ટ બંધ કરવું જરૂરી થઈ શકે છે. જો આવું થાય, તો અમે ઉલ્લંઘનો સાથે સંકળાયેલી કમાણીની ચુકવણી રોકી શકીએ છીએ, જે છેલ્લા 60 દિવસની તમારી કુલ કમાણી સુધીની હોઈ શકે છે, જેથી (જ્યાં ઉચિત અને શક્ય હોય ત્યાં) અસરગ્રસ્ત જાહેરાતકર્તાઓને રિફંડ આપી શકાય.

પૉલિસીના ઉલ્લંઘન બદલ મારું એકાઉન્ટ સસ્પેન્ડ થયું હોય ત્યારે મારે શું કરવું જોઈએ?

અમે તમને પ્રોત્સાહન આપીએ છીએ કે સસ્પેન્શનના સમયગાળાનો ઉપયોગ કરીને તમારા બધા કન્ટેન્ટને રિવ્યૂ કરો, હાલના બધા ઉલ્લંઘનો કાઢી નાખો અને ભવિષ્યમાં પૉલિસી સંબંધિત સમસ્યાઓ થતી ટાળવા માટે સંરક્ષણનાં પગલાં લો. અમે ભલામણ કરીએ છીએ કે તમારા પેજને અનુપાલન માટે રિવ્યૂ કરતી વખતે, અમારી Google Publisher પૉલિસીઓ અને જાહેરાતનું સ્થાન નિયોજન પૉલિસીઓ પર વધુ ધ્યાન આપો. સસ્પેન્શનનું કારણ બનનાર પૉલિસી સંબંધિત પહેલાંની સમસ્યાઓ જોવા માટે, તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને તમારા ઉલ્લંઘન ઇતિહાસને રિવ્યૂ કરો.

Checking Issue Status in the Policy Center

પૉલિસીના ઉલ્લંઘનો વિશે તમારા નેટવર્કને મૉનિટર કરવા સંબંધિત ટિપ અને અમારી પૉલિસીઓ વિશેના ખુલાસા માટે, અમે નીચેના સંસાધનો જોવાની ભલામણ કરીએ છીએ:

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16420886824375742809
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false