નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

ટ્રાફિક પ્રદાતાનું ચેકલિસ્ટ

તમારી સાઇટ પર વાળવા માટે તમે ટ્રાફિક ખરીદવાનું વિચારતા હો, તો તમે ચોક્કસ કયા પ્રકારનો ટ્રાફિક મેળવશો તે સમજવા માટે તમારે સમય ફાળવવો જરૂરી છે. ખાસ કરીને, ટ્રાફિક પ્રદાતાની તમને ટ્રાફિક મોકલવાની રીત અને તમને મળનારા ટ્રાફિકના પ્રકાર વિશે તમારે સમજવું જોઈએ. તમારે તમારા AdSense એકાઉન્ટ અને વેબ વિશ્લેષણ પ્રોગ્રામ (જેમ કે Google Analytics)નું પણ એ રીતે સેટ અપ કરવું જોઈએ કે જેથી તમે ટ્રાફિકનું નિરીક્ષણ કરી શકો.

તમે અને કોઈ ટ્રાફિક પ્રદાતા સાથે મળીને કેવી રીતે કામ કરી શકો તે વિશે જાણકારી મેળવવાની તમે શરૂઆત કરતા હો ત્યારે પૂછવાના પ્રશ્નોની સૂચિ અમે તૈયાર કરી છે. કોઈપણ ટ્રાફિક પ્રદાતા સાથે કામ કરવાનું તમે વિચારતા હો ત્યારે તેમની સાથેની ચર્ચામાં સહાય થઈ શકે તે માટે આ સૂચિ બનાવાઈ છે, જોકે આમાં અન્ય પ્રશ્નો પણ ઉમેરી શકાય:

  • તમારી જાહેરાતો ક્યાં બતાવાશે?

    • તમારી જાહેરાતો જ્યાં મૂકાવાની હોય તે પેજ તમે ઓળખતા ન હો, તો તે પેજની ટ્રાફિક મેળવવાની રીત અને તે પેજના ટ્રાફિકના સૉર્સ તમે જોઈ શકો કે કેમ તે પૂછો.
    • ટ્રાફિક પ્રદાતા URLsના ઉદાહરણ અથવા પેજ તેનો ટ્રાફિક મૂળ કે ખરીદેલા સૉર્સમાંથી મેળવે છે તે વિશેની માહિતી આપી ન શકે તો તમારે સાવચેતીપૂર્વક આગળ વધવું રહ્યું કારણ કે કયા પ્રકારનો ટ્રાફિક તમને મળશે તેનો તમને ખ્યાલ આવશે નહીં.
  • તમે તમારી જાહેરાતનું સ્થાન નિયોજન કેવી રીતે ચકાસી શકો?

    • તેને રિઅલ ટાઇમમાં બતાવવાનું કહો.
    • તમે તમારી જાહેરાતો જોઈ શકો તેવા નમૂનાના URLs તમને ન મળે તો તે ચેતવણીની નિશાની છે. તમારી જાહેરાતો પુખ્ત વયના લોકો માટેના પેજ પર અથવા અન્ય અસંગત કન્ટેન્ટ પર દેખાય તેમ તો તમે ન જ ઇચ્છો.
  • અન્ય ટ્રાફિક પ્રદાતાઓની સરખામણીએ આ ટ્રાફિક પ્રદાતાની કિંમત કેટલી છે?

    • જાહેરાતના સમાન સ્થાન નિયોજન માટે આ ટ્રાફિક પ્રદાતા ઓછી કિંમત લેતા હોય, તો તેમને ઓછી કિંમતો રાખવાનું કારણ પૂછો.
    • કિંમતો માની ન શકાય તેટલી ઓછી હોય અને ટ્રાફિક પ્રદાતા તેમના નેટવર્કને આટલી ઓછી ચુકવણી શકવાનું કોઈ વાજબી કારણ આપી શકે તેમ ન હોય તો તેમનો ટ્રાફિક ઉચ્ચ મૂલ્ય ધરાવતા પેજમાં દેખાતો ન હોવાની આ નિશાની હોઈ શકે.
  • આ જ પ્રદાતા પાસેથી બીજા કયા ભાગીદારો ટ્રાફિક ખરીદે છે?

    • આ બીજા ભાગીદારો જાહેરાત ચકાસણી સેવાઓનો ઉપયોગ કરે છે કે કેમ અને તે સેવાઓએ પ્રદાતાએ મોકલેલા ટ્રાફિક વિશે સામાન્ય રીતે શું કહ્યું છે તે જાણવું યોગ્ય કહેવાય.
    • તમે આ ટ્રાફિક પ્રદાતા સાથે જાહેરાતો મૂકતા અન્ય ભાગીદારો શોધી ન શકો તો તે પણ આગળ વધવામાં સાવચેતી રાખવાની નિશાની કહી શકાય.

તમે પૂછી શકો તેવા અન્ય પ્રશ્નોમાં સમાવિષ્ટ છે:

  • તમારી સાઇટ તરફ ટ્રાફિક આવવામાં કેટલું સાતત્ય જળવાશે, દરરોજ કે દર અઠવાડિયે?
  • ટ્રાફિક સૉર્સના વિગતવાર રિપોર્ટ ઉપલબ્ધ છે?
  • ટ્રાફિક લૉગ અથવા વેબ વિશ્લેષણ પ્રોગ્રામમાં ટ્રાફિક સૉર્સને સરળતાથી ઓળખી શકાશે?
  • તમારી જાહેરાતોનો રૂપાંતરણ દર તમે કેવી રીતે માપી શકશો?

તમે ટ્રાફિક પ્રદાતા સાથે વાત કરી લો અને પછી આગળ વધવા માંગતા હો ત્યારે, તેઓ તમારી સાઇટ પર જે ટ્રાફિક મોકલે તેનું નિરીક્ષણ કરી શકવાની તમારી પાસે ક્ષમતા હોય તે પણ એટલું જ મહત્ત્વનું છે. શરૂઆતમાં એક નાનું પરીક્ષણ કરી જોવું શ્રેષ્ઠ કહેવાય, જેમ કે તમારા અમુક જ પેજ પર ટ્રાફિક મોકલવો અને તેના પર્ફોર્મન્સનું નિરીક્ષણ કરવું. ટ્રાફિકનું નિરીક્ષણ કરવાની રીત અંગે વધુ વિગતવાર સૂચના માટે તમારા ટ્રાફિકના ભાગ પાડવાની રીત પરનો અમારો લેખ જુઓ. ટ્રાફિક પ્રદાતા તમને અપેક્ષા ન હોય તેવો ટ્રાફિક મોકલતા હોવાનું તમને જણાય અથવા તમે ટ્રાફિકની ક્વૉલિટી બાબતે ચિંતિત હો તો તમે તે ટ્રાફિક સૉર્સ તરત જ બંધ કરી દો તેવું અમારું સૂચન છે અને કૃપા કરીને અમને જણાવો. અમાન્ય પ્રવૃત્તિ વિશેની સામાન્ય માહિતી માટે કૃપા કરીને અમારા જાહેરાત ટ્રાફિક ક્વૉલિટી સંસાધન કેન્દ્રની મુલાકાત લો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12981316316480986564
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false